Last Update : 10-April-2012, Tuesday
 

તમારા બોસ તમને અવગણે છે ?

 

તમે એક મહિલા કર્મચારી છો, તમારે હિસાબે તમે સારાં છો, અને અનુકૂળ રીતે જ વર્તો છો. આમ છતાં, ક્યારેક તમને તમારા સિનિયર કે બોસ તરફથી એવું લાગવા માંડે છે કે, જાણે તેઓ તમારી ઉપેક્ષા કરી રહ્યાં છે, અગર તો તમારા કામથી હજુ એમને સંતોેષ નથી. અને, તમે એમના દ્વારા તમારી અવગણના થઈ રહ્યાનું અનુભવવા લાગો છો. તમને લાગે છે કે તમારો કોઈ વાંક ગુનો નથી. તો પછી આમ કેમ? હા, એવી કેટલીક બાબતો તમારામાં છે, જેની તમને પણ જાણ નથી, અને એ બાબતો તમારા સિનિયર કે બોસને અવારનવાર સૂક્ષ્મપણે અકળાવે છે. અને, એમાંથી જ એક અણગમો જન્મે છે. તો, આ સ્થિતિના સર્જનથી બચવા શું કરશો? ચાલો જોઈએ.
ધિક્કારનું ઉદ્‌ભવસ્થાન સૂચવતા જાણીતા મનોચિકિત્સક્‌ કહે છે કે, તાર્કિક બિનતાર્કિક કારણસર વ્યક્તિ પ્રત્યે તીવ્ર અણગમો જન્મી શકે છે. આ બાબતના મૂળમાં અહમ્‌ વિચારસરણી , પોતાને વિશેની વાસ્તવિકતાથી ઊંચી કલ્પના, બિનતાર્કિક ભય અને ઈર્ષ્યા જેવા કારણો જવાબદાર હોય છે. કદાચ, બોસ એમ માને છે કે, તમે એના કરતાં વધારે નસીબદાર છો. તમારી આવી છાપ પણ તેને ગુસ્સે કરી શકે, ઈર્ષ્યા જન્માવી શકે. બને કે, તમારા બોસ સ્વયં તમારી સાથે સ્પર્ધા અનુભવતા હોય અને તમારી સારી કામગીરીને એ પોતાની સુસ્થાપિત પ્રતિષ્ઠા માટે ધમકીરૂપ સમજતા હોય. તીવ્ર અણગમાની પ્રક્રિયા જોઈએ તો શરૂઆતમાં કટાક્ષ, એ પછી અન્યોની વચ્ચે તમને હલકાં પાડવાં, માનભંગ અને ઉપેક્ષા જેવા તબક્કા ક્રમશઃ જોવા મળે છે.
વળી, તમે નિશ્ચિત થયેલી કાર્યપઘ્ધતિને અનુસરવામાં ઊણા ઊતરો છો ત્યારે પણ તમારે બોસનો અણગમો વ્હોરી લેવો પડે છે. બીજું, તમે પોતે વિચારેલી જુદી જ કાર્યપઘ્ધતિ સાથે તમારા બોસને સહમત કરવા એ પણ બહુ મુશ્કેલ છે.
વિશ્વવિખ્યાત મનોચિકિત્સક ડૉ.એરોન ટી. બેક પોતાના એક પુસ્તક ‘પ્રીઝનર્સ ઓફ હેટ’માં નોેંધે છે ઃ ‘માનવીને પ્રેમ કરવા કરતા ધિક્કારવાનું કામ સરળ લાગે છે.’ પોતાના આ પુસ્તકમાં બેકે, વિચાર પ્રક્રિયા તેમજ માનવજાતની ડાર્ક સાઈડ (મલિન બાજુ)ના સંવેદનો અને વર્તણૂક વચ્ચેનો સંબંધ પોતાના સ્થાપિત સિદ્ધાંતને આધારે પ્રયોજ્યો છે. આપણા રોજરોજના જીવનમાં છાસવારે અનુભવાતી હતાશાઓને એમણે ખંડનાત્મક વર્તણૂકનાં વિવિધ પાસાંઓ સાથે સાંકળીને દર્શાવી છે. ઉપરાંત, આપણે કેટલીક ઝડપથી માનહાનિમાંથી ગુસ્સા તરફ અને ગુસ્સામાંથી તિરસ્કાર તરફ ઢળી જઈએ છીએ એ વાત પણ એમણે આપણા રોજબરોજના જીવનના એકદમ વ્યવહારુ અને પ્રતીતિકર દ્રષ્ટાંતો આપીને સમજાવી છે. એમણે એ વાત પર ભાર મૂક્યો છે કે વિચારતરેહ છે જે ધીમે ધીમે આપણને પ્રતિકાર તરફ વાળે છે, અને એ અંગે સ્પષ્ટ રહેવું જોઈએ કે આ જ બાબત મનની ક્રિયાઓને પ્રભાવિત કરે છે. મોટા ભાગની કંપનીઓ તમારી પાસે એક ટીમરૂપે કામ કરવાની અપેક્ષા રાખે છે, અને એથી જ એ ઈચ્છે છેે કે તમારા કેપ્ટનને અનુસરો, જેની નિમણૂક કંપનીએ જ કરી છે. જો તમે એમ નથી કરતા તો તમને દોષિત ગણી લેવામાં આવશે. બોસ સાથે સંપૂર્ણ સહકાર વર્તણૂકલક્ષી સંઘર્ષ કે તાત્ત્વિક મતભેદને લીધે જો એ સિદ્ધ ન થઈ શકે તો પછી બીજો નોકરી શોધતા રહેવું એ જ બહેતર છે. યાદ રાખો , બોસ વિરુઘ્ધની ફરિયાદો ત્યારે જ પરિણામ લાવી શકે જ્યારે તેઓ કંઈક ગેરકાનુની કામ કરી રહ્યાં હોય, તમારું શારીરીક શોષણ કરી રહ્યાં હોય અગર તો કંપનીની નીતિથી વિરુઘ્ધ જઈ રહ્યાં હોય.
બોસ દરેક વખતે દોષિત નથી હોતા. સહકાર્યકરો જ્યારે કામકાજની બાબતમાં સીધા નથી ચાલતા ત્યારે એમને એમના બોસ તરફથી નકારાત્મક પ્રતિભાવો મળતા હોય છે.
બેન્કમાં ઉચ્ચ પદવી ધરાવતા એક મહિલા કર્મચારી કહે છે, હું જો બોસ તરીકે જ વર્તુ તો કામો પતાવવાં મુશ્કેલ બની જાય. જો તમારો અભિગમ મૈત્રીપૂર્ણ અને સમજપૂર્વકનો હોય, તમારા સહકાર્યકરો તમને સમજી શકતા હોય- ખાસ તો હું એક મહિલા છું એ સંદર્ભમાં તો સાથે કામ કરવું ઘણું આસાન થઈ જાય છે. અનેક કામો પતાવવા માટે હંમેશા સહકાર્યકરને આસપાસ વીંટાળી રાખવા એ દરેક વખતે શક્ય નથી. તમારા જુનિયરોથી હંમેશા થોેડુંક અંતર રાખવું બહેતર છે., અને તમે સત્તા ધરાવો છો એવું એમને લાગવો દો.
આમ છતાં, આ મહિલા કર્મચારી એમ પણ કહે છે કે, જ્યારે તેનો કોઈ પણ જુનિયર ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે તેણીનું હૈયુ તેને માટે કકળી ઊઠે છે. એ તેને તમામ પ્રકારની સહાય કરવા માટે તત્પર રહે છે.
જો કે, બધા જ બોસ આ થિયરીને નથી અનુસરતા, દરેકની સમજણ અને સિદ્ધાંતોમાં ફરક હોય છે.
બોસ સાથે કેમ પનારો પાડશો?
માનો કે, તમે સહુથી જુદાં છો, અને બેશક સહુથી જુદી જ રીતે કામ કરશો. આમ છતાં, તમારી અને તમારા બોસ વચ્ચેની નાની અમથી ખાઈ પૂરવાની વ્યૂહરચના પણ જાણી લો.
તમારા બોસના લાગણીતંત્રથી વાકેફ બનો
તમારા બોસને જે વાતની ચીડ છે તેવી મોટી કે નાની દરેક બાબતને ઘ્યાનમાં રાખો, અને એમ કરવાનું ટાળો. જો તમે કામની ડેડલાઈન નહીં જાળવો તો બોસનો પિત્તો જશે જ અને એવું ન બને એ ઘ્યાનમાં રાખો. જો તમારા બોસને તમારી પાસેથી ડેઈલી રિપોર્ટની અપેક્ષા હોય તો એ અચૂક સંતોેષો અને આ બાબત માત્ર એમને પ્રભાવિત કરવા માટે જ નથી, પરંતુ લાંબેગાળે એ તમારી કાર્યક્ષમતા પણ વધારશે.
એની કમ્યુનિકેશન સ્ટાઈલને વળગી રહો
ચાહે એ ઔપચારિક હોય કે અનૌપચારિક, તમારા બોસની જે કમ્યુનિકેશનની શૈલી છે એને વળગી રહો, એને જ અનુસરો અને એમ નહીં કરો તો તમને તમારા બોસ તરફથી મોળો પ્રતિસાદ મળવા લાગશે.
સફળતાનો મંત્ર મેળવી લો
તમારા બોસની ‘ગુડ બુક’ માં હોય એવા તમારા જ સહકર્મચારીઓ પાસેથી બોસના માનસને જાણી લો, અને એમ ની સાથે પનારો પાડવાનો અસરકારક વ્યૂહ સમજી લો. બોસને સંભાળવા એ ખરેખર એક કળા છે. તમારું કામ યોગ્ય સમયે અને યોગ્ય રીતે એમને સુપરત કરવાની તરકીબ શીખી લો.
ગપસપથી દૂર જ રહો
ક્યારેય બોસની નંિદા ન કરો. પીઠ પાછળ બોલવાથી નકારાત્મક છાપ ઊભી થાય છે. વાતાવરણ ડહોળાય છે અને છેવટે કામ પર જ વિપરિત અસર પડે છે. તમે માનો કે ન માનો, પણ તમે પીઠ પાછળ કરેલી વાતો એક યા બીજી રીતે તમારા બોસના કાન સુધી પહોંચતી જ હોય છે. અને તમારું કામ સારું હોવા છતાં એ બાબત તમને બોસની નજરમાંથી ફેંકી દઈ શકે છે.
મૈત્રીપૂર્ણ અભિગમ રાખો
કામ કરવાની તમારી રીત દ્વારા તમારા બોસ સાથે તમારો એક મૈત્રીપૂર્ણ સંબંધ કેળવાઈ શકે છે. તમે તમારી તરફથી ‘પરફેક્ટ’ રહો તો ઠપકાના પ્રસંગોની શક્યતા નામશેષ થઈ જાય છે.
જયવંતી

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved