Last Update : 11-April-2012, Wednesday
 

આયર્નઓરની નિકાસ પર લદાયેલો પ્રતિબંધ નડયો
છેલ્લાં એક દાયકામાં પહેલીવાર પોર્ટ કારગો હેન્ડલિંગમાં ઘટાડો

પાછલા વર્ષ મહત્વના બંદરોએ ૫.૬૮ ટકાનો વિકાસ સાધ્યો હતો, જે આ વખતે ફકત ૧.૬ ટકા રહ્યો

નવી દિલ્હી, મંગળવાર
દેશના મહત્વના બંદરો ખાતે માલની હેરફેર અથવા તો કારગો હેન્ડલિંગમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પહેલીવાર ૨૦૧૧-૧૨ દરમિયાન ઘટાડો થયો છે. ખાસ કરીને આયર્ન ઓરની નિકાસ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યા પછી કારગો હેન્ડલિંગમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ૨૦૧૦-૧૧ની સરખામણીએ તેમાં ૧.૭ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લાં થોડા વર્ષોમાં આવા કામકાજોમાં ૨-૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
તેની પાછળ આયર્ન ઓરની નિકાસ પરનો પ્રતિબંધ પ્રાથમિક કારણ છે તેમ છતાં નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨ની વિગો એમ દર્શાવે છે કે, આવા ઘટાડાને પૂરવામાં બીજી કોમોડિટી નિષ્ફળ રહી છે એટલું નહીં પણ પાછલા વર્ષની સરખામણીએ તેમનો વિકાસ ઘટીને ૩.૪ ટકા રહ્યો છે.
૨૦૧૦-૧૧ દરમિયાન જુલાઈમાં આયર્ન ઓરની નિકાસ પર પ્રતિબંધ લદાયો હતો. વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન મહત્વના બંદરોએ ૩૦૦ લાખ ટન આયર્ન ઓરના કારગોને ગુમાવ્યો હતો અને આખા વર્ષ સુધી તેમને પ્રતિબંધની અસર થઈ હતી. પરિણામે, મહત્વના બંદરોએ જ્યારે પાછલા વર્ષે ૫.૬૮ ટકા વિકાસ સાધ્યો હતો ત્યારે ૨૦૧૧-૧૨ દરમિયાન કુલ મળીને તેમનો વિકાસ ફકત ૧.૬ ટકા રહ્યો હતો.
આયાત નિકાસ (એક્ઝિમ) કારગોમાં ૩૦ ટકા હિસ્સો ધરાવતા પેટ્રોલિયમ કારગોની વૃદ્ધિ ૦.૦૬ ટકાએ સ્થિર રહી હતી. ફિનિશ્ડ ફર્ટિલાઈઝરના કારગોમાં પણ ૧.૫ ટકાનો ઘટાડો થયો હતો. આયાત પરનું અવલંબન ઘટાડીને સ્થાનિક સ્તરે ઉત્પાદન વધ્યુ હોવાથી ખાતરના કારગોમાં ઘટાડો થયો હોવાનું કારણ અપાય છે. આથી ઉલ્ટુ, આ કેટેગરીમાં ફિનિશ્ડ ફર્ટિલાઈઝર્સને બદલે તેના કાચા માલની આયાતના કારગોમાં ૮ ટકાનો વધારો થયો હતો.
કોલસાના કારગોમાં પણ એકંદરે ઘટાડો થયો હતો. ઘરઆંગણે સ્ટીલનું પ્રોડક્શન ઘટયુ હોવાથી આ સેગમેન્ટમાં ચાર ટકાનો ઘટાડો થયો હતો.
વર્ષ ૨૦૧૨-૧૩ માટે શિપિંગ મંત્રાલયે પાછલા વર્ષ કરતાં ૬ ટકાના વિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે. મંત્રાલયના સૂત્રોએ કહ્યુ હતું કે આંતરરાષ્ટ્રીય અર્થતંત્રની સીધી અસર બંદરોને થાય છે. પાછલા વર્ષના કામકાજોને ધ્યાનમાં રાખીને અમે આવનારા વર્ષના લક્ષ્યાંકો નક્કી કરીએ છીએ.
આયર્ન ઓર કારગોનુ સૌથી વધારે હેન્ડલિંગ કરતાં માર્માગોવા પોર્ટને વધારે અસર થઈ હતી. તેના કુલ કામકાજમાં ૨૨ ટકાનો ઘટાડો થયો હતો. વિશાખાપટ્ટનમ, ચેન્નાઈ અને પારાદીપ જેવાં પોર્ટ ટ્રસ્ટના કામકાજો પણ ઘટયા હતાં.

ઘટેલાં કામકાજ

કોમોડિટી

૨૦૧૦-૧૧*

વિકાસ%માં

૨૦૧૧-૧૨*

વિકાસ%માં

પેટ્રોપેદાશો

૧૭૯.૧

૨.૩

૧૭૯.૨

૦.૦૬

આયર્નઓર

૮૭.૦૫

-૧૩.૦

૬૦.૬૦

-૩૦.૩૯

ફર્ટિલાઈઝર્સ

૧૯.૯૯

૧૩.૩

૨૦.૪૧

૨.૧

કોલસો

૭૨.૭૩

૧.૪૪

૭૮.૭૪

૮.૩

કન્ટેનરાઈઝ્ડ

૧૧૪.૧૧

૧૨.૭૧

૧૨૦.૨

૫.૩૬

અન્ય

૯૬.૯૮

૨.૦

૧૦૦.૯૦

૪.૦૪

કુલ

૫૭૦.૦૩

૧.૬

૫૬૦.૧૫

-૧.૭૩

* મિલિયન ટનમાં

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved