Last Update : 11-April-2012, Wednesday
 

ખાતરના એકમોને વાજબી કિંમતે ગેસનો પુરવઠો મળવો જરૃરી
નવી યુરિયા પોલિસીમાં સબસિડીના ભારણને ઘટાડાશે

નીતિમાં ઈક્વિટી પર ૧૨ ટકા વળતરની ખાતરી રખાશે

અમદાવાદ, મંગળવાર
આર્થિક બાબતને લગતી કેબિનેટ કમિટિ(સીસીઈએ) દ્વારા ટૂંક સમયમાં યુરિયા ખાતરને લગતી નવી રોકાણની નીતિ સંદર્ભેે નિર્ણયલઈ લેવામાં આવશે. આ પોલિસીમાં ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ઉપર કમસે કમ ૧૨ ટકાનું વળતર મળે તેની તકેદારી રાખવામાં આવે એવી શક્યતા છે. ખાતર ઉત્પાદનમાં અત્યારે અછત અનુભવાય છે તેથી ગુજરાત સરકારની માલિકીની કંપનીઓ સહિતની દેશની અન્ય ખાતર કંપનીઓને આ નવી નીતિથી લાભ થવાની અપેક્ષા છે. જોકે, નવી નીતિમાં સબસિડીના ભારણને ઘટાડવાનું વિચારાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સરકારે યુરિયાની આયાત પર નિર્ભરતાને ઘટાડવાની યોજના બનાવી છે. તેના ભાગરૃપે નવું રોકાણ કરાશે અને સબસિડીઓને ઓછી કરવામાં આવશે.
વર્ષ ૨૦૧૨-૧૩ના અંદાજપત્રમાં નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ કહ્યુ હતું કે, યુરિયા ખાતર માટે દેશની આયાત પરની નિર્ભરતાને ઘટાડવા માટે ટૂંક સમયમાં એક કિંમત અને ઈન્વેસ્ટમેન્ટ પોલિસીને આખરી ઓપ અપાશે. આ દિશામાં સરકારે જરૃરી પગલાં લીધાં છે. નવી ઈન્વેસ્ટમેન્ટ પોલિસીના અમલની સાથે આગામી પાંચ વર્ષમાં દેશ યુરિયાના ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર બની શકવાની અપેક્ષા છે.
સૂત્રોએ કહ્યુ હતું કે બજેટમાં ખાતરોના ઉત્પાદનને લગતી મશીનરી પર થોડી રાહતો અપાઈ હોવાથી સીસીઈએ માટેની ડ્રાફ્ટ નોટની ફરીથી તૈયાર કરવામાં આવી રહી છે. એકવાર તે તૈયાર થઈ જાય તે પછીથી તેને વિચારણા અર્થે ઈન્ટર મિનિસ્ટ્રિયલ ગુ્રપને મોકલી અપાશે અને છેલ્લે આખરી નિર્ણય લેવા માટે કેબિનેટ કમિટિ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બજેટ પહેલાં આ ડ્રાફ્ટ પોલિસી અથવા તો મુસદ્દારૃપ નીતિ વિષે ગુ્રપ ઓફ મિનિસ્ટર્સે (જીઓએમ) ચર્ચા કરી હતી. થોડા ઘણાં ફેરફારો સાથે નવી ઈન્વેસ્ટમેન્ટ પોલિસીને તેમણે મંજૂરી આપી હોવાનું મનાય છે. ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ઉપર ઓછામાં ઓછા ૧૨ ટકાના વળતરની તરફેણ આ સમિતિએ કરી છે.
મોટા ભાગે સરકારી ઈન્વેસ્ટમેન્ટ હોવાથી તેની ઉપર ૧૨ ટકાના વળતરને જાળવવામાં આવે તો પ્રોજેક્ટની વાયેબિલિટી બની રહેશે તેમ સૂત્રોએ કહ્યુ હતું.
વાસ્તવિકતા જોકે, અલગ હોવાનું સૂત્રોએ કહ્યુ હતું અને તેનું કારણ આપતા તેમણે જણાવ્યુ હતું કે કેજી ડી૬(ક્રિષ્ના ગોદાવરી બેઝિનના તેલકૂવા નં. ૬) સિવાય નેચરલ ગેસના વર્તમાન દરોને જોતાં ૧૨ ટકા રિટર્ન આપવાનું મુશ્કેલ છે. ગેસની કિંમતો સામે કોઈ રક્ષણ અપાય અથવા તો સ્થાનિક ગેસના પર્યાપ્ત પુરવઠાની ખાતરી સરકાર આપે તો કદાચ ઈક્વિટી ઉપર ઓછામાં ઓછા ૧૨ ટકા વળતરની અપેક્ષા રાખી શકાય તેમ છે.
નવી ઈન્વેસ્ટમેન્ટ પોલિસી અંગે સૌમિત્ર ચૌધરી સમિતિએ એવો અભિપ્રાય આપ્યો હતો કે, ગેસનો ભાવ ૬.૫ ડોલર પ્રતિ એમએમબીટીયુના સ્તરે જળવાઈ રહેવો જોઈએ. કજી ડી૬ બેઝિનમાંથી અંકુશિત ભાવે ગેસના પુરવઠાને જાલવી રાખવામાં કોઈ સમસ્યા નથી.
આમ છતાં, મુખ્ય સમસ્યા રિગેસિફાઈડ લિક્વિફાઈડ નેચરલ ગેસ (આરએલએનજી)ની છે કેમ કે તેનો ભાવ ૧૬-૧૭ ડોલર પ્રતિ એમએમબીટીયુ આસપાસ છે ત્યારે કેજી બેઝિનનો ગેસ ૪.૮૮ ડોલર પ્રતિ એમએમબીટીયુના અંકુશિત ભાવે પૂરો પાડવામાં આવે છે. આ એક મોટી સમસ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગેસના વપરાશ સંદર્ભેની નીતિ અંગે પણ સમિતિએ સ્થાનિક પુરવઠા વિચારણા કરવાની ભલામણ કરી છે. ખાતરના એકમોની માગ સંતોષાય તેને માટે પેટ્રોલિયમ મંત્રાલયે આ દિશામાં યોગ્ય પગલાં ભરવા જોઈએ.

(નોંધ મેટર સાથેનું બોક્સ છે...)
પોલિસીના મુખ્ય અંશો
* સૂચિત નીતિ હેઠળના લાભો મેળવનારા એકમોએ નીતિના નોટિફિકેશનનાં પાંચ વર્ષની અંદર ઉત્પાદન શરૃ કરવું પડશે
* ઉત્પાદન શરૃ થયાની તારીખથી ૮ વર્ષ સુધી નીતિ અંતર્ગતના લાભો મળશે
* બરૌની, દુર્ગાપુર અને હલ્દીયા ખાતે બંધ પડેલા હિન્દુસ્તાન ફર્ટિલાઈઝરના ત્રણ એકમોને પુનઃ કાર્યાન્વિત કરાશે
* સિંદ્રી, તાલચેર, રામાગુંડમ, ગોરખપુર અને કોરબા ખાતે બંધ પડેલા ફર્ટિલાઈઝર કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પાંચ એકમોને પુનઃ કાર્યાન્વિત કરાશે

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved