Last Update : 11-April-2012, Wednesday
 

કોંગ્રેસની પાલનપુર તાલુકા પંચાયત ભાજપ હસ્તક ગઈ
સ્થાનિક સ્વરાજમાં ૩૩ બેઠકની પેટા ચૂંટણીનાં પરિણામો જાહેર

મુખ્યમંત્રીના વતનના તાલુકામાં ખેરાલુ તાલુકા પંચાયતની બે બેઠકો કોંગ્રેસે મેળવી

અમદાવાદ, મંગળવાર
તા. ૮ એપ્રિલના રોજ યોજાયેલી વિવિધ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ૩૩ બેઠકોની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ હરિફ પક્ષોની બેઠકો આંચકી લીધી હોવાના દાવા કર્યા છે. આ પેટા ચૂંટણીના પરિણામોથી ભાજપને પેથાપુર અને પાલનપુરમાં સત્તા મળી હોવાનું જણાવ્યું છે.
ભાજપના પ્રદેશ પ્રવકતા આઇ.કે. જાડેજાએ જણાવ્યું છે કે આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપાએ ગાંધીનગર જિલ્લાની પેથાપુર નગરપાલિકાની બેઠક પર વિજય મેળવીને પેથાપુર નગરપાલિકામાં ભગવો લહેરાવ્યો છે. ખેડા અને આણંદમાં બે નગરપાલિકા બેઠક તથા ખેડાની બે જિલ્લા પંચાયત બેઠક, ખેડા જિલ્લાના ફાગવેલની તાલુકા પંચાયતની બેઠક પણ ભાજપાએ જીતી લીધી છે. ભાવનગર જિલ્લામાં તળાજા નગરપાલિકાની બેઠક પર ભાજપાએ વિજય મેળવી કોંગ્રેસની ડીપોઝીટ ડુલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાની બાપુનગર બેઠક પર ભાજપાએ પુનઃ વિજય પ્રાપ્ત કર્યો છે.
તેમણે દાવો કર્યો છે કે ભાજપાએ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પૈકી ૧૪ બેઠકો પર વિજય મેળવ્યો છે.
પાલનપુર તાલુકા પંચાયતની ૬ બેઠકો પૈકી પાંચ બેઠકો ભાજપને મળતાં પાલનપુર તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદારોમાં ઉમેરો થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વતન તાલુકા ખેરાલુમાં તાલુકા પંચાયતની બંને બેઠકો ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી છે. +
અમરેલી જિલ્લામાં સરસીયા જિલ્લા પંચાયત બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી છે. જયારે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાની દેત્રોજ બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી છે. તેમણે જણાવ્યું છે કે ભાજપ સરકારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં બેઠકો જાળવી રાખવા સરકારી તંત્રનો વ્યાપક દુરુ ઉપયોગ કર્યો હોવા છતાં કોંગ્રેસ પક્ષને કેટલીક બેઠકો ભાજપ પાસેથી મેળવી લેવામાં સફળતા મળી છે.

બાપુનગર મ્યુનિ. વોર્ડ પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
અમદાવાદ, મંગળવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાપુનગર વોર્ડની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર મુકેશ ખોડીદાસ પરમાર તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ શંકરલાલ ચાવડાને ૧૯૧૯ મતની સરસાઇથી હરાવીને વિજયી બન્યા છે. મુકેશ પરમારને કુલ ૧૦૭૬૧ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના શ્રી ચાવડાને ૮૮૪૨ મત મળ્યા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved