Last Update : 10-April-2012, Tuesday
 

જો જો દેખાદેખીમાંસંતાન વંઠી ન જાય

સાંજના છ વાગ્યા હતા. ઉર્મિ વારંવાર બાલ્કનીમાં આવીને જોઈ જતી હતી. શોભા હજી સુધી કોલેજમાંથી પાછી આવી નહોતી. તે તો કહેતી હતી કે તેનો છેલ્લો પીરિયડ બે વાગ્યે પૂરો થઈ જાય છે. હવે તો તેણે આવી જ જવું જોઈએ. આમ વિચારતી હતી ત્યાં તો ડોરબેલ વાગી. ઉર્મિએ જઈને બારણું ખોલ્યું. તો શોભા કંઈક ગણગણતી અંદર આવી, ‘બસ ઇક સનમ ચાહિએ આશિકી કે લિએ...’
ઉર્મિ તેના મોંએથી આવી પંક્તિ સાંભળીને ગુસ્સે થઈ ગઈ, ‘‘ક્યાં હતી અત્યાર સુધી? હું ક્યારથી તારી રાહ જોઈ રહી છું. તું તો બે વાગ્યે આવી જવાની હતીને?’’ ‘‘અરે, મમ્મા હું તો મારી બહેનપણીઓ સાથે ‘આશિકી’ ફિલ્મ જોવા ગઈ હતી.’’
‘‘શું કહ્યું? હમણાં ગયા અઠવાડિયે જ તેં ‘‘મૈને પ્યાર કિયા’ ફિલ્મ જોયેલી હતીને?’’
‘‘ તો શું થઈ ગયું? નેહાએ તો એ ફિલ્મ ત્રણ વાર જોઈ છે. કેવાં સરસ ગીતો હતાં તેનાં! ‘‘આ જા શામ હોને આઈ, મૌસમને લી અંગડાઈ...’’ શોભા ફિલ્મની ખુમારીમાં જ બોલી ગઈ.
‘‘ઓ હો, તને શું થઈ ગયું છે? તું સમજતી કેમ નથી? અમે તને કોલેજમાં ભણવા માટે મોકલીએ છીએ, ફિલ્મ જોવાની હરીફાઈ કરવા નહીં. હરીફાઈ કરવી જ હોય, તો પ્રથમ નંબરે પાસ થવામાં કર. બેટી, તારે સમજવું જોઈએ કે, તારા પિતાજી લોહીનું પાણી કરી પૈસા કમાય છે. ઘરમાં તેઓ એકલા જ કમાનાર હોવાથી તારે બીજાની દેખાદેખી ન કરવી જોઈએ. નેહાના પિતાજીને તો આંધળી કમાણી છે. ધંધામાં તો આવકની કોઈ જ સીમા નથી હોતી. વળી, આવી મોંઘવારીના જમાનામાં આમ પૈસા બગાડવા એ સમજદારી ન કહેવાય! ફિલ્મ જોવી હોય તો મહિનામાં એક બહુ થઈ ગઈ. પાછી તું તો ટીવી અને વીસીઆર પર પણ ફિલ્મ જુએ છે.’’ આમ જોવા જઈએ તો દરેક ઘરમાં આજે આ પરિસ્થિતિ જોવા મળે છે. કિશોરાવસ્થાનો સમય બાળપણની વિદાય અને યુવાનીના આગમનની વચ્ચેનો સમય છે. આ સમય ખૂબ જ નાજુક અને કોમળ હોય છે. કિશોરાવસ્થાના આ ભાવનાત્મક પ્રવાહમાંથી પસાર થતી વખતે કિશોરો હવાના ઘોડા પર સવાર થયેલા હોય છે. તેથી આ સમયે તેઓને કોઈનું બંધન કે કોઈની રોકટોક ગમતી નથી. આ સમય તેમના માટે પડકારરૂપ હોય છે. આ સમયગાળામાં માતા-પિતાનો સાચો અને ઉચિત વ્યવહાર તેમને ઉપયુક્ત નિર્ણય લેવામાં મદદરૂપ નીવડે છે. આ એક એવો સમય હોય છે જ્યારે કિશોરાવસ્થાનાં સ્વપ્નો અને પ્રૌઢ અનુભવો વચ્ચે સંઘર્ષ થતો હોય છે. કિશોર-કિશોરીઓ વચ્ચે સંઘર્ષ થતો હોય છે કિશોર-કિશોરીઓ. યથાર્થ અને અનુભવની દુનિયાથી દૂરની કલ્પનાની રંગીન દુનિયામાં ખોવાયેલાં રહે છે, જ્યાં કોઈ અભાવ, ખોટ કે તાણ જોવા મળતી નથી. તેમને એક જ પલકારામાં બઘું જ મેળવી લેવાનો ઉમંગ હોય છે. મનગમતી વસ્તુ મેળવવાની અથવા સ્વપ્ન સિઘ્ધ કરવાની લાલચ અને ભાવનામાં એવો પ્રચંડ વેગ હોય છે કે કોઈ પણ અડચણ, પછી ભલે તે આર્થિક હોય છતાં, સહન નથી થતી. આથી કિશોર-કિશોરીઓ પોતાના વિચારોની દુનિયાને મ્હોરેલી જોવા માટે મનફાવે તેટલો ખર્ચ કરે છે અને જો માતા-પિતા તેમની માંગને પૂરી ન કરે તો તેઓ ખોટાં કાર્યો દ્વારા પણ પૈસો પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે. જેમ કે ચોરી અથવા ખરાબ કૃત્ય કરવા પણ તેઓ પ્રેરાય છે. સંદીપ હોસ્ટેલમાં રહીને ભણતો હતો. મઘ્યમવર્ગનો હોવા છતાં તેની આદતો ખર્ચાળ હતી. રોજરોજ નવી નવી આમ, આવી પબ્લિક શાળાઓમાં પણ બધા જ સ્તરનાં બાળકો પ્રવેશ લેતાં હોય છે, જેમાં કેટલાંક ઊંચા વર્ગનાં તેમજ કેટલાંક મઘ્યમવર્ગનાં પરિવારોનાં બાળકો સાથે ભણતાં હોય છે. મઘ્યમવર્ગનાં માતા-પિતા કોઈ પણ પ્રકારે પોતાના અંગત ખર્ચમાં કાપ મૂકીને, દેવું કરીને અથવા વધારાની મહેનત-મજૂરી કરીને પબ્લિક સ્કૂલનો તમામ ખર્ચો ઉઠાવતાં હોય છે. પરંતુ આ શાળાઓમાં ગયા પછી મઘ્યમ વર્ગનાં બાળકો પણ ઉચ્ચવર્ગનાં બાળકોની નકલ કરીને તેમની હરીફાઈ કરતાં રહે છે. ઘણાં ખરાં તો તેમનાં માતાપિતા પાસે કાર તેમજ મોટર સાઈકલની માંગણી પણ કરતાં હોય છે. ક્યારેક પિકનિક ક્યારેક જન્મદિવસની પાર્ટી, ક્યારેક અન્ય સમારોહના અવસરોએ નવા નવા ખર્ચ ઊભા થયા જ કરતા હોય છે.
જો બાળકોના આ ખર્ચાઓમાં કાપ મૂકવામાં આવે અથવા તેમની સાચી આર્થિક સ્થિતિ તરફ તેમનું ઘ્યાન દોરવામાં આવે, તો તે તેમની મિત્રમંડળીનાં ઉદાહરણ આપવા બેસી જાય છે. તેમનામાં હીનતાનો ભાવ આવી જતો હોવાથી તેઓ લધુતાગ્રંથિવાળાં બની જતાં હોય છે.
આજકાલનાં બાળકો નાની ઉંમરથી જ તેમના પાડોશીઓ, સંબંધીઓ અને મિત્રોનાં જીવનસ્તરથી સચેત રહે છે. તેઓ તેમની સમાનતા અને નકલ કરવાનો પ્રયત્ન કરે છે. જેમ કે, પાડોશીના ઘરે રંગીન ટીવી હોય તો પોતાનું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી વેચીને નવું રંગીન ટીવી ખરીદવાની વાતો કરશે અને રંગીન ટીવી ખરીદી લીધા પછી અન્ય માગણીઓ શરૂ થઈ જશે. રંગીન ટીવી છે, તો વી.સી.આર. પણ જોઈએ જ, કેમ કે અમારા બધા જ મિત્રો પાસે વી. સી. આર. છે. આમ, નિમ્ન મઘ્યમવર્ગનાં અથવા મોટા પરિવારવાળાં માતાપિતા તેમની માગણીઓથી દ્વિધા અનુભવે છે. અને આર્થિક મુશ્કેલીમાં ફસાઈ જાય છે.
કિશોરાવસ્થાના સમયગાળા દરમિયાન જ્યારે પુત્ર કે પુત્રીઓની ભાવનાઓમાં અસંતુલન અને અસ્થિરતા આવી જાય છે, ત્યારે તેમનંુ મન તેમના દિલના ઘેરાવામાં જ સીમિત થઈ જાય છે અને વાસ્તવિક દુનિયાથી માઈલો દૂર પહોંચી જાય છે. ઉંમરના આવા નાજુક સમયમાં માતા-પિતાને ખૂબ જ સમજદારીથી વર્તવું પડે છે. સમયાનુસાર તેમની સાથે સંતુલિત વ્યવહાર કરીને લોકોનું આંધળું અનુકરણ ન કરવાની સલાહ આપવી પડે છે.
‘‘માં, હું વાળમાં તેલ નહીં નાખું. તેલવાળા, ચોંટેલા વાળ સારા નથી લાગતા. કોલેજમાં બધી બહેનપણીઓ મારી મજાક ઉડાવે છે. મને પણ શેમ્પુ લાવી આપ. શેમ્પુ લગાવવાથી મારી બહેનપણીઓના વાળ કેટલા સરસ, રેશમી અને છુટ્ટા લાગે છે? બિલકુલ ફિલ્મી અભિનેત્રીઓ જેવી લાગે છે. માઘુરી સપનામાં રાચતા બોલી.
‘‘અરે, અત્યારથી જ તેલ નાખવાનું છોડી દઈશ તો બધા વાળ ધીમે ધીમે ખરી જશે. તેલથી જ વાળને પોષણ મળે છે.
‘‘રહેવા દે મમ્મી, આજકાલ તો શેમ્પૂનો જ જમાનો છે. તેલનો નહીં, લીના જોશે તો મને ગમાર કહેશે. મારે મારી મજાક નથી કરાવવી.’’
પુત્રપુત્રીઓએ સમજવું જોઈએ કે આજકાલ મોંઘવારીના જમાનામાં માત્ર ફેશન સમજીને આડેધડ ખર્ચ કરીને પૈસા વેડફી નાખવા ન જોઈએ. કોઈ એવી ચીજ ખરીદવી જોઈએ, જે સસ્તી અને ટકાઉ હોવા છતાં ફેશનની સાથે મેળ ખાતી હોય.
બાળકોની પસંદગીનો અનાદર ન કરો.
માતાપિતા જ્યારે બાળકો માટે ખરીદી કરવા જાય, ત્યારે હંમેશા તેમને પોતાની સાથે લઈ જવાં જોઈએ, જેથી તેમની પસંદગીની સાથે સાથે તમારા ખિસ્સાખર્ચનો પણ મેળ બેસે આંધળા અનુકરણના ગાડરિયા પ્રવાહમાં ફસાઈને ઘરને ઘૂળધાણી ન કરી નાખવું જોઈએ. બાળકોને સમજાવવાં જોઈએ કે તેમણે પોતાની સંસ્કૃતિ, સભ્યતા અને સન્માનને ઘ્યાનમાં રાખીને જ વસ્ત્રો પહેરવાં જોઈએ.
આ ઉપરાંત, ટીવી અને વર્તમાનપત્રોની નવી નવી જાહેરાતોની પણ બાળકો પર સીધી જ અવળી અસર પડતી હોય છે. નાની ઉંમરનાં બાળકો પણ પ્રસારિત થતી જાહેરાતો ખૂબ ઘ્યાનથી જોતાં હોય છે અને માતાપિતા પાસે સમય-સમય પર તેમની નિરંતર માગણી કરતાં હોય છે. આવી જાહેરાતોમાં વસ્તુઓની એટલી બધી પ્રશંસા થતી હોય છે કે બાળકો તેનાથી આકર્ષાઈને તે વસ્તુઓની માગણી કરવા લાગે છે. પરંતુ આ વસ્તુઓ વઘુ મોંઘી હોવા છતાંય ખાસ ઉપયોગી નીવડતી નથી. કોણ જાણે બાળકોનાં અપકવ મન પર તે ચીજનો એટલો મોહ જાગે છે કે, તેઓ તેની જ માગણી કરતાં રહે છે.
આવી મોંઘવારી, નકલ, હરીફાઈ તેમજ દ્વિધાના આ કુચક્રમાંથી બચવા માટે માતાપિતાએ પોતાની યોગ્યતા તેમજ અનુભવથી સાચો નિર્ણય લઈ પોતાનાં બાળકોને સમજ આપવી જોઈએ. તેમને ઘર તેમજ આર્થિક સ્થિતિથી વાકેફ કરાવવાં જોઈએ, કેમ કે દરેક ઘરની જવાબદારીઓ અને મર્યાદાઓ અલગ-અલગ હોય છે તથા તે મુજબ જ વ્યક્તિએ ખર્ચ કરવાનો હોય છે. આ વાત બાળકોને સરળતા, સભ્યતા અને આત્મીયતાથી સમજાવવી જોઈએ, તેમની સાથે કઠોર વર્તન કરવાથી તેઓમાં વિદ્રોહની ભાવના જાગી ઊઠે છે.
આ સિવાય બાળકોને પોતાના કરતાં નિમ્ન વર્ગનાં પરિવારોની સ્થિતિથી પણ વાકેફ કરાવવાં જોઈએ તેમજ તેમને ઓછા ખર્ચમાં ટકાઉ, સુંદર અને આકર્ષક વસ્તુઓ ખરીદવાનું પ્રોત્સાહન આપવું જોઈએ.
માતાપિતાએ બાળકોને આંધળું અનુકરણ કરતાં અને અતિ આઘુનિકતાના મોહમાં ફસાઈને ઉધાર માગીને મોજ માણવાની વૃત્તિવાળાં ન બને તે માટે ચેતવવાં જોઈએ. માતા-પિતાએ પણ કોઈની પાસેથી ઉછીના રૂપિયા માગીને બાળકોની માગણી સંતોષવી જોઈએ નહીં, કેમ કે બાળકોને પરિશ્રમ કર્યા વિના જ જો જોઈતા રૂપિયા મળી રહેશે, તો તેઓ તે રૂપિયાનો દુરુપયોગ તો કરશે જ, પણ તે સાથે તેઓને રૂપિયાનંુ મહત્ત્વ પણ સમજાશે નહીં. જેવી રીતે એક દિવસ સૂરજ ન ઊગે તો સૂરજનું મહત્ત્વ સમજાય છે તેવી જ રીતે બાળકોને પણ પૈસાની તંગી અનુભવવી પડશે, ત્યારે જ તેઓ પૈસાનું મહત્ત્વ સમજી શકશે. જીવનના દરેક ક્ષેત્રમાં માતાપિતા કે વાલીનું માર્ગદર્શન, અનુભવ અને આચરણ બાળકો માટે અનુકરણીય, આદર્શ અને સાર્થક હોય છે. જીવનનાં વિવિધ પાસાંઓમાં આર્થિક પાસું પણ મહત્ત્વપૂર્ણ છે, જેમાં અત્યંત કાળજી રાખી યોગ્ય ખર્ચ જ કરવો જોઈએ. એટલે તમારાં કિશોર સંતાનોના સાચા માર્ગદર્શક બનીને તમારે એમને પોતાના પાગરણ જેટલી જ સોડ તાણવાની ટેવ પાડવી જોઈએ. કિશોરાવસ્થામાં શિખવાડેલી આ વાત એમને જીવનભર સુખી રાખશે.
વર્ષા

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved