Last Update : 11-April-2012, Wednesday
 

માઘ્યમ અંગ્રેજી અને ઉત્તમ ગુજરાતીની ઝુંબેશ કેમ ન થાય?

અનાવૃત - જય વસાવડા

 

ભારતમાં એવરગ્રીન ગણાય, ઊંચે લોગ ઊંચી પસંદની વ્યાખ્યામાં હમેશા આવતી રહે, એવી બેસ્ટ ફૂલપ્રૂફ કરિઅર કઇ? ચાલો, એક લિસ્ટ બનાવીએ, ડાયનેમિક ડઝનનું!
(૧) મેડિકલ (૨) એન્જિનીઅરંિગ (૩) આર્કિટેક્ટ (૪) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (૫) એમ.બી.એ. (૬) કંપની સેક્રેટરી (૭) એમ.સી.એ. / આઈ.ટી. (૮) લૉ / એડવોકેટ (૯) સિવિલ સર્વિસ (૧૦) રિસર્ચર / સાયન્ટીસ્ટ / પ્રોફેસર.
આમાં અસંમત થવા જેવું ખાસ હશે નહિ. પણ ખાસ નોંધવા જેવું કોમન ફેકટર વિચાર્યું? ટૉપ ટેનના તમામ અભ્યાસક્રમ કે સંદર્ભ સાહિત્ય ફરજીયાતપણે અંગ્રેજીમાં જ હોય છે! પરીક્ષાઓ પણ અંગ્રેજીમાં લેવાય છે. વિદ્યાશાખાઓ જ ઈમ્પોર્ટેડ છે. પરદેશથી અહીં આવેલી છે. અને હવે તો છેલ્લા બેમાં ય અંગ્રેજી અનિવાર્ય છે! એ ય કેવું, વાંચો એક કેફિયત!
* * *
‘‘પહેલું લેકચર શરૂ થયું. ગુપ્તાસાહેબ નામના એક જાજરમાન પ્રોફેસર એનેટોમી (શરીરચનાશાસ્ત્ર) ભણાવવા આવ્યા હતા. ઊંચા, ગોરા અને પહાડી અવાજવાળા એ વયોવૃદ્ધ પ્રોફેસરે આપેલ લેક્ચરમાંથી મને કોઇક કોઇક અંગ્રેજી શબ્દો સમજાયા. બાકી ન તો એમના ભાષણ અંગે કંઇ સમજણ પડી કે ન તો એ દિવસના વિષય અંગે. જેમ તેમ કરીને એ ૫૦ મિનિટ મેં કંઇક સમજી શકાય તો સમજવાની માથાકૂટમાં વિતાવ્યા. આજુબાજુ બેઠેલ અંગ્રેજી મીડિયમના સહાઘ્યાયીઓ ફટાફટ ભાષણ લખી રહ્યાં હતાં. મારો જીવ ચચરતો હતો. સૌરાષ્ટ્રના અભણ આદમીને કોઇએ ઇંગ્લેન્ડમાં અંતરિયાળ પ્રદેશમાં ઉતારી દીધો હોય અને એને જેવું લાગે એવું કાંઇક મારા મનને લાગી રહ્યું હતું. બીજું લેકચર ફિઝિયોલૉજી (શરીર કાર્યશાસ્ત્ર)નું હતું. સમય થતાં ડૉ. મિસિસ ચાંદવાણી નામના પ્રોફેસર આવી પહોંચ્યાં. ઊંચાં, પાતળાં, એકવડિયો બાંધો, મૃદુભાષી અને અતિ નમ્ર એવા એ મૅડમે લેક્ચર શરૂ કર્યું. મૅડમનો અવાજ મૃદુ અને ધીમો હતો, પરંતુ એમની બોલવાની ઝડપ મને અધધધ લાગતી હતી. બંદૂકની ગોળીની માફક બહાર પડતા એ અંગ્રેજી શબ્દોને સમજવાનું મારું તો ગજું જ નહોતું. હું નીચું જોઇને બેસી રહ્યો, જેથી એમના લેક્ચરના શબ્દોને મારા માથા પરથી જવામાં સરળતા રહે! મારી આજુબાજુના વિદ્યાર્થીઓ લેકચરને ઝડપભેર લખી રહ્યાં હતાં. હું સાવ બેઠો છું એવું ન લાગે એટલા માટે મારી નોટમાં લીટા કરતો રહ્યો. એ પચાસ મિનિટ મેં માંડમાંડ પૂરી કરી.
એ પછી બપોરે હું જમવા ગયો. મારા મનમાં ઊંડેઊંડે ઉદાસી અને લધુતાગ્રંથિ બંનેએ સ્થાન ગ્રહણ કરી લીઘું હતું. જીવ બળતો હતો. હોસ્ટેલમાં તેમ જ કૉલેજ બધે જ બધાને અંગ્રેજી આવડતું હતું. એક હું જ એવો હતો જેને અંગ્રેજીમાં કંઇ ગતાગમ નહોતી પડતી... ડેમોન્સ્ટ્રેટરે એ દિવસના ડિસેક્શન અંગે બઘું સમજાવ્યું. હું કાંઇ કરતાં કાંઇ જ ન સમજ્યો. ‘મસલ’ એટલે સ્નાયુ થાય એ મારા માટે પણ નવું હતું. બારમા ધોરણ સુધી અમે અંગ્રેજી ભણ્યા જ હતા, પરંતુ અભ્યાસક્રમમાં આવતા પાઠ, એના સવાલજવાબ તેમ જ વ્યાકરણથી વધીને આગળ કંઇ જ કરવાનું નહોતું. બોલવા-સાંભળવાની ટેવ તો જરા પણ નહીં, એટલે ઝડપથી ઉચ્ચારાતા શબ્દો તેમ જ ઝડપથી બોલાતાં અંગ્રેજી વાક્યો જરાકેય સમજાતાં નહીં. અંગ્રેજી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પૂછીપૂછીને થોડુંક ડિસેક્સશન કર્યું. સાંજે પાંચ વાગે કોલેજ પૂરી થઇ.
બારમા ધોરણનું કૅમેસ્ટ્રી ગુજરાતીમાં ભણેલો એટલે એ જ વિષય અંગ્રેજીમાં ભણતાં ખૂબ જ અઘરું લાગતું હતું. બાયોકૅમિસ્ટ્રી નામનો વિષય મને કોઇ વાતે આવડે જ નહીં. નત્રલ પદાર્થ કે કાર્બોદિત પદાર્થનું મનમાં અંગ્રેજી કરવું, બધાં અંગ્રેજી વાક્યોને ગુજરાતીમાં ફેરવીને એનો અર્થ સમજવો અને એ પછી બધાં વાક્યોને બરાબર ગોઠવીને શું કહેવા માગે છે એ સમજવાની પ્રક્રિયામાં ખરેખર સમજવાનું શું છે એ રહી જ જતું!
આજે દિલ ખોલીને કહું તો ખરાઅર્થમાં સાવ જ હતાશ થઇ ગયો હતો. ..એ વખતે મને થતું કે શું મેડિકલની ચોપડીઓ પણ ગુજરાતીમાં ન લખી શકાય? અથવાતો ૧૧-૧૨ ધોરણમાં વિજ્ઞાનના વિષયમાં દરેક શબ્દનું અતિશુદ્ધ ગુજરાતી કરવાને બદલે ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી શબ્દો ન રાખી શકાય? સ્કંધમેખલા એટલે શોલ્ડર ગર્ડલ એવું મેકિડલમાં માંડમાંડ સમજાય એના કરતાં પ્રથમથી ગુજરાતીમાં જ બંને શબ્દો જોડે ન રાખી શકાય? જો એવું બની શકે તો મારા જેવા કેટલા બધા વિદ્યાર્થીઓને માતૃભાષામાં ભણ્યા હોવાની આવી આકરી સજામાંથી તો પસાર ન થવું પડે!’’
* * *
આ ચૂંટેલા અંશો નેચરલી, એક ડૉકટરના લખેલા લેખમાંથી છે. અને ડૉકટર પણ કેવા? ખુદ ગુજરાતીના સારા અનુવાદક - સર્જક એવા ડૉ. આઈ. કે. વીજળીવાળા, જેમના સગા બહેન શરીફાબહેન વીજળીવાળા તો ગુજરાતીના ઉત્તમ સર્જક છે. મતલબ, માતૃભાષા માટે એમને કોઇ એલર્જી નથી, બલ્કે મહોબ્બત છે.
પણ તબીબ જ્યારે દર્દનું નિદાન અને ઉપચાર કરે ત્યારે એણે પ્રેમમાં સેન્ટીમેન્ટલ થવાનું નથી, પણ કઠોર લાગે એવી સ્થિતપ્રજ્ઞતાથી વાસ્તવવાદી, એનાલિટિલ થવાનું છે.
એજ્યુકેશનમાં હાયર કરિઅર બનાવવી હોય તો અંગ્રેજી અનિવાર્ય છે. એને ગાળો દેવાની છૂટ છે, પણ એના વિના ચાલવાનું નથી. જો ઓપરેશન અનિવાર્ય જ હોય તો એ ટાળ્યા કરીને રોગને વકરાવ્યા વિના કરવું જોઇએ. સર્જરી વિનાનો ઈલાજ છે ઃ ચકાચક અંગ્રેજી શીખવાડી શકે એવા સજ્જ શિક્ષકો ધરાવતી ટકાટક ગુજરાતી માઘ્યમની શાળાઓ ગામેગામ ઊભી થાય. (જમીન-મકાન તો ઠીક, ‘મગ માઘ્યમ’ની આડઅસરના લીધે સારું અંગ્રેજી ભણાવતા ટીચર્સ શોધવા એ જ મસમોટો પ્રોબ્લેમ છે!’) ઉપરાંત, અંગ્રેજીમાં જે રોજેરોજ ટનબંધ ઠલવાય છે, એ તમામ સંદર્ભસાહિત્યનો, જ્ઞાન અને કળાના ભંડારનો એવો જ ટકોરાબંધ અનુવાદ થાય, એ આકર્ષક રીતે આસાનીથી પ્રજા સુધી પહોંચે. એ માટેની પ્રચંડ સ્પોન્સરશિપ અને કેળવાયેલી આઘુનિક ટીમ ઊભી થાય. આ ય ‘ધર્મકાર્ય’ જ છે.
પણ આવું થાય એવી શક્યતા ઘૂંધળી છે. આ મુદ્દો માતૃભાષા (વાંચો ગુજરાતી)ના મહિમાગાનના કોરસમાં ભાગ્યે જ સંભળાય છે. ભલભલા વિદ્વાનોને સમજાતો સુદ્ધાં નથી. ગુજરાતીમાં વિશ્વકોશ શ્રેણી રૂપે એન્સાયક્લોપીડિયા બનાવવાનું મહાભારત કામ મહામહેનતે પુરૂં થાય, ત્યાં તો તમામ એન્સાયક્લોપીડિયાઝના બાપુજી એવા ‘એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા’નું પ્રકાશન જ બંધ થઇ જાય છે! અને ‘વીકિપીડિયા’ જેવા ‘ફ્રી ઓનલાઈન એન્સાક્લોપીડિયા’ દર કલાકે તમામ વિષયો પર અપડેટ થઇ જાય છે! આપણે આટલા પાછળ છીએ, આવા પાયાના કામોમાં ઈન્ટરનેટ - કોમ્પ્યુટર - મોબાઈલની ક્રાંતિના ‘ત્રિશૂળ’ને લીધે કોડાક ફોટોફિલ્મની જેમ કંઇક જૂનવાણી ઢાંચાઓના પાટિયાં પડી ગયા છે. સાઈબરયુગની મુખ્ય ભાષા, ઉર્ફે ‘લિન્ક લેંગ્વેજ’ એમાં ચાઇનીઝથી ગુજરાતીમાં ટાઇપ થઇ શકતું હોવા છતાં, અંગ્રેજી જ છે. તમારો બ્લૉગ ગુજરાતીમાં મફતમાં અપલોડ થાય, પણ એમાં ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો ફરિયાદનો ઈમેઇલ ગુજરાતીમાં નહિ, અંગ્રેજીમાં થાય! (નેટ પર ફેસબૂક, ગૂગલ, ટ્‌વીટરમાં હોંશે હોંશે ગુજરાતી ટાઇપ કરવાનો ફાંકો રાખનારા ભૂલી જાય છે કે ટીવી પરની બાળકો માટેની ચેનલોની જેમ જ એ ત્રણે કંપનીઓ અંગ્રેજીભાષી અમેરિકાની છે!)
જવાહરલાલ નેહરૂએ જેને દુનિયા જોવાની ‘બારી’ કહી એ અંગ્રેજી આજે બારી મટીને બહાર નીકળવાનો દરવાજો થઇ ગઇ છે. પણ આપણા મનની દીવાલો હટતી નથી. ‘કોલોનિયલ’ ગુલામ માનસને લીધે અદાલત કે વહીવટમાં જે મગજનો મુરબ્બો કરી નાખનારું ભારેખમ અંગ્રેજી આવે છે, એ શાસનની ભાષા છે. પણ દુનિયાના વ્યવહારમાં જે અંગ્રેજી ફેલાતું જાય છે, એ વિશ્વભાષા અને જ્ઞાનભાષા સ્વરૂપે છે. હવે એ જાણનારા અને નહીં જાણનારાનો નવો વર્ગભેદ ઊભો થઇ રહ્યો છે. જે મૂળ તો ખુલ્લા મનના જ્ઞાની અને સંકુચિત મનના અજ્ઞાની વચ્ચેનો છે. પૃથ્વીનો ગોળો હવે હથેળીમાં મૂકેલા આમળા જેવો (હસ્તામલકવત) થઇ ગયો છે. જ્યાં કોઇ એક લેંગ્વેજ કોમન કનેક્ટિવિટી માટે ફરજીયાત છે, અને સોરી, એ સંસ્કૃત, ઉર્દૂ, સ્પેનિશ, મેન્ડેરિન, ફ્રેન્ચ, રશિયન, જર્મન નથી. આ બધા સ્વભાષાના ચુસ્ત હિમાયતી દેશોમાં ય વાયરા પલટાઇ રહ્યા છે, અને આઈ.ટી. રિવૉલ્યૂશન અને ટૂરિઝમ / કોમ્યૂનિકેશન ક્રાંતિ પછી અંગ્રેજીના વર્ગો શરૂ થઇ ગયા છે! એક્ચ્યુઅલી, નૅટ પરની ચૅટના ‘ગ્લોબલ ફન્ચ’ને પ્રતાપે ત્યાં ય નવી પેઢીનું અંગ્રેજી માતૃભાષા જેવું બેહતર થાય છે.
અને આ બધા માતૃભાષામાં જ આપનારા અને વ્યવહાર ચલાવનારા દેશોનું તરત જ ઉદાહરણ ટાંકવા લાગતા શૂરા સ્વદેશી સમર્થકો એની પાછળના મિકેનિઝમનો સાયન્ટિફિક સ્ટડી કરતા નથી. ત્યાં સૂફિયાણી વાતો નથી. પણ જે અંગ્રેજીમાં આંતરરાષ્ટ્રીય સ્તર / લેવલ છે, એ આ દેશોમાં લખલૂટ ખર્ચે પૂરા ઠાઠમાઠ અને ભપકાથી માતૃભાષા (ફ્રેન્ચ / જર્મન / ચાઇનીઝ / રશિયન / સ્પેનિશ વગેરે)માં જાળવવામાં આવે છે. જેમ કે, આપણે ત્યાં ગુજરાતીમાં સાયન્સ મેગેઝીન એટલે અંગ્રેજીમાં છપાયેલા પુસ્તકો અને અંગ્રેજી મેગેઝીન્સના લેખોનું ભાષાંતર. આ બધી તોતંિગ બિનઅંગ્રેજી પરદેશી ભાષાઓમાં સાયન્સ મેગેઝીન એટલે કાં તો ઉચ્ચ ગુણવત્તાના અંગ્રેજી મેગેઝીનની સીધી માતૃભાષામાં ઓફિશ્યલ એડિશન! અથવા એને ય ટક્કર મારે તેવું, ઓરિજીનલ રિસર્સથી તરબતર શુદ્ધ સ્વદેશી વર્ઝન!
આવું જ દરેક વિષયનું છે. મેનેજમેન્ટ હોય કે મેથેમેટિ્‌કસ. ઈકોનોમિક્સ હોય કે ફિટનેસ. જેમ તમિલ ફિલ્મો અને ગુજરાતી ફિલ્મો બંને ‘પ્રાદેશિક ભાષા’ની ફિલ્મો ગણાય, છતાં બે યની ગુણવત્તા, બજેટ, સ્કેલ, પાવરની સરખામણી જ ન હોય, એવી આ વાત છે! વાત ગુજરાતી પૂરતી સીમિત રાખીએ, તો આવી ઉચ્ચ કક્ષાનું કામ કરવાનો કે અન્ય દેશોમાં છે, તેમ એનું આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ વળતર આપવાનો વિચાર સુદ્ધાં કોઇને આવતો નથી, તો અમલ બહુ દૂરની વાત છે! માતૃભાષામાં બેસ્ટ, ઉત્કૃષ્ટ સર્જન કરનારની અને અંગ્રેજીમાં એવું જ કામ કરનારની મહેનત સરખી હોય છે, પણ વળતર સરખું હોતું નથી! અંગ્રેજીમાં લીવરેજનો સીધો રિયલ એસ્ટેટના મૂડીરોકાણ જેવો ફાયદાકારક ગુણાકાર થાય છે! એટલી જ મહેનતે લિમિટેડ ઓડિયન્સને બદલે ગ્લોબલ ઓડિયન્સ મળે છે, અને ઈન્ટરનેશનલ બ્રાન્ડંિગ સાથે વઘુ કમાણી પણ!
ફરી વાર, વિષય માતૃભાષામાં ભણાીએ, કે એનું એક પાઠ્યપુસ્તક મૂકી એની પરીક્ષા ગુજરાતીમાં લઇ લઇએ, ત્યાંથી કામ પૂરું થતું નથી. ઉલટું શરૂ થાય છે. એને લગતા ચિક્કાર રેફરન્સીઝ ગુજરાતીમાં હોવા જોઇએ! ગૂગલમાં સર્ચ આપવાથી માતૃભાષામાં માહિતીનો ભંડાર ખુલી જવો જોઇએ, એ ય અપ ટુ ડેટ અને ગ્લેમરસ! સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે વિચલન જેવા ભદ્રંભદ્રીય અનુવાદોને દેશવટો તાબડતોબ અપાવો જોઇએ. ઉપરાંત, ભાષા માત્ર શિક્ષણ માટે નથી. સાહિત્ય, મનોરંજન અને કળા માટે ય હોય છે. અંગ્રેજીમાંથી ગુપચાવેલા નહિ એવા સુપરસ્ટાઇલિશ ગુજરાતી ફેશન કે લાઇફસ્ટાઇલ મેગેઝીન્સથી શરૂ કરી ફિલ્મ્સ, સીરીયલ્સ, સાયન્સ ફિકશન / કોલેજીયન રોમાન્સ કે ફેન્ટેન્સી- કોમિક્સ- ગ્રાફિક નોવેલ્સ, વિડિયો ગેઇમ્સ, મોબાઇલ એપ્લીકેશન્સ, ટ્રેન્ડી વેબસાઇટ્‌સ, ગેઇમ્સ, પૉપ સોંગ્સ, મ્યુઝિક-ડાન્સ ફેસ્ટિવલ્સ, ઈટંિગ જોઇન્ટ્‌સ- આવી આખી એક મનોરંજક, આકર્ષક, આઘુનિક દુનિયા માતૃભાષામાં ઊભી કરવી પડે. જે દેશોના આપણે ઉદાહરણ આપીએ છીએ એમાં મોટા ભાગના પાસે એ પહેલેથી છે, પછી દુબઇ હોય કે જાપાન! કોરિયા હોય કે બ્રાઝિલ! જે એકલદોકલ પ્રયાસોથી હવે શક્ય બને એ મહામુશ્કેલ છે. કારણ કે, આપણા કહેવાતા વિચારકો આ સ્વીકારવા જ તૈયાર હોતા નથી. જે છૂટાછવાયા પ્રયાસો થાય છે, એ ફેન્ટાસ્ટિક ઓછા, ફની વઘુ છે!
મતલબ, બ્રિટનના વાદે અહીં બરફ પડતો હોય એનું ‘ફાયર પ્લેસ’ અહીંના મકાનોની બાંધણીમાં ન ચાલે, એમ ત્યાં થતાં માતૃભાષાના મહિમાનો અહીની વિવિધ ભાષાઓના દુનિયામાં ક્યાંય ન હોય એવા કોયડામાં સીધો હવાલો પાડી દેવો, એ તોફાન વખતે રેતીમાં મોં ખોસવા જેવી વાત છે! આ ચેતવણી કોઠારી એજ્યુકેશન કમિશનમાં ય જુદી રીતે કેળવણીકારોને અપાયેલી કે અગ્રેજી એ આવતાકાલની ‘લાયબ્રેરી લેંગ્વેજ’ છે! માસ્ટર ડિગ્રી આપવી અને માસ્ટર બનાવવા વચ્ચે ફરક છે! ભાષાપ્રેમ શિક્ષણના માઘ્યમમાં જ વ્યક્ત થાય એવું નથી, એ તો ઘણી રીતે વ્યક્ત થઇ શકે- કંપનીના નામથી કવિતાઓના ફેસબૂક સ્ટેટસ સુધી ગુજરાતીમાં બોલો ેતે કોમ્પ્યુટરમાં ટાઇપ થાય એવો સ્પીચ રેકગ્નિશન સોફટવેર બનાવવા એ ય ભાષા પ્રેમ છે!
* * *
વેવલા થવાને બદલે વઘુ વૈજ્ઞાનિક થઇએ, તો સર્વેક્ષણો એવું કહે છે કે બાળક માતૃભાષા (મતલબ, માતાની નહિ, માહોલની ભાષા)માં વઘુ આસાનીથી પ્રાથમિક તબક્કે ભણી શકે છે. એ વાત જૂની થતી જાય છે. આઘુનિક સંશોધનો એવું કહે છે કે ઉત્ક્રાંતિના ભાગ રૂપે કુદરત વઘુ સ્માર્ટ જનરેશન પેદા કરે છે, જે એકસાથે મલ્ટીપલ લેંગ્વેજીઝ બચપણમાં જ આસાનીથી શીખી શકે છે. એમાં એનું મગજ થાકવાને બદલે કસરતથી મજબૂત થતા સ્નાયુઓની માફક વઘુ સક્ષમ બને છે. ભારતમાં તો ખરેખર જગત કેવું છે, એ જાણવા માટે અને નવી નવી વ્યાવસાયિક તકો માટે સ્કૂલમાં મહત્વની ફોરેન લેંગ્વેજ શીખવાના ઓપ્શન્સ આપવા જોઇએ!
આજે આપણે બોલીએ લખીએ છીએ એવી ગુજરાતી પણ હજુ માત્ર ૧૦૦ વર્ષ પહેલા નહોતી. ત્યારે તો ધીમી ગતિનો ગાડાં યુગ હતો. આજે જેટ ફ્‌લાઇટની સ્પીડે પરિવર્તન આવે છે. ભાષા માત્ર કાનથી શીખાય છે. એટલે સ્તો, બહેરા લોકો આપોઆપ જીભ, સ્વરપેટી સાબૂત હોવા છતાં મૂંગા હોય છે. માટે જેમ એક સમયે શુદ્ધ હિન્દીનું ફારસીમાં મિશ્રણથી ઉર્દૂ થયું, એમ ગુજરાતી-હિન્દીનું ગુજરેજી / હંિગ્લીશ થઇ રહ્યું છે. શુદ્ધ માતૃભાષા મ્યુઝિયમમાં રહેવાની છે. કાન પર સતત અંગ્રેજી પડે, એમાં અંગ્રેજીમાં ‘ફ્‌લ્યુઅન્ટ’ થવાય- જે અંગ્રેજી માઘ્યમમાં આસાન છે.
ધારો કે, કૂમળા બાળકોના મન પર અંગ્રેજી ભાષા પ્રાથમિક શિક્ષણમાં મણ મણના બોજ જેવી છે, તો પછી સતત માતૃભાષામાં ભણનારા- કૂમળા ટીનેજર્સ માટે આગળ સવિસ્તર સમજાવ્યું એમ, કોઇ પણ ફેકલ્ટીનું હાયર એજ્યુકેશન ટન ટનના બોજ જેવું થવાનું છે. માતૃભાષાનું શિક્ષણ મહત્વનું છે, માતૃભાષામાં જ અપાવાનો દુરાગ્રહ જડ છે. કમનસીબે, શિક્ષણની બાબતમાં એવી વિચિત્ર પરિસ્થિતિમાં આપણે ફસાયા છીએ કે બોજ તો સહન કરવાનો જ છે. કાં પહેલા અંગ્રેજી શીખવાની મહેનતનો, કાં પછી ઉચ્ચ અભ્યાસમાં શીખેલા ગુજરાતી પારિભાષિક શબ્દો (ટર્મિનોલોજી) અને વ્યાકરણની વાક્યરચના ભૂંસી, અનુવાદો કરીને નવેસરથી અંગ્રેજી શીખવાની જહેમતનો! પોતપોતાની આર્થિક ક્ષમતા, શાખાઓના વિકલ્પો મુજબ માતા-પિતાએ વિચારવાનું છે કે કયો બોજ ઉપાડવો. પહેલાનો નાનો, કે પછીનો- મોટો!
બાકી, અંગ્રેજી માઘ્યમમાં ભણવાથી વિચારશક્તિ કુંઠિત (સપ્રેસ્ડ) થઇ જાય, મા-બાપને અંગ્રેજી આવડતું ન હોય તો અંગ્રેજી માઘ્યમમાં વિકાસ અટકે, બાળકનું ઘડતર ન થાય- આ બધી જ ‘અંગ્રેજી લખે, બોલે એ જ વિદ્વાન’ જેટલી જ હમ્બગ માન્યતા છે. તાજા સ્વદેશી સર્વેક્ષણો કોઇ તટસ્થભાવે કરતું નથી. નહીંતર, આપણે ત્યાં હવે અંગ્રેજી માઘ્યમમાં ભણેલા સેંકડો યુવક-યુવતીઓ છે, જે ક્યાંય કુંઠિત-બુંઠિત થયા નથી! (દક્ષિણ ભારતની તેજસ્વીતા કે માતૃભાષાપ્રેમ અંગ્રેજી માઘ્યમ છતાં અકબંધ છે જ ને! એ તો આપણા ઉપર છે!)
જો આવું જ હોત, તો ભારતની આઝાદીકાળના મોટાભાગના ઘડવૈયાઓ કે મહર્ષિ વિચારકો જ કુંઠિત ન થયા હોત? એમાંના મોટા ભાગની ઉચ્ચ શિક્ષિત વિભૂતિઓ તો અંગ્રેજી માઘ્યમમાં જ ભણી હતી ને!
- ઝંિગ થંિગ -
એક બાજુથી માતૃભાષા પ્રેમ અને બચાવની વાતો ઉછળી ઉછળીને કરવી અને બીજી બાજુ એડમિશનના કટ ઓફમાં ગણિત-વિજ્ઞાનના જ વિષયોના રેન્ક / માર્ક ગણીને ભાષાને માત્ર પાસ થવા પૂરતું લટકણિયું બનાવી દેવું- આથી મોટો વિરોધાભાસ બીજો કયો હોય?

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved