Last Update : 11-April-2012, Wednesday
 

ઝારખંડમાં ફરી રાજ્યસભાની ચૂંટણી
રાજ્યસભામાં બેઠક માટે નાણા કોથળી ખુલ્લી મુકાય છે

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

 

રાજ્યસભાની પ્રતિષ્ઠા સાવ તળીયે જઇ રહી છે. લોકશાહીના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે ઝારખંડ દ્વારા પસંદ થતા રાજ્યસભાના ઉમેદવારોની ચૂંટણી અટકાવાઇ હોય. ક્યારેય આ રીતે રાજ્યસભાની ચૂંટણી રદ્‌ નથી થઇ. વિધાનસભ્યોએ તેમના મત પણ આપી દીધા હતા અને ગણત્રી થવાને વાર હતી ત્યાં જ ચૂંટણી પંચે દરમ્યાનગીરી કરીને તે કામગીરી અટકાવી હતી. કેમ કે એક અપક્ષ ઉમેદવારના ભાઇના વાહનમાંથી રોકડ નાણાનો મોટો ડલ્લો મળ્યો હતો.
જે વસ્તુની શંકા સેવાતી હતી તે અંતે સાચુ પડ્યું હતું. સૌની નજર સામે વિગતો આવી હતી. આપણા માનવંતા વિધાનસભ્યોના વૉટ મેળવવા કેવી ઊંચી બોલી બોલાય છે તે પણ જાણવા મળ્યું હતું. જ્યાં સુધી આમ આદમીને લાગે વળગે છે ત્યાં સુધી તો આ ઊંચી બોલીમાં પણ લોકશાહી નજરે પડતી હતી. જે વઘુ પૈસા આપે તેને વૉટ વેચવા વિધાનસભ્યો તૈયાર રહેતા હતા. દરેક ચૂંટણીઓમાં ઝારખંડમાં પૈસો વેરાતો હશે તેનો સંકેત મળે છે. ’૯૦ના દાયકામાં નરસંિહરાવની સરકાર જ્યારે લધુમતીમાં મૂકાઇ ત્યારે તેને બચાવવા ઝારખંડ મુક્તિ મોરચાના સંસદ સભ્યો રોકડ લેતા રંગેહાથ પકડાયા હતા. આ સભ્યોને રોકડ ક્યાં મુકવી તેની પણ ખબર નહોતી, બિચ્ચારાઓએ લંચમાં મળેલી આ કરોડોની રકમને દિલ્હીની રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા કરાવી હતી. આ કલ્ચર સંસદસભ્યોનું હતું એવું જ વિધાનસભ્યોમાં પણ પ્રસરે તે સ્વાભાવિક છે.
ઝારખંડના વિધાનસભ્યોને રાજ્યસભામાં બે સભ્યો ચૂંટીને મોકલવાના હતા. તે માટેની સ્પર્ધામાં પાંચ ઉમેદવારો હતા. એક ઝારખંડ મુક્તિ મોરચાનો હતો, બીજો વિપક્ષ કોંગ્રેસનો હતો, બે પૈસાદાર વેપારીઓ હતા જ્યારે એક સ્થાનિક પક્ષનું પ્રતિનિધિત્વ કરનાર હતો. કોઇપણ પક્ષ પોતાની સંખ્યાના જોરે ચૂંટણી જીતી શકે એમ નહોતો. ભાજપ ગેમ રમવા ગયું હતું. તેણે પૈસાદાર ઉમેદવારને ઊભો રાખ્યો હતો. તે કૌભાંડી એનઆરઆઈ હતો.
અંદરનો વિરોધ જોઇને આ એનઆરઆઈએ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું અને જોડાણવાળા સાથી પક્ષના દબાણને વશ થઇને ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવારને ટેકો આપવાનું નક્કી કર્યું હતું. જેએમએમના વિધાનસભ્યોને ખરીદવા નાણા કોથળી ખુલ્લી મૂકી દેવામાં આવી હતી. જોકે ઈન્કમટેક્ષના દરોડાએ સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉંચક્યો હતો. આ ચૂંટણીઓ અટકાવવા જેવું પ્રશંસનીય પગલું ચૂંટણી પંચે ભર્યું હતું.જોકે ચૂંટણી પંચે જે કંઇ પકડ્યું છે એ તો ખૂબ થોડો ભાગ છે. ઝારખંડના વિધાનસભ્યો આદિવાસીઓ છે અને તેમને શહેરના સભ્યો કરે છે એવા કૌભાંડો નથી આવડતા. જેએમએમના સભ્યો કૌભાંડની જાળમાં ફસાઇ ગયા હતા.
પરંતુ રાજ્યસભાની અન્ય બેઠકો મેળવવા માટે નાણાની કોથળીઓ ઠલવાઇ તેનું શું?? એમ પણ કહી શકાય કે આ લોકોએ પક્ષના સભ્યોને બદલે પક્ષના નેતા સાથે જ સોદાબાજી કરી હશે. આમ કરીને સભ્યોએ ઉપલાગૃહમાં પ્રવેશ મેળવ્યો હશે.
રાજ્યસભાની હાલની કામગીરી પરથી સભ્યોનો રોલ શું હશે એ અંગે ઘણું સમજમાં આવે છે. પક્ષના ભંડોળ માટે પણ ઘણું લેવાતું હશે એમ ચર્ચાય છે એ બહુ છુપી વાત નથી. પ્રાદેશિક પક્ષો તો જે વઘુ પૈસા આપે છે તેને વોચ વેચે છે. હાલમાં જ્યારે સંસદસભ્યો પાસેથી જે પૈસા પકડાયા છે તે જોતાં એમ લાગે છે કે રાજ્યસભાની બેઠક માટે કેવી લૂંટ ચલાવવામાં આવે છે.
જે લોકો લોકસભામાં જીત મેળવવામાં નિષ્ફલ જાય છે એ લોકોને પાછલા બારણે રાજ્યસભામાં ધૂસાડવામાં આવે છે. સામાન્ય રીતે, આર્ટસ, સાયન્સ, કલ્ચર વગેરેમાં અભૂતપૂર્વ સિઘ્ધી મેળવનારાઓને રાખવામાં આવે છે.
અહલુવાલીયા માટે ફરી આશા
રાજ્યસભામાં ભાજપના ડેપ્યુટી લીડર એસ.એસ. અહલુવાલીયાને વઘુ એક ટર્મ મળે એવા કોઇ ચાન્સ નહોતા પરંતુ ઝારખંડમાં ફરીથી રાજ્યસભાની ચૂંટણી કરવી પડે એમ હોઇ અહલુવાલીયા માટે ફરી ચાન્સ ઊભા થયા છે. ભાજપના નેતાઓને સમજાવવામાં અહલુવાલીયા નિષ્ફળ ગયા હતા. અહલુવાલીયા પાંચમી ટર્મ માટે તૈયારી કરે છે. કોંગ્રેસમાંથી તે બે ટર્મ માટે રાજ્યસભામાં રહ્યા હતા, ત્યારબાદ ભાજપમાંથી બે ટર્મ માટે રહ્યા હતા. ત્યારબાદ ભાજપે એનઆરઆઈ બિઝનેસમેનને ઝારખંડમાં ટેકો આપવાનું નક્કી કર્યું હતું. કોંગ્રેસ નેતાગીરી સાથે અહલુવાલીયાનું લીંકેજ ભાજપને ઘણીવાર શંકા ઊભી કરતું હતું. જ્યારે તેમને નોમીનેશન ન મળ્યું ત્યારે તેમણે પ્રાદેશિક ચેનલને કહ્યું હતું કે મને હવે કોંગ્રેસની ટીકામાં કોઇ રસ નથી.
દરમ્યાન રાજ્યસભામાં ભાજપના ડેપ્યુટી લીડરની પોસ્ટ માટે રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકર વચ્ચે સ્પર્ધા શરૂ થઇ હતી. બંને આરએસએસના છે અને દાયકાઓથી ભાજપ સાથે સંકળાયેલા છે, જ્યારે અહલુવાલીયા કોંગ્રેસમાંથી આવ્યા છે પરંતુ રાજ્યસભાના સભ્ય તરીકે તેમણે અસરકારક ફરજ બજાવી છે.
સામાન્ય પ્રજા માટે રાજ્યસભા નથી
ઝારખંડમાં ઈન્કમટેક્ષે દરોડો પાડીને બઘું પકડી પાડ્યું છે. પૈસા લઇને ફરનારાઓને પકડી પાડ્યા હતા. રાજ્યસભામાં સામાન્ય નાગરિક માટે જવું એ સપનું હતું પરંતુ હવે જ્યારે તેમાં પ્રવેશવા પૈસાની કોથળી ખુલ્લી મુકવી પડે છે એવું જાણ્યા પછી કોઇ નાગરિક ત્યાં જવાનું નહીં વિચારે. ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓ વાયા ઝારખંડ રાજ્યસભામાં પ્રવેશતા હોય છે. બંધારણ કહે છે કે રાજ્યનો સામાન્ય માનવી રાજ્યસભા માટે પસંદ કરાય પરંતુ તેનો મોટો દુરૂપયોગ થયો છે. જોકે કેટલાક સભ્યો પોતાના રાજ્યનું વિચારે છે. જેમ કે મનમોહન સંિહ દિલ્હીના હોવા છતાં આસામમાંથી રાજ્યસભામાં આવ્યા હતા. હવે સમય આવ્યો છે કે રાજ્યસભામાં પ્રવેશ માટે થોડા કાયદા જરૂરી છે.
આરટીઆઈની માહિતી અઘૂરી
ગયા નવેમ્બરે સુપ્રિમ કોર્ટના વકિલ વિવેક ગર્ગે આરટીઆઈના કાયદા હેઠળ કેટલીક વિગતો માગી હતી.
(૧) ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરને સિક્યુરીટી અપાય છે ખરી?? અપાય છે તો કયા પ્રકારની અપાય??(૨) કયા ચૂંટણી કમિશનરોને રક્ષણ અપાતું હોય તેની યાદી રજૂ કરો.(૩) આ રક્ષણ પૂરું પાડવા પાછળના કારણો(૪) પ્રધાનો, સાંસદો, વિધાનસભ્યો, રાજકારણીઓ અને સીવીલ સર્વન્ટ તેમજ અન્યોને કયા પ્રકારની સિક્યોરીટી અપાય છે.
છ અઠવાડિયા બાદ ગર્ગને જવાબ મળ્યો પણ ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી તમિશનરને સલામતીની વિગતો ના અપાઇ તે તો ઠીક પણ યાદીના બદલે કે જે લોકો લાલ લાઇટ વાળી ગાડી વાપરે છે તેની યાદી મોકલી આપી હતી. આ માહિતી અર્થવિહીન હતી. હવે ગર્ગ આરટીઆઇ કમિશનને અપીલ ફાઇલ કરવાનો છે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved