Last Update : 11-April-2012, Wednesday
 

દાદા તો આજે નથી, પણ એમના શબ્દોની ‘ગૂંજ’ આજેય મારા માટે પ્રેરણાની પગદંડી રચ્યા કરે છે...! - ડૉ. જયેશ પટેલ

રણને તરસ ગુલાબની - પરાજિત પટેલ

 

‘જયેશ, કેમ મોડો આવ્યો? તેં શિસ્તનો ભંગ કર્યો છે... તારે એની સજા ભોગવવી જ પડશે...’
લાગે તો એવું કે આ કોઈ શાળાના શિક્ષક બોલી રહ્યા છે. છોકરો મોડો આવ્યો છે, ને શિક્ષક એને ધમકાવી રહ્યા છે! જી ના! આ અવાજ કોઈ શિક્ષકનો નથી, બલ્કે સાઠ વર્ષીય દાદાનો છે... સામે પૌત્ર ખડો છે. પૌત્ર નામે જયેશ અને દાદા નામે શંકરદાદા... ગામથી પાંચ કિલોમીટર દૂર છે કુકરવાડા ગામ... બસ, પૌત્ર જયેશ ત્યાંની શાળામાં ભણે છે! પાંચ વાગે છુટીને ઘેર આવી જવાનું છ ના ટકોરે! દાદાનો આ કડક નિયમ. એનું પાલન કરવું જ પડે.
માથે આંટાળી પાઘડી છે. ઝભ્ભો છે ને માદર પાટનું ધોતિયું છે... હાથમાં સોટી તો હોય જ... સહેજ ભૂલચૂક થાય તો દાદા તરત જ અવાજનું વોલ્યૂમ વધારી કહી દે ઃ ‘ખેમા! તારા દીકરાને કહી દે કે દાદા કદી શિસ્તનો ભંગ ચલાવી લેતા નથી, સમજ્યો?’
નાનકડું ગામ! લીલાછમ્મ વગડાથી વીંટળાયેલું ગામ! ગામના પાદરમાં મૂછાળા વડલા દાદા છે. દાદાને સલામ કરો! થોડેક દૂર પીપળો છે.. કુંવારકાઓ પીપળે પાણી રેડે છે ને વરસમાં એક દહાડો એના થડ પર દોરા વીંટાળે છે! રામજીનું મંદિર છે... કાળકા માની દેરી છે... લાંબા પહોળા રસ્તા છે. બસ, સયાજીનગરના આ ગામમાં એક ખાનદાન ખોરડું છે... ને એમાં વસે છે પાટીદાર સમાજનું એક કુટુંબ, જેના વડા છે, શંકરદાદા! શંકરદાદા ત્યારે સયાજીરાવ ગાયકવાડના સૂબેદાર... ગાયકવાડી ગામ છે... ને આસપાસનાં ત્રણ ગામોનો વહીવટ કરે છે સૂબેદાર શંકરદાદા! વિજયા દશમી આવે એટલે ગામનો માહોલ જ બદલાઈ જાય.
- એ દિવસે સયાજીરાવનો વરઘોડો નીકળે... બગીમાં બેઠા હોય સયાજીરાવ! ત્યારે ખાસ ખાસ માણસો ખાસ પોશાકમાં હાજર રહેતા. વહીવટદાર દરેક ગામમાં આવે ત્યારે સૌએ ત્રાંબાના વાસણમાં જમવાનું... પોતપોતાનાં વાસણ જમી રહ્યા પછી પોતાની સાથે લઈ જવાનાં ઃ બસ, ગાયકવાડી બક્ષિસ સમજી લેવાની.
દાદા જમાનાના ખાધેલ છે...
ગાયકવાડી મિજાજવાળા છે...
દાદા કિત્તા વડે કાળી શાહીથી હિસાબો લખતા... એમની પાસે છગનભાઈ બેસે, દાદાના મોટાભાઈ! રાજકારણનો રસ તો દાદા મોટા થયા ત્યારથી જ ચાખતા. ગાયકવાડી સરકારના ત્યારે છાકા પડતા! ગાયકવાડી સૂર્ય ત્યારે સોળે કળાએ ખીલેલો. દાદા સમયના પરખંદા... સમયને ઓળખીને ચાલે. જમ્યા પછી રાત્રે સૌને પોતાની સામે બેસાડે. દાદા કાયમ ટટ્ટાર જ બેસતા. પછી લાખેણા બોધની ધારા વહેવડાવતા ઃ ‘છોકરાંવ, તમારે જીવનમાં સફળ થવું છેને!’
‘હા, દાદા!’
‘તમારે જીવનમાં આગળ વધવું છે ને?’
‘હા, દાદા!’
‘બીઝનેસ કરવો છે?’
‘હા, દાદા!’
‘તો છોકરાંવ, સાંભળી લો મારી વાત. માત્ર સાંભળવાની જ નથી -’
‘તો?’
‘હૈયાની ગાંઠે બાંધી પણ રાખવાની છે... કહું?’
‘કહી નાખો, દાદા!’
‘તો સાંભળો. હે છોકરાંવ, જીવનમાં કંઈ પણ કરો તો આમ આદમીને ઘ્યાનમાં રાખીને કરો. એક વાત એ કે દવાખાનું તથા પ્રસૂતિગૃહ... આમ ઈન્સાનની આ જરૂરિયાત છે. દવાખાનું કદી સૂનું પડતું નથી ને પ્રસૂતિગૃહ કદી ખાલીખટ રહેવાનું નથી! હવે બીજી વાત સાંભળો. છોકરાં મોટાં થાય એટલે એમને ભણવા માટે શાળા જોઈએ. સ્કૂલ-કોલેજો કદી નવરી નથી પડતી... ને છેલ્લી અને ત્રીજી વાત ઃ માણસને ઘર જોઈએ ઃ છોકરાઓ પરણે એટલે નવાં નવાં ઘર જોઈએ. આ થયો બાંધકામ ઉદ્યોગ! કામનું કામ - ધંધાનો ધંધો. ને સેવાની સેવા... આમાંના કોઈપણ ક્ષેત્રમાં જશો તો કદી ભૂખે મરવાનો વારો નહિ આવે. સમજ્યાં?’
‘હા, દાદા!’
દાદાનું જંિદગીનું ગણિત સાવ નોખું... ભાગાકાર-ગુણાકાર, સરવાળા-બાદબાકી, બઘું જ દાદાની જીભના ટેરવે.
અને નાનકડા જયેશે પણ વિચારી લીઘું ઃ ‘દાદાની વાત તો સાચી છે... કોઠે ઊતારવા જેવી છે. દાદાની સાદી સાદી વાતો તો જંિદગીમાં સુખી થવાની માસ્ટર-કી છે!’
ને જયેશ ભણવા લાગ્યો. ગામમાં હાઈસ્કૂલ નહોતી એટલે પાંચ કિલોમીટર દૂર કુકરવાડા જવા લાગ્યો. સાડા નવે નીકળવાનું સાડા દસે પહોંચી જવાનું... તે છેક પાંચ વાગે છુટકારો થાય! પણ શંકરદાદા કહેતા ઃ ‘જયેશ, ભલે તું કુકરવાડામાં ભણવા જા. પણ મારી એક વાત સાંભળી લે. પાંચ વાગે છુટીને બિલકુલ છના ટકોરે ઘેર આવી જવાનું... બોલ, મંજૂર છે?’
‘મંજૂર છે, દાદા!’
જયેશ ભણવામાં તેજસ્વી છે એની પાસે પોતીકાં સપનાં છે ઃ મોટા બનવું છે... દાદા ત્રણ વાતો કહે છે... મારે એ ત્રણેય વાતોને સાંકળી લેવી છે. સપનાંને મારે ધરતી પર ઊતારવાં છે! કુકરવાડા અને સયાજીનગર... કાચો ને ટેઢો મેઢો માર્ગ. બંને બાજુ ઊંચી ઊંચી વાડો! ખભે દફતર હોય ને મનમાં ગુંજતા હોય દાદાના શબ્દો ઃ ‘જો બેટા જયેશ, શિસ્તભંગ સયાજીરાવ ગાયકવાડ પણ ચલાવી લેતા નથી, ને હું પણ નહિ ચલાવી લઉં! તલવારની ધારે શિસ્તનું પાલન કરવું પડશે. નિયમિતતાનું મારે મન મોટું મૂલ્ય છે!’
રોજ જાય છે જયેશ.
રોજ પાછો આવે છે જયેશ.
- દાદા, જોઈ લો, ટાઈમ બરાબર છે ને?
- દાદા, જોઈ લો, હું મોડો નથી પડ્યો ને?
- દાદા, જોઈ લો, મેં આપની વાત માથે ચઢાવી છે ને?
‘યસ બેટા, જયેશ! તું મારો શિસ્તબઘ્ધ પૌત્ર છે! તેં મારાં બોધવચનોના શબ્દ શબ્દને હૈયે ઊતાર્યો છે! બેટા, તું જરૂર એક દિવસે ઊંચાં શિખરો સર કરીશ! હા બેટા! મને તારા પર ગર્વ છે!’
સયાજીનગરથી કુકરવાડા વાયા વડાસણ... વડાસણનું તળાવ ખૂબ મોટું, ને પાણી કાચ જેવું... રોજ જયેશની નજર આ તળાવ પર પડે... ને તળાવમાં કૂદી પડીને છબછબિયાં લગાવવાની ઈચ્છા થાય! તરતાં આવડે છે... મનમાં ઇચ્છા છે... ને સામે તળાવ છે. કરી નાખું કંકુના.
- એ દિવસે સ્કૂલેથી છુટ્યા પછી વડાસણ આવતાં તળાવ નજરે પડ્યું... ને જયેશ ઈચ્છાને ન રોકી શક્યો! લગાવ્યો કૂદકો! મિત્રો પણ હતા! તરવાની બહુ મજા આવી! સમયભાન ભૂલાઈ ગયું! તરતાં આવડે એને તળાવ તો સદાય આમંત્રણ આપતું હોય છે...!
મોડું થઈ ગયું.
ઘેર પહોંચ્યો ત્યારે રાતના સાડા સાત થઈ ગયા હતા. શંકરદાદાનો તાડૂકો ઃ શિસ્તભંગ! થઈ ગઈ સજા. સાંભળ્યું દાદાનું અડધા કલાકનું ભાષણ! ચાર-પાંચ તમાચા! ‘ખબરદાર, હવે પછી...’ ‘ખબરદાર હવે પછી.’વાળી ચેતવણીઓનો ધોધમાર વરસાદ... ને કાળી સોટીનો માર!
જયેશને ગુસ્સો આવી ગયો. ભારે ક્રોધ ઉત્પન્ન થયો. એ દડબડ દડબડ પગ પછાડતો પહેલા માળે જતો રહ્યો! દાદાનો રૂમ હતો... દાદાના ચોપડા દાંત કચકચાવીને ફાડી નાખ્યા. હિસાબ રાખવાની નોટોના લીરેલીરા કરી નાખ્યા... ને આજે? આજે એક વિશાળ શિક્ષણ સંકુલના ચેરમેન ડૉ. જયેશભાઈ પટેલ દાયકાઓને વીંધીને અતીતમાં નજર દોડાવે છે ત્યારે બરડે સોળ ઊઠ્યાનું યાદ આવે છે, ગાલ પર પડેલા તમાચા યાદ આવે છે, કાળી સોટીના માર યાદ આવે છે... અન્યમનસ્ક થઈ જતાં બોલી ઊઠે છે ઃ ‘દાદાની એ સોટીએ મને સફળતાના સામ્રાજ્યનો અધિપતિ બનાવ્યો છે! દાદાની એ થપ્પડોએ મને સાફલ્યના શિખરની ટોચ પર પહોંચાડ્યો છે! દાદા નથી.. પણ એમના શબ્દોની ગૂંજ મને આજેય સંભળાયા કરે છે! મારા માટે એ પ્રેરણાની પગદંડી રચ્યા કરે છે!!

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved