Last Update : 11-April-2012, Wednesday
 

વ્યાજદરમાં અનિશ્ચિતતાની પ્રતિકૂળ અસર
૨૦૧૧-૧૨માં ફિક્સડ મેચ્યુરિટી પ્લાન્સ પ્રત્યેના રોકાણકારોના આકર્ષણમાં ઘટાડો

 

મુંબઈ, તા. ૧૦
વ્યાજદરમાં અનિશ્ચિતતાને લઈને ફન્ડ હાઉસોના ફિક્સડ મેચ્યુરિટી પ્લાન્સ પ્રત્યેનું રોકાણકારોનું આકર્ષણ ઘટી રહ્યું છે. ફિક્સડ મેચ્યુરિટી પ્લાન્સની એસેટ અન્ડર મેનેજમેન્ટ નાણાંકીય વર્ષ ૨૦૧૨ના ફેબુ્રઆરી સુધીમાં ૩૦ ટકા જેટલી ઘટીને રૃપિયા ૮૦૨૦૦ કરોડ પર આવી ગઈ છે. માર્ચ મહિનાના આઉટફલોનો આંક પણ ઊંચો આવવાની અપેક્ષા રખાઈ હતી. માર્ચ માસમાં રૃપિયા ૧૫૦૦૦થી ૨૦,૦૦૦ કરોડના ફિક્સડ મેચ્યુરિટી પ્લાન્સ પાકતા હતા, એમ એક મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીના ફિકસડ ઈનકમ વિભાગના વડાએ જણાવ્યું હતું.
૨૦૧૦-૨૦૧૧માં કુલ ૪૫૬ પ્લાન્સ બહાર પડયા હતા જે મારફત રૃપિયા ૧૧૩૪૦૦ કરોડ ઊભા કરાયા હતા, આ આંક ૨૦૧૧-૨૦૧૨માં ઘટીને રૃપિયા ૮૦,૨૦૦ કરોડ રહ્યો હતો.
જો કે આજ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટ ૧૪ ટકા વધીને રૃપિયા ૬.૭૫ લાખ કરોડ પર પહોંચી હતી. ઈનકમ ફન્ડસ હેઠળની એસેટ અન્ડર મેનેજમેન્ટ પણ ૨ ટકા વધીને રૃપિયા ૨.૯૭ કરોડ રહી છે.
ફિકસડ મેચ્યુરિટી પ્લાન્સના નાણાં અન્ય યોજનાઓ જેમ કે લિક્વિડ ફન્ડસ કે ઈક્વિટી ફન્ડસ તરફ વળ્યા હોવા જોઈએ. વ્યાજ દર ઊંચા હતા છતાં પણ અનેક કંપનીઓએ નાણાંની ખેંચને કારણે રોકાણ પાછા ખેંચવાની ફરજ પડી હતી, એમ અન્ય એક ફન્ડ હાઉસના સૂત્રોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે વ્યાજ દર જ્યારે ઊંચા હોય છે ત્યારે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોનું ફિકસડ મેચ્યુરિટી પ્લાન્સ તરફ આકર્ષણ વધતું હોય છે.
માર્ચ ૨૦૧૦થી ડિસેમ્બર ૨૦૧૧ દરમિયાન આરબીઆઈએ જ્યારે ૧૩ વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો ત્યારે ફિકસડ મેચ્યુરિટી પ્લાન્સ હેઠળની એસેટ અન્ડર મેનેજમેન્ટમાં ચાર ગણા જેટલો વધારો જોવા મળ્યો હતો. અન્ય પ્રોડકટસની સરખામણીએ આ પ્લાન્સની માગ વધુ રહી હતી. બેન્ક ફિકસડ ડિપોઝિટ કરતા પણ લોકો ફન્ડ હાઉસોના પ્લાન્સ તરફ વધુ આકર્ષાતા હતા. ડબલ ઈન્ડેકસેસનને કારણે નિગમો, એચએનઆઈ તથા રિટેલ ઈન્વેસ્ટરો આ પ્લાન્સને પ્રાધાન્ય આપે છે. ડબલ ઈન્ડેકસેસનનો લાભ એટલે કે જો કોઈએ માર્ચ ૨૦૧૧માં પ્લાન્સ ખરીદ કર્યો હોય અને એપ્રિલ ૨૦૧૨માં તે વેચી નાંખ્યો હોય તો તેને નાણાંકીય વર્ષ ૨૦૧૧ તથા ૨૦૧૨ બન્ને માટે ઈન્ડેકસેસનનો લાભ મળે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved