Last Update : 11-April-2012, Wednesday
 

નરેન્દ્ર મોદીને ગુલબર્ગકાંડમાં 'સીટ'ની ક્લીનચીટ

મોદી સહિત ૬૩ આરોપીઓ સામે પુરાવા નથી સીટનો રિપોર્ટ ઝાકિયા જાફરીને આપવા આદેશ

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે 'સીટ'નો રિપોર્ટ જાહેર કર્યો ઃ બહુચર્ચિત વિવાદાસ્પદ કેસમાં સંડોવણીની આફત ટળતાં 'હાશ'

અમદાવાદ,તા.૧૦
૨૦૦૨ ના ગુલબર્ગકાંડમાં મોટા પાયે રચાયેલું કાવતરૃં હતું અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ૬૩ આરોપીઓની તેમાં સંડોવણી હતી તેવા આક્ષેપ કરતી ઝાકીયા જાફરીની અરજી અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે (સીટ) રજુ કરેલો તપાસ અહેવાલ ક્લોઝર રિપોર્ટ છે. કોઇપણ આરોપી સામે ગુનો બનતો હોવાના કોઇ જ પુરાવાઓ સીટને જણાયા નથી. કોઇપણ આરોપી સામે ગુનો પ્રસ્થાપિત થતો નથી તેવો ઘટસ્ફોટ આજે વિધિવત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.એસ.ભટ્ટે ભરચક કોર્ટ સમક્ષ કર્યો હતો. આ ઉપરાંત આ રિપોર્ટ સહિતના તમામ દસ્તાવેજો ફરિયાદી ઝાકીયા જાફરીને ૩૦ દિવસમાં આપવા સીટને આદેશ કર્યો છે.
મેઘાણીનગર ગુલબર્ગકાંડમાં ભોગ બનેલા પૂર્વ સાંસદ અહેસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરીએ સુપ્રીમકોર્ટ સમક્ષ ફરિયાદ કરીને એવો આક્ષેપ કર્યો હતો કે ગોધરાકાંડના પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં કોમી તોફાનો મોટા પાયે રચાયેલા કાવતરૃં હતું અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ૬૩ જેટલા રાજકીય નેતાઓ, પોલીસ અધિકારીઓ, અગ્રણી કાર્યકરોએ તેમાં સંડોવાયેલા હોઇ તેઓ સામે કાર્યવાહી કરવી જોઇએ. સુપ્રીમકોર્ટે આ ફરિયાદની તપાસ સીબીઆઇના ભૂતપૂર્વ ડાયરેક્ટર આર.કે.રાઘવનના અધ્યક્ષપદ હેઠળની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી હતી.
તેણે તપાસ અહેવાલ સુપ્રીમકોર્ટમાં સીલ કવરમાં રજૂ કર્યો હતો. સુપ્રીમકોર્ટે સિનિયર એડવોકેટ રાજુ રામચંદ્રનને પણ આ ફરિયાદના સંદર્ભમાં તપાસ કરીને અલગથી અહેવાલ આપવા આદેશ આપતા તે અહેવાલ પણ અલગથી સીલ કવરમાં રજૂ કરાયો હતો. આ બન્ને અહેવાલોના આધારે ક્રિમિનલ પ્રોસીજર કોડની સંબંધિત જોગવાઇઓ મુજબ જે કંઇ બાબત બનતી હોય તે મુજબ કાર્યવાહી કરવા સુપ્રીમકોર્ટે સંબંધિત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે નિર્ણય લેવાનું ઠરાવ્યું હતું. ૧૦મી માર્ચના રોજ સીટે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.એસ.ભટ્ટ સમક્ષ સીલ કવરમાં રિપોર્ટ રજુ કર્યા હતા. આથી આ રિપોર્ટની નકલો મેળવવા માટે ઝાકિયા જાફરીએ કોર્ટમાં અરજી કરી હતી. સીટે નકલો જાહેર હિતમાં હાલના તબક્કે આપવાનો ઇનકાર કર્યો હતો. મેજિસ્ટ્રેટે આ રિપોર્ટમાં શું લખ્યું છે તે જોઇ સમજીને કોગ્નિઝન્સ લેવું જોઇએ અને પછી જ નકલ આપવા નિર્ણય કરવો જોઇએ તેવી સીટે રજુઆત કરી હતી.
રિપોર્ટની નકલ મેળવવા અને તેની વિગતો જાણવા માટેની કાર્યવાહીનો છેવટે અંત આવ્યો હતો અને મેજિસ્ટ્રેટ ભટ્ટે આજે બપોરે પોણા ત્રણ વાગે ભરચક કોર્ટમાં રિપોર્ટનું તારણ જાહેર કર્યું હતું. ઝાકિયા જાફરીના પુત્ર તનવીર, સામાજિક કાર્યકર તીસ્તા શેતલવાડ અને અન્ય ઉપસ્થિત પક્ષકારો અને સાક્ષીઓ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. મેજિસ્ટ્રેટ ભટ્ટે ટૂંક સાર વાંચી સંભાળવતા જણાવ્યું હતું કે સીટના રિપોર્ટ મુજબ ઝાકીયા જાફરીની ફરિયાદમાં દર્શાવેલા ૫૮ આરોપીઓ સામે કોઇ જ ગુનો બનતો નથી. આરોપી વિરૃધ્ધ ગુનો બનતો હોવાના કોઇ જ પુરાવાઓ નથી. સીટે ક્લોઝર રિપોર્ટ આપ્યો છે. અરજદારન નોટિસની જરૃર રહેતી ન હોઇ સીટે આ રિપોર્ટ અને સંબંધિત તમામ દસ્તાવેજો અરજદારને ૩૦ દિવસની અંદર પૂરાં પાડવા આદેશ આપાવમાં આવે છે. સીટના અધિકારી હિમાંશુ શુકલ અને સીટના અડેવોકેટ જામવાર કોર્ટમા ઉપસ્થિત હોઇ તેઓને સૂચના આપાવમાં આવી હતી.
આ સાથે ઉત્તેજનાનો અંત આવ્યો હતો અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય આરોપીઓ બનાવવા અંગેની ફરિયાદની તપાસ શૂન્યમાં પરિણમી છે. ગોધરાકાંડ પછીના તોફાનો અંગે મોટા પાયે કાવતરૃં રચાયું હોવાનો કોઇ કેસ બનતો નથી અને સીટની તપાસમાં તેઓની કોઇ જ સંડોવાણી જણાઇ નથી અને આ રિપોર્ટ સાથે તેઓને ક્લીન ચીટ મળી છે. જો કે હવે પછી કોર્ટમાં આ રિપોર્ટ પર કાર્યવાહી આગળ ચાલશે. અરજદાર સીટના રિપોર્ટની સામે પોતાની રજુઆત મેજિસ્ટ્રેટ સમક્ષ કરી શકશે અને મેજિસ્ટ્રેટ તે પછી જો કોઇ પુરાવાઓ જણાયા અથવા પોતે એવું માને કે આરોપીઓ સામે ગુનો બને છે તો તેઓની વિરૃધ્ધ સમન્સ કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી શકે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved