Last Update : 10-April-2012, Tuesday
 

ભારત-પાકિસ્તાન સંવાદ

દક્ષિણ એશિયાના બે સાખપાડોશી દેશો તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાય તે બન્ને પક્ષોના હિતમાં છે. આમ કહેવામાં કે એ વાતનો ગમે તેટલા ભારપૂર્વક પુનરોચ્ચાર કરવામાં કશી ધાડ મારવાની નથી. કારણ કે બન્ને દેશો વચ્ચે રહેલી અવિશ્વાસની ઊંડી ખાઇનો અત્યાર લગીનો સિલસિલો એવો છે કે એ ઇંચમાં ઘટે ને મીટરમાં વધે.
મુંબઇ પર થયેલા ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાનીઓની સંડોવણી અને પાકિસ્તાનની ધરતી પરથી થયેલા તેના સંચાલન પછી બન્ને દેશો વચ્ચે શાંતિમંત્રણાની શક્યતા અભરાઇ પર ચડી ગઇ હતી.
પાકિસ્તાન શરૂઆતમાં ધરાર નામકર ગયું અને પોતાની જવાબદારીમાંથી તેણે હાથ ઊંચા કરી દીધા. આટલાં વર્ષ પછી જુદાં જુદાં કારણસર ઉભાં થયેલાં દબાણ પછી હજુ તેની દાનતમાં મોટો ફેર પડ્યો હોય એવું લાગતું નથી. ગયા સપ્તાહે અમેરિકાએ લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ્‌-દાવાના મુખિયા હાફીઝ સઇદના માથે ૧ કરોડ ડોલરનું ઇનામ જાહેર કરીને પાકિસ્તાનની વિશ્વસનીયતાને વઘુ એક ફટકો માર્યો છે. બલ્કે, તેની અવિશ્વસનીયતામાં પોતાની ખાતરી વઘુ એક વાર જાહેર કરી છે. મુંબઇ હુમલાના મુખ્ય સૂત્રધાર ગણાતા સઇદ વિશેના સમાચાર હજુ તાજા છે અને પાકિસ્તાની સરકારે સઇદને આ જાહેરાત પછી વધારાનું રક્ષણ પૂરું પાડ્યું છે. આ માહોલમાં પાકિસ્તાની પ્રમુખ આસિફઅલી ઝરદારી ભારતના વડાપ્રધાન ડો.સંિઘને મળે ત્યારે બન્ને વચ્ચેની વાતચીતના વિષયો અંગે કલ્પના કરી શકાય.
સત્તાવાર રીતે અજમેરશરીફની અંગત મુલાકાતે આવેલા ઝરદારીને ભારતના વડાપ્રધાન ડો.સંિઘે જમવા દિલ્હી તેડાવ્યા અને ભોજન પહેલાં ચાળીસેક મિનીટ બન્ને નેતાઓ વચ્ચે વાત થઇ. સ્વાભાવિક છે કે તેમાં પાકિસ્તાની ધરતી પરથી ચાલતી ભારતવિરોધી પ્રવૃત્તિઓનો અને હાફીઝ સઇદ હજુ પાકિસ્તામાં બેરોકટોક ફરે છે-પ્રવૃત્તિ કરે છે એ મુદ્દો મુખ્ય હોય. ઝરદારીએ સઇદના મુદ્દે પુરાવાના અભાવનું કારણ આગળ ધરીને કહ્યું કે તેની સામે પુરાવા મળે તો પાકિસ્તાની અદાલતમાં કામ ચલાવી શકાય.
પાકિસ્તાની ન્યાયતંત્ર સ્વાયત્ત રીતે કામ કરે છે વગેરે. વાસ્તવમાં મુદ્દો ન્યાયતંત્રની સ્વાયત્તતાનો નહીં, પણ પુરાવા શોધવાની દાનતનો છે. સઇદ પાકિસ્તાની ધરતી પરથી કાવતરાં કરતો હોય, પ્રતિબંધિત સંસ્થા લશ્કર-એ-તૈયબાનો દોરીસંચાર કરતો હોય અને જમાત-ઉદ્‌-દાવાના નામે બેરોકટોક કામગીરી કરતો હોય, ત્યારે તેની અસલિયત વધારે સારી રીતે કોણ ખુલ્લી પાડી શકે? દૂર રહેલું ભારત કે તેની માતૃભૂમિ પાકિસ્તાન? સઇદ ભારતવિરોધી પ્રવૃત્તિઓ કરે છે તેના પુરાવા ભેગા કરવાનું કામ પાકિસ્તાની જાસૂસી તંત્રનું ન હોઇ શકે? પણ અત્યાર લગી બને છે એવું કે પાકિસ્તાની નેતાઓ પુરાવાના અભાવનું ગાણું ગાઇને પોતાની જવાબદારીમાંથી હાથ ધોઇ નાખે છે.
છેલ્લા થોડા વખતથી બન્ને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધ આગળ વધારવાની વાત ચાલે છે. ઝરદારીના શાસનમાં એ દિશામાં થોડું હકારાત્મક કામ થયું છે, પરંતુ પાકિસ્તાન ભારત સાથેના સંબંધમાં ચીન મોડેલ અપનાવવાની વાત કરે એ પચાવવી અઘરી છે. ચીન મોડેલનો મતલબ છે સંવેદનશીલ મુદ્દા બાજુ પર રાખીને વેપારધંધા અને પરસ્પર હિતોના મુદ્દે આગળ વધવું. આર્થિક પ્રગતિ અને આર્થિક ફાયદો બેશક આવકારદાયક બાબતો છે, પરંતુ બન્ને દેશોને એકબીજાની દાનતમાં જ ખોટ લાગતી હોય, તો એ રીતે ઉચ્ચક જીવે ધંધો વધારવામાં કેટલી ભલી વાર આવે? અને ધંધો વધે તો પણ અવિશ્વાસની ખાઇ ઓછી થાય ખરી? ભારતવિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિ જેવા મુદ્દે પાકિસ્તાન સદંરત નામકર જાય તો ભારતના નાગરિકો પણ કયા મોઢે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સામાન્ય થવાની પ્રક્રિયાને આવકારી શકે?
ઝરદારી સાથેની વાતચીત પછી વડાપ્રધાન ડો.સંિઘે પરસ્પરને અનુકૂળ તારીખે પાકિસ્તાનની મુલાકાત લેવાનું કબૂલ્યું છે. તેનો એક અર્થ એવો કાઢી શકાય કે ત્યાંથી સાવ ખાલી હાથે પાછા આવવાનું ન થાય તેની ભૂમિકા અત્યારે બંધાઇ છે અથવા નજીકના ભવિષ્યમાં યોજાનારી સચિવ કક્ષાની મંત્રણાઓમાં તે ઊભી થશે. સિર ક્રીકથી માંડીને સિયાચીન સુધીના અનેક મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભી તિરાડ છે.
બન્ને દેશના નેતાઓ કહે છે કે તેનો નીવેડો વાટાઘાટોથી આવી શકે એમ છે. પરંતુ આ જૂના મુદ્દા વિશે વાતચીતનું વાતાવરણ બંધાય તે પહેલાં ત્રાસવાદનાં ઉંબાંડિયાં આવીને વાતાવરણ ગરમ કરી મૂકે છે. ભારત ઇચ્છે છે કે પાકિસ્તાન ત્રાસવાદના મુદ્દે નક્કર પગલાં ભરે અને પાકિસ્તાન ભારત પાસેથી કાશ્મીરના મુદ્દે ઉદાર વર્તનની અપેક્ષા રાખે છે. સત્તાવાર વાટાઘાટોની બાબતમાં લોકશાહી તરીકે ભારત વધારે જવાબદાર અને ભરોસાપાત્ર છે. તેની પાસેથી સાતત્યની અપેક્ષા રાખી શકાય, પણ સૈન્ય, ધર્મઝનૂનીઓ અને તાલિબાનોની ત્રેવડી ભીંસ ધરાવતા પાકિસ્તાની રાજકારણીઓ પોતાનું બોલેલું કેટલી હદે અને ક્યાં સુધી પાળી શકે એ હંમેશનો સંશય-સવાલ રહે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved