Last Update : 11-April-2012, Wednesday
 

ક્યાં ખબર છે? કાલે ક્યાં હશું?...

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


પ્રભુ જાણે કાલે-
પ્રભુ જાણે કાલે દિવસ ઊગતાં ક્યાં હઇશ હું?
પરોઢે પંખીના કલરવ થકી સ્વપ્ન સરતાં
ઊઠી, આંખો ચોળી, અલસ ગતિથી કુંજ ત્યજીને
શીળી રેતીશય્યા પર પડીશ આવી, નીરખતો
ઉષાતેજોવર્ષા જલધિસલિલે નૃત્ય કરતી?
વળી બપ્પોરોના પ્રખર તણખા અંગ ભરતા
પહાડો- મિત્રોની મઘુર મિજમાની ગ્રહી હશે?
અજાણી કો’ દેરી નિકટ સરતી ગ્રામ્ય સીમની-
મહીં ઝીણી ઝીણી કવનરટણામાં વિરમીશ?
ઢળી ક્ષેત્રે ખાટે કૃષિકમઢૂલી પ્રાંગણ વિશે
નમેલી સંઘ્યાની સુરભિઝર પાની ચૂમીશ, કે
પછી, ગાડીમાંથી કનકનળિયાં ગ્રામ્ય ઉટજો
તણાં જોતો જોતો મુજ સફરનામું લખીશ હું?
નિશાને ઘેરીને અલકલટ ઉતારી લઇને
રૂપાળી ચન્દ્રિકા - મુજ પ્રિયતમા - ને ધરીશ, કે
ઊંડા અંધારામાં મણિધર ગળે વીંટી લઇને
પ્રકાશે એના હું
રહસ્યો રાત્રીનાં સુલભ કરતો ખૂંદીશ વનો?
પ્રભુ જાણે કાલે સમય સમયે ક્યાં હઇશ હું?
- જગદીશ ત્રિવેદી

 

કવિ રાજેન્દ્ર શાહના અમદાવાદ નિવાસ દરમિયાન તેમને ત્યાં મોટાભાગે સાંજના થોડાક કવિઓને નિયમિત મળવાનું થતું. નલિન રાવળ, ઈન્દુકુમાર ત્રિવેદી વગેરે. ઝીણી નજરે શબ્દના એક એક અક્ષરને ઉકેલી શકવાની ક્ષમતા ધરાવતા જગદીશભાઇ અચૂક કાવ્યની ચર્ચા વખતે અર્થઘટનની અદ્‌ભૂત વાતો કરતા સાંભળ્યા છે. વર્ષો પહેલાં નવજીવનમાં પહેલીવાર મળવાનું થયું ત્યારે જ આ કવિની ઘણી બધી કવિતાઓ કવિતા, કુમાર વગેરેમાં છપાયેલી વંાચી ચૂક્યો હતો. તેમની કવિતાઓની એક વિશેષતા એ છે કે પ્રત્યેક કવિતામાં જીવન વિશેની એક ગૂઢ વાત, એક ગૂઢ ચંિતન છૂપાયેલું હોય છે.
કાલની કોને ખબર છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. એવી જ આ અદ્‌ભૂત પંક્તિ છે... પ્રભુ જાણે કાલે દિવસ ઊગતાં ક્યાં હઇશ હું? આપણને ખબર નથી આપણે આવતી કાલે ક્યાં હોઇશું? કેવા હઇશું? કેવી સ્થિતિમાં હોઇશું? ખરેખર આ અત્યંત ચંિતાજનક વાત છે. માણસ જો પોતાની જંિદગીની આવતીકાલ વિશે થોડુંકેય વિચારે તો શક્ય છે કે તેની જીંદગી આજથી જ બદલાઇ જાય. અહીં કવિતામાં ચાર કલ્પના કરવામાં આવી છે. કાલે સવારે હું ક્યાં હોઇશ? બપોરે ક્યાં હઇશ? સાંજના ક્યાં હઇશ? રાત્રે ક્યાં હોઇશ?
શરૂઆત થાય છે ત્યારે પૂછવામાં આવ્યો છે પ્રશ્ન કે કાલે દિવસ ઊગતા હું ક્યાં હોઇશ એ તો પ્રભુ જાણે. અને પછી જુદી-જુદી કલ્પનામાંથી કવિ એવી રીતે આપણને પસાર કરે છે અને છેલ્લે પ્રશ્ન પૂછે છે કે... પ્રભુ જાણે કાલે સમય સમયે ક્યાં હઇશ હું?
વહેલી પરોઢનું દ્રશ્ય કલ્પીએ, તો મ્હોં સૂઝણે એટલે કે હજુ સૂર્ય ઉગ્યો નથી હોતો, ઝાંખુ-પાંખુ અજવાળું હોય છે એવા સમયે સમગ્ર વાતાવરણને કોયલ, મોર અને જુદા-જુદા પક્ષીઓ તેમના કલરવથી, ટહૂકાથી ભરી દે છે. અને જાગતા પણ નહીં અને સૂતેલા પણ નહીં એવી તંદ્રા અવસ્થામાં સપનાઓ દૂર થતા ઊઠી જાય છે. આંખો ચોળીએ છીએ. કવિ કહે છે પછી આળસવાળી જ સ્થિતિમાં એ સમગ્ર ઉપવનને છોડીને સાવ ઠંડી રેતી ઉપર હું આવી પડ્યો હોઇશ અને દરિયાકિનારે જળનું નૃત્ય હું જોતો હઇશ. ફરી પાછું થાય છે કે બપોરે જ્યારે આકાશમાંથી પ્રખર તણખા જેવો તાપ ઝરતો હશે અને પહાડો જેવા મિત્રોની સાથે કે મિત્રો જેવા પહાડો સાથે હું જમતો હોઇશ કે પછી ગામની, સીમની કોઇ અજાણી દેરી પાસે કોઇ કાવ્ય સર્જનની રચનામાં મારી ભીતર ડૂબી ગયેલો હોઇશ? કે પછી ખેતરની ઝૂંપડીના આંગણમાં ઢળેલી સંઘ્યાના પગ ચૂમતો હોઇશ? કે પછી હું ગાડીમાંથી પસાર થતાં - થતાં ઢળતી સાંજના સોનેરી નળિયાઓ જોતો - જોતો જીંદગીનું સફરનામું લખતો હોઇશ?
રાત્રે આ આકાશની ચાંદનીની અલકલટ મારા પ્રિય પાત્રને ધરીશ કે પછી કહેવાય છે કે રાત્રે અંધારામાં મણીધર સાપ નીકળતો હોય છે તેને ગળે વીંટાળી લઇને એ મણીના અજવાળામાં રાત્રીના જે રહસ્યો છે તેને સુલભ બનાવતો - બનાવતો ગાઢ વન અને જંગલોને ખૂંદી વળીશ?
દરિયાના તટે હોઇશ? પર્વતો વચ્ચે હોઇશ? ખેતરમાં હોઇશ? ગાડીમાં પ્રવાસ કરતો હોઇશ? રાત્રે જંગલોમાં ભટકતો હોઇશ... કાલે ક્યાં હોઇશ કંઇ જ ખબર નથી. કવિ છે એટલે આવી રમ્ય કલ્પનાઓ કરી છે. કવિને માટે અગમ્ય અને રમ્ય બે શબ્દો જીવનના પ્રાણસમા હોય છે. એ જ એમના જીવનની કેડી હોય છે. પણ હવે આ કવિતાને આજના સંદર્ભમાં, પ્રત્યેક માનવીના સંદર્ભમાં જોવી હોય તો, કલ્પના કરીએ કે કાલે સવારે ક્યાં હોઇશું? કેટલી શક્યતાઓ દેખાય છે! કાલે બપોરે ક્યાં હોઇશું? અને કેટકેટલા સ્થળ અને વ્યક્તિઓ યાદ આવી જાય. કાલે સાંજે ક્યાં હોઇશું? અને કેટકેટલી કલ્પનાઓમાં સરી જવાય. આવતી કાલની રાત કેવી પડશે એની આપણને કોઇ કલ્પના નથી. બસ આ અગમ્યની કેડી ઉપર લઇ જતી આ રચના છે.
કાલે ક્યાં હોઇશું એની આપણને ખબર નથી. એ જ રીતે સમયની જેમ એક બીજુંય તત્ત્વ આપણા જીવનમાં ભાગ ભજવતું હોય છે અને એ છે શબ્દનું. આપણે કેટકેટલું કહેવું હોય છે. પણ બધા જ શબ્દો હોઠ સુધી પહોંચી નથી શકતા. ઘણાય શબ્દો મન પાસે, હોઠ પાસે આવીને અટકી જતા હોય છે. પવનને કોઇ આકાર નથી અને છતાંય પવનને આપણે અનુભવી શકીએ છીએ. શબ્દો પણ અનુભવાય છે પણ એ પણ જાણે પવન જેવા હોય છે. કવિ એ શબ્દોને પકડવા પ્રયત્ન કરે છે. ચૂપચાપ એ શબ્દોને પકડવા જાય છે અને વીજળીના ઝબકારે એ શબ્દો ક્યારેક આખા આકાશમાં ફેલાઇ જાય છે. જાણે આખા આકાશને બાથ ભરવા નીકળી પડ્યા હોય.
ક્યારેક શબ્દો મનની કઠણ ભૂમિમાં લાગણીઓના બી બનીને આકાર ધરવા માંગતા હોય છે. મનમાં એમ પણ થાય હમણાં મારી લાગણીનાં ફૂલ પ્રગટશે અને ત્યાં તો કોઇ એવી ફૂંક મારે છે કે અનલ એટલે કે અગ્નિ પ્રગટે છે. મારા બીજ ઊગ્યા વગર જ બળી જાય છે. મારા મનમાં તો આવું ઘણું - ઘણું લહેરાઇ રહ્યું છે એને હાથ લાંબો કરીને પકડવા જાઉં છું અને ત્યાં ઓસરી જાય છે. આપણા હૃદયમાં ઘણા શબ્દો, ઘણીએ વાતો પ્રગટવા માંગતી હોય છે અને તે પ્રગટ્યા વગર જ ક્યાં તો આકાશમાં ભળી જાય છે ક્યાં તો આગમાં બળી જાય છે અને જીંદગી પૂરી થઇ જાય છે. જીવનના કોઇ પણ વળાંકે ઊંડા ચંિતનમાં સરકાવી દે તેવાં આ બે કાવ્યો ફરી-ફરી વાંચવા જેવા છે.
ઘણું એવું એવું -
ઘણા એવા શબ્દો મન - અધર આવી અટકતા-
વિના કૈં આકારો - પવન સરખા શા વિહરતા,
રૂડા આકારોની - અરવ પગલે - જાળ કરમાં
ગ્રહી ધીરે ધીરે નિકટ સરકું જ્યાં પકડવા-
ઘડી આંજી આંખો વીજળી - ઝબકારે મૂંઝવતા
છવાઇ જાતા શા નભ સકલને બાથ ભરતા!
રહ્યાં મારી ફાંફાં કઠણ મનભૂમિ ભીતરમાં
ઘણાં એવાં ઊર્મિ - કુસુમ - બીજ આકાર ધરવા-
રૂપાળા રંગોનાં વસન - શણગારો પ્રગટવા,
વળી, પાછું એવું સળવળ થતું ભોમ ભીતરે-
લહું ઃ મારા ઊર્મિ - કુસુમ અવ નક્કી પ્રગટશે-
ત્યહીં કો’ની ફૂંકે અનલ પ્રગટે - બીજ પ્રજળે!
ઘણું એવું એવું ઉર ભીતર મારે લહરતું-
અને જ્યાં લંબાવું કર પકડવા - ઓસરી જતું!
- જગદીશ ત્રિવેદી

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved