Last Update : 11-April-2012, Wednesday
 
ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા

સૈકાઓ સુધી ગુજરાતનું પાટનગર અમદાવાદ લાંબા સમય સુધી રાજનગર તરીકે ઓળખાતું હતું. ઉપરાંત ઘણા સ્થળે ‘‘જૈનપુરી’’ નામે પણ લોકો બોલચાલમાં ઉપયોગ કરતા હતા. કારણ રાજનગરમાં મોટી સંખ્યામાં જૈન મંદિરો તૂટ્યા છે. ઉપરાંત જૈન શાસનની પ્રભાવના અને પ્રતાપ, પુરૂષાર્થ અને સિદ્ધિઓ તથા જૈન પરંપરાનો ભવ્ય ઈતિહાસ, દુનિયાભરમાં યશોગાન ગાઈ રહ્યો છે. અમદાવાદની સ્થાપના થયા બાદ અમદાવાદ શહેરના વિકાસ માટે અહમદશાહ બાદશાહે અને ત્યારબાદ મહેમુદ બેગડાએ ઘણા શ્રીમંત વેપારીઓને અમદાવાદમાં આવી વેપાર-ધંધો કરવા આમંત્રણ આપ્યું હતું. મેહમુદ બેગડાના મંત્રીઓ મોટે ભાગે જૈન શ્રેષ્ઠીઓ હતા. ૧૮૧૭માં અંગ્રેજ રાજ્ય શરૂ થયાના ૩૦ વર્ષ બાદ ૧૮૭૪માં અમદાવાદમાં હઠીસંિહનું ‘‘બાવન જિનાલય’’ મંદિર શહેરમાંના પ્રસિદ્ધ સ્થાપત્યોમાં જેની ગણના થાય છે એ ૧૯૦૧માં બાવન જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું પરંતુ મંદિરનું કામ પૂરૂં થાય એ પહેલા શેઠ હઠીસંિહનું અવસાન થયું. પરંતુ એમનું અઘુરૂં સ્વપ્ન પૂરૂં કરવા તેમનાં પત્ની હરકુંવર શેઠાણીએ મોટી સંખ્યામાં કડિયા મીસ્ત્રીઓ બોલાવી બે વર્ષમાં જ પૂરૂં કર્યું. ૧૯૦૩માં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. હઠીસંિહે ઘોઘાના એક વણિકની પુત્રી હરકુંવર સાથે ત્રીજીવારનાં લગ્ન કર્યા હતા. જે આ શેઠાણી બહુ શુકનિયાળ ગણાયા- કારણ એમનાં આવ્યા બાદ હઠીસંિહની સમૃદ્ધિ ઘણી વધી હતી. શેઠાણીએ ૧૯૦૩ મહાવદ પાંચમના રોજ શ્રી શાન્તિસાગરસૂરિ દ્વારા મંદિરની પ્રતિષ્ઠા કરાવી હતી. જેમાં મૂળનાયક તરીકે શ્રી ધર્મનાથ ભગવાન બિરાજમાન થયા. આ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભાગ લેવા કુલ ચાર લાખ માણસો ઉપસ્થિત રહ્યા હતા. એમને રહેવા માટે મિલિટરીના તંબુઓ મેળવીને દિલ્હી દરવાજાથી છેક સરદાર પટેલ સ્મારક સુધી તંબુઓ તાણવામાં આવતાં જાણે એક વિશાળ નગર વસી ગયું હોય એવું બેઘડી લાગતું હતું. હઠીસંિહનું મંદિર તે સમયના પ્રખ્યાત અને નિષ્ણાત સોમપુરા શ્રી ખ્રેમચંદે બાંઘ્યું હતું. આ મંદિરમાં ત્રણ માળ અને ત્રણ શિખર છે. ઉપરાંત બે રંગમંડપો છે. આ મંદિરની ભવ્યતા પાછળ હઠીસંિહના ચતુર પત્ની હરકુંવરનું ભેજું હતું. હરકુંવરે ગામેગામ કુમકુમ પત્રિકાઓ મોકલીને ચતુર્વિધ સંઘોને આમંત્રણ આપ્યું હતું અને ભવ્ય વરઘોડો કાઢ્‌યો હતો. ત્યારબાદ સાતમના દિવસે કૂંભ સ્થાપના કરવામાં આવી હતી. આજે હઠીસંિહના દહેરાસરમાં પાષાણની ૨૩૮ પ્રતિમા, ધાતુની ૮૩ પ્રતિમા તથા ૨૧ યંત્રો છે. કમ્પાઉન્ડમાં શ્રી મહાવીર ભગવાન ૨૫૦૦મી નિર્વાણ તિથિ નિમિત્તે બનાવેલ ૭૨ ફૂટની ઊંચાઈ અને ૧૨૫ પગથિયાવાળો મિનારો દર્શકોનું ઘ્યાન ખેંચે છે પરંતું હઠીસંિહ દહેરાસરનું આ મુખ્ય પ્રવેશદ્વાર તો જુઓ..... જાણે ચુનંદા ઝવેરીઓએ દિલથી ઘડેલા સુવર્ણ અલંકાર જેવું સતત ચમકતું ઘરેણું....

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved