Last Update : 10-April-2012, Tuesday
 

ઝરદારીની મુલાકાતનો લાભ ના ઉઠાવી શકાયો
મુત્સદ્દીગીરીમાં ભારત કરતાં પાક વઘુ ચડિયાતું સાબિત થયું

- હાફિઝ પાકમાં હીરો બની ગયો છે ઃ ઝરદારીએ કોઇ નક્કર વાત નથી કરી

 

રવિવારનો દિવસ ભારત- પાકિસ્તાન વચ્ચેના રાજકીય આક્ષેપો વચ્ચે પસાર થયો હતો. પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીએ અજમેર દરગાહમાં જેટલો સમય ફાળવ્યો તેનાથી બમણો સમય તેમણે વડાપ્રધાન મનમોહનસંિહ સાથે ફાળવ્યો હતો. માત્ર ભારતની જ નહીં પણ ત્રાસવાદથી ત્રસ્ત વિશ્વના તમામ દેશોની નજર આ મુલાકાત પર હતી. ઝરદારી જ્યારે અજમેર દરગાહની તીર્થયાત્રાએ આવ્યા હતા ત્યારે ભારતે તેમને ત્રાસવાદને પોષવાથી થતા હંિસાચારને અટકાવશો તો તીર્થયાત્રા સફળ થશે એવું કહેવાની ઘરઆંગણે આવેલી તક ગુમાવી હતી.
ઝરદારીની યાત્રાનો ભારત મોટા ઉપાડે લાભ લેવા ગયું પણ દરેક પ્રશ્ને ઝરદારીએ પોઝીટીવ વલણ બતાવીને પોતાની ઠંડી તાકાતનો પરિચય કરાવ્યો હતો. અજમેર દરગાહની વિઝીટર બુકમાં તેમણે અલ્લાહ તાલાની દુઆ અને તમામ લોકોનું સારું થાય તેમ ઈચ્છ્‌યું હતું. પરંતુ હાફિઝ સઈદ જેવા ગુનેગાર અંગે એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો.
પાકિસ્તાનના સમાચાર માઘ્યમોએ પણ ઝરદારી અને તેમના પુત્ર બીલાવલની મુલાકાત પર નજર રાખી હતી. ભારતના ૨૪ટ૭ ચાલતા ટીવી માઘ્યમોએ પાકિસ્તાનના પત્રકારોને પણ ચર્ચામાં જોડ્યા હતા. અમેરિકાએ હાફિઝ સઈદના માથે ઈનામ જાહેર કરીને તેને હીરો બનાવી દીધો છે એમ પણ રજૂઆત થઇ હતી.
ભારત બીગ બ્રધરની ભૂમિકા ભજવીને પોતાની નબળાઇ છુપાવી રાખે છે. ૧૯૯૩થી પાકિસ્તાને ત્રાસવાદને પ્રોત્સાહન આપ્યા કર્યું છે. મોસ્ટ વોન્ટેડ એવા દાઉદને પોતાને ત્યાં આશરો આપનાર પાકિસ્તાને માનવજાતના દુશ્મન નંબર-વન એવા ઓસામા બીન લાદેનને પણ આશરો આપ્યો હતો. અમેરિકાએ લાદેનને પાકિસ્તાનમાં જઇને ખતમ કર્યો ત્યારથી પાકિસ્તાનની પોલ વિશ્વ સમક્ષ ખુલી ગઇ હતી.
ભારતે પણ પાકિસ્તાનને ત્રાસવાદી રાષ્ટ્ર જાહેર કરવા અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ ત્યારે અમેરિકાનો ફુલ ટેકો ધરાવતા પાકિસ્તાન સામેના આક્ષેપોની અસર થતી નહોતી પરંતુ હવે તો અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ છે ત્યારે ભારતે લાભ ઉઠાવવો જોઇતો હતો. ફરી ક્રિકેટનો મુદ્દો ઉઠાવીને ભારતના એક વિશેષ વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરાયો છે. ઝરદારીએ વડાપ્રધાનને આમંત્રણ આપ્યું છે અને જ્યારે મનમોહન સંિહ પાકિસ્તાનની મુલાકાતે આવે ત્યારે આ બંને દેશો વચ્ચે ક્રિકેટ જંગ રમાય એવી આશા તેમણે વ્યક્ત કરી છે. ભારતના સંખ્યાબંધ લોકોની સંવેદનશીલતા સાથે હંમેશા ક્રિકેટ જંગના સમર્થકો ટકરાયા છે. ક્રિકેટ સાથે સંકળાયેલો વર્ગ એમ માને છે કે બંને દેશો વચ્ચેના સંબંદો ગમે એટલા તંગ હોય પણ તેમાં સ્પોર્ટસને વચ્ચે ના નાખવી જોઇએ. જોકે ભારતમાં આ વિવાદ વર્ષોથી ચાલ્યો આવે છે. જેમાં ભારતના હિત કરતાં અંગત હિતોનું વઘુ ઘ્યાન રખાય છે.
ઝરદારીએ કાશ્મીર મુદ્દે મૌન રાખ્યું છે કેમકે પાકિસ્તાનમાં એક વર્ષ પછી ચૂંટણી છે. પાકિસ્તાનના લોકો હાલના શાસકોથી નારાજ છે, જો હાફિઝ અંગે કે કાશ્મીર અંગે ઝરદારી થોડું પણ બોલ્યા હોત તો તેમનો ઘરઆંગણે વિરોધ થાત. પાકિસ્તાનના શાસકો એટલી બધી સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યા છે કે હવે તે કોઇ જોખમ ઉઠાવવા માગતા નથી.
એટલી વિગતો પણ સપાટી પર આવી રહી છે કે કરાંચીમાં અને બલૂચિસ્તાનમાં ચાલતા તોફાનોમાં ભારતનો હાથ છે એમ પાકિસ્તાનના શાસકો તેની પ્રજાને કહી રહ્યા છે. જોકે ભારત વિરોધી બોલીને પ્રજાનો પ્રેમ જીતવાનો આ પ્રયાસ છે.
પ્રથમવાર એવું થયું છે કે ભારતે થોડી ખોંખારીને વાત કરી છે; અને ત્રાસવાદને પોષતા પાકિસ્તાન પાસે સ્પષ્ટતા માગી છે. પાકિસ્તાનની મૂંઝવણ માત્ર હાફિઝ સઈદ નથી પણ દાઉદ જેવા ગુનેગારો પણ છે. ભારતમાં આતંક સર્જતા તત્વોને પાકિસ્તાન આશરો આપે છે અને પછી મિત્રતાનો હાથ લંબાવવાની વાત કરે છે તેનો ભારતમાં જોરદાર વિરોધ થઇ રહ્યો છે.
ભારતના વડાપ્રધાન મનમોહન સંિહ અને કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધીએ પાકિસ્તાને આમંત્રણ આપ્યું છે અને તેનો હોંશે-હોંશે સ્વીકાર કરાયો છે પરંતુ ભારતના આ સત્તાવાળાઓએ થોડી મુત્સદ્દીગીરી વાપરવાની જરૂર હતી. પહેલાં ત્રાસવાદ હટાઓ અને હાફિઝ સઈદ તેમજ દાઉદ અંગે સ્પષ્ટતા કરો પછી જ મુલાકાતની વાત એમ કહી શકાત. જો આમ થાત તો ભ્રષ્ટાચારના આક્ષેપો હેઠળ દબાયેલી સરકાર પ્રજાના મનમાં થોડી ઘણી ઈજ્જત મેળવી શકત.
પાકિસ્તાનની વૈશ્વિક ઈમેજ ખાડે ગયેલી છે, આ સમયે પણ ભારત થોડી કડકાઇથી વાત ના કરી શકે એ દર્શાવે છે કે ભારતના સત્તાવાળાઓ મુત્સદ્દીગીરી વાપરી શકતા નથી. જ્યારે અમેરિકા પાકિસ્તાનથી સખત નારાજ છે અને હાફિઝ સઈદના માથે કરોડોનું ઈનામ જાહેર કર્યું છે ત્યારે ભારત પણ કડક ભાષામાં વાત કરીને વિશ્વમાં પોતાની હાજરીનો અનુભવ કરાવી શકત. પરંતુ આમંત્રણ આપ્યું અને ક્રિકેટ રમવાની વાત કરીને ઝરદારી ભારતના સત્તાવાળાઓને મોટા-ભા બનાવી ગયા છે.
પકિસ્તાને તેનું ધાર્યું કર્યું છે, હાફિઝ સઈદ અને દાઉદ જેવાને આશરો આપતા પાક શાસકો સાથે ભારત સખતાઇ પૂર્વક વર્તે તે જરૂરી છે પરંતુ બીગ બ્રધરની ભૂમિકા ભજવવામાંથી અને નાના દેશોની વાહ-વાહ મેળવવામાંથી ભારતના સત્તાવાળાઓ ઊંચા જ નથી આવતા.
પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારી માટે અજમેર દરગાહ પર ચાદર ચઢાવી પાંચ કરોડ દાનમાં આપવાનો પ્રથમ ચમત્કાર એ થયો હતો કે તે ભારત મુલાકાતમાં અનેક વિવાદાસ્પદ મુદ્દા ટાળી શક્યા હતા અને ભારતના સત્તાવાળાઓ કરતાં વઘુ મુત્સદ્દી સાબિત થયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 

 

 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved