Last Update : 11-April-2012, Wednesday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૧-૦૪-૨૦૧૨, બુધવાર
ચૈત્ર વદ પાંચમ (વદ છઠ્ઠનો ક્ષય)
વંિછુંડો બપોરના ૧૨ ક. ૨૪ મિ. સુધી.
બજારોમાં વધઘટ ?

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫. મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૫. મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬. મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૩ મિ. (સૂ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મ રાશિ ઃ આજે બપોરના ૧૨ ક. ૨૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે. ત્યાર પછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ જયેષ્ઠા બપોરના ૧૨ ક. ૨૪ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મીન, મંગળ-સંિહ (વ.) બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-બપોરના ૧૨ ક. ૨૪ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ વસંત ૠતુ રા.દિ. ચૈ. ૨૨. માસ-તિથિ-વાર- ચૈત્ર વદ પાંચમ ને બુધવાર. (છઠ્ઠનો ક્ષય છે.)
વંિછુડો બપોરના ૧૨ ક. ૨૪ મિ. સુધી. યમઘંટ- રવિયોગ ૧૨.૨૪ થી. વિષ્ટી- ૩૦-૧૭ થી શરૂ. બજારોમાં વધઘટ જણાય ? શુભ ?
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૨૭ રોજ આસમાન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપે તન-મન-ધનથી -વાહનથી સંભાળવું પડે. નોકરી-ધંધાના કામમાં બપોર પછી હળવાશ થતી જાય. વધારાનું કામ થાય.

 

વૃષભ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા નોકરી-ધંધાના કામમાં ચંિતા મુશ્કેલી રુકાવટ જણાય. સમયસર તમારું કામ ઉકેલાય નહીં.

 

મિથુન ઃ આપના નોકરી-ધંધાના કામમાં, જાહેર સંસ્થાકીય કામમાં સાનુકુળતા રહે. ધંધો ખર્ચ ઉઘરાણી આવે. પત્નીથી સાનુકુળતા રહે.

 

કર્ક ઃ ચંિતા-વ્યથા છતાં તમે તમારા કામમાં ઘ્યાન આપી શકો. વિલંબમાં પડેલા કામમાં પ્રગતિ જણાય. હળવાશ, આનંદ રહે.

 

સંિહ ઃ હૃદય-મનની વ્યગ્રતા ઓછી થતી જાય અને બપોર પછી તમે સ્વસ્થતાપૂર્વક તમારું તેમજ અન્યનું કામ કરી શકો. આનંદ રહે.

 

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં દ્વિઘા રહે. સમયસર કામ થાય નહીં. સગા સંબંધી મિત્રવર્ગના કામ અંગે બહારગામ જવાનું વિચારવું પડે.

 

તુલા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય. આકસ્મિક કોઇને મળવાનું થાય.

 

વૃશ્ચિક ઃ આપના નોકરી-ધંધાના કુટુંબ- પરિવારના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધંધામાં યશ ધનની પ્રાપ્તિ થાય. નોકરીમાં કામ થાય.

 

ધન ઃ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારા રૂકાવટવાળા, ચંિતાવાળા કામનો ઉકેલ આવતો જાય. નોકરી-ધંધાનું કામ થાય.

 

મકર ઃ અન્યના માટે ખર્ચ થાય, મદદરૂપ થવું પડે. નોકરી-ધંધામાં કામ અંગે ખર્ચ પ્રવાસ થાય, બહાર કોઇને મળવા જવાનું થાય.

 

કુંભ ઃ બપોર પછી આપને હળવાશ- રાહત જણાય. નોકરી-ધંધાના પુત્ર પૌત્રાદિકના કામમાં સાનકુળતાથી આનંદ રહે.

 

મીન ઃ આપના રુકાવટવાળા કામમાં બપોર પછી સાનુકુળ પ્રગતિ જણાય. નોકરી-ધંધાના કામમાં ફાયદો લાભ જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૧-૦૪-૨૦૧૨, બુધવાર

આજથી શરૂ થઈ રહેલા જન્મવર્ષમાં નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં હરિફવર્ગ, ખટપટ, ઇર્ષા કરનારના કારણે તમારી પ્રગતિ-ભાગ્યોદયમાં રુકાવટ જણાય. તમને મળતો લાભ, ફાયદો, તક, છેલ્લી ઘડીએ અન્યને મળવાથી તમારે વઘુ મહેતન કરવી પડે, વઘુ સમય પ્રગતિ સફલતા માટે રાહ જોવી પડે. * વડીલ વર્ગ માટે, પિતૃપક્ષ માટે વર્ષ ચંિતાકારક રહે. * વડીલોપાર્જીત પૈતૃક મીલ્કત, ધંધાના, વારસાના પ્રશ્નમાં સંઘર્ષ, વિવાદ, કાનૂની લડાઇનો સામનો કરવો પડે. વર્ષના મઘ્યભાગ સુધી જાગૃતિ રાખવી પડે. * વર્ષના ઉત્તરાર્ધ તબક્કામાં ધર્મકાર્ય, શુભ કાર્યનો કે અંગત કામ અંગેનો ખર્ચ થાય પરંતુ તકલીફ પડે નહીં. કામ ઉકેલાતા આનંદ રહે * સ્ત્રીવર્ગને પિયરપક્ષના, સાસરીપક્ષના પ્રશ્નમાં, વ્યવહાર, સબંધમાં સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિ અનુભવાય. પિતા, સાસુ સસરાના આરોગ્યની અસ્વસ્થતા જણાય. * વિદ્યાર્થીવર્ગને ભણવા માટેના ખર્ચમાં વધારો થાય. સમયનો વ્યય કરવો નહીં.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુ ઓફિસેથી સ્કુટર ઢસડીને લઈ જઈ રહ્યો હતો. રસ્તામાં રાજુ મળ્યો એટલે રાજુએ પૂછ્‌યું, ‘‘કેમ ઢસડીને સ્કુટર લઈ જાય છે ? પેટ્રોલ ખલાસ થઈ ગયું છે ?’’
‘‘ના રે,’’ લલ્લુ બોલ્યો, ‘‘પેટ્રોલ તો અંદર ફુલ છે અને બાકી બધી રીતે સ્કુટર ટનાટન છે...’’
‘‘તો પછી, ઢસડીને કેમ લઈ જઈ રહ્યો છે ?’’ રાજાુએ પૂછ્‌યું.
‘‘એનીચાવી ઘરે ભૂલી ગયો છું એટલે ઢસડીને લઈ જઉં છું...’’ લલ્લુ બોલ્યો.
‘‘તો પછી,’’ રાજુએ પૂછ્‌યું, ‘‘સવારે ઓફિસે કઈ રીતે ગયેલો ?’’
‘‘બસ, આ જ રીતે,’’ લલ્લુ બોલ્યો, ‘‘સ્કુટર ઢસડતો ઢસડતો લઈ ગએલો.’’

[Top]
 

આજ ની રેસીપી

 

આદું તથા લીલાં મરચાનું અથાણું


સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મરચા, ૫૦ ગ્રામ આદું, ૧ લીંબુનો રસ, ૨ ચમચા મીઠું.
રીતઃ મરચાંને કપડાથી લૂછી નાખો. આદુંની છાલ ઉતારીને તેને પાતળું તથા લાંબુ સમારી લો. એક નાની બોટલમાં મીઠું તથા લીંબુ નાખીને રાખી દો. મરચાંને નાના નાના ટુકડામાં સમારી લો. પછી તેમાં સામગ્રી મિક્સ કરીને બોટલમાં ભરી દો. આ અથાણું તમે બીજા દિવસથી જ ખાઈ શકો છો. તે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. આ અથાણું દાળભાત સાથે ખૂબ સરસ લાગે છે.

આખાં લાલ મરચાંનું અથાણું


સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મોટાં લાલ મરચાં (અથાણાં માટેનાં), ૧૦૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ આખા ધાણા, ૨૫ ગ્રામ સૂકી મેથી, ૨૫ વરિયાળી, ૧૦ ગ્રામ ક્લોંજી, ૧ ચમચો હળદર પાઉડર, ૫૦૦ મિલીલિટર તેલ તથા મીઠું સ્વાદ મુજબ.
રીતઃ મરચાંને લૂછીને તેનાં ડીટિયાં કાઢી નાખો. તેને થોડીવાર તડકામાં સૂકવો. આખા મસાલાને એક પેનમાં શેકીને તેને પીસીલો. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરો. પછી જ્યાંથી મરચાંના ડીટિયા કાઢ્‌યાં હતા તે જગ્યાએથી મસાલો સરખી રીતે અંદર ભરી દો. એક અઠવાડિયા સુધી તડકે સૂકવો તથા વચ્ચે વચ્ચે હાથફેરો કરો. આખા મરચાનું આ અથાણું આખું વર્ષ ખરાબ નહીં થાય. પૂરી, પરોઠાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved