Last Update : 11-April-2012, Wednesday
 

તમારા પાણીના પ્યાલામાં વિના માંદગીએ કઈ કઈ દવાઓ હોય છે ?

ડિસ્કવરી- ડો. વિહારી છાયા

- આપણે પાણી પીતા હોઈએ ત્યારે દવાઓ પણ પીતા હોઈએ છીએ ? કોઈ ગર્વથી કહે કે પોતે જીંદગીભર દવા બિલકુલ લીધી નથી તો તે કેટલું સાચુ કહેવાય એ પીવાના પાણી ઔષધોથી દુષિત હોય ? નદીઓ, તળાવો, ડેમો, કૂવાઓ, બોર વગેરેના પાણીમાં ઔષધો પહોંચી ગયા હોય છે

ઘણાં લોકો ગર્વથી છાતી ઠોકીને કહેતા હોય છે કે તેમને કદી માંદગી આવી નથી અને તેમણે કદી દવાની એક ગોળી પણ ખાધી નથી. પરંતુ તેમને ખબર નથી કે જે પાણી તેઓ પીએ છે તેમાં અનેક પ્રકારની દવાઓ હોય છે. અજાણતા જ આપણે દવાઓ પાણી સાથે લઇએ છીએ કારણ કે પાણીજ ઔષધયુક્ત હોય છે. આપણે અજાણતા જ પાણીમાં દવાઓ ઉમેરતા હોઈએ છીએ.
વર્ષોથી ઘણા લોકો માનતા હોય છે કે કેટલીક સરળ સાવચેતી જેવી કે ઓર્ગેનિક અને સાથે ખોરાક (જેમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉગાડવામાં ઉપયોગ ન થયો હોય) લઇને અને તુલસી, લીમડાની ગળો વગેરે લઇન તેઓ પોતાના શરીરને હાનિકરાક દવાઓથી સુરક્ષિત રાખી શકે છે. પરંતુ આ તેમનો ભ્રમ છે. જયારે વ્યક્તિઓ ઉપર તેમના શરીરમાં રહેલા રસાયણોની તપાસ કરવામાં આવી છે ત્યારે તેમાં જથ્થાબંધ રસાયણો હંમેશાં મળ્યા છે. પછી તે વ્યકિત વૃઘ્ધ હોય કે યુવાન, નવજાત શિશુ હોય કે ગર્ભસ્થ હોય વળી તેમનો અગાઉના ગમે તે ઇતિહાસ હોય પણ તેમનામાં રસાયણો હંમેશા મળે છે. આમ આપણાં શરીરનું પ્રદુષણ સાર્વત્રિક બાબત છે.
અહીં પ્રશ્ન થાય કે આ રસાયણો આવે છે કયાંથી ? આજે રસાયણોમાં ખેતીવાડીમાં અને ગ્રાહકો માટેની નીપજમાં, બાળકોના રમકડામાં એર ફ્રેશ્નરમાં, ડીટરજન્ટમાં, કપડામાં, ફર્નિચર વગેરેમાં અને તદુપરાંત દવાઓ તો હોય છે. આ રસાયણો આપણાં શરીરમાં પ્રવેશે છે કઇ રીતે ? આપણાં ખોરાક મારફતે, નળના પાણી કે બોટલના પાણી મારફતે, ઘરની અંદર કે બહારની હવા મારફતે અને ઘણી બધી વસ્તુઓને આપણે સ્પર્શ કરીએ કે ચામડી તેના પર મૂકયે તેના મારફતે આપણા શરીરમાં પ્રવેશે છે.
ઘણા વર્ષોથી પીવાના પાણીમાં જંતુનાશકો, આર્સેનિક, ફલોરાઇડ અને બીજા રસાયણોમાં પ્રદુષકો તરીકે મળી રહ્યાં છે. હવે છેલ્લે ચંિતાજનક ઉમેરો પીવાના પાણીમાં દવા અને ઔષધોનો મોટાપાયે જોવા મલ્યો છે.
૧૯૯૦માં યૂરોપમાં આ વિષય પ્રકાશમાં આવ્યો. ત્યારે વૈજ્ઞાનિકો લોહીમાં કોલેસ્ટરોલ ઘટાડવાની દવા ભૂગર્ભ જળમાં મળી આવી. આપણે જાણીએ કે લોહીમાં કોલેસ્ટરોલનો નિયતમાત્રાથી વધારો હાર્ટ એટેક નું જોખમ ઉભું કરે છે તેથી કેટલાક લોકો તેને ઘટાડવાની દવા લેતા હોય છે. ઔષધોમાં એવા રસાયણો હોય છે જેમાં દવાઓ, સૌંદર્ય પ્રસાધનો અને શરીરની માવજત માટેની નીપજો તેમજ એન્ટિબાયોટીક તથા પ્રાણીઓ માટે વપરાતા ગ્રોથ હોર્મોન્સ (વૃદ્ધિકારક અંતઃસ્ત્રાવો)નો સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે યૂરોપમાં પાણીના ચક્રના દરેક પાસામાં ઔષધો મળી આવ્યા છે અને તેની પુષ્ટિ પણ થઇ છે. યૂરોપની મોટી નદી રહાઇન વોટર વર્કસની સંસ્થાઓ અને ગંદા પાણીનું શુદ્ધિકરણ કરતી કંપનીઓએ ચંિતા વ્યકત કરી છે. જો કે પાણી વિષે સંશોધન અને અભ્યાસ કરનારા વૈજ્ઞાનિક માટે આ માહિતી નવી નથી. અમેરિકામાં કરેલા અભ્યાસો દર્શાવે છે કે પીવાના પાણીમાં ઔષધોથી દુષિત હોવાની વાત સાચી છે. સપાટી પરના પાણી જેવાકે નદી, તળાવો, વગેરેમાં ખાસ કરીને શહેરી વિકાસના ગીચવાસમાં જોવા મળેલ છે. ઔષધો તળાવો, નદીઓ, બંધ અને ઝરણાઓમાં આખા જગતમાં જોવા મળે છે. સમગ્ર એશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યૂરોપમાં પણ જોવા મળે છે. સ્વીટઝરલેન્ડના તળાવો અને ઉત્તર સમુદ્રમાં પણ જોવા મળે છે. આ ઔષધોમાં તબીબોએ લખી આપેલ દવાઓ અને તબીબના લખાણ વગર દવાની દુકાનમાંથી મળતી દવાઓ હોય છે. તેનાથી આરોગ્યને થતી હાનિકરાક અસરો ચંિતાનો વિષય છે. આપણે બીજા લોકો દ્વારા લેવાતી દવાઓનો ભોગ બની રહ્યા છે. ચંિતા તો એ વાતની છ ેકે લોકો પીવાના પાણીમાં ભળેલી કોઇ એક જ દવા લેતા નથી પરંતુ એક કરતાં વધારે દવાઓનું મિશ્રણ લે છે જે તેમણે કદિ લેવાની હોતી નથી. વઘુ ખરાબ પરિસ્થિતિ તો એ છે કે આ દવાઓ પરસ્પર રસાયણીક પ્રક્રિયા કરે છે અને તેનાથી આડ અસરો થાય છે. આ જે વ્યકિતનું નખશીખ સ્વાસ્થ્ય સારું હોય તે આ દવાઓનું સેવન કરી માંદગી નોતરે છે.
લોકો જે દવાઓ લે છે તે બધી શરીરમાં શોષાતી નથી, મોંઢેથી લેવાતી દવાઓ પૈકી ૯૦ ટકા કોઈ ફેરપાર પામ્યા વિના પાચનતંત્રમાંથી પસાર થઇ જાય છે અને કોમોડમાં કે પોખળામાં પહોંચી જાય છે. પ્રાણીઓ પણ દવા લે છે ? પાલતુ કૂતરાઓને તેમની માંદગી માટે વિવિધ પ્રકારની દવાઓ આપવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં લોકોને કૂતરા પાળવાનો શોખ હોવાથી આમ બને છે. અને દૂધાળા પશુઓને અંતઃસ્ત્રાવો (હોર્મોન્સ) અપાય છે. પશુઓને કાનમાં આરોપવામાં આવે છે જેને અંગ્રેજીમાં ઇઅર-ઇમ્પ્લાન્ટ કહે છે. તેમાંથી ટ્રેનબોલોન નામની દવા ધીમે ધીમે છૂટતી હોય છે. આ ટ્રેન બોલોન એનાબોલિક સ્ટેરોઇડ છે તેનો ઉપયોગ પોતાનું શરીર સ્નાયુબદ્ધ ભરાવદાર બનાવવા માંગતા બીડી બીલ્ડરો કરે છે. તેનાથી પાલતુ પશુ પણ ભરાવદાર થઇ જાય છે પરંતુ વઘુ ટ્રેન બોલેકન વપરાતું નથી. બીજી પશુઓ માટે દવાઓ પણ પોતાનો ભાગ ભજવે છે. તેમને પણ સાંધાના દુઃખાવા માટે કેન્સર માટે, હાર્ટ એટેક માટે, ડાયાબીટીસ માટે, એલર્જી માટે, મેદસ્વીતા માટે દવાઓ અપાય છે. એ પૈકી વણશોષાયેલ ભાગ સરીરમાંથી પસાર થઇ જાય છે.
આમ ઘણીખરી દવાઓ પર્યાવરણમાં માનવી અને પ્રાણીઓના મળમૂત્ર દ્વારા પ્રવેશે છે. ઘણી વખત આપણાં ઘરમાં એવી દવાઓ હોય છે જે વણ વપરાયેલી પણ હોય અન ેતની એકસ્પાયરી તારીખ વીતી ગઈ હોય છે. આપણે આવી દવાઓને ફેંકી દઈએ છીએ. આપણે કાંતો તેને ગટરમાં નાખીએ છીએ અથવા તો કચરા પેટીમાં નાખીયે છીએ. આ દવાઓ છેવટે ઘરમાંથી નીકળતા નકામા પાણીમાં અથવા શહેરી કચરામાં જાય છે. તેમાંથી આપણા પાણીના સ્ત્રોતો દુષિત થાય છે અને તે રીતે આપણા પીવાના પાણી જયાંથી આવે છે તે દુષિત થાય છે. આ ઉપરાંત ઔષધો બનાવતા ઉદ્યોગો, હોસ્પીટલો વગેરે પણ તેમાં ભાગ ભજવે છે.
મોટાભાગના શહેરોમાં ગંદા પાણીને શુદ્ધિકરણ કરવા માટેના પ્લાન્ટ હોતા નથી. જે હોય તો પણ તેમાં ઔષધોના અવક્ષેપોને દૂર કરવાની સુવિધા હોતી નથી. વળી મોટાભાગનું દૂષિત પાણી એક જગ્યાએથી આવતું નથી. સપાટી પરથી વહી જતાં પાણીના રેલાઓ, માટી મારફતે જમીનમાં ઉતરતા પાણી વગેરે રીતે દુષિત પાણી વહે છે. તેના પર કોઇ નિયંત્રણ થઇ શકતું નથી. વળી શુદ્ધિકૃત કે અશુદ્ધિકૃત ગંદા પાણી અને સપાટી પરના વહેઓમાં મળમૂત્ર દ્વારા આવેલા ઔષધો તો હોય છે. તે પાણી નદીઓમાં જાય છે, તલાવોમાં જાય છે, ડેમમાં જાય છે, ત્યાંથી તે પાણી પાણી પૂરવઠા વ્યવસ્થામાં જાય છે. આ રીતે તે પાછું તમારી પાસે આવે છે. કેટલીક કોલેસ્ટરોલ વિરોધી દવાઓ, પીડાશામક દવાઓ વગેરે તો પાણીના શુદ્ધિકરણને અવરોધે છે. એવા પણ પૂરાવા છે કે પાણીને જંતુમુકત કરવા તામાં કોલરીન નાખવામાં આવે છે. આ કલોરીન પાણીમાં રહેલા ઔષધોના કેટલાક રસાયણોને તેની સાથે સંશોઇને વધારે હાનિકારક બને છે.
ઔષધોના રસાયણોની સાંદ્રતા સપાટી પરના પાણી જેવા કે નદીઓ, તળાવો વગેરે અને ભૂગર્ભ પાણી જેવા કે કૂવાઓ, બોર વગેરેમાં બહુ ઓછી હોય છે. તબીબો જે માત્રામાં દવા લેવાનું જણાવે છે તેના કરતાં તો ઘણી ઓછી માત્રા હોય છે. પરંતુ એવા પૂરાવા વધી રહ્યા છે જે સૂચવે છે કે આ ઔષધો ખાદ્ય શૃંખલા (ફુડ ચેઇન) માં પહોંચે છે અને ત્યાંથી માનવીને મળે છે. પાણી દ્વારા, મળ મૂત્ર દ્વારા કે કૂડા-કરાના ખાતરો દ્વારા કે પ્રાણીઓના મળના ખતારો દ્વારા જમીન મારફતે છોડાવમાં પ્રવેશે છે. તે છોડવાના પાક ધાન્ય આપતા હોય કે ફળ ફળાદિ આપતા હોય કે શાકભાજી આપતા હોવ તો તેના મારફતે તે માનવીના શરીરમાં પ્રવેશે છે. એક હકીકત છે કે ઔષધો તેમણે જ લેવાના હોય છે જેમને તે લેવા તબીબોએ જણાવે છે નહીં કે દરેકને પીવાના પાણી મારફતે તે લેવાતા હોય છે. સંશોધનોએ જણાવ્યું છે કે દવાઓને ઓછી માત્રામાં લાંબા સમય સુધી લેવાથી માનવીના શરીરના કોષોને વિપરિત અસર કરે છે. દૂષિત પાણી માછલી જેવા વન્ય જીવોને હાનિ કરે છે. ખાદ્ય પદાર્થો અને પીવાના પાણીમાં એક મોટો તફાવત છે કે પાણી દરરોજ માણસો મોટા પ્રમાણમાં લેતા હોય છે. તેમાં રહેલ કેટલીક દવાઓ અથવા એક વધારે દવાના સંયોજનો દાયકાઓ સુધી લેવાથી માનવીના આરોગ્યને નુકસાન કરી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અન્ય પ્રદુષકોથી જુદી રીતે દવાઓ તો બનાવવા જ શરીરમાં શોષાય તે રીતે બનાવવામાં આવી હોય છે. ઔષધોના રસાયણો ઓછી માત્રામાં પણ શરીરમાં વિશિષ્ટ અસર કરવા માટે બનાવેલ હોય છે. તેથી તે પર્યાવરણ કે પાણીમાં જાય તેનાથી લોકોને ઘેરી ચંિતા થવી જોઈએ.
અભ્યાસોએ બતાવ્યું છે કે આ રસાયણો સરિસૃપો, માછલીઓ અને જળમાંની પ્રાણીસૃષ્ટિ હાનિકારક અસર કરે છે. સાથે સાથે માનવીનો પ્રજનન પ્રકૃતિને પણ અસર કરે છે. આમ તો વિશ્વ આરોગ્ય સંસ્થાના અભ્યાસ પ્રમાણે પીવાના પાણીમાં ઓછી સાંદ્રતામાં ઔષધોથી માનવીના આરોગ્ય પર નહિવત જોખમ ઉભુ થાય છે પરંતુ લાંબા ગાળે ખાસ કરીને શિશુઓ, વૃદ્ધ લોકો વગેરે પર શું અસર થાય છે તેનું મૂલ્યાંકન કરવામાં આવેલ નથી.
એન્ટિબાયોટિક દવાઓ પર્યાવરણમાં હોય એટલે કે પાણી, હવા, ખોરાક વગેરેમાં હોય તો તે ચંિતાનો વિષય છે. કારણ કે ઓછી માત્રામાં એન્ટિબાયોટીક દવાઓ પણ લાંબા સમય સુધી બેકટેરિયાને પ્રભાવી કરે તો તેમાંથી એવા બેકટેરિયા ઉત્પન્ન થયા છે કે જેના પર એન્ટિબાયિટક દવાની કોઇ અસર ન થાય કે એન્ટિબાયોટિક દવા કારગત ન નીવડે. એન્ટિબાયોટિક દવાનું કામ બેકટેરિયાનો નાશ કરવાનું છે. પરંતુ બેકટેરિયા પર તે બિન અસરાકરક રહે તેવા બેકટેરિયા પેદા થાય તો તે એન્ટિબાયોટિક દવા તેની અસરકારકતા ગુમાવે.
વધારે ચંિતાની વાત તો એ છે કે રસાયણો અને ઔષધોના પ્રભાવની સંયુકત અસર માનવીના અંતઃસ્ત્રાવી તંત્રને વેર વિખેર કરી નાખે, પુરુષમાં શુક્રાણુની સંખ્યા ઘટાડો, કેન્સરના દરમાં વધારો કરે અને હાયપર એસીડીટી એટેક વધી જાય.
ઔષધો બનાવતી કંપનીઓ કે સુક્ષ્મ જીવાણુ શાસ્ત્રી અને અમેરિકાના ફાર્માસ્યુટીકલ રીસર્ચ અને મેન્યુફેકચર્સ કન્સલસ્ટંટ થોમસ વ્હાઇટ જેવા પર્યાવરણમાંના ઓષદોની હાનિકારકતા સ્વીકારાશે નહીં. પરંતુ ગયા ઉનાળામાં મળેલ એક પરિષદમાં ઔષધો બનાવતી મર્ક એન્ડ કંપની ઇન્કોર્પોરેટડની પર્યાવરણ ટેકનોલોજીના ડાયરેકટર મેરી બઝબીના કહેવા પ્રમાણે એમાં કોઇ શંકા નથી કે ઔષધો પર્યાવરણમાં મળી આવે છે અને ખરેખર ચંિતા છે કે આ રાસાયણિક સંયોજનો જે ઓછી સાંદ્રતા ધરાવતા હોય તે પણ માનવીના આરોગ્ય પર આઘાત કરે છે અથવા તો દરિયાઇ જીવો પર આઘાત કરે છે.
અમેરિકાના ‘નેબ્રાસ્કા ફીડલોટ’ના ઉપરવાસના પાણીમાં સ્ટેરોઇડની માત્રા જેટલી હોય તેના કરતાં ચાર ગણી નીચવાસમાં મળી આવે છે. ‘મિનો’ નામની મોટા પાયાવાળી માછલીના નર કે જે નીચ વાસ વિસ્તારમાં રહે છે તેમાં પુરુષત્વના અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનની માત્રા ઓછી હોય છે. બીજી પશુઓ માટેના ઔષધો પણ હાનિકારક હોય છે. પીવાના પાણીમા ઔષધો માટે પ્રમાણભૂત માપન કે મોનીટરીંગ જરૂરિયાત માટે કોઇ પદ્દતિ કે સાધન નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા માર્ગદર્શક રેખામાં પીવાના પાણીની ગુણવત્તાનું ધોરણ નિશ્ચિત કરવાની ગણત્રી ચે. પરંતુ આ પ્રશ્ને લોકજાગૃતિ જરૂરી છે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved