Last Update : 11-April-2012, Wednesday
 

પુસ્તકો શું ફક્ત વાંચવા માટે જ છે?

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ

એકવાર કોઈ કામ નિમિત્તે એક સ્નેહીને ત્યાં જવાનું થયું. અમે બેઠા. થોડી વાતો કરી. વાતો કરતાં મારી નજર એક કાચના કબાટ પર પડી. એમાં હારબંધ નાનાં મોટાં પુસ્તકો ગોઠવેલાં હતાં. મને થયું કે સ્નેહી સાહિત્યરસિક હોવા જોઈએ.
મેં પૂછ્‌યું ઃ ‘‘તમે પુસ્તકોનો સારો સંગ્રહ કર્યો છે. હું જરા જોઉં?’’
સ્નેહી કહે ઃ ‘સારાં પુસ્તકો વસાવવાં એ સંસ્કારિતાની નિશાની છે. આપણે ત્યાં પ્રજાને પુસ્તકોનો શોખ જ નથી. ર્મ્ર્ં ૈજ ારી મીજા કૈીિહગ. ’
એમની પુસ્તકો વિશેની ભાવના મને ગમી. હું તેમના સંગ્રહાલય પાસે ગયો. એક પુસ્તક ખેંચવાની ચેષ્ટા કરી એટલે એકદમ તેમણે મને રોક્યો ઃ
‘રહો, રહો. હું પુસ્તક કાઢી આપું.’
એમણે ‘અમૃતા’ પુસ્તક હારમાંથી ખેંચ્યું. એ પુસ્તકને કારણે ખાલી પડેલી જગ્યા જોઈને મને જાણે કોઈએ હારબંધ દાંતમાંથી એક દાંત ખેંચી કાઢ્‌યો હોય એવું લાગ્યું.
મેં ‘અમૃતા’નાં પાનાં ફેરવતાં પૂછ્‌યું ઃ ‘તમે આ નવલકથા વાંચી જ હશે. બહુ જાણીતી નકલકથા છે.’
‘એટલે તો મેં વસાવી છે. કોઈપણ સારું પુસ્તક જોઉં એટલે હું ખરીદી જ લઉં છું. પુસ્તકો પાછળ પૈસા ખરચવાનું મને ગમે છે. શિષ્ટ પરિવારોમાં પુસ્તકો હોવાં જ જોઈએ.’
‘તમે ‘અમૃતા’ વાંચી છે?’
‘ના. એવો વખત જ ક્યાં મળે છે? વ્યવસાયમાં જ એટલો બધો વખત જાય છે કે પુસ્તક વાંચવાનો સમય જ રહેતો નથી. પણ હું માનું છું કે સંસ્કારી ઘરોમાં પુસ્તકો હોવાં જોઈએ. હું પુસ્તકો વસાવીને આ કબાટમાં હારબંધ ગોઠવું છું. પુસ્તકોથી કબાટ શોભે છે, કબાટથી ખંડ શોભે છે.’
મને સહેજ વિચાર આવી ગયો કે પુસ્તકોને ય પૂર્વજન્મનાં પાપ નડતાં હશે. એટલે તો ન જાણે ક્યારથી એ બિચારા વિના વાંકે કબાટમાં નજરકેદ છે!
કેટલાક લોકો સમાજમાં શિષ્ટ અને શિક્ષિત દેખાવા પુસ્તકો વસાવતા હોય છે. કેટલાંકને પુસ્તકો વાંચવા ગમે છે, પણ પુસ્તકો પાછળ એ પૈસા ખરચતા નથી. કોઈ મિત્ર ભેટ તરીકે પુસ્તક આપે તો એ જરૂર વાંચે છે.
કેટલાક કોઈની પાસે ઊછીનાં માગી લાવે છે.
મારા એક મિત્રને ત્યાં મેં ટેબલ પર ત્રણચાર પુસ્તકો જોયાં. મેં પૂછ્‌યું ઃ ‘સરસ પુસ્તકો છે. લાયબ્રેરીમાંથી લાવીને વાંચતા હશો.’
‘ના, ના. લાયબ્રેરીમાં લવાજમ કોણ ભરે? કોઈ મિત્રને ત્યાં જઉં. મિત્ર લેખક હોય અને પુસ્તક પર નજર પડે તો વાંચવા માટે માગી લઉં.’
‘તમારા ટેબલ પર ત્રણ ચાર પુસ્તકો પડ્યાં છે...’
‘હા, વાંચવા માટે ઉછીનાં લાવ્યો છું. પણ એક સામટાં ક્યારે વંચાય? એટલે પડી રહ્યાં છે. નવરાશે નજર નાખું છું. પણ કયું પુસ્તક વાંચવું તેનો નિર્ણય કરી શકતો નથી એટલે જોઈ જોઈને પાછા મૂકી દઉં છું.’
તમારા લેખક મિત્રને તમે ઉછીનાં પુસ્તકો પાછાં પહોંચાડતાં નથી? એવું તે હોય? પણ લેખક મિત્ર પોતે કેટલીક વાર પાછું માગવાનું ભૂલી જતા હોય છે. કેટલીકવાર હું ભૂલી જઉં છું.
મને કોઈ અનુભવી લેખકનું વાક્ય યાદ આવ્યું કે ઉછીનું લઈ જનારની યાદશક્તિ જતી રહે છે.
એકવાર કોઈના લગ્નપ્રસંગે હું અને મારા બૉસ ભેગા થઈ ગયા. હું ચાંદલો લખાવવા જતો હતો. મને પૂછ્‌યું ઃ ‘તમે ચાંદલો લખાવવા જાવ છો? મારા ય એકસો એક લખાવી દેજોને. હું આજે પાકીટ ભૂલી ગયો છું. પછી આપી દઈશ.’
મેં એમનો ચાંદલો લખાવી દીધો. પણ એમનું ‘પછી’ ક્યારેય આવ્યું નહિ. અમે ઓફિસમાં મોઢામોઢ થતા પણ એમને એકસો એક પાછા વાળવાનું યાદ આવતું નહિ.
અમારા પડોશી કેટલીક વાર અમારે ત્યાંથી ઉછીનું દૂધ કે ટામેટાં કે એવું માગી જતા હોય છે - તરત પાછું આપી દેવાનો ચોખ્ખો વાયદો કરીને. એકવાર અમારે ત્યાં આવ્યા ઃ ‘તમારે ત્યાં ટામેટાં પડ્યાં છે? ચાર પાંચ, હોય તો આપજોને!’
એમણે આગલે દિવસે જ અમને લારીમાંથી ટામેટાં ખરીદતાં જોયા હતા. એટલે ‘હોય તો’ નો સવાલ જ નહોતો.
અમે ટામેટાં પધરાવ્યાં. જતાં જતાં કહે ઃ ‘કાલે બજારમાંથી લાવીશ એટલે પાછાં આપી જઈશ.’
બેત્રણ દિવસ થયાં પણ એ બજારે ગયા હોય એવું લાગ્યું નહિ. અને એકવાર બજારે ગયા ત્યારે ટામેટાં ખરીદવાનું ભૂલી ગયા!
પુસ્તકોનું ય આવું છે. મિત્રો કે સંબંધીઓ પુસ્તક ઉછીનું માગી ગયા પછી આખો પ્રસંગ જ ભૂલી જાય છે.
એકવાર એક સંબંધીને ઘેર ગયો હતો. એમના દીવાનખાનામાં ટેબલ પર ચાનો કપ પડ્યો હતો. તેના પર તેમણે ‘ચોપડી’ ઢાંકી હતી. મારાથી પુછાઈ ગયું ઃ ‘ચાના કપ પર તમે પુસ્તક ઢાંક્યું છે?’
પુસ્તકની જરાય કંિમત ના હોય તેમ તે બોલ્યા ઃ ‘હા, ચામાં માખી પડે તો ચા ઢોળી દેવી પડે. એટલે બાજુમાં પડેલું પુસ્તક ઢાંક્યું છે.’
એમની બાજુમાં જ છાપુ પડ્યુ હતું!
એકવાર એક મિત્રને ત્યાં ગયો ત્યારે એ ઘેર નહોતા. એમનાં ગૃહિણીએ ‘એ હમણાં જ આવશે’ કહીને બેસાડ્યો. હું જરા સંકોચાતો બેઠો. સજ્જનો મિત્રોની ગેરહાજરીમાં ગૃહિણી સાથે ગપાટા મારવા બેસતા નથી.
પણ અમારે ઘરવટ હતી એટલે મેં બેસવાનું નક્કી કર્યું. જોકે ક્ષોભ તો રહ્યો જ.
એવામાં એક બિલાડી જાળીમાંથી કૂદીને રસોડામાં પેસવા જતી હતી. ગૃહિણીએ ‘મૂ...ઈ પાછી આવી?’ એવો આક્રોશ કરીને બાજુમાં પડેલી કોઈએ ભેટ આપેલી કે ઉછીની આપેલી નવલકથાનો બિલાડી પર ઘા કર્યો. બિલાડી તો ઘાયલ ના થઈ, ઘા ચૂકવી ગઈ. પણ બિચારી નવલકથા ઘાયલ થઈ ગઈ!

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved