Last Update : 11-April-2012, Wednesday
 

લંડનની અદાલતે લલિત મોદીને ફટકારેલા દંડના પગલે નેટવર્કંિગ વેબ વિશે નવી ચર્ચા ફેસબુકનું સ્ટેટસ અપડેટઃ સત્યં વદ, પ્રિયં વદ

અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી

- બોલવાનો તમારો અધિકાર કબૂલ પરંતુ એથી બીજાનું સ્વમાન ઘવાતું હોય તો એ પણ સ્વમાન જાળવવાના અધિકારનો ભંગ જ છે
- વેબસાઈટ પર હજુ સુધી કોઈ નિયંત્રણ ન હોઈ અહીં બેફામ આરોપબાજી અને કિચડઉછાળની અત્યંત ધૃણાસ્પદ પ્રવૃત્તિ ચાલે છે

સોેશિયલ નેટવર્કંિગ વેબસાઈટ યાને ઓરકુટ (હા, કદીક એ પણ હતું), ફેસબુક અને ટિ્‌વટર એટલી ઓળખ તો જાણે કે ભારતમાં હવે પાકી થઈ ચૂકી છે. બસ સ્ટેન્ડના બાંકડાની માફક ફૂલટાઈમ પડ્યા-પાથર્યા રહેતાં લોકોથી માંડીને બગીચાની માફક જવલ્લે લટાર મારી આવતાં લોકો સુધીની અનેક કેટેગરી આવી વેબસાઈટ પર પ્રવર્તે છે.
‘મુજે ભી કુછ કહેના હૈ’ જેવી સર્વસાધારણ માનસિકતાની રગ પર હાથ મૂકીને શરૂ થયેલી આવી વેબસાઈટ્‌સ હવે પૂર્ણતઃ વ્યાપક બની રહી છે તેનો પૂરાવો એ છે કે, વિશ્વની આશરે ૭ અબજ જેટલી વસ્તીમાંથી દોઢ અબજ જેટલાં લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે અને એ પૈકી ૮૫ ટકા લોકો કોઈકને કોઈક નેટવર્કંિગ વેબના બંધાણી છે. ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા સાડા ચાર કરોડ જેટલી છે, જે સવા અબજના આ દેશમાં ચિન્ટુ-પિન્ટુ આંકડો કહેવાય પરંતુ તેમાં પ્રતિ વર્ષ ૩૦ ટકાનો વધારો થઈ રહ્યો છે એ જોતાં આપણે ત્યાં પણ આ આંકડો બહુમતિ થવાના માર્ગે છે.
બહુમતિ કહે એ કાયદો એવા માહોલમાં સ્વાભાવિક રીતે જ આટલી વિરાટ સંખ્યાના લોકોની પસંદ એક નવી વ્યવસ્થાના આગમન અને તેના પરિણામે નવા પ્રશ્નો, નવા દુષણો અને એ દુષણો ડામવા નવા કાયદાઓની જરૂરિયાત તરફ પણ આંગળી ચંિધે છે. પરિવર્તન એ એવું ત્સુનામી છે કે જેને આડો હાથ દેવાથી એ રોકાતું નથી. તેને સહજક્રમમાં સ્વીકારી લેવામાં જ સાર હોય છે. નેટવર્કંિગ વેબસાઈટ વડે આપણી આસપાસ ખડું થઈ રહેલું નવું વિશ્વ પણ પરિવર્તનનો એક એવો જ ચહેરો છે. અત્યાર સુધી આ પરિવર્તન કેટલું લાંબુ ચાલશે, કેટલું અસરકર્તા નીવડશે તેની ગડમથલ હતી. હવે એ દિશામાં પહેલો સબક આપણે શીખ્યા છીએ. તાજેતરમાં આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદીને લંડનની અદાલતે ચાર લાખ નેવુ હજાર પાઉન્ડનો દંડ ફટાકારીને હવે ટિ્‌વટર, ફેસબુક જેવી વેબસાઈટ પર થતી પ્રવૃત્તિને પણ કાનૂન અને સામાજિક અધિકારના દાયરામાં લાવવાની આવકાર્ય પહેલ કરી છે. બટકબોલા મોદીએ ૨૦૧૦માં ટિ્‌વટર પર એવું નિવેદન કર્યું હતું કે, ન્યૂઝિલેન્ડનો ઝડપી બોલર ક્રિસ કેઈન્સ મેચ ફિક્સંિગમાં સંડોવાયેલા છે. (ક્રિસ ઈઝ અ પિમ્પ ઓફ બિગ ફિક્સર્સ). ક્રિસ કેઈન્સે મોદીના આ વિધાનને પોતાની માનહાનિ ગણાવીને લંડનની અદાલતમાં દાવો માંડ્યો, જેનો ચૂકાદો ગત મહિને મોદીની વિરુદ્ધમાં આવ્યો.
અત્યાર સુધી ભારત સહિત વિશ્વભરમાં સોશિયલ નેટવર્કંિગ વેબ પર નિયમનનો મુદ્દો ચર્ચાતો રહ્યો છે. વેબસાઈટ પર હજુ સુધી કોઈ નિયંત્રણ ન હોઈ અહીં બેફામ આરોપબાજી અને કિચડઉછાળની અત્યંત ધૃણાસ્પદ પ્રવૃત્તિ ચાલે છે. મોદી વિ. કેઈન્સના કેસમાં મોદીની દલીલ એવી હતી કે આ પ્રકારની વાતો તો નેટવર્કંિગ વેબસાઈટ પર સહજ ગણાય છે. તેને માનહાનિ જેવા ગંભીર અપરાધ સાથે સાંકળી શકાય નહિ. લંડનની અદાલતે નિર્ણય પર આવતાં પહેલાં એક મહિના સુધી ટિ્‌વટર અને ફેસબુક જેવી વેબસાઈટનો સઘન અભ્યાસ કર્યો અને પછી બહુ જ રસપ્રદ તારણ આપ્યું હતું કે, ‘માઘ્યમથી દૂર રહેતાં સાધારણ આદમીને અભિવ્યક્તિની તક મળે તે આવી વેબનો હેતુ અથવા તો આવી વેબની સફળતાનું રહસ્ય છે. પરંતુ અદાલતના અવલોકન મુજબ તો ટિ્‌વટર અને ફેસબુક પર બેફામ આરોપબાજીનો કિચડ ઉછળી રહ્યો છે અને બીજાની માનહાનિ કરીને પોતાનું માન વધારવાની પ્રવૃત્તિ વ્યાપક બની રહી છે.’‘મારે ય કંઈક કહેવું છે’ પ્રકારની સહજ ઈચ્છાને પ્રાથમિક સંતોષ મળ્યા પછી હવે ‘હું ય બહુ જાણું છું’ પ્રકારના દોઢ ડહાપણનો ભરાવો હવે ત્રાસ વર્તાવે છે. આપસી માનહાનિ ઉપરાંત એમાં હવે રાષ્ટ્રીય સલામતિ જેવા મુદ્દા પણ ભળે ત્યારે નેટવર્કંિગ વેબ પર થતી ટિપ્પણીને કાનૂની દાયરામાં લાવવી આવશ્યક બની જાય. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર જેમ બંધારણે આપ્યો છે તેમ જ દરેકને પોતાનું સ્વમાન જાળવવાનો ય અધિકાર છે. નેટવર્કંિગ વેબ પર એકમેકને સાચવવા જતાં આ બંને અધિકારો જોખમાતા હોય ત્યારે તેની બંધારણિય અને કાનૂની સમિક્ષા થાય તે જરૂરી છે જ.
ભારતમાં ત્રણેક મહિના પૂર્વે કપિલ સિબ્બલે નેટવર્કંિગ વેબ પર પ્રતિબંધ લાદવાનો વિચાર મૂક્યો એ ખરેખર તો આંગળી પર ગૂમડું પાકે ત્યારે ગૂમડાની દવા કરવાને બદલે સમગ્ર આંગળી કાપી નાંખવા જેવો ઘાટ હતો. એ વખતે સિબ્બલની દલીલ એવી હતી કે, ગૂમડાનો કોઈ ઈલાજ જ નથી અને આખો હાથ ગેંગ્રિનમાં સપડાતો હોય તો આંગળી કાપી નાંખવામાં ખોટું નહિ. એ વખતે થયેલી દેશવ્યાપી ચર્ચાએ ગૂમડાના કેટલાંક ઈલાજો પણ સૂચવ્યા હતા. વાસ્તવમાં, સોશિયલ નેટવર્કંિગ વેબના વપરાશકારોને મળેલો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણની કલમ ૧૯ (૧) મુજબ પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક્સ મીડિયાને મળેલા અધિકાર જેવો જ છે. ટીકા જરૂર થઈ શકે પરંતુ માનહાનિ થાય તો અદાલતનો આશરો પણ લઈ શકાય એવી શરતે બંધારણે કલમ ૧૯ (૨) અંતર્ગત અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર લગામ પણ રાખી છે. આ જ કાયદો સોશિયલ નેટવર્કંિગ વેબને પણ લાગુ પડી શકે છે.
આ કલમ હેઠળ વ્યક્તિગત માનહાનિથી માંડીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડછાડ કે જાહેર સુલેહશાંતિના ભંગ સહિતના અનેક પગલાંઓ લઈ શકાય તેમ છે. ખરેખર તો સોશિયલ નેટવર્કંિગ વેબમાં લોકો એકમેક સાથે એટલી જટિલ અને સઘન રીતે જોડાયેલા હોય છે કે વ્યક્તિગત માનહાનિથી માંડીને રાષ્ટ્રીય બાબતો સુધી પ્રિન્ટ કે ઈ-મીડિયા કરતાં પણ વ્યાપક નુકસાન થઈ શકે છે. સમગ્ર દુનિયામાં સૌ પ્રથમ ચીને આ ભય પારખીને સેન્સરશીપ લાદી દીધી અને તેનો સફળ ઉપયોગ પણ કરી બતાવ્યો. પરંતુ એવી જોહુકમીભરી સેન્સરશીપ ભારત જેવા લોકશાહી દેશોમાં કદી શક્ય ન બને અને એ સ્હેજપણ ઈચ્છનીય પણ નથી.
કાનૂન અને બંધારણના નિષ્ણાતો જોકે આ મુદ્દે રસપ્રદ તર્ક રજૂ કરે છે. તેમના મતે ભારતમાં પ્રિન્ટ કે ઈ-મીડિયા પર સેન્સરશીપ નથી પરંતુ ફિલ્મો પર છે. કારણ કે ખ્વાજા અહમદ અબ્બાસે દાખલ કરેલી અરજીના સંદર્ભે ૧૯૫૯માં સર્વોચ્ચ અદાલતે ફિલ્મો પરની સેન્સરશીપ વાજબી ઠરાવી હતી. અદાલતનો તર્ક એવો હતો કે, પ્રસારના અન્ય માઘ્યમોની સરખામણીએ ફિલ્મોનો વ્યાપ, અસર અને ગંભીરતા અનેકગણી વધારે છે. અખબારની હેડલાઈન કરતાં હિટ ફિલ્મની સ્ટોરી કે ગીત વઘુ ચર્ચા જગાવે છે અને તેની અસર પુખ્તોથી માંડીને બાળકો પર પણ એકસરખી પડે છે. ફિલ્મની સેન્સરશીપ વાજબી ગણાવતી આ દલીલ હવે સોશિયલ નેટવર્કંિગ વેબસાઈટને પણ લાગુ પાડવાની થઈ રહેલી વિચારણા હવે ચર્ચાનો નવો મુદ્દો ખોલી રહી છે.
પરંતુ જે વાત દરેક કાયદાને લાગુ પડે છે એ તો અહીં પણ ઊભી જ છે. કાનૂન બહારથી લાદવામાં આવે તેના કરતાં આંતરિક શિસ્તથી પ્રેરાયેલો હોય તો તેની અસરકારકતા વધે. બોલવાનો તમારો અધિકાર હજાર વાર કબૂલ અને મંજૂર પરંતુ તમારા બોલવાથી બીજા કોઈનું સ્વમાન ઘવાતું હોય તો એ પણ બીજાને મળેલા સ્વમાન જાળવવાના અધિકારનો ભંગ જ છે. ચાર લાખ નેવુ હજાર પાઉન્ડના ભોગે સબક શીખેલા લલિત મોદીના ઉદાહરણ પછી હવે આપણે ફેસબુક પર કોઈના વિશે જલદ નિદાન કરવામાં ચેતવું રહ્યું. અન્યથા, લલિત મોદી પાસે તો દલ્લો હશે, આપણે તો યાર આટલો દંડ ભરવો પડે તો ઠામ-વાસણ વેચવાનો વારો આવે અને એ સંજોગોમાં પત્ની-બાળકોના વિલાયેલા મોં જોઈશું કે બંધારણિય અધિકાર?
વહેલી તકે સ્ટેટસ અપડેટ કરોઃ સત્યં વદ, પ્રિયં વદ.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved