Last Update : 11-April-2012, Wednesday
 

ક્રિકેટ ક્ષેત્રે છ વરસ છપ્પર ફાડકેની ગેરંટી !

પ્રાઈમ ટાઈમ

સચિન તેંડુલકર નિવૃત્ત ના થાય ત્યાં સુધી તેની તોફાની બેટીંગનો નવેસરથી અને સતત પરચો બતાવતો રહે એવું તેના ચાહકો ઇચ્છે કે ના ઇચ્છે સ્ટાર ટીવીના કર્તા-હર્તાઓ ઈચ્છતા રહેશે. ધોનીની બેટીંગ હરીફ ટીમોના હાથ ગગડાવવા માંડે એવી ક્ષણો માટે ધોની વતી સ્ટાર ટીવીના કર્તા-હર્તા ધોનીને શ્રઘ્ધા છે તે માતાજીની માનતા રાખી ચૂક્યા હશે. કોહલીનો ઝંઝાવાત બે-પાંચ મેચો પછી ઠરી ના જાય તે માટે કોહલીની આળપંપાળ કરવા માટે સ્ટાર ટીવીના કર્તા-હર્તાઓ ખડેપગે રહેવા તૈયાર થઈ જાય તો નવાઈ નહીં લાગે! અને થોડા સમય પછી ભારતીય ટીમની પસંદગીમાં સ્ટાર ટીવીના કર્તા-હર્તાઓની પસંદ-નાપસંદને પણ ગણતરીમાં લેવામાં આવે તો ચોંકી ના જતા!
કારણ માત્ર એટલું જ છે કે આગામી છ વરસ દરમિયાન બીસીસીઆઈની લગભગ ૯૬ જેટલી મેચોના પ્રસારણ માટે સ્ટાર ટીવીએ ત્રણ હજાર આઠસો એકાવન કરોડ રૂપિયાની બોલી લગાવી છે. પ્રતિ મેચ લગભગ ચાલીસ કરોડ રૂપિયાનો ભાવ પાડનાર સ્ટાર ટીવી આ રૂપિયા પાછા મેળવી શકશે કે કેમ તે અંગે પણ સવાલો થઈ રહ્યાં છે.
વન-ડે ઈન્ટરનેશનલ્સ અને ટેસ્ટ મેચોમાં રમવાના કલાકોની મહત્તમ મર્યાદા નક્કી હોય છે. બે ઓવર વચ્ચેનો સમયગાળો પણ લગભગ નિશ્ચીત હોય છે અને મેચો વહેલી સમેટાઈ જવાના બનાવોની હવે નવાઈ નથી રહી. એટલે સ્ટાર ટીવીને આ પ્રસારણ હકો ખરીદ્યા પછી જાહેરાતના સ્લોટ વેચવા માટે મળનારી મિનીટો એક હદથી આગળ વધનારી નથી. પરિણામે પ્રતિ દસ સેકન્ડ સ્લોટના ભાવમાં વધારો કરવો અનિવાર્ય થઈ પડશે.
જાણકારોના કહેવા મુજબ ભારતમાં ક્રિકેટનો ક્રેઝ આગામી છ વરસમાં ઘટશે તો નહીં જ, ઉલટાનો વધતો રહેશે. પરંતુ અર્થતંત્રની ગતિ કેવી રહેશે તે અંગે કશું કહેવું અઘરું છે. એવા સંજોગોમાં ક્રિકેટ જોનારા દર્શકોની સંખ્યા વધે તો પણ જાહેરાતના ઊંચા દર ચૂકવી શકતી નથી. કંપનીઓની સંખ્યામાં ઘટાડો થાય એવું પણ બને. આવા સંજોગોમાં સ્ટાર ટીવીએ ડીશ ચેનલના ગ્રાહકો પાસેથી વધારાના રૂપિયા ખેરવી લેવાનો દાવ અજમાવવો પડે. ડીશ ટીવીના ગ્રાહકોની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો જોતાં સ્ટાર સ્પોર્ટસના પેકેજમાં નજીવો વધારો કરવામાં આવે તો પણ તોતીંગ રકમ મળી રહે.
આ કરારમાં ડીજીટલ કન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે. એટલે મોબાઈલ કે ઈન્ટરનેટ દ્વારા પણ સ્ટાર ટીવીને કમાણી થવાની સંભવાનાઓ જોવાય છે. એક મુદ્દો એવો પણ છે કે સમગ્ર નેટવર્કની વ્યૂઅરશીપમાં આ નિર્ણયના કારણે પોઝિટીવ પરિવર્તન આવી શકશે.
ક્રિકેટ મેચથી પોતાના નેટવર્ક પર આવનારા દર્શકોને મેચ દરમિયાન પોતાના નેટવર્કની અન્ય ચેનલોનું સેમ્પલીંગ કરાવીને તેમને તે તરફ વાળી શકાય તો જનરલ ચેનસ્ટેઈન્મેન ચેનલો કે મૂવી ચેનલોની રેસમાં ખાસ્સા આગળ નીકળી શકાય અને તેના કારણે વધનારી રેવન્યુ પણ ક્રિકેટ પ્રસારણના રાઈટ્‌સ મેળવનારા મળી હોવાનું ગણાય.
સ્પોર્ટસ ઉપરાંત મૂવી ચેનલ માટે પણ સ્ટાર નેટવર્કે સાહસભર્યું વલણ બતાવ્યું છે. એક સમાચાર મુજબ સ્ટાર ગોલ્ડ દ્વારા દબંગ ટુ, હાઉનીફૂલ ટુ, ઘાયલ ટુ અને કાલ રીટર્ન્સ - આ ચાર ફિલ્મો કુલ એકસોવીસ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી છે.
આ ચાર ફિલ્મો સહિત અત્યાર સુધી સ્ટાર ગોલ્ડે ખરીદેલી અન્ય ફિલ્મો માટે ચૂકવેલી રકમનો સરવાળો ત્રણસો કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. અત્યાર સુધી આ નિર્ણય ફળદાયી રહ્યો છે.
બોડીગાર્ડ, રાવન, સંિઘમ્‌, ઝિન્દગી ના મિલેગી દોબારા, રોકસ્ટાર જેવી ફિલ્મોને ઊંચા ટીઆરપી મળ્યા છે અને જાહેરાતની આવક પણ ઉત્સાહજનક સાબિત થઈ છે. અત્યારે ટીવી ચેનલો દ્વારા થઈ રહેલી ફિલ્મોની ખરીદી જોતાં બોલીવુડની સૌથી વઘુ ફાયદો ટેલિવિઝનથી થઈ રહ્યો છે.
ક્રિકેટ અને બોલીવુડ જેવા ભારતના સૌથી મોટા બે આકર્ષણો હવે ટીવી ચેનલોના પૈસે પુષ્ટ થઈ રહ્યા છે અને ટીવી ચેનલોના માઘ્યમથી આપણા ખિસ્સા હપ્તે-હપ્તે હળવા થઈ રહ્યા છે!

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved