Last Update : 11-April-2012, Wednesday
 

નવોદિત યુવા પેઢીમાં અભિનેતા થવાની જેટલી ઉત્કંઠા હોય છે, તેટલી ગાંધીજી, સરદાર, સુભાષ કે ભગતસંિહ થવાની કેમ નથી ?

ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા

 

નવોદિત યુવા પેઢીમાં અભિનેતા થવાની જેટલી ઉત્કંઠા હોય છે, તેટલી ગાંધીજી, સરદાર, સુભાષ કે ભગતસંિહ થવાની કેમ નથી ?
* પ્રશ્નકર્તા ઃ રક્ષિત વૉરા ‘ક્ષિતિજ’ વાઘેશ્વરી પોળ, રાયપુર ચકલા, અમદાવાદ-૧
યુવા પેઢીને નવીનતા ગમે છે, યુવાપેઢીને આકર્ષણસભર જંિદગી ગમે છે, ચમક-દમક ગમે છે, ફેશન ગમે છે, નવી લાઈફ સ્ટાઈલ ગમે છે અને મોટેભાગે આંજી નાખે તેવાં વ્યક્તિત્વ ગમે છે.
પરિણામે નવી પેઢીને નવી કેડીની તલાશ (શોધ) હોય છે. એટલે જ્યાં નવીનતા જુએ ત્યાં આફરીન થઈ જાય! ચીલે ચાલવાનું નવી પેઢીને પસંદ નથી હોતું !
નવી પેઢીમાં પોતાના વ્યક્તિત્વની આગવી છાપની ભૂખ હોય છે. એટલે નોખા-અનોખા દેખાવું નવી પેઢીને પસંદ હોય છે. સૌંદર્યની ઝંખના તેમનામાં સુંદર દેખાવાની અભિલાષા જન્માવે છે અને જ્યાં એવું સૌંદર્ય દેખાય તેનું અનુકરણ કરવા પણ યુવા પેઢી લલચાય છે.
અભિનેતાઓ-ફિલ્મી કલાકારોની પણ એક આગવી દુનિયા છે. ફિલ્મી અભિનેતાઓ દર્શકપ્રિય બનવા માટે વેશભૂષા, કેશભૂષા, વાક્છટા, નોખી અભિનય શૈલી અપનાવતા હોય છે. ‘ગ્લેમરસ’ દેખાવા માટે કૃત્રિમતાનો પણ ફિલ્મી દુનિયામાં ભરપૂર ઉપયોગ થતો હોય છે. પ્રણય અને બહાદુરીનું કૃત્રિમ પ્રદર્શન કરવા ફિલ્મી અભિનેતાઓ જાત જાતના નૂસખા અજમાવતા હોય છે. વિજાતીય આકર્ષણ જન્માવવાની તેમની આગવી તરકીબો હોય છે. એમાં મેકઅપ, સ્ટાઈલ, ફેશન તેમને મદદરૂપ બને છે. અભિનેતા બની સસ્તી વાહવાહી લૂંટવા યુવા પેઢી આકર્ષાય છે.
યુવાપેઢીની એક માનસિકતા અનુકરણવૃત્તિની છે. માત્ર યુવાપેઢીની જ નહીં મોટી ઉમ્મરની વ્યક્તિઓ પણ ફિલ્મી ફેશન અને વેશભૂષાથી પ્રભાવિત થાય છે. ખાન-પાન અને જીવનશૈલીમાં પણ વિજ્ઞાપનો દ્વારા અભિનેતાઓના મોહક દેખાવનો પ્રચૂર માત્રામાં ઉપયોગ થાય છે. અભિનેતાઓના શોખ, કાર, મોટરબાઈક અને તેમના ચિત્ર-વિચિત્ર રીતે ઉપયોગના પ્રયોગોનું પણ યુવાનો અનુકરણ કરે છે. આ બધાની પાછળનું મુખ્ય કારણ યૌવનની અનુકરણની ઘેલછા અને બાહ્યઠાઠ અને પ્રદર્શનવૃત્તિથી અંજાઈ જવાની યુવાપેઢીની કમજોરી છે. અભિનય એ આખરે અભિનય છે, અને અભિનેતાની વાસ્તવિક જંિદગી ફિલ્મી પડદા પર દેખાય છે, તેવી હોતી નથી, એ વાત યુવાનો વિસરી જાય છે તેથી અભિનેતા પરત્વેનું એમનું આકર્ષણ તેઓ રોકી શકતા નથી.
જેમને આપણે આદર્શ નેતાઓ માનીએ છીએ, આરાઘ્ય અને પૂજ્ય માની તેમના સદ્‌ગુણોની પ્રશંસા કરીએ છીએ તેવો રાતોરાત ઉગી નીકળેલા નેતાઓ નહોતા. એમની પાસે ઉદાત્ત જીવનદ્રષ્ટિ હતી, સાદગી હતી, સમર્પણ હતું, ઘ્યેયનિષ્ઠા અને લગની હતી, સહનશીલતા અને કુરબાનીની ભાવના હતી, ત્યાગ હતો, પરોપકાર હતો, જનસેવા માટે તન-મન-ધન સમર્પિત કરવાની સંકલ્પબદ્ધતા હતી. તેમનામાં સદ્‌ભાવ અને સદાચાર હતો. પ્રામાણિકતા અને ચારિત્ર્યશીલતા હતી. નિર્ભયતા, નિખાલસતા અને નિરાભિમાનિતા તથા નિર્દંભતા હતી. દેશ એમને માટે સર્વસ્વ હતા. માનવતા એમને મન વ્રત હતી અને ઘોર પરિશ્રમ-પ્રિયતા, દુઃખો- આંધીઓ- તોફાનો અને વિરોધના વંટોળ વચ્ચે પણ તેમનું અડગ મનોબળ તેમને અણનમ રાખતું. પ્રશંસાથી આવા મહાપુરુષો પીઘળતા નહીં, નંિદાના પ્રસંગને તેઓ આત્મદર્શનનો અરીસો માનતા હતા. એમની વાણી, વર્તન, વચન, કાર્યો, એ સઘળી બાબતોમાં સત્ય કેન્દ્ર સ્થાને રહેતું. એમની કથની અને કરણીમાં એકવાક્યતા હતી. એમના હૈયાની વાત તેઓ હોઠે લાવતા અને જે બોલે તે કરી બતાવવાની તેમનામાં ભાવના હતી. તેઓ સ્વાર્થ ખાતર સિદ્ધાંતો સાથે બાંધછોડ નહોતા કરતા. એમનામાં પલાયનવૃત્તિ નહોતી. હંિમત અને સાહસિકતા હતી, વીરતા હતી, સર્વસ્વ ન્યોછાવર કરવાની એમની સદાય તૈયાર રહેતી. તેઓ અન્યાય કરતા નહોતા અને અન્યાય સહેતા પણ નહોતા. અન્યાયના વિરોધ માટે તેઓ પોતાનું ઈમાનદાર લડતનું મૂલ્ય ચૂકવવા તૈયાર રહેતા એમનામાં પ્રસિદ્ધિનો મોહ નહોતો, પ્રદર્શન પ્રિયતા નહોતી. સાદગીનું સૌંદર્ય હતું અને સૌંદર્યની માવજતમાં પણ સાદગી હતી. એમને મન ફૂલ-કાંટાનું અંતર નહોતું. છાંયડો શોધીને ચાલવાની ખેવના નહોતી. તપવું ને તપતાં-તપતાં ખપી જવું, હાથમાં લીધેલાં કામોમાં ખૂંપી જવું એ એમની જીવનસિદ્ધ કાર્યશૈલી હતી. ‘સ્વહિત’ નહીં, જનહિત અને જગહિતને આવા મહાપુરુષો વરેલા હતા.
રામકૃષ્ણ પરમહંસ હોય કે વિવેકાનંદ હોય, ગાંધીજી હોય કે સુભાષબાબૂ, જવાહરલાલ હોય કે સરદાર વલ્લભભાઈ, ક્રાન્તિવીર ભગતસંિહ હોય, સુખદેવ હોય, રાજગુરૂ હોય કે ખુદીરામ બોઝ, બિસ્મિલ હોય કે અશફાક ઉલ્લાખાન, દાદાભાઈ નવરોજી હોય કે રવિશંકર મહારાજ, જયપ્રકાશ નારાયણ હોય કે ઈન્દુલાલ યાજ્ઞિક આપણે યાદી કરતાં થાકી જઈએ પણ યાદી સંપૂર્ણ ન થાય એવા મહાપુરુષો ભારતમાં અને દેશ-વિદેશોમાં જન્મ્યા છે. ભારતમાં આઝાદી પહેલાં દેશભક્તિનું એક જોશભર્યું વાતાવરણ હતું. અનેક યુવાનો દેશ માટે, આઝાદી માટે મરી ફિટવા તૈયાર હતા અને એમણે વિનોદ કિનારીવાલાની જેમ લાઠી-ગોળીની પરવા કરી નહોતી. વસંત-રજબની જેમ બલિદાન આપવામાં પાછી પાની કરી નહોતી.
પણ અફસોસ થાય એવી પરિસ્થિતિ આઝાદી પછીનાં વર્ષોમાં ધીરે-ધીરે એવી સર્જાવા માંડી કે નેતાઓનાં ચરિત્ર નિષ્કલંક ન રહ્યાં. નેતૃત્વના ક્ષેત્રમાં બનાવટી, લોભી, પ્રપંચી, લાલચૂ માણસો પણ ધન, બળ, કળ અને છળનો ઉપયોગ કરી ‘નેતા’ના લેબલથી ‘ભૂષિત’, ‘વિભૂષિત’ થવામાં કામયાબ રહ્યા. જેને જોઈને યૌવનને સહજ નમવાનું, વંદન કરવાનું મન થાય, એવા નેતાઓ દીવો લઈને શોધવા જવા પડે એવી ઘડીઓ આજે સર્જાઈ છે. તકલાદી અને બોદું નેતૃત્વ યુવાપેઢીને આકર્ષી શકે નહીં.
યુવાનોમાં એક પ્રકારનો અજંપો છે, ખાલીપો છે, અંધકારમય ભવિષ્યનો ભય એમને સતાવે છે એટલે સસ્તા મનોરંજન થકી તેઓ વાસ્તવિકતાને ભલે તે ક્ષણિક હોય, પણ ભૂલવા માગે છે. મહાન નેતૃત્વના અનુકરણ માટે અપેક્ષિત મૂલ્ય ચૂકવવાની તેમનામાં, હતાશાને કારણે તૈયારી નથી. એટલે સદ્‌ગુણી બનવા માટે સાધના કરવાની એમની તૈયારી નથી! અભિનેતાઓનું કૃત્રિમ અને ફેશનેબલ જીવન તેમને એટલે જ આકર્ષે છે.
સ્વામી વિવેકાનંદે ઉચિત જ કહ્યું હતું કે જો નેતાઓ ચારિત્ર્યવાન નહીં હોય તો અનુયાયીઓની તેમના પ્રત્યેની શ્રઘ્ધા શક્ય નથી. સંપૂર્ણ રીતે શુદ્ધ ચારિત્ર્યના આધારે જ અટૂટ શ્રઘ્ધા અને વિશ્વાસ ટકી શકે છે!
આજકાલ યૌવન માટે પણ નેતૃત્વનો ખ્યાલ ધરમૂળથી બદલાઈ ગયો છે. સરદાર વલ્લભભાઈએ એટલે જ પોતાના ભાષણમાં કહ્યું હતું ઃ થોડુંક ભાષણ આપતાં આવડી જવાથી અને સમાચારપત્રોમાં નિવેદનો લખવાનું ફાવી જવાથી નેતા બની જવાની નવયુવકોની કલ્પના જ ખોટી છે. યુવાને ક્રમશઃ પગથિયાં ચઢવાં જોઈએ.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved