Last Update : 11-April-2012, Wednesday
 

મહિલાઓ માટે નર્કથી પણ બદતર પાકિસ્તાન

ખબરે પાકિસ્તાન
 

- બળાત્કારનો ભોગ બનેલી મહિલાની ધરપકડ થાય, અને બળાત્કારી પૂર્ણ સન્માન સાથે મુક્ત થાય તે પાકિસ્તાનમાં જ બને
- પાકિસ્તાનમાં હિન્દુ કન્યાઓનું અપહરણ બાદ બળજબરીથી ધર્માંતર કરાવી મુસ્લિમ સાથે નિકાહની નવાઇ નથી

ભારત અને પાકિસ્તાન બંને દેશ સાથે સ્વતંત્ર થયા છે. બંને દેશને એકસરખો બ્રિટીશરોના તંત્રનો વારસો મળ્યો છે. પરંતુ ભારતનો સ્વતંત્રતા બાદ ઘણો વિકાસ થયો છે. જ્યારે પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવતા દેશ તરીકે બદનામ છે અને અમેરિકાની સહાય સિવાય કોઇ આર્થિક વિકાસ કર્યો નથી.
સંસ્કૃતમાં કહેવત છે કે ‘‘યત્ર પૂજ્યતે નારી તત્ર રમન્તે દેવતા.’’ આ ન્યાયે કોઇ પણ દેશના સામાજીક વિકાસનો ગ્રાફ લેવો હોય તો તે દેશમાં મહિલાઓની સ્થિતિ કેવી છે તેનો અભ્યાસ કરવો જોઇએ.
ભારતમાં સરેરાશ રીતે જોઇએ તો આઝાદી પછી મહિલાઓએ દરેક ક્ષેત્રમાં ઘણું કાઠુ કાઢ્‌યું છે. અહીં અનેક કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર મહિલા બિરાજમાન હોય તેવા ઉદાહરણો છે. ભારતમાં ઘરેલું હંિસાના કાયદાઓમાં પણ સ્ત્રીને યોગ્ય ન્યાય મળે તેનો ખ્યાલ રખાય છે. જ્યારે પાકિસ્તાનમાં મહિલાઓ માટે નર્કાગાર જેવી સ્થિતિ છે.
પાકિસ્તાનમાં સ્ત્રી માત્ર પુરૂષની કામવાસના સંતોષવા માટેનું રમકડુ છે. તેને કોઇ અધિકારો અપાતા નથી. તેનો અવાજ સાંભળનાર અહીં કોઇ હોતુ નથી. પુરૂષની વિકૃત મનોસ્થિતિથી બચાવનાર અહીં કોઇ નથી.
પાકિસ્તાનમાં ગરીબી, જાતીય શોષણ, હંિસાખોરી અને જાતિવાદે આડો આંક વાળ્યો છે. નાના કુમળી વયના બાળકોનું જાતીય શોષણ આ દેશમાં કોઇ નવાઇની વાત રહી નથી. તાજેતરમાં એક ૧૦ વર્ષની કન્યા પર તેના પિતા સહિત ચાર ઇસમોએ સતત બે મહિના સુધી બળાત્કાર ગુજાર્યા બાદ રૂા. એક લાખમાં તેને વેંચી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ નરાધમ કૃત્ય કરનાર પિતા અને તેના સાગરિતોની પોલીસે ધરપકડ કરી છે.
આધારભુત સુત્રોના જણાવ્યા અનુસાર જહાંગ પ્રાન્તમાં રહેતા મોહમ્મદ રિયાઝે તેની ૧૦ વર્ષની પુત્રી સુરૈયા બીબીને ૬૫ વર્ષની ઉંમરના વૃઘ્ધ શેર મોહમ્મદને રૂા. ૧૧૦૦૦૦ લઇને વેંચી દીધી હતી. સુરૈયાબીબીને વેંચી દેતા પહેલા તેના પિતાએ તેના પર સતત બળાત્કાર ગુજાર્યો હતો. પિતાએ પોલીસ પુછપરછમાં જણાવ્યુ હતું કે હું આર્થિક સમસ્યાથી પિડાઉ છું અને માથા પર દેવુ થઇ ગયુ છે તેથી મેં મારી પુત્રીને વેંચી દીધી છે.
સુરૈયાએ આક્ષેપ કર્યો હતો કે શેર મોહમ્મદ અને તેના ત્રણ સાગરિતો છેલ્લા બે મહિનાથી મને ગોંધી રાખીને બળાત્કાર ગુજારતા હતા.
પાકિસ્તાનમાં ગુનાખોરી પર કોઇ નિયંત્રણ નથી. તાજેતરમાં મીરપુર ખાસમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું તેના ત્રણ પડોશીઓએ જ અપહરણ કરી અઢી મહિના સુધી સતત બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ નોંધાયો હતો.
સંિધ પ્રાંતના મીરપુર ખાસ જિલ્લાના ડિગરી શહેરના વોર્ડ-૧૩માં એક યુવતીને તેના ત્રણ પડોશીઓ અહરણ કરી લઇ ગયા હતા, અને સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ યુવતી અઢી મહિના બાદ અપહરણકારોના સંકજામાંથી છટકી જઇ ઘરે પહોંચી હતી. પરંતુ તેને હજી ન્યાય મળ્યો નથી.
સામરીન સાના નામની આ યુવતી અને તેની મોટી બહેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓનો સંપર્ક કરી તેમના જીવન પર જોખમ હોવાથી રક્ષણ માટે પગલા લેવા વિનંતી કરી છે.
પાકિસ્તાનમાં ૨૦૧૧ની સાલમાં મહિલાઓ પર અત્યાચારના ૮૫૩૯ કેસ નોંધાયા છે તેમા મોટાભાગના મહિલાના ચહેરા પર એસીડ ફેંકવાના અને બળાત્કાર ગુજારાયાના કિસ્સાઓ છે.
માત્ર પોતાના દેશમાં જ નહીં. અન્ય દેશોમાં પણ પાકિસ્તાનીઓ જાતીય ગુનાઓમાં સંડોવાયાના કિસ્સાઓ બની રહ્યા છે. રોઇટરના પોર્ટ-ઓ-પ્રિન્સથી પ્રસિઘ્ધ એક સમાચારમાં જણાવાયુ હતું કે યુનોના પીસકીપીંગ ફોર્સમાં પાકિસ્તાને મોકલેલા સૈનિકોમાંથી બે સૈનિકોએ ત્યાં એક ૧૪ વર્ષના બાળક પર બળાત્કાર ગુજારતા તેમને એક વર્ષની કેદની સજા થઈ હતી.
હેેઈતીના એક ૧૪ વર્ષના બાળક પર તેમણે બળાત્કાર ગુજારાયાનો બનાવ બહાર આવ્યા બાદ યુનોના ચીફ ઓફ સ્ટાફ પીટર સ્કેમીટ્‌ઝે હેઈતીમાં જણાવ્યુ હતું કે પાકિસ્તાનના પીસ કીપીંગ ફોર્સમાં જોડાયેલા તમામ સૈનિકોને એક સપ્તાહ માટે રજા પર ઉતારી દેવાયા હતા.
પાકિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચારના ગુનાઓમાં ભાગ્યે જ ન્યાય મળતો હોય છે. આવો ગુનો આચરવામાં આવ્યા બાદ ફરિયાદ કરવા જનાર ફરિયાદીને પોલીસ અને કોર્ટ દ્વારા તે ખુદ આરોપી હોય તેવી રીતે વર્તાવ કરવામાં આવે છે.
જોહી ગામ પાસે ઝુલેખા નામની યુવતી પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેની ફરિયાદ કરવા જનારા તેના કાકાની હત્યા થઈ ગઈ હતી.
સંિધ પ્રાન્તના દાદુ જિલ્લાના જોહી તાલુકામાં આ બનાવ બન્યા હતો ઝુલેખા પર સામુહિક બળાત્કાર બાદ ૨૮મી માર્ચે તેના કાકા ગુલામ મુસ્તફા લઘરી ફરિયાદ નોંધાવવા ગયા હતા. તેમણે એફ.આઈ.આર.માં બળાત્કારના આરોપીઓના નામ આપ્યા હતા. આ આરોપીઓ ત્યારબાદ બાઈક ઉપર આવ્યા અને બંદુકોમાંથી ગોળીબાર કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. અગાઉ પણ આ ઈસમોએ બે વખત હુમલા કર્યા હતા. તેમના કાકાના દીકરા રૂસ્તમ અને ભત્રીજા મોહમ્મદ ઉસ્માન પર પણ હુમલા થયા હતા. આ બનાવમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય રફીક જમાલી અને જોહીના ડીએસપી અલ્લાહ રખીયો પણ સંડોવાયેલા હતા. આ બનાવ બાદ ભયભીત બનેલા પરિવારે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.
પાકિસ્તાનમાં મહિલોને કુટુંબના જ પુરૂષો વેશ્યા વ્યવસાયમાં ધકેલે તેવા પણ સેંકડો કિસ્સાઓ છે.
તાજેતરના એક અભ્યાસલેખમાં જણાવાયુ હતું કે ચિત્રાલથી પાકિસ્તાનના અન્ય પ્રાન્તોમાં યુવતીઓને વેશ્યા વ્યવસાયમાં ધકેલવા માટે લગ્નની લાલચનો ઉપયોગ થાય છે.
‘‘કોઝીસ એન્ડ કોન્સેક્યુઅન્સીસ ઓફ ડાઉન કન્ટ્રી મેરેજ ઈન ચિત્રાલ’ નામના આ અભ્યાસ લેખમાં જણાવાયા અનુસાર છેલ્લાં બે દશકાથી ચિત્રાલમાંથી લગ્નની લાલચે યુવતીઓને ફસાવી પાકિસ્તાનના અન્ય પ્રાન્તમાં તેમને વેશ્યા વ્યવસાયમાં ધકેલવાની પ્રવૃત્તિ ઘણી વધી ગઈ છે. આ અભ્યાસ આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામના રીજીયોનલ વુમન એમ્પાયરમેન્ટ પ્રોજેક્ટ હેઠળ થયો હતો. ગરીબી, નિરક્ષરતા અને બેરોજગારીથી પિડાતા આ જિલ્લાની યુવતીઓને વચેટીયાઓ દેશના અન્ય પ્રાન્તમાં લગ્ન કરાવી શહેરની વૈભવી જીંદગી જીવવાની લાલચ આપી લઈ જાય છે, ત્યારબાદ તેમનું જાતીય શોષણ કરી વેંચી દેવાય છે. ચિત્રાલના અંજુમન - દાવતે અઝીમતને ટાંકીને અભ્યાસ લેખમાં જણાવાયુ હતું કે આ જિલ્લામાં થતા લગ્નોમાં માત્ર ૧૦ ટકા લગ્ન અસલી હોય છે.
લાહોરમાં એક મૌલવીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યા બાદ ન્યાય ન મળતા વિરોધ પ્રદર્શન કરવા મહિલા થાંભલા પર ચડી ગઈ હતી, ત્યારે ભારે હોબાળો મચ્યો હતો. પહેલા બે મહિલાઓએ મૌલવીની ધરપકડ કરવાની માંગ સાથે પ્લેકાર્ડ લઈ ટ્રાફિક જામ કરી દીધો હતો. તેમાંની એક મહિલા થાંભલા પર ચઢી જઈ સુત્રોચ્ચાર કરતી હતી. આ મામલે પોલીસે બંનેને સમજાવટ કરી હતી, પરંતુ ફરિયાદ નોંધી ન હતી.
આ વર્ષે માત્ર જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનના ત્રણ જીલ્લાઓમાં બળજબરીથી લગ્ન કરવાના ૧૩૩૮ કેસ અને બળાત્કારના ૮૦૫ કેસ નોંધાયા હતા. જ્યારે મહિલાના ચહેરા પર એસીડ રેડવાના ૨૦૬, અને લગ્ન સંબંધી ગુનાના ૧૦૫ કેસ નોંધાયા હતા. ૪૯ ઓનર કીલીંગના કેસ નોંધાયા હતા. આ માત્ર એક જ મહિનાના અને માત્ર ત્રણ જિલ્લાના આંકડા છે. બળાત્કારના ગુનાઓમાં ૨૩ કેસમાં તો પોલીસ અધિકારી અને ત્રણ કેસમાં મદ્રેસાના મૌલવી આરોપી હતા.
પાકિસ્તાનના બળજબરીથી મહિલાના લગ્ન અને પતિ દ્વારા અત્યાચારનો વિરોધ કરનાર સ્ત્રી પર જીવનું જોખમ આવી પડે છે. નઇમા નામની એક મહિલાને પતિએ વેશ્યા વ્યવસાયમાં ધકેલતાં વિરોધ કર્યો ત્યારે તેના પતિએ જ તેના પર એસિડ ઢોળી દીઘુ હતું. પરિણામે તે અંધ થઇ ગઇ અને ચહેરો વિકૃત થઇ ગયો હતો. પાકિસ્તાનની પ્રોગ્રેસીવ વુમન્સ એસોસિયેશન દ્વારા નઇમા જેવી મહિલાઓના રક્ષણ માટે લડત ચલાવાય છે પણ મુલ્લારાજમાં તેમને ન્યાય મળતો નથી.
કરાંચીમાં ટ્રાફિક પોલીસના કલાર્ક નુર મોહમ્મદ અને બશીર અહમદે માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરી હતી. પોલીસે તેની ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી બહાનું દેખાડ્યું હતું કે મેડિકલ રિપોર્ટ આપે પછી જ ફરિયાદ નોંધાશે.
પાકિસ્તાનમાં પીડોફેલીયા રાષ્ટ્રીય રોગ બની ગયો હોવાના આસાર તો ત્યારે મળ્યા જયારે ખાન જિલ્લામાં ડેરા ગાઝી ખાતે ત્રણ વ્યંઢળોનું બંદુકની અણીએ અપહરણ કરી ત્રણ ઇસમોએ બળાત્કાર ગુજાર્યો હતો. પંજાબ પ્રાન્તમાં એક લગ્ન સમારંભમાં વ્યંઢળો નૃત્ય કરતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો, તેમ એક્સપ્રેસ ટ્રીબ્યુનના અહેવાલમાં જણાવાયું હતું.
બળાત્કારનો ભોગ બનેલા એક વ્યંઢળે જણાવ્યું હતું કે અમને લગ્ન સમારંભમં ડાન્સ કરવા આમંત્રણ અપાયુ હતું. રાત્રે તે કાર્યક્રમ આપી પરત ફરતા હતા ત્યારે ચાર સશસ્ત્ર ઇસમોએ તેમનું અપહરણ કર્યું હતું. તેમને આંખો પર પટ્ટી બાંધી નજીકના સ્થળે લઇ જવામાં મારપીટ કરી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઇસમો લગ્નમાં આમંત્રિત મહેમાનો જ હતા.
અન્ય એક બનાવમાં એક વિકલાંગ મહિલાનો પતિ નોકરી પર ગયો હતો ત્યારે ચાર ઇસમો તેનું અપહરણ કરી ખાલી મકાનમાં લઇ જઇ સામુહિક બળાત્કાર ગુજારી ફરાર થઇ ગયા હતા.
પાકિસ્તાનમાં કોર્ટમાં બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ એક પુરૂષ સાક્ષી હાજર કરવો ફરજીયાત છે. જો આ રીતે પુરૂષ સાક્ષી ન હોય તો બળાત્કારીઓને સંપુર્ણ સન્માન સાથે મુક્ત કરી ભોગ બનેલી મહિલાની ધરપકડ કરાય છે.
આ કેસમાં પોલીસે જણાવ્યું હતં કે મહિલા પુરૂષ સાક્ષી હાજર કરે પછી ન્યાય મળશે.
આવી ભયાનક પરિસ્થિતિમાં પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને ખ્રિસ્તીઓની હાલત તો દારૂણ બની ગઇ છે. અહીં હિન્દુ કે ખ્રિસ્તી કન્યાનું બંદુકની અણીએ અપહરણ કરી બળજબરીથી ધર્માંતર કરી મુસ્લીમ યુવક સાથે નિકાહ કરાવી દેવાના કિસ્સાઓ રોજંિદા થઇ ગયા છે.
શરીયતનો કાનુન ચાલતો હોવાથી આ કન્યાઓ અને તેના લાચાર માતાપિતાની વેદના સાંભળનારૂ કોઇ નથી. તેમાં પણ ભારત દેશ પ્રત્યે ભારોભાર ધૃણા હોવાથી અહીંની હિન્દુ કન્યાઓને વધારે ટાર્ગેટ બનાવાય છે.
સંિધ પ્રાંતમાં હિન્દુ કન્યા રંિકલકુમારીનો કિસ્સો ત્યાના અખબારોમાં ખુબ ચમક્યો હતો. રંિકલકુમારી બ્યુટી પાર્લરપર જઇને પરત ફરતી હતી. ત્યારે તેનું બંદુકની અણીએ અપહરણ કરાયું હતુ. તેને બળજબરીથી ઇસ્લામ અંગિકાર કરાવી એક ધનિક મુસ્લીમ યુવક સાથે નિકાહ પઢાવાયા હતા.
રંિકલકુમારીના માતાપિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને માનવ અધિકાર સંસ્થાઓ તેમની મદદ આવી ત્યારે રંિકલકુમારીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી હતી.
કોર્ટમાં જયારે કેસ ચાલ્યો ત્યારે કઠેડામાં ઉભેલી રંિકલ કુમારી ઘુ્રસકે ઘુ્રસ્કે રડતી હતીઅને ચીસો પાડીને કહેતી હતી કે મારૂ બળજબરીથી ધર્મપરિવર્તન કરાયું છે. મને આ નિકાહ કબુલ નથી. મને મારા માતાપિતા પાસે પાછી મોકલી દો.
જયારે કોર્ટમાં હાજર તેના પિતા પણ રડતા રડતાં પોતાની પુત્રીને પાછી મેળવવા કાકલુદીઓ કરતા હતા. પરંતુ ન્યાયાધિશે ચુકાદો આપ્યો કે આ યુવતી પોતાના માતાપિતા પાસે જવા માંગે છે. પણ તેના નિકાહ થઇ ગયા હોવાથી અને તેણે ઇસ્લામ કબુલ કર્યો હોવાથી તેણે તેના પતિ પાસે પરત જવું જોઇએ. જો કે તે અત્યારે આ બાબત સમજી શકે તે અવસ્થામાં નથી. તેથી તેને નારી સંરક્ષણ ગૃહમાં લઇ જવામાં આવે. ત્રણ મહિના પછી તેને સમજાવ્યા બાદ ફરી સુનાવણી થશે.
રંિકલ કુમારી રડતાં રડતા કહેતી હતી કે નારી સંરક્ષણ ગૃહમાં તેના પર અત્યાચાર થાયછે, પણ ન્યાયાધિશે તેની કોઇ વાત કાને ધરી નહી.
સિન્ધમાં હિન્દુ કન્યાઓના બળજબરીથી ધર્માતર અને નિકાહના કિસ્સાઓએ માઝા મુકી છે. અહીના નેશનલ હાર્મનીના મંત્રી અકરમ માસીહ ગીલે ધારાસભામાં જણાવ્યુ હતુ કે છેલ્લા ત્રણ મહિનામાં એકસોથી વઘુ હિન્દુ કન્યાઓને બળજબરીથી ધર્માતર કરાવાયું છે. જો કે વાસ્તવિક આંકડો તેથી મોટો પણ હોઇ શકે છે.
પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે તાજેતરમાં ત્રણ હિન્દુ મહિલાઓના બળજબરીથી ધર્માતરની કેસમાં તપાસનો આદેશ આપ્યો હતો. જો કે ધારાસભામાં ગીલ, જે પોતે ખ્રિસ્તી છે તેમણે જણાવ્યું હતું કે બળજબરીથી ધર્માતર અને નિકાહના કેસમાં તે કાઉન્સીલ ઓફ ઇસ્લામીક આઇડીયોલોજીની ધાર્મિક સલાહ માંગશે અને ફેડરેલ શરિયત કોર્ટ ફેસલો કરશે.

- અર્કેશ જોશી

 

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved