Last Update : 11-April-2012, Wednesday
 

વહિવટમાં પારદર્શિતા આવશે
સરકારની તમામ ખરીદીઓ અને પેન્શન માટે ઈ-પેમેન્ટનો રસ્તો

સરકારી કામકાજોમાં આચરાતો ભ્રષ્ટાચાર ઘટાડવાનો નાણાં મંત્રાલયે કરેલો પ્રયાસ

નવી દિલ્હી, મંગળવાર
સાર્વજનિક ખરીદીની પ્રક્રિયાને વધારે પારદર્શક અને ભ્રષ્ટાચારથી મુક્ત બનાવવાના એક મોટા પ્રયાસમાં પહેલી એપ્રિલથી સરકારના તમામ વિભાગને વેપારીઓ પાસેથી તેમણે ખરીદેલી વસ્તુઓ અને સેવાઓની રકમને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ (ઈ-પેમેન્ટ) દ્વારા ચુકવવાની સૂચના નાણાં મંત્રાલયે આપી છે. પેન્શનની રકમ માટે પણ ઈ-પેમેન્ટનો ઉપયોગ કરવાનું જણાવાયું છે.
પુરવઠાકારના ચોક્કસ બેંક એકાઉન્ટમાં ઈલેક્ટ્રોનિક ટ્રાન્સર દ્વારા રકમ જમા કરાવવા માટે સંરક્ષણ, રેલવે અને નાણાં સહિતના તમામ વિભાગને ખર્ચા વિભાગે જણાવ્યું છે. ગેરંટી અને રૃા. ૨૫,૦૦૦થી વધારેની રકમ ચુકવવાની હોય ત્યારે આ સિસ્ટમનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યુ છે.
ખર્ચા વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું કે ઈ-પેમેન્ટથી સિસ્ટમમાં વધારે પારદર્શિતા આવશે અને વહિવટી સુગમતા ઉભી થશે.
લીવ એનકેશમેન્ટ, ગ્રેચ્યુઈટી અને પેન્શનની રૃા. ૨૫,૦૦૦થી વધારેની કોમ્યુટેડ વેલ્યુ હોય તો એવા નિવૃતિના લાભોને પણ ઈ-પેમેન્ટ મારફતે સેટલ કરાશે. વેતન મેળવવા માટે આવા ઈ-પેમેન્ટની પસંદગીનો વિકલ્પ પણ સરકારી કર્મચારીઓને અપાયો છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેની ગુ્રપ ઈન્સ્યોરન્સ સ્કીમ અને જનરલ પ્રોવિડન્ટ ફંડમાંથી નાણાં ખેંચવા નાણાં સંસ્થાઓને ઈલેક્ટ્રોનિકલી સાઈન્ડ પેમેન્ટ એડવાઈસ સરકાર આપશે.
ઈલેક્ટ્રોનિક પેમેન્ટની મેથડને અપવનાવવા માટે સરકારે સેન્ટ્રલ ગવર્નમેન્ટ એકાઉન્ટ (રિસિપ્ટસ અને પેમેન્ટ્સ) રૃલ્સ, ૧૯૮૩માં સુધારો કર્યો છે અને સરકારી કર્મચારીઓ તેમ જ ખાનગી પુરવઠાકારો માટે તેણે બે અલગ ઓર્ડર જારી કર્યાં છે. નવી વ્યવસ્થાને કારણે ખાનગી પુરવઠાકારોને પેમેન્ટ મળવામાં થતો વિલંબ દૂર થવાની ધારણા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved