Last Update : 11-April-2012, Wednesday
 

આરબીઆઈ દ્વારા શ્રી ભાદરણ મરકન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કનંુ લાઈસન્સ રદ કરાયું

 

(પી.ટી.આઈ.) મુંબઈ, તા. ૧૦
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ગુજરાતસ્થિત શ્રી ભાદરણ મરકન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કનંુ લાઈસન્સ રદ કર્યું છે. બેન્કની નાણાંકીય સ્થિતિ કથળતા અને થાપણદારોના હિતના રક્ષણ માટે આરબીઆઈનું આ પગલું આવી પડયું છે.
બેન્કની સ્થિતિ નાદાર જેવી થઈ ગઈ છે અને ગુજરાત સરકાર સાથે મળીને તેને ફરી જીવંત કરવાના દરેક પ્રયાસ નિષ્ફળ રહ્યા છે અને સતત અચોક્કસતાઓને કારણે થાપણદારો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે એમ આરબીઆઈએ એક યાદીમાં જણાવ્યું હતું. લાઈસન્સ રદ કરાયું હોવાથી શ્રી ભાદરણ મરકન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક હવે કોઈપણ બેન્કિંગ વ્યવસાય કરી નહીં શકે એમ પણ યાદીમાં જણાવાયું હતું.
નાદારીને કારણે દરેક થાપણદાર ડિપોઝિટ ઈન્સ્યૂરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોેરેશન પાસેથી વધુમાં વધુ રૃપિયા ૧ લાખની મર્યાદા સાથે પોતાની થાપણ પરત મેળવી શકે છે. બેન્કના થાપણદારોના હિત ખાતર આ અંતિમ પગલું લેવું પડયું છે એમ પણ આરબીઆઈએ જણાવ્યું હતું.શ્રી ભાદરણ મરકન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્કને ૧૯૮૬માં બેન્કિંગ લાઈસન્સ અપાયું હતું. પોતાના વર્તમાન અને ભાવિ થાપણદારોને ચૂકવણી કરવાની બેન્ક ક્ષમતામાં નથી એમ એસેસમેન્ટમાં આરબીઆઈને જણાયું હતું. ૩૧ માર્ચ ૨૦૧૦ના રોજ બેન્કની નેટ લોસ રૃપિયા ૨.૬૩ કરોડ રહી હતી અને ગ્રોસ એનપીએ કુલ એડવાન્સના ૮૧.૩૦ ટકા હતી. ૨૬ ઓગસ્ટ ૨૦૧૧થી બેન્કને છ માસ માટે સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved