Last Update : 11-April-2012, Wednesday
 

લોકવિચાર

 

ટ્રાફીક અને અકસ્માત
પહેલાના વર્ષોમાં લોકો પાસે વાહનો ઓછા હતા. સાયકલ અને વઘુને વઘુ સ્કુટર એટલે બહુ કહેવાતું. મોટરકાર ગણ્યાંગાંઠ્યા લોકો પાસે જ હતી અને લોકો ચાલતા કે બસમાં યાત્રા કરતા ત્યારે ટ્રાફીક અકસ્માતોનું જોખમ ન હતું. જ્યારે આજે વાહનોનો રાફડો ફાટ્યો છે અને એમાં પણ વાહનો બેકાબુ બન્યા છે. સ્પીડ લીમીટ તેમાં હોતી નથી. દરેક વાહન ચાલકોએ ધીરજ રાખી વાહન ચલાવું જોઈએ. ટ્રાફીક જામ રહે છે અને અકસ્માતો સર્જે છે. રસ્તાઓ સાંકડા તેમજ રસ્તાઓ વાહનોનું પાર્કંિગ આડેધડ થતું હોય વાહનોને ચાલવાની જગ્યા રહેતી નથી, પરિણામે સમય તેમજ શક્તિનો વ્યય થાય છે અને ઘૂમાડા પ્રદૂષણ વધારે છે.
મોટા વાહનોની સંખ્યા વધતી જાય છે અને વારેવારે ધીમા પડતાં હોવાથી નાના વાહનોના ચાલકોને ચલાવવામાં મુશ્કેલી પડે. ચાલતા લોકોને જવાની જગ્યા મળતી નથી, પરિણામે એક્સીડન્ટો સર્જાય છે. દરેકને જલ્દી જવાની ઉતાવળ હોય. વાહનોને બેફામ ચલાવવાથી અકસ્માતો સર્જાય છે.
રસ્તાઓની બન્ને બાજુએ ફુટપાથ હોવી જરૂરી છે, પ્રાયવેટ પાર્કીંગ પ્લોટો બનવા જરૂરી છે.
દરેક ચાર રસ્તાએ ટ્રાફીક સીગ્નલો મુકાવા જોઈએ અને ટ્રાફીક પોલીસની જરૂર છે. ચાલુ વાહનોએ મોબાઈલનો ઉપયોગ ન થવો જોઈએ.
અમદાવાદ - જીતુભાઈ શાહ

 

બજેટની અસર
આમ આદમી માટે તો બજેટ નિરાશાજનક છે જ સાથોસાથ કોર્પોરેટ ક્ષેત્રના વિકાસને ગતિ મળે તે માટે બજેટમાં યોગ્ય અને રાહતના પગલાંઓના અભાવે કોર્પોરેટ જગતમાં પણ નિરાશા ફેલાઇ છે. બજેટ દ્વારા રસોઇ ગેસના ભાવમાં તો વધારો થવાનો જ છે. પણ આટલું ઓછું હોય તેમ પેટ્રોલ-ડિઝલ પણ મોંધું બનતા જીવનજરૂરી ચીજવસ્તુઓની હેર-ફેર મોંઘી બનતાં આવી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં આમઆદમી માટે જીવન વઘુ દોહ્યલું બનશે તે નિઃશંક. બજેટમાં મોંઘી કારો વઘુ મોંઘી બનશે તે સમજી શકાય, પણ સાઇકલોની કંિમત વધારવામાં આવી છે તે ગરીબ, પછાત અને ગ્રામ્ય વિસ્તારના લોકોના વિકાસમાં અવરોધરૂપ સાબિત થશે.
(પાલનપુર) - મહેશ વી. વ્યાસ

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved