Last Update : 11-April-2012, Wednesday
 
વોશિંગ્ટનના મિલ્ટનમાં બનેલી ઘટના
અમેરિકામાં ડ્રાઈવરને એટેક આવતાં વિદ્યાર્થીએ બસ ચલાવી

સાતમા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીનું બહાદૂરીભર્યુ કૃત્યઃ ફર્સ્ટ એઈડની તાલીમ પ્રાપ્ત અન્ય વિદ્યાર્થીઓ પણ મદદે આવ્યા

વોશિંગ્ટન, તા. ૧૦
સમયસૂચકતાના જવલ્લેજ બનતા એક કિસ્સામાં અમેરિકાના વોશિંગ્ટનના મિલ્ટન ખાતે સ્કૂલ બસ હંકારી રહેલા ડ્રાઈવરને હૃદય રોગનો હુમલો આવતાં ૧૩ વર્ષના એક વિદ્યાર્થીએ તરત જ સ્ટિયરિંગ પર કાબુ કરી લીધો હતો અને બસને હંકારીને રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. દેખિતી રીતે જ બધા વિદ્યાર્થીઓ સલામત રહ્યાં હતાં.
૧૩ વર્ષના વિદ્યાર્થી જેરેમી વુટશીકે બસને રોડની સાઈડમાં ઉભી રાખ્યા પછી તરત જ ડ્રાઈવરને સીપીઆર(પ્રાથમિક સારવાર) આપવાનું ચાલુ કર્યુ હતુ અને તે કામમાં ફર્સ્ટ એઈડની તાલીમ લઈ ચુકેલા બીજા વિદ્યાર્થી જોની વુડે તેને મદદ કરી હતી. આ સમય દરમિયાન અન્ય વિદ્યાર્થીઓએ ઈમર્જન્સી સર્વિસીઝને ફોન કર્યા હતાં.
પોલીસે કહ્યુ હતું કે બસમાં સવાર તમામ ૧૨ વિદ્યાર્થી સુરક્ષિત છે અને કોઈનેય ઈજા થઈ નથી. અલબત્ત, ડ્રાઈવરની સ્થિતિ ગંભીર છે અને તેને હોસ્પિટલમાં ખસેડાયો છે.
સોમવારે ડ્રાઈવર ઓચિંતા જ બિમાર બનીને ઢળી પડયો ત્યારે બસ સરપ્રાઈસ લેક મિડલ સ્કુલ તરફ જઈ રહી હતી. સર્વેલન્સ કેમેરાના ફુટેજમાં દેખાય છે કે ડ્રાઈવર ઢળી પડે છે અને જેરેમી દોડતો જઈને સ્ટિયરિંગ પકડે છે તેમ જ ઈગ્નિશનમાંથી ચાવીઓ કાઢે છે.મિડીયા સમક્ષ જેરેમીએ કહ્યુ હતું કે તેને એકદમ સ્ફૂરણ થઈઅને તેણે બસને કાબુમાં કરી હતી. હું ફકત એટલુ જ વિચારતો હતો કે મારે મરવુ નથી.
ઈમર્જન્સી સર્વિસ બસ આવી નહીં ત્યાં સુધી ડ્રાઈવરની છાતી ઉપર તેમણે માલિશ કરી હતી. સ્કુલ એડમિનિસ્ટ્રેટર જોન મેકક્રોસીન પણ બસમાં આવ્યા હતાં.
ત્વરિત વિચાર અને સલામતીપૂર્વક બસને થોભાવી દેવા બદલ પોલીસે વિદ્યાર્થીઓને પ્રશંસા કરી હતી. બસ ડ્રાઈવરને જો કંઈ થઈ જાય તો શું કરવું જોઈએ તેના સહિત વિવિધ ઈમર્જન્સીને લગતી તાલીમ વિદ્યાર્થીઓને અપાતી હોવાનું શાળાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ જેફ શોર્ટે કહ્યુ હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved