Last Update : 10-April-2012, Tuesday
 
દિલ્હીની વાત
 

પાકિસ્તાન સઈદ અંગે પુરાવા માંગે છે..
નવી દિલ્હી, તા. ૯
વડાપ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારી વચ્ચેની મુલાકાતે ઊભા કરેલા પોઝીટીવ મૂડ પછી હવે સૌની નજર કેન્દ્રના ગૃહ સચિવ આર.કે. સિંહની પાકિસ્તાન મુલાકાત પર છે. ગૃહ સચિવ આ મહિનાના અંતમાં કે આવતા મહિનાની શરૃઆતમાં પાકિસ્તાનની મુલાકાત લે એવી શક્યતા છે. વડાપ્રધાન મનમોહન સિંહને ઝરદારીએ આમંત્રણ આપ્યું છે પરંતુ હાફિઝ સઈદ અને ભારતના મોસ્ટ વોન્ટેડ લીસ્ટ પર આવતા અન્ય સાત લોકો સામે પાકિસ્તાન કેવા પગલાં ભરે છે તેના પર બધો આધાર છે.
હાફિઝ સઈદના મુદ્દે ભારત તરફથી વધતા જતા પ્રેશરના પગલે પાકિસ્તાને પગલાં લેવાના શરૃ કર્યા છે એમ ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું છે. જોકે બીજી તરફ પાકિસ્તાન ભારત પાસેથી હાફિઝ સઈદ અંગે નક્કર પુરાવા માગી રહ્યું છે. સઈદનો મુદ્દો વડાપ્રધાન મનમોહન સિંહે ઉઠાવતા પાકિસ્તાનના વડાપ્રધાન ગીલાની સઈદ કેસમાં વધુ પુરાવા માગી રહ્યા છે.
ઈમરાનખાન પણ સઈદની તરફેણમાં
પાકિસ્તાનની ગતિવિધી પર નજર રાખનારાઓ કહે છે કે હાફિઝ સઈદના કેસમાં પાકિસ્તાનની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઇ છે. પાકિસ્તાનનમાં ચૂંટણીઓ આવી રહી હોઇ વડાપ્રધાન ગીલાની અને પ્રમુખ ઝરદારી વિચારીને પગલા ભરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે સઈદ એ આદિવાસીઓ અને કટ્ટરપંથીઓમાં લોકપ્રિય છે. તેની સામેના કોઇપણ પગલાં મતદારોને તોડે એમ છે. આશ્ચર્યની વાત તો એ છે કે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાનખાન પણ સઈદની તરફેણ કરે છે. આઈએસઆઈ અને પાકિસ્તાનનું લશ્કર સઈદ સામે પગલાં ના લે એવી ચેતવણી પણ તેમણે ઉચ્ચારી છે.
સોનિયા બિમાર છે..
પાકિસ્તાનના પ્રમુખના માનમાં રવિવારે વડાપ્રધાને યોજેલ ભોજન સમારોહમાં યુપીએના ચૅર પર્સન સોનિયા ગાંધીએ છેલ્લી ઘડીએ આવવાની ના પાડતાં તેમની તબિયત નાદુરસ્ત હોવાની અફવા ઊઠી છે. તેમણે જ્યારથી અમેરિકામાં કોઇ દર્દ માટે ઓપરેશન કરાવ્યું છે ત્યારથી તેમની તબિયત ચર્ચામાં છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સોનિયા ગાંધી કોંગ્રેસના સીનિયર નેતાઓ કેપ્ટન અમરીંદર સિંહ અને રીટા બહુગુણાને મળ્યા હતા પરંતુ મોડી સાંજે અધિકારીઓએ જણાવ્યું હતું કે તે ભોજન સમારંભમાં નહીં આવી શકે કેમ કે તે બિમાર છે. તેમની ગેરહાજરી ધ્યાન ખેંચે એવી હતી કેમ કે ભુટ્ટો અને ગાંધી કુટુંબ વચ્ચે સારા સંબંધો છે. તાજેતરની મુલાકાત વખતે ઝરદારીએ પણ આ બંને કુટુંબો વચ્ચેના સંબંધોની યાદ અપાવી હતી. બેનઝીર ભુટ્ટો અને રાજીવ ગાંધી વચ્ચે પણ ૮૦ના દાયકાના અંતિમ ભાગમાં સારા સંબંધો હતો.
કોંગ્રેસને પેન્ડીંગ બીલોનું ટેન્શન
સંસદમાં હવે રીસેસનો સમય પુરો થવા આવ્યો છે એટલે કોંગ્રેસ પર પેન્ડીંગ બીલોનું ટેન્શન વધ્યું છે. છેલ્લા બે સત્રમાં આ બીલો પાસ થઇ શક્યા નથી. આ ચિંતા વ્યાજબી એટલા માટે છે કે ૨૪૫ સભ્યોની રાજ્યસભામાં કોંગ્રેસ પાસે માત્ર ૧૦૫ સભ્યો છે. તૃણમુલ કોંગ્રેસ પર ચોક્કસ ભરોસો મુકાઇ શકે એમ ના હોવાથી કોંગ્રેસે હવે સમાજવાદી પક્ષના આઠ અને બહુજન સમાજવાદી પક્ષના ૧૫ સભ્યો પર આધાર રાખવો પડે એમ છે. એટલે જ કોંગ્રેસ સમાજવાદી પક્ષ સાથે સારા સંબંધો રાખી રહ્યા છે. બીજી તરફ બહુજન સમાજવાદી પક્ષના માયાવતી રાજ્યસભામાં પાછા ફરી રહ્યા છે ત્યારે તેમના નેતા સતીશ શર્મા કોંગ્રેસ સાથે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે.
ધ વર્લ્ડ બીઓન્ડ
૮૦ના દાયકામાં લખનૌ કેવું હતું તે જોવું હોય તો સંગતા ભાર્ગવે લખેલું પુસ્તક ''ધ વર્લ્ડ બીઓન્ડ'' વાંચવું પડશે. જોગાનુજોગ એ છે કે ૧૯૭૭માં લખનૌના જિલ્લા મેજીસ્ટ્રેટ, અને રાજ્યસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ યુપી કેડરના આઈએએસ ઓફીસર યોગેન્દ્ર નારાયણનના હસ્તે પુસ્તક ખુલ્લું મૂકાયું હતું.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved