Last Update : 10-April-2012, Tuesday
 

ઘરની સ્વછતા જાળવણી

 

જ્યારે તમે કોઈના ઘરે જાઓ છો ત્યારે સૌથી પહેલી વાત જે તમને પ્રભાવિત કરે છે એ ઘરની સફાઈ. એ વાત બિલકુલ સાચી છે કે ઘરમાં ગમે તેટલું મોંધુંદાટ ફર્નિચર હોય અને સજાવટ સુંદર હોય, પરંતુ જો સ્વચ્છતાનો અભાવ હોય તો ઘર તદ્દન નિર્જીવ ભાસે છે. ગભરાવ નહીં, ઘરને ચોખ્ખું ચણક રાખવાનું અત્યંત સરળ છે.
* અહીંતહીં લાગેલાં જાળાં દૂર કરવા માટે એક લાંબી સાવરણી લઈ લો અથવા વેક્યૂમ ક્લીનર ઉપાડો અને જાળાં સાફ કરી નાખો. આ કામ અઠવાડિયામાં એકવાર કરશો તો પણ ચાલશે.
* જેવી રીતે તમે બીજી વસ્તુઓ પર લાગેલી ઘૂળ સાફ કરો છો તેવી રીતે બલ્બ અને ટ્યૂબલાઈટ પણ હળવા ભીના કપડાંથી લૂછીને સાફ કરવું જોઈએ. તેનાથી માત્ર વઘુ રોશની મળશે એટલું જ નહીં, પરંતુ તે વઘુ સમય ચાલશે. તેની આજુબાજુ કરોળિયા જાળાં ના બનાવે તેનું પણ ઘ્યાન રાખો.
* ઘરમાં પોતાં કરતી વખતે યૂ ડી કોલોનનાં બે ટીપાં પાણીમાં નાખવાથી ઘરમાં આખો દિવસ તાજગીની અનુભૂતિ જળવાઈ રહશે. જો રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરવા ઈચ્છતા હો તો પણ ખૂબ સારું છે.
* જો ફરસ માર્બલની હોય તો તેના પર પડેલા ડાઘને કાઢવા માટે ટૂથપેસ્ટ ઘસો. સુકાઈ ગયા પછી ધોઈ નાખો.

 

ડ્રોઈંગ રૂમ
ડ્રોઈંગરૂમ તમારા ઘરનો મુખ્ય ભાગ છે, જ્યાં બહારના લોકોની વઘુ અવરજવર હોય છે અને લોકો એના પરથી જ તમારા સ્વભાવનું અનુમાન કરી શકે છે. અહીંની બારીઓ અને ટેબલના કાચને ચમકાવવા માટે તેના પર લીંબુ ઘસીને મુલાયમ કપડાંથી લૂછી નાખો. જો ટી-ટેબલ કાચનું હોય તો તેના પર સાધારણ પાણી છાંટીને છાપાના કાગળથી ઘસો. બધા ડાઘ જતા રહેશે.
* પિત્તળની ફૂલદાનીને ચમકાવવા માટે તેના પર લીંબુ ઘસીને થોડીવાર માટે રહેવા દો. ક્રિસ્ટલના વાઝને ચમકાવવા સરસવનો પાઉડર અને વનસ્પતિ તેલની પેસ્ટથી સફાઈ કરો.
* ડ્રોઈંગરૂમ અથવા પૂજાના સ્થાને રાખેલાં ચાંદીના વાસણોને ચમકાવવા બેસનમાં લીંબુનો રસ ભેળવીને ચમકાવો, પછી જુઓ, કેવી ચમક આવે છે!?
* જો ગાલીચો ગંદો થઈ ગયો હોય, તેના પર ડાઘ પડી ગયા હોય તો તે ભાગ પર કાચું બટાકું સારી રીતે ઘસો અને ત્યાર પછી ગરમ પાણીમાં પલાળેલા સ્વચ્છ કપડાથી તે ભાગને લૂછી નાખો.
* દીવાલમાં ખીલી ઠોકતાં પહેલાં તેને ગરમ પાણીમાં ડુબાડી લો, પછી ઠોકો. તેનાથી દીવાલનું પ્લાસ્ટર નહીં તૂટે. પછી તમારી મનગમતી તસવીર લટકાવો.

 

રસોડું
તમારે રસોડામાં સ્વચ્છતાનું ખૂબ ઘ્યાન રાખવું જોઈએ.
* કિચનના ઝાપટિયાને અને ડસ્ટરને પેરાફિનથી સાફ કરો.
* ડાઈનંિગ ટેબલ પર રાખેલાં ટેબલમેટ્‌સ જૂનાં થઈ ગયાં હોય તો અને તેને ફેંકવાની ઈચ્છા થઈ હોય તો તેને ફેંકશો નહીં, પરંતુ રસોડામાં અથવા ફ્રિજના શેલ્ફ પર છાપું પાથરવાને બદલે તેની જગ્યાએ આ મેટ્‌સ લગાડો.
* નોનસ્ટિક કૂકવેર પર લાગેલા ડાઘ દૂર કરવા તેમાં ૨ મોટા ચમચા બેકંિગ સોડા, ૧/૨ કપ વિનેગર અને ૧ કપ પાણી નાખીને ૧૦ મિનિટ માટે ઉકાળો.
* સ્લેબ અને ગેસની સાફસફાઈ માટે જૂનાં નાયલોન મોજાંનો ઉપયોગ કરવો.
* રસોડામાં ઉપયોગી સાધન-સામગ્રી જેમ કે મિક્સર, ગ્રાઈન્ડર, માઈક્રોવેવ અને સ્વિચ બોર્ડને સાફ કરવા માટે બે નાના ચમચા લિક્વિડ બ્લીચ ભેળવીને ચોખ્ખા મુલાયમ કપડાંને પલાળીને સાફ કરો. તે એકદમ નવાં લાગશે.
* જો સ્ટેનલેસ સ્ટીલની સંિકને સાફ કરવાની હોય તો લોટમાં મેથેલેટેડ સ્પ્રિટ ભેળવીને સંિકમાં નાખો અને સુકાઈ ગયા પછી સાફ કરો.

 

બાથરૂમ
હવે વારો બાથરૂમનો.
* સૌથી પહેલાં લઈએ વોશબેસિન. તેને ધોવા માટે ૨ ચમચા બોરિક પાઉડર નાખીને સાફ કરો, જેથી દર્પણ જેવું ચમકી ઊઠશે.
* બાથરૂમના બાઉલને ચમકાવવા માટે તેમાં કોક નાખો અને પછી અડધા કલાક બાદ ફ્‌લશ કરો.
* જો બાથરૂમની ફરસ ખૂબ ગંદી થઈ ગઈ હોય તો તેને ચમકાવવા માટે બ્લીચંિગ પાઉડર છાંટી દો અને ઘસીને સાફ કરો.
* તમારા જૂના ટુવાલને ફેંકો નહીં, તેમાં ફોમની શીટ નાખીને સિલાઈ કરી લેવી અને બાથરૂમની આગળ મૂકવા માટે ખૂબ જ શ્રેષ્ઠ મેટ તૈયાર થઈ જશે. હવે એક નજર નાખો તમારા ઘરમાં અને જુઓ ઘર કેવું સરસ ચમકી રહ્યું છે. તમારો ચહેરો દર્પણમાં જુઓ, સંતોષથી હસતો ચમકી ઊઠશે.

પૂનમ

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved