Last Update : 10-April-2012, Tuesday
 

ગરમીથી બચવાના 'કુલ' ઉપાયો !

 

શું ધગધગતી ગરમી પડી રહી છે નહિ ? આવા ઉનાળામાં જો ઘરમાં એ.સી. ન હોય (કે ઓફિસમાં બોસ એ.સી. ચલાવવા ના દેતો હોય) તો આ ગરમીને સહન શી રીતે કરવી ?
- કેટલાક કુલ આઇડિયાઝ...
* * *
બપોરના ટાઇમે કોઈ એરકન્ડીશન્ડ મોલમાં ઘૂસી જાવ. સાડીઓના કાઉન્ટર પર જઈનેેે હાથરૃમાલની ડિઝાઇનો માગો... કોમ્પ્યુટર સેક્શનમાં જઈને કેલ્ક્યુલેટરની તપાસ કરો... ટૂંકમાં ટોટલ ટાઇમપાસ કરો.
* * *
મોટા બિલ્ડીંગમાં કોઈ મોટી ઓફિસના મોટા રિસેપ્શન આગળ જઈને (રૃપાળી રિસેપ્સનીસ્ટ સામે જોયા વિના) ચુપચાપ સોફા પર બેસી રહો. અડધો કલાકે પેલી પૂછે તો કહેવાનું 'શર્મા સાહેબે બોલાયો છે.'
ટૂંકમાં શર્મા સાહેબના નામે સોફ પર બેઠા બેઠા એક ઊંઘ ખેંચી કાઢવાની !
વચમાં ભૂલેચૂકે કોઈ શર્મા આવી ચડે તો કહેવાનું 'વર્મા સાહેબે કીધું છે કે શર્મા સાહેબ ભલે બે કલાક બેસાડે તો બેસજે પણ હિસાબથી નીકળતા ૧૦૦ રૃપિયા લીધા વિના પાછો ન આવતો !'
* * *
કોઈ એસી રેસ્ટોરન્ટમાં જાવ.
જઈને બેસો.
મેનુ મંગાવો, મેનુ ધ્યાનથી વાંચો.
પછી વેઇટરને બોલાવો મેનુમાં લખેલી વાનગીઓ વિશે લાંબી પૂછપરછ કરો. શેમાંથી બને, સ્વાદમાં કેવી હોય, કેટલી ક્વોન્ટીટી આવે, વગેરે.
અડધો કલાક પછી જ્યારે વેઇટર ઉંચોનીચો થતો ઓર્ડર માટે આવે ત્યારે મોબાઇલ કાઢીને ભળતો જ નંબર ડાયલ કરીને (હકીકતમાં ડાયલ કરવાનો માત્ર દેખાવ જ કરીને) વાતો કરતા હો એ રીતે બોલો ઃ
'અરે યાર તમે લોકો ક્યાં છો ? પાર્ટી જોઈએ છે કે નહિ ?... ના ભાઈ ના, હું તો તમારી રાહ જોઈને ક્યારનો આ રેસ્ટોરન્ટમાં બેઠો છું...'
ફોન પર હાથ રાખીને વેઇટરને પૂછો, 'આ કઈ રેસ્ટોરન્ટ કહેવાય ? જરા એડ્રેસ બોલો ને ?'
વેઇટર સમજાવે એ રીતે ફોન પર લંબાણથી સમજાવો. પછી દોસ્તોની રાહ જોતા હો એમ બેસી રહો. વચ્ચે વચ્ચે ફરી દોસ્તોને કાલ્પનિક ફોન કરતા રહો 'અરે ક્યાં પહોંચ્યા યાર ? જલ્દી કરો ને ? કેમ પાર્ટી નથી જોઈતી ? ફટાફટ આવો યાર...'
આ રીતે થાય એટલો ટાઇમપાસ કરો.
દરમ્યાનમાં ઠંડુ પાણી પીધે રાખો.
છેવટે કંટાળીને છેલ્લો ફોન કરો 'સાલાઓ, તમારે ના આવવું હોય તો કંઈ નહિ ! હું તો જાઉં છું...' કહીને બહાર નીકળી જાવ.
...બીજી રેસ્ટોરન્ટમાં જઈને 'સેઇમ' રૃટિન રિપીટ કરો !

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved