Last Update : 11-April-2012, Wednesday
 

ગુલબર્ગકાંડ અંગેના સીટના ક્લૉઝર રિપોર્ટ અંગે ઝાકિયા ઝાફરીનો પ્રત્યાઘાત

હું ન્યાય માટે મારી લડત ચાલુ રાખીશ

અમદાવાદ, મંગળવાર
ગોધરાકાંડ બાદ ગુજરાતના કોમી રમખાણો અંગે મુખ્યમંત્રી અને અન્ય સામે ફરિયાદ કરનાર ઝાકિયા જાફરીએ સીટના ક્લૉઝર રિપોર્ટ અંગે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે ક્લોઝર રિપોર્ટ દુઃખદ બાબત છે. હું ન્યાય માટે મારી લડત ચાલુ રાખીશ. આ માર્ગ મુશ્કેલ છે પરંતુ કોર્ટે સત્યને અનુસરે છે અને મને કોર્ટમાં સંપૂર્ણ શ્રધ્ધા છે.
સ્વ. અહેસાન જાફરીના પુત્ર તન્વીર જાફરીએ જણાવ્યું હતું કે સીટનું કહેવું છે કે મુખ્યમંત્રી મોદી વિરૃધ્ધ કોઇ પુરાવા નથી પરંતુ કોર્ટે એ કહ્યું નથી. અમને દેહશત હતી કે સીટ ક્લૉઝર રિપોર્ટ ફાઇલ કરશે. જ્યાં સુધી મેજિસ્ટ્રેટ કોઇ નિર્ણય ન લે ત્યાં સુધી સીટના રિપોર્ટનું કોઇ મૂલ્ય નથી. જો કે તે અંગે ઘણો સમય લાગશે પરંતુ અમારી લડત ચાલુ રહેશે.
સિટિઝન ફોર પીસ એન્ડ જસ્ટિસ સંસ્થાના અગ્રણી તીસ્તા શેતલવાડે જણાવ્યું હતું કે અમને જે ડર હતો તે થયું છે. સીટે આપેલો ક્લૉઝર રિપોર્ટ નિરાશાજનક બાબત છે. એડવોકેટ રાજુ રામચંદ્રનનો રિપોર્ટ સીટે વિચારણામાં લીધો છે કે કેમ તે હવે અમારે જોવાનું રહે છે. કોર્ટે ક્લૉઝર રિપોર્ટ પર નિર્ણય લેતાં પહેલા અમને સાંભળવા જોઇશે.
સીટના વડા રાઘવને જણાવ્યું હતું કે સીટના રિપોર્ટ અંગે ફરિયાદીને રજુઆત કરવાની તક છે. અમે રિપોર્ટમાં જણાવ્યું છે કે અમે ક્લોઝર રિપોર્ટ રજુ કરીએ છીએ કારણ કે ફરિયાદના સદર્ભમાં અમને કોઇ પુરાવા મળ્યા નથી. અમે અમારી શ્રેષ્ઠ કાર્યક્ષમતા મુજબ ફરજ બજાવી છે. તારણના આધારે ટીમની નિષ્ઠા વિષે પ્રશ્નાર્થ ઊભો કરી શકાય નહીં. સુપ્રીમકોર્ટના સિનિયર એડવોકેટ રાજુ રામચંદ્રને જણાવ્યું હતું કે સીટના રિપોર્ટ સાથે મારો રિપોર્ટ પણ ફરિયાદીને મળવો જોઇએ. આ રિપોર્ટ સાથે તેઓ કોર્ટમાં પોતાના વાંધો લઇ શકે છે. પોતાના રિપોર્ટમાં શું દર્શાવ્યું છે તે વિગત જાહેર કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

ઝાકિયા જાફરીની ફરિયાદ અંગે સીટના ક્લોઝર રિપોર્ટ પછી શું ?
મેજિસ્ટ્રેટે ફરિયાદીને સાંભળીને નિર્ણય કરવાનો રહેશેઃ જો પુરાવા માને તો સમન્સ કાઢશે અથવા ક્લોઝર રિપોર્ટને સાચો માનશે
અમદાવાદ, મંગળવાર
૨૦૦૨ ના વર્ષમાં ગોધરાકાંડના પગલે સર્જાયેલા ગુજરાતના કોમી તોફાનો મુખ્યમંત્રી અન અન્ય રાજકારણીઓ તથા પોલીસ અધિકારીઓએ મોટા પાયે રચેલું કાવતરૃં હતું તેવી ઝાકીયા જાફરીની ફરિયાદમાં સીટે ક્લોઝર રિપોર્ટ આપ્યો છે. તેથી હવે એ ફરિયાદની કાર્યવાહી શું કરવી તે મેજિસ્ટ્રેટે નક્કી કરવાનું રહેશે. ફરિયાદી જે કંઇ પુરાવાઓ આપે તેના આધારે મેજિસ્ટ્રેટ નક્કી કરવાનું રહેશે કે ગુનો બને છે કે નહીે અને જો ગુનો બનતો હોય તો આરોપીઓ સામે કાર્યવાહી કરવા સમન્સ કાઢીને કોર્ટમાં બોલાવશે. જો મેજિસ્ટ્રેટ માને કે ગુનો બનતો નથી તો પછી સીટના ક્લોઝર રિપોર્ટને સાચો માની ફરિયાદનો નિકાલ કરી દેશે.
કાયદાકીય સ્થિતિ જોતા બન્ને પક્ષે લાંબી કાનૂની લડત હવે ચાલશે. જો મેજિસ્ટ્રેટ ગુનો બનતો હોવાનું માનીને પ્રક્રિયા આગળ ચલાવશે તો તે હુકમને નારાજ પક્ષકારો પડકારશે. જો ક્લોઝર રિપોર્ટને સાચો ગણી ફરિયાદ રદ કરશે તો ફરિયાદી પક્ષ પણ તેની સામે અપીલમાં જશે અને લાંબી કાનૂની કાર્યવાહી ચાલશે.

ઝાકિયા ઝાફરીની ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓ
અશોક ભટ્ટ અને કે.કા.શાસ્ત્રી મૃત્યુ પામેલા છે

અમદાવાદ, મંગળવાર
ગુલબર્ગકાંડમાં ભોગ બનેલા અહેસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ સુપ્રીમકોર્ટમાં કરેલી ફરિયાદમાં ગુજરાતના કોમી તોફાનો મોટા પાયે રચાયેલું કાવતરૃં હોવાના આક્ષેપ કરી ૬૩ આરોપીઓના નામ આપ્યા હતા. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તત્કાલિન ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, મંત્રી અશોક ભટ્ટ, ડીજીપી કે. ચક્રવર્તી, પોલીસ કમિશનર પી.સી.પાંડે, જોઇન્ટ પોલીસ કમિશનર એમ.કે.ટંડન, ડેપ્યુટી પોલીસ કમિશનર પી.બી. ગોંદીયા,કુલદીપ શર્મા, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના નેતા કે.કા. શાસ્ત્રી, પ્રવિણ તોગડીયા વગેરેનો સમાવેશ થતો હતો.
આ ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓ પૈકી વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અશોક ભટ્ટ અને કે.કા.શાસ્ત્રી અવસાન પામ્યા હતા. આ ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરાતા ઝાકિયાએ ફરી એક અરજી આપીને સુધારો કર્યો હતો જેમાં પોલીસ અધિકારી કુલદીપ શર્મા, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટને સાક્ષી બનાવવા લખ્યું હતું. આમ કુલ ૬૩ આરોપીઓમાંથી પાંચના નામ કમી થતાં ૫૮ જણાના નામો રહ્યા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved