Last Update : 11-April-2012, Wednesday
 

પોલીસની ધમકીને પગલે
નક્સલીઓ સામે ઓડિશા સરકારે લીધેલું કડક વલણ

બંડખોરોને છોડવાની સોદાબાજીથી પોલીસ નારાજ

(પીટીઆઇ) ભુવનેશ્વર, તા. ૧૦
માઓવાદીઓ દ્વારા બાનમાં રખાયેલા ઓડીશાના વિધાનસભ્ય અને એક ઇટાલિયન નાગરિકને છોડવા માટે વધુને વધુ શરતો મુકાતા ઓડીશા સરકારે તે શરતો નહીં સ્વીકારવા નિર્ણય લીધો છે અને આ ઉગ્રપંથીઓ પ્રત્યે તેનું વલણ કડક બનાવ્યું છે. જ્યારે ઓડીશાની પોલીસે સરકારને સીધી ધમકી આપી છે કે જો તે નક્સલવાદીઓ સાથેની સોદાબાજીમાં આ રીતે નક્સલોને અને તેમના નેતાઓને મુક્ત કર્યા કરશે તો તેઓ આ ઉગ્રપંથીઓ સામેની કાર્યવાહીનો બહિષ્કાર જ કરશે.
તે સર્વવિધી છે કે બીજેડીના એક વિધાનસભ્ય ઝીના હીકાકા અને ઇટાલિયન નાગરિક પાઓલો બોસુસ્કોની મુક્તિ સામે ઓડીશા સરકારે એક રીઢા નકસલનેતાને મુક્ત કરવા માગણી કરી છે.
દરમિયાન ટોચના માઓવાદી નેતા સબ્યસાચી પાન્ડાની પત્ની શુભશ્રીદાસ ઊર્ફે મિલિ પાન્ડાની મુક્તિ માટે ઉગ્રપંથીઓએ કરેલી માગણીને તો ઓડીશા સરકારે સ્વીકારી જ લીધી છે કારણ કે ગુનુપુર ફાસ્ટ ટ્રેક કોર્ટે મિલિ પાન્ડેને પુરાવાના અભાવે મુક્ત કર્યા હતાં.
હીકાકાને મુક્ત કરવા સામે નક્સલીઓએ તેમના ૩૦ સાથીઓને પણ છોડી મુકવા કરેલી વધુ માગણી કરી છે તેમજ બોસુસ્કોને મુક્ત કરવા માટે તેને બાનમાં પકડી રાખનાર નક્સલજૂથે, જે બળવાખોરોને મુક્ત કરવાના છે તેમની સંખ્યા અને નામો વિષે સ્પષ્ટતા માગી છે.
રાજ્ય સરકારે નક્સલોની આ માગણી સામે ઝૂકવાનો ઇનકાર કર્યો છે.
અને તે અટકાયતીઓની તુર્ત જ મુક્તિ માટેની માગણી કરવાને બદલે તેમને માટે સંબંધિત મુક્તિ માટેની માગણી કરવાને બદલે તેમને માટે સંબંધિત કોર્ટમાં જામીન અરજી રજૂ કરવા જણાવ્યં છે. તે પછી કેદીઓ અને બાન પકડાયેલાઓની સામસામે મુક્તિ કરાવવા પણ જણાવી દીધું છે.

 

જામીન બાદ મનોહર મુનિને ક્યાં રાખવા તે મુદ્દો ઊભો થયો
જામીન અરજીની સુનાવણી વખતે ગણ્યા ગાંઠયા જૈનો હાજર રહ્યા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૯
૧૯ વર્ષીય યુવતીના વિનયભંગના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા ગોંડલ સંપ્રદાયનાં જૈન સાધુ મનોહર મુનિની જામીન અરજીની સુનાવણીને પગલે આજે મુલુંડ કોર્ટમાં હજારો જૈનો ઊમટી પડશે એવી જોરજોરથી ચાલેલી ચર્ચા વચ્ચે આંગળીને વેઢે ગણી શકાય એટલા જૈનો જ હાજર રહ્યા હતા. બીજી તરફ કોર્ટે આજે શરતી જામીન આપતા તેઓ મુલુંડની બહાર નહિ જઈ શકે. કેટલાક જૈનો તેમને મુલુંડનાં જૈન ઉપાશ્રયમાં રાખવાના વિરોધમાં છે. જેને પગલે તેમને હવે ક્યાં રાખવા તે ચર્ચાનો મુદ્દો બન્યો છે.
ગઈકાલે જૈનોમાં એવી જોરશોરથી ચર્ચા ચાલી હતી કે મુલુંડ કોર્ટમાં મનોહર મુનિની જામીન અરજીની સુનાવણીને પગલે જૈનો મોટી સંખ્યામાં કોર્ટમાં દોડી આવશે. પરંતુ આજે સુનાવણી દરમિયાન કોર્ટ બહાર ગણ્યા ગાંઠયા જૈનો નજર ચડતા હતા.
કેટલાક જૈન અગ્રણીઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે મનોહર મુનિની તરફેણ માટે આવ્યા છો કે વિરોધ માટે ત્યારે તેમણે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તે સિવાય એક જણે તો એમ પણ કહ્યું કે અમે મુનિ માટે નહિ પણ જૈન સંપ્રદાય માટે આવ્યા છીએ.
નવાઈની વાત એ છે કે જામીનદાર તરીકે પણ વધર્માન સ્થાનકવાસી જૈન ઉપાશ્રયનાં એક કર્મચારીન ે ઊભો કરી દેવાયો હતો. મુનિનાં બચાવ માટે ઉપાશ્રય કે સંઘની કોઈ અગ્રણી વ્યક્તિ શા માટે આગળ ન આવી તેની પણ ભારે ચર્ચા જાગી હતી.
કોર્ટે ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી મનોહર મુનિને કોર્ટની મંજૂરી વગર કોર્ટનાં અધિકારી ક્ષેત્રની બહાર ન જવાનો આદેશ આપ્યો છે. આથી મનોહર મુનિને ક્યાં રાખવા તે પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved