Last Update : 11-April-2012, Wednesday
 

‘મિલ્કતનો અધિકાર જોઈતો હોય તો નીકળી જા મારા ઘરમાંથી !!!’

અસમંજસ - જોબન પંડિત

પંડિતજી, મારી ઉંમર ૫૯ વર્ષની છે. મેં બી.એ., ડી.પીએડ. કરેલું છે... આઠેક માસ પહેલાં એક સ્કૂલમાંથી શિક્ષિકા તરીકે નિવૃત્ત થઈ છું. તેમ છતાંયે મારું જીવન મને અંધકારમય ભાસે છે. ને અંધકારમય બનાવનાર છે નાયબ જિલ્લાધિકારી તરીકે રીટાયર્ડ થનાર હાલ ૭૮ વર્ષનો એક પુરુષ... મારી સિલસિલાબંધ કહાની આ પ્રમાણે છેઃ
નામ છે એનું વામન જોષી. દાયકાઓ પહેલાં તે હેડકલાર્ક તરીકે અમારા શહેરમાં અમારા ઘરની સામે જ મકાન ભાડે રાખીને રહેતો હતો. તે પરિણીત હતો અને એક પુત્રનો પિતા હતો. ત્યારે હું કોલેજના લાસ્ટ યરમાં ભણતી વીસ વર્ષની મુગ્ધ યુવતી હતી. વામન મારા ઘર ભણી તાક્યા કરતો. ક્યારેક હું ક્યાંક જતી હોઉં તો એ કહેતોઃ ‘ચાલ મર્મજ્ઞા, મારા બાઈક પર બેસી જા. તારે જ્યાં જવું હોય ત્યાં ઉતારી દઈશ.’ એક દિવસે તો એણે મારો હાથ હાથમાં લઈને કહ્યું ઃ ‘મર્મજ્ઞા, મારે તારી હથેળીમાં મારું નામ લખવું છે. આઈ લવ યૂ.’ બસ, એક મુગ્ધ નાસમજ યુવતી એની પ્રેમજાળમાં ફસાઈ ગઈ... એટલે સુધી કે અમે વારંવાર શરીર સંબંધો પણ બાંધતાં.
ડી.પી.એડ. કર્યા પછી એક સ્કૂલમાં વ્યાયામ શિક્ષિકા તરીકે હું જોડાઈ ગઈ.... પણ વામન સાથેના મારા સંબંધો ચાલું જ હતા. તે મને છોડે તેમ નહોતો. મારાં મમ્મી-પપ્પા મારા માટે મુરતિયો શોધવા લાગ્યાં હતાં. મેં વામનને કહ્યું ‘મારે હવે લગ્ન કરવાં પડશે!’
તો એણે મને પડખે ખેંચીને કહ્યું ઃ ‘શું કામ લગ્ન કરવાં છે? હું નથી? તું મારી પત્ની જ છે ને? બસ ત્યારે, મા-બાપ દબાણ કરે તો મક્કમ બનીને ના પાડી દે!’ મેં એમ જ કર્યું.
એવામાં સુવાવડ પર ગામડે ગયેલી તેની પત્નીનું નિધન થયું. હવે અમારો માર્ગ ખુલ્લો હતો. મેં કહ્યું ઃ ‘વામન, હવે આપણે લગ્ન કરી લઈએ.’
‘ના. લગ્નની શી જરૂર છે? હું તને જંિદગી સુધી નિભાવીશ. તું જાણે છે કે હું મારી પત્નીની અગ્નિસંસ્કાર માટે સ્મશાનમાં પણ ગયો હતો! તેથી મારાથી લગ્ન ન થઈ શકે!’
‘તો?’
‘તું તારે રહે મારી સાથે. તારો કોઈને વાંધો નથી... લગ્ન વગર જ પત્નીનો દરજ્જો મળતો હોય પછી લગ્નની શી જરૂર છે? હું બેઠો છું ને!’
જાણવા મળ્યા મુજબ તેમની મમ્મીએ સળગી જઈને આત્મહત્યા કરી હતી. કારણ? જે હોય તે. હવે હું તેની સાથે જ રહેવા લાગી. તેની બદલી જ્યાં થાય ત્યાંથી હું અપડાઉન કરતી. એનો પુત્ર પણ મોટો થઈ ગયો હતો. તે એન્જીનિયર છે. સારી જોબ કરે છે. તેના લગ્ન વખતે પણ મેં વામનની જોડાજોડ બેસીને વિધિ કરી હતી... તેનાં સગાં વહાલાં પણ અમારા સંબંધોને જાણે છે. તેનો પુત્ર પત્ની સાથે અલગ રહે છે. સારી આવક છે ને અલગ બંગલો પણ ખરીદ્યો છે... પણ સવાલ બીજા કોઈનો નથી, મારો છે.
મેં નિવૃત્તિ સમયે પેન્શનમાં નોમીની તરીકે મારા પછી વામનનું નામ લખાવ્યું છે. પ્રમોશનો મળતાં વામન નાયબ જિલ્લાધિકારી તરીકે બાવીસ વર્ષથી નિવૃત્ત થયેલ છે. પણ મારા વિષે એ ક્યારેય કશું જ વિચારતો નથી. આજે ૭૮ વરસે પણ એ મારી સલામતી માટે કશું જ કરતો નથી. વતનના શહેરમાં અમારો બંગલો છે. ગાડી છે. બેન્ક બેલેન્સ પણ તગડું છે... પણ એ બધામાં એણે નોમીની તરીકે તેના દીકરાનું નામ લખાવ્યું છે. તેણે વીલ પણ કર્યું છે... ને તેની તમામ સંપત્તિના વારસ તરીકે તેના દીકરાનું નામ લખાવ્યું છે. હું વિચારું છું કે મારું શું ? માત્ર તેની હવસ સંતોષવા જ હું તેની સાથે રહી છું ? આજે તો એ ખૂબ વૃદ્ધ છે, પણ વરસો સુધી મારા પર તે જાનવરની જેમ તૂટી પડતો.
એક દિવસે મેં કહ્યું કે, ‘તમે ન હોવ ત્યારે મારું શું ? તમારી મિલ્કત તથા મકાનની વારસદાર હું કેમ ન હોઉં ?’ તો તે આ ઉંમરે પણ તાડૂક્યો હતોઃ ‘મિલ્કતનો અધિકાર જોઈતો હોય તો તારે ઘરમાંથી બહાર નીકળી જવું પડશે. તેં મને સંતોષ આપ્યો છે, તો મેં તને સંતોષી નથી? મિલ્કતના વારસ તરીકે તારું નામ નહિ લખાય... ઝઘડો કરીશ તો બહાર નીકળી જવું પડશે!’ તારે જે કરવું હોય તે કરજે. હું નિવૃત્ત જિલ્લાધિકારી છું. પોલીસ પણ મને કશું જ નહીં કરે. મારી વગ બહુ ઊંચી છે. પંડિતજી, એણે મને માત્ર હવસની પૂતળી બનાવી દીધી છે. ચાલીસ ચાલીસ વર્ષથી એક જ મકાનમાં હું તેની સાથે રહી છું. પણ ન તો એણે મારી સાથે લગ્ન કર્યા, કે ન તો મને સલામતી આપી... પંડિતજી, તમે જ કહો, હવે હું શું કરું ?
- મર્મજ્ઞા (સૌરાષ્ટ્ર)
મર્મજ્ઞા, મને કહી લેવા દે કે એક હવસખોર ચાલબાજની લંપટલીલામાં તું મુગ્ધવયે જ ફસાઈ ગઈ છે... ભલે એક પ્રેમી તરીકે પણ તેં જે પાત્રની પસંદગી કરી છે તે ગલત માર્ગી છે. કામદેવના ગધેડા જેવા એક વાસનાભૂખ્યા વરૂની શબ્દજાળમાં આવી ગઈ ને તું જાતે જ તારી જંિદગીની બરબાદી વહોરી બેઠી છે... વામન ચાલાક નંબર વન છે... એની ચાલાકીના ભાગરૂપે જ આયોજનપૂર્વક એ તારી સમક્ષ દાણા નાખતો હતો. વીસ વર્ષની મુગ્ધવયે તું તેની આ ‘કપટલીલા’ને ન સમજી શકી. સમજી લે મર્મજ્ઞા, કે તેની નજર કેવળ તારા યૌવનથી મધમધતા દેહ પર જ હતી... પત્ની તરીકેનો દરજ્જો તે ત્યારેય આપવા માગતો નહોતો, ને આજેય આપવા માગતો નથી.
પણ મર્મજ્ઞા, મારે એક વાત કહેવી પડશે કે તું વઘુ પડતી ભોળી છે... ને તારા એ ભોળપણનો એણે ભરપૂર લાભ ઊઠાવ્યો છે... એણે તને હોશિયારીપૂર્વક પરણવા ન દીધી. ‘હું છું ને! તારે લગ્ન કરવાની ક્યાં જરૂર છે?’ આવા મધલાળી શબ્દો પાછળનું એનું પ્રપંચી આયોજન તું ન સમજી શકી! તું જ જવાબ આપ કે તેની પત્નીના મૃત્યુ પછી એણે તારી સાથે લગ્ન કરવાની શા માટે ના પાડી? રસ્તો નિષ્કંટક હતો. પછી વાંધો ક્યાં હતો? પણ એ લબાડ અને લંપટ શઠ માણસે તારી સમક્ષ એક જૂઠ્ઠું બહાનું રજૂ કરી દીઘું ને તું એની લુચ્ચાઈને સમજવામાં કાચી પડી... બસ, એને તો માત્ર તારો યૌવનરસ જ લૂંટવો હતો, કશો જ કાયદેસર અધિકાર આપ્યા વિના! એણે સમજી લીઘું કે મર્મજ્ઞા વઘુ પડતી ભોળી છે, એને પટાવવામાં વાંધો નહિ આવે. પરિણામે તે એક પછી એક કપટ દાવનાં સોગઠાં ફેંકતો ગયો... શબ્દો દ્વારા તેણે મધની વાડકી નહિ, મધનું આખે આખું સરોવર તને દેખાડી દીઘું... ને તને માત્ર ઉપભોગનું સાધન બનાવીને રહેવા દીધી! આવા જાનવર જેવા કપટ પુરુષોને તું નહિ સમજી શકે, બહેન! તેઓ માત્ર દેહથી જ ઊજળા હોય છે, પણ મનના મેલા હોય છે! સાંભળી લે મર્મજ્ઞા, કે જેના માટે તું તારી જંિદગી કુરબાન કરી બેઠી છે, તે વાસ્તવમાં ‘મીંઢા જાનવર’ જેવો છે! આવા મેલા મનના માણસોની જીભ કપટી કાગડા જેવી હોય છે. ને કાળજું પ્રપંચી શિયાળનું હોય છે... ભૂંડની ઓલાદની જેમ આવા હવસના ગુલામોનું કામ એક જ હોય છે. ભોળી સ્ત્રીઓને શબ્દજાળમાં ફસાવવાનું!! તારા પ્રસંગમાં પણ આ જ થયું છે, મર્મજ્ઞા! તું ભલી, ભોળી અને સીધી લાઈનની ઓરત છે, જ્યારે વામન કપટલીલાનો નટ નંબર વન છે! એને સદવિચારની કબજિયાત થઈ ગઈ છે ને સદ્‌ વ્યવહારની શરદી થઈ ગઈ છે!
તારે મર્મજ્ઞા, એટલું સમજી લેવાની ત્યારે જ જરૂર હતી કે તેની પત્ની હયાત હતી ત્યાં સુધી તો ઠીક, પણ પત્નીના નિધન બાદ તે ‘ગંગાસ્વરૂપ!!’ બની ગયા પછી પણ એણે ના કેમ પાડી? બહાનાનું બજાર કેમ ગરમાગરમ કરી નાખ્યું ? બસ, ત્યારે જ તારે સમજી જવાની જરૂર હતી કે આ ‘સરકારી કાગડો’ મીઢો, પાક્કો, ઘંટ અને કપટના ત્રિઅંકી નાટકનો ચાલબાજ ‘હીરો’ છે! આવા વિચારવિહોણા, કુકર્મોના કીડાથી ખદબદતા કાળજાવાળા, ઘેટા જેવા મીંઢા-પાક્કા-કપટી અને મેલા મન અને મુરાદવાળા ઠગો સ્ત્રીના યૌવનને શેરડીના સાંઠાની જેમ ચૂસી લે છે, ને પછી બચેલા કૂચાની જેમ ફેંકી દે છેઃ ‘અધિકાર જોઈતો ઘરની બહાર નીકળી જવું પડશે!’ જવા દે એ હવસખોર આત્મવંચકની વાત. તેનો વારસો મેળવવાનો તારો અબાધિત અધિકાર છે! પુત્રના લગ્ન સમયના તમારા ફોટા અને તે લબાડે લખેલા પત્રો તારી પાસે હોય તો સાચવી રાખ! એ માગે તો માત્ર ઝેરોક્ષ નકલ જ આપજે... તમે ચાર દાયકાથી એક છત નીચે પતિ-પત્ની તરીકે રહો છો... સાક્ષી પુરાવા પણ હશે... તો ગભરાય છે શું કામ? વીલ એણે બદલવું જ પડશે... મજબૂત બન... પોલીસ કેસ કર. ફેમિલી કોર્ટનો આશરો લે... એના પક્ષે કપટ છે, તેથી તે નાટક જરૂર કરશે, પણ ઢીલો પડી જશે. એ કપટ કરશે, કાનૂન કદી કપટ નહિ કરે... પોકાર કર... મહિલા સંગઠ્ઠનો અને માઘ્યમો જરૂર તારી વહારે ચઢશે... ને તને જરૂર તારો અધિકાર અપાવશે! જબાન ખોલ મજબૂત બન. મક્કમ બન. લડી લેવાનો લોહસંકલ્પ કર... ઓલ ધ બેસ્ટ.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved