Last Update : 11-April-2012, Wednesday
 

વિચારોના મિજાજની વ્યસ્તતા...

ઓફબીટ - અંકિત ત્રિવેદી

કોઈપણ ભાષા મરવાની ઊતાવળ સાથે જન્મતી નથી. ભાષા પ્રજાના લોહીમાં લય થઈને વહે છે. ભાષા મરી જાય છે ત્યારે પ્રજાના મૂલ્યોનું નિકંદન નીકળી જાય છે. અને વિચારો ભાષાથી આગળ છે. વિચાર જીવે છે ત્યાં સુધી ભાષાની પુણ્યતિથિની રાહ જોઈ રહેલાઓને વગર કારણનો સનેપાત થતો જ રહેવાનો !
કોઈપણ દેશની પ્રજાના ઘડતરનો લધુત્તમ સામાન્ય અવયવ વિચાર છે. આ વિચારો નક્કી કરીને નથી આવતા. ક્યારેક મેળો ભરાય છે. ક્યારેક મોડી સાંજે એકલા ફરવા નીકળ્યા હોય એ રીતે આવે છે. ક્યારેક માવઠું થઈને તો ક્યારેક હેલી થઈને વરસે છે.. વિચાર જીવનની સવાર છે. વિચારઘેલો માણસ ઈર્ષા અને નંિદાથી બચેલો હોય છે. વિચારો દિવસના જોમની પારાશીશી છે. વિચારોને મોકળું મેદાન જોઈએ છે. વિચારોને સમજતાં થઈએ છીએ ત્યારે આપણામાં રહેલું માણસપણું લાગણીની ટ્રેનમાં ભરોસાનું રીઝર્વેશન કરાવે છે.
વિચારો ક્યારેક વાદળો જેવા છુટ્ટા છવાયા હોય છે. એક જ દિવસમાં અવારનવાર પડતાં છુટ્ટા છવાયા ઝાપટાં જેવા હોય છે. આવા વિચારો મનની એકાગ્રતામાં વધારો કરે છે. વિચારોની યાદમાં... છુટ્ટા છવાયા વિચારો...
* સદીઓથી પોતાની હયાતીને સાબિત કરવા મથતો પવન પંખા જોડે સમાધાન કરી લેવાના મૂડમાં છે...
* ભીંતો પરથી ખરી રહેલા પોપડા, દીવાલના બહેરા થઇ ગયેલા કાનની ચાડી ખાય છે...
* વૃક્ષને જોઈને આંખોને પ્રેમનો અર્થ સમજાતો જાય છે. અને વ્યકિતના કરમાઈ જવાનો અવાજ દરિયાની જેમ ઉછાળા મારે છે.
* શાંત પડેલા મોબાઈલમાં જી.સ્.જી. ની ઘંટડી સંભળાય છે ત્યારે ચાલુ વર્ગખંડમાં પાછલી બેન્ચનો તોફાન કરતો વિદ્યાર્થી યાદ આવી જાય છે...
* ઝાકળ પાંખડી પર હોય કે પાંપણ પર... ડાઘા છોડીને જવાનો સ્વભાવ ક્યારેય નહીં છોડી શકે...
* ગમતી વ્યકિત આપણો ફોટો પાડે છે ત્યારે ફોટામાંની આપણી આંખોમાં એની ચમક ઝીલાતી હોય છે...
* શહેર પાસેના થંભી ગયેલા તળાવમાં બે પ્રેમીઓ પગ બોળે છે ત્યારે દરિયાનું સપનું જોઈ જોઈને થાકી ગયેલું તળાવ ગેલમાં આવી જાય છે...
* તક એટલે આરતીનો એવો પ્રસાદ જેને લેવા માટે ઘણાબધા હાથ લંબાયા હોય છે. પણ એ આપણા હાથમાં આવે છે ત્યારે નસીબ બની જાય છે...
* બેડરૂમનો કણસી ગયેલો અવાજ બારી બહાર જાય છે ત્યારે વાદળો ઘેરાય છે.. વરસાદ પડે છે... પણ, ઉકળાટ ઓછો થતો નથી...
* લાગણીને લકવો મારી ગયો હોય એવા સમાજ પર ભરોસો રાખવા માટે હંિમતની જરૂર પડે છે...
* ઘરની દિવાલના ગોખમાં રાતનું અજવાળું સવારની પ્રતિક્ષા કરતું અદબવાળીને પોતાની કાળાશ ઉપર રડતું હોય છે...
* જતાં પહેલાં દાદાજીને દીકરાઓના મોઢેં પોતે કહેલી વાર્તાઓ સાંભળવાનું મન થયું છે... ખરી ગયેલું ફૂલ બીજ બને ને એટલે...
* હંિચકાનો કિચૂડ કિચૂડ અવાજ પગની ઠેસનો મિજાજ ઓળખી જાય છે ત્યારે સાંજ અને રાત વચ્ચેની પાતળી ભેદરેખા ભુંસાતી જાય છે...
* દિવસભરની ચહલપહલ રોજ સવારે છાપાનું પાનું ખૂલતાં શરૂ થાય છે અને દિવસ બાજુ પર રહી જાય છે...
ઓનબીટ
‘ખબર નહીં કેમ અન્યોને ગમે છે એ - લખાતું હોય છે જે કંઇ ફક્ત એકાદ જણ માટે’
- મુકુલ ચોકસી

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved