Last Update : 10-April-2012, Tuesday
 
- ૩૫,૦૦,૦૦૦ મહિલાઓ દ્વારા ૩૫ લાખ ચૂલા અને રસોઇ!
- ૪ કીલોમીટર લાંબી લાઇન!
- ૪૦૦ પૂજારી!
- મસ્જીદો, ખ્રિસ્તી દેવળો અને મંદિરોમાં એક સાથે ઉજવાતો ઉત્સવ!

દુનિયાના દરેક દેશોની અને દરેક ગામ શહેરની પોતાની આગવી વિશિષ્ટતા હોય છે.
મલયાલમ ભાષાના મહાકવિ શિલપ્પા દિકારમ્‌એ સ્ત્રીત્વ વિષે એક વાર્તા લખી છે જે કેરળમાં જાણીતી છે. આડ્ડકાલ પોંગાલા એનું નામ.
એ વાર્તાનું સાકાર રૂપ કેરળના પાટનગર તિરુવનંતપુરમ્‌ની સડકો ઉપર વર્ષના આ ગાળામાં જોવા મળે છે.
એ એક પ્રકારનું અનુષ્ઠાન છે જેના નવમા દિવસે લાખો મહિલાઓ સડકો ઉપર નૈવેદ્ય રાંધતી જોવા મળે છે.
આ અનુષ્ઠાનોની વ્યવસ્થા રાખવા સિવાય પુરૂષોને એમાં જરાપણ પ્રવેશ નથી હોતો.
ખાસ મહિલાઓના જ આ અનુષ્ઠાનમાં ગયા વર્ષે ૨૫,૦૦,૦૦૦ મહિલાઓએ ભાગ લઇને ગિનીસ રેકોર્ડ બુકમાં રેકર્ડ કર્યો હતો. એ રેકર્ડને આ વર્ષે મલયાલમ મહિલાઓએ તોડીને ૩૫,૦૦,૦૦૦ની સંખ્યામાં આટ્ટુકાલ પોંગાલા ઉત્સવ ઉજવેલો.
હમણાં ગયા વર્ષે અઢળક ખજાનાના કારણે તથા સુપ્રિમ કોર્ટના હુકમોના કારણે જાણીતા થયેલા પદ્‌મનાભ સ્વામિના મંદિરથી બે કીલોમીટર દૂર કિલ્લિ અને કરમનયાર નદીના સંગમ પર આડ્ડકાલ નામનું સ્થળ છે. દેવી કુડ્‌ડુગલુરમ્માએ કન્નગીનો અવતાર લઇને પાંડિ રાજાઓની રાજધાની મઘુરાપુરીને વેર વાળવા બાળીને ભસ્મી કરી દીધેલી.
દેવી કુડડુંગલૂરમ્માએ એક નાનકડી બાલિકાનો અવતાર લીધેલો જેનું નામ કન્નગી રાખેલું. એ કન્નગીના પગલા પહેલી વાર જ્યાં પગલા પડેલા એ સ્થળ આડ્ડકાલ નામથી વિખ્યાત છે. ત્યાં એક ભવ્ય મંદિર પણ છે.
પેલા મહાકવિના શિલપ્પાદિકારમ્‌ ગ્રંથ પ્રમાણે પ્રસિઘ્ધ વેપારીની પુત્રી કન્નગી અને બીજો વેપારીપુત્ર કોવિલન પતિ-પત્ની હતા. કોવિલનનો ધંધો ખોટમાં ચાલવાના કારણે કન્નગીએ પોતાના ઝાંઝર વેચીને એને વેપાર કરવાનું જણાવેલું. એ વખતે જ મઘુરાપુરીની રાણીના ઝાંઝરની ચોરી થઇ ગઇ. રાજાના સૈનિકો એ ઝાંઝરને આખા રાજ્યમાં શોધી રહ્યા હતા.
એ જ વખતે કોવિલન પત્ની કન્નગીના ઝાંઝર લઇને સોનીને ત્યાં વેચવા ગયો. એ ઝાંઝર મોતી જડેલા હતા એટલે મોંઘાદાટ હતા. એને જોઇને સોનીએ શંકા કરી કે રાજા જે ઝાંઝરની તપાસ ચલાવી રહ્યો છે એ આ જ ઝાંઝર હશે. એટલે એણે રાજાને એ ઝાંઝરની ખબર આપી. એ ઝાંઝર પણ એણે રાજાને પહોંચાડ્યા.
ઝાંઝર જોઇને રાજાને થયું કે એ પોતાની રાણીના જ ઝાંઝર હોવા જોઇએ. એણે બીજું કંઇ વિચાર્યા વિના કોવિલન ઉપર ચોરીનો આરોપ મૂકીને એનો શિરચ્છેદ કરાવ્યો.
પોતાના નિર્દોષ પતિની આ રીતે રાજાએ હત્યા કરી એટલે સતી કન્નગીએ રાજાને શ્રાપ આપ્યો કે... મઘુરાપુરી આગમાં ભસ્મ થઇ જશે. એ પછી કન્નગીએ ઉગ્ર તપ કર્યું અને ભગવાન શિવને પ્રસન્ન કરીને પતિ કોવિલનને જીવિત કરવામાં સફળતા મેળવી.
કન્નગીની વાતનો શાસ્ત્રીય ઈતિહાસ આ છે.
પોંગાલા કેરળ મલયાલમ સંસ્કૃતિનો એક પ્રકારનો યજ્ઞ છે. ફાલ્ગુન મહિનામાં કૃતિકા નક્ષત્રમાં આ અનુષ્ઠાનની શરૂઆત થાય છે. એ નવ દિવસ ચાલે છે. આ વર્ષે આડ્ડકાલ પોંગાલ ૨૮ ફેબુ્રઆરીથી શરૂ થએલો જે ૮ માર્ચ સુધી ચાલેલો.
પહેલા દિવસે દીપક આરાધના પછી મુખ્ય મંદિર પાસે નાળિયેરના પાંદડાથી બનેલી કુટિર પાસે શ્રઘ્ધાળુ મહિલાઓએ કન્નગી અને કોવિલનની કથાને લગતા ગીતો (જેને ‘‘તો ઠઠમ પાટ’’ કહે છે) આખી રાત ગયેલા.
એ ગીતોમાં લગ્નથી શરૂઆત કરીને મઘુરાપુરીની રાખ થવા સુદીના અને દેવીએ કોડ્ડુંગલૂર પાછો જીવિત થાય છે ત્યાં સુધીની કથા ગુંથવામાં આવે છે.
સાતમા દિવસે મંદિરનો દરવાજો થોડા વખત માટે ખુલ્યો. કોવિલનનો શિરચ્છેદ કરાવ્યા પછીના શોકનું એ પ્રતીક ગણવામાં આવે છે.
એ પછી નાદઘોષની સાથે ઘણાં સ્થળો પરથી લાવવામાં આવેલા વિલ્લ કેટ્‌ટ (એટલે ખાસ દીવાઓની આરતી માટેની દીપમાળાઓ) મંદિરમાં સજાવાયા. બધી જ મહિલાઓએ ભગવાન શિવની આરાધના કરીને કોવિલનને ફરીથી જીવિત કરવાની પ્રાર્થનાના ગીત ગાયા.
એ જ દિવસે ધાનથી તૈયાર કરેલી વૃષભ આકૃતિ (જેને કતિરકલા કહે છે) સ્થાપિત કરવામાં આવી.
ત્રીજા દિવસે ૧૨ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોએ મંદિર પાસેના તળાવમાં સ્નાન કરીને ૧૦૦૮ નમસ્કાર કરવાનો રીવાજ નીભાવેલો. દેવી કુડ્ડંગલૂરમ્મા માટે બનાવેલો નૈવેદ્ય બાળકોએ ખાધો.
છેલ્લે નવમા દિવસે એટલે આ ધાર્મિક ઉત્સવના છેલ્લે દિવસે હાથી ઉપર બેસાડીને બે કીલોમીટર સુધી પરિક્રમા કરવામાં આવી.. એ પરિક્રમા અયપ્પન મંદિર જઇને પૂરી થઇ.
એવું માનવામાં આવે છે કે... ભગવાન અયપ્પન દેવીના ભાઇ છે.
આ વ્રતમાં બાલિકાઓ ભાગ લે છે એ નવા કપડાં પહેરે છે, માથે ફુલાનો મુગટ પહેરે છે હાથમાં અષ્ટમંગળ દિપક અને થાળમાં નાળિયેર, ફૂલ અને સોપારીએ સજાવીને દેવીની આરાધના કરવામાં આવે છે.
નવમા દિવસે તીરુવનંતપુરમના રસ્તાઓ પર ૩૫ લાખ મહિલાઓએ ગોળની ખીર, નાશપાતી ફળ, સુકા અંગુર, ભાત અને મગ ભેળવીને મંડ પુરર વગેરેનો નૈવેદ્ય પ્રસાદ રાંધે છે.
પડ્ડારયડુપ મંદિરના મુખ્ય પૂજારી વાસુદેવન નંબૂદિરી દ્વારા કાઢવામાં આવેલા અગ્નિ વડે દરેક મહિલાના ચૂલામાં આગ ફૂંકવામાં આવી.
એ માટે સડકની બન્ને બાજુએ ૪ કીલોમીટર લાંબા લાઇન થએલી. ફટાકડાના અવાજો અને વાકુરવા (એટલે જીભથી ખાસ પ્રકારનો અવાજ કાઢવો)ના ઘ્વનિઓથી આખું વાતાવરણ મંગળમય થઇ ગએલું.
એવી શ્રદ્ધા રાખવામાં આવે છે કે... આ અનુષ્ઠાન પછી દેવી પ્રસન્ન થાય છે અને એનો ગુસ્સો શાંત થઇ જાય છે. લગભગ ૪૦૦ પૂજારીઓએ બપોરના ત્રણ વાગ્યા સુધી આડ્ડકાલા પોંગલા અનુષ્ઠાનની દરેક વિધિ કરાવેલી.
આ પોંગલા ઉત્સવની ખાસ વાત એ છે કે એમાં જાતિ અને ધર્મના ભેદ મટી જાય છે. પોતાના અહંકારનો ત્યાગ કરીને દરેક વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ સાથે અનુષ્ઠાન કરે છે. મસ્જીદો અને ખ્રિસ્તી દેવળોમાં પોંગલા કરાવવાની સગવડ કરવામાં આવે છે.
સમભાવ અને અનેકતામાં એકતાનું આ પાવન પર્વ ‘‘સર્વે ભવંતુ સુખિન’’ના આદર્શ સાથે ઉજવવામાં આવે છે.
આશ્ચર્યની વાત એ છે કે આવડો મોટો ઉત્સવ અને લાખો શ્રદ્ધાળુઓની તિરુવનંતપુરમ્‌માં હાજરી હોવા છતાં કોઇ ગરબડ નથી થતી કે કોઇ અપ્રિય બનાવ નથી બનતો. વાહનવ્યવહાર ઉપર અંકુશ રાખવા માટે તે દિવસે ૫૦૦૦ વધારાની પોલિસ ખડકવામાં આવે છે.
આ વર્ષે કેરળ હાઇકોર્ટે રોડ રસ્તાઓ પર ભેગા થઇને સભા કરવા પર પ્રતિબંધ લાદેલો એટલે શહેરના પોલિસ વડાની સૂચનાથી ૧૦,૦૦૦ મહિલાો સામે કેસ કરવામાં આવેલો પરંતુ મુખ્યપ્રધાન ચેન્ડીએ જનતાનો રોષ ભભુકી ઉઠશે એમ સમજીને એવો હુકમ કરનાર પોલિસવડાને સસ્પેન્ડ કરવામાં આવેલો અને જાહેર કરેલું કે આ ઉત્સવ હાઇકોર્ટના હુકમની મર્યાદામાં નથી આવતો.
સરકાર તરફથી તે દિવસે મહિલાઓને બસમાં મફત મુસાફરી કરવા દેવામાં આવે છે.
ગુણવંત છો. શાહ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved