Last Update : 10-April-2012, Tuesday
 
પતિને મદદરૂપ બનો
 

આઘુનિક સામાજિક સંદર્ભમાં પતિની અર્ધાગિની કહેવાતી પત્નીએ અર્ધાગિનીની સંપૂર્ણ જવાબદારી સારી રીતે નિભાવવી જરૂરી બની ગઈ છે. પરંતુ જ્યારે પતિ પોતાની ફરજ સંપૂર્ણપણે નથી નિભાવી શકતો ત્યારે પત્ની રડવાનું શરૂ કરી દે છે તે મોકો મળતાં જ સગાસંબંધીઓને ધરાઈને ફરિયાદ કરે છે. પતિ બહારથી ગમે તેટલો થાકીને આવે અને પત્ની સાથે થોડી સહાનુભૂતિપૂર્વક વાતો કરે ત્યારે તરત જ તે પતિને મહેણાં મારવાનું શરૂ કરી દે છે, ‘‘તમે મારું તો બિલકુલ ઘ્યાન રાખતાં જ નથી. હંમેશા ઓફિસે અને ઓફિસનું જ કામ.’’
પત્નીએ પતિની મજબૂરી સમજીને સાચા અર્થમાં તેની સંપૂર્ણ અર્ધાગિની બની રહેવું જોઈએ.
સુરુચિ પતિને હંમેશાં ફરિયાદ કરતી રહે છે, ‘‘ઓફિસ, ઓફિસ અને બસ ઓફિસ આના સિવાય તમારી પાસે બીજું કોઈ કામ નથી તો પછી મારી સાથે શા માટે લગ્ન કર્યા? આપણા માટે સારું એ રહેશે કે આપણે જુદા રહીએ.’’
સુરુચિ જેવી પત્નીઓ એ ભૂલી જાય છે કે આજના યુગમાં આઘુનિક ગણાવા માટે પતિની વિરુદ્ધ મોરચો માંડવો જરૂરી નથી. પરંતુ પતિના કામમાં મદદ કરવી એ જ આઘુનિકતા છે.
સુરુચિ જાણે છે કે તેનો પતિ ઉચ્ચ અધિકારી છે અને તેને કેટલી જવાબદારીઓ નિભાવવી પડે છે. તેણે એ પણ વિચારવું જોઈએ કે ઉચ્ચ અધિકારીની જો આવક વધારે હોય તો એને અનુરૂપ કામની જવાબદારી પણ વધી જાય છે. આવા સંજોગોમાં જવાબદારીઓ અને આવક વચ્ચે તાલમેલ સાધવો ખૂબ જરૂરી છે.
મોટા ભાગે પત્ની પતિ પાસે એવી અપેક્ષા રાખતી હોય છે કે તે ઘરમાં આખો દિવસ કામ કરતી હોય તો સાંજે પતિ ઓફિસેથી આવે ત્યારે રસોઈ બનાવવામાં અથવા બાળકોને હોમવર્ક કરાવવામાં તેની મદદ કરે. આવા સંજોગોમાં પત્નીએ પણ એવું વિચારવું ના જોઈએ કે તેણે પણ પતિના કામમાં મદદ કરવી જોઈએ?
વધારે કામ હોય ત્યારે પતિને મહેણાં મારવાને બદલે તેણે તેને મદદ કરવી જોઈએ કારણ કે સમયસર અથવા વહેલું કામ પૂરું કર્યા પછી પતિ પાસે તમારા માટે ભરપૂર સમય રહેશે.
અમુક પત્નીઓ એવું માનતી હોય છે કે તેઓ પતિના કામ વિશે કશું જાણતી ન હોય તો પછી તેના કામમાં મદદ કેવી રીતે કરે? આવા સંજોગોમાં કેટલાક નુસખા અપનાવો કદાચ ક્લિક થઈ જાય.
પતિને કામ વિશે યોગ્ય સવાલો પૂછીને ઘણું બઘું જાણી શકાય છે. શરૂઆતમાં પતિ કદાચ એવું માની લે કે તમે આ વિષયથી અજાણ હોવાથી તમારી સાથે આ બાબતમાં શું ચર્ચા કરી શકાય. એટલે તમારી સાથે વાત કરવા તૈયાર નહીં થાય અને કહેશે જવા દે, છોડ વાત.
આવા સંજોગોમાં પત્નીએ બીજી કોઈ વ્યક્તિ દ્વારા આ વિશે જાણકારી મેળવવી જોઈએ. એ વ્યક્તિ તમારા કોઈ સંબંધી પણ હોઈ શકે છે. પરંતુ આ જાણકારી કુશળતાપૂર્વક મેળવો જેથી કરીને એ તમારી ઇચ્છા ના જાણી શકે. કારણ કે જો પતિને ખબર પડી ગઈ કે ખાસ વ્યક્તિ પાસેથી તમે તેની ઓફિસ વિશે જાણકારી મેળવી છે તો તમારા પતિના સ્વમાનને ઠેસ પહોંચી શકે છે.
આજકાલ દરેક કાર્યને લગતાં પુસ્તકો મળી રહે છે. મીટંિગ અને કોન્ફરન્સ યોજાય છે. ઇન્ટરનેટ પર દરેક પ્રકારની માહિતી મળી રહે છે. તમે ત્યાંથી માહિતી મેળવીને તમારા પતિના કામનું વિશ્વ્લેષણ કરો.
જો પતિ સરકારી વકીલ હોય તો તમને કાયદાનું થોડું ઘણું જ્ઞાન હોય એમાં કશું ખોટું નથી. આનાથી તમને પતિનું કામ અને જવાબદારી સમજવામાં ખૂબ મદદ મળશે.
વિધાનસભા અને સંસદની છાપામાં છપાતી કાર્યવાહી ઘ્યાનથી વાંચો તથા નવા કાયદા પર થતી ચર્ચામાં નિષ્ણાતોનાં વક્તવ્યોનો અભ્યાસ કરો. મોટા ભાગે છાપામાં મહત્ત્વપૂર્ણ કેસના ચુકાદાના સમાચારો છપાતા રહે છે. કાયદાને લગતાં સામયિકો મંગાવીને વાંચો.
જો પતિ એન્જિનિયર હોય તો તમે એન્જિનિયરંિગનાં પ્રાથમિક પુસ્તકો વાંચો છાપાં અને સામયિકોમાં કોઈ મહત્ત્વપૂર્ણ આયોજન, પુલ માર્ગ કોલોની, પ્લાન્ટ વગેરેના નિર્માણને લગતા સમાચાર હોય તો એ જરૂર વાંચો.
જો પત્ની આવી રીતે પતિના કામમાં રસ ધરાવે અને તેને થોડું ઘણું વ્યવહારિક જ્ઞાન હોય તો પતિની ઓફિસના અન્ય ઓફિસર અને કર્મચારીઓ પર એની ખૂબ સારી અસર પડે છે.
આનાથી સમાજમાં તમારું માન વધે છે. તમે ખુદ એક પ્રભાવશાળી વ્યક્તિત્વની સામ્રાજ્ઞી બની શકો છો. સાથોસાથ તમારા પતિનું માન પણ વધે છે.
જો પતિ ડોકટર હોય તો પત્નીએ પતિના કોન્ટેક્ટ વધારવામાં તેને મદદ કરવી જોઈએ. આનાથી આવક પણ વધશે અને એ જ આવક તમને તથા તમારાં બાળકોને નવી સુખસગવડતાઓ પૂરી પાડશે.
અહીં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનું ઉદાહરણ પ્રશંસાપાત્ર છે. તેમના પતિ લાલુપ્રસાદ યાદવને જ્યારે રાજકીય સ્પર્ધાને કારણે પદભ્રષ્ટ થવું પડ્યું ત્યારે લાલુની સત્તા રાબડીદેવીએ સારી રીતે સંભળી. રાબડી દેવીની સચ્ચાઈ બધા સારી રીતે જાણે છે. એક અભણ સ્ત્રીને લોકોએ ઘેરવાની બનતી કોશિશ કરી, પરંતુ પતિનાં તમામ કામ પૂરાં કરવામાં તેમણે કોઈ કસર બાકી ન રાખી. સૌથી મોટી વાત તો એ છે કે રાબડી દેવી રાજકીય ખુરશીની સાથે સાથે ઘર ગૃહસ્થી પણ ખૂબ સારી રીતે સંભાળી શક્યા હતા. આવી રીતે રાબડી દેવી પતિના મનગમતા જીવનસંગિની બન્યાં છે. અમજદ અલી ખાનની પત્નીએ પોતાના પતિના કેરિયર માટ ખુદની કેરિયર દાવ પર લગાવી દીધી અને આજે અમજદઅલી ખાન એ વાત સહર્ષ સ્વીકારે છે કે તેમની પત્નીના સહકારને કારણે જ તેઓ આજે આ સ્થાન પર પહોંચ્યા છે.
અમિતાભ બચ્ચનના દામ્પત્ય જીવનની ગાથા પણ કંઈક આવી જ છે. જ્યારે અમિતાભ બચ્ચનની કંપની એબીસીએલ દેવામાં ડૂબી ગઈ ત્યારે જયા બચ્ચને ફિલ્મોમાં કામ કરવાનું ફરીથી શરૂ કરી દીઘું. અમિતાભ સાથે લગ્ન કર્યા પછી જયાએ ‘સિલસિલા’ ફિલ્મ પછી કામ કરવાનું બંધ કરી દીઘું હતું.
આવી રીતે અમિતાભ બચ્ચનની પ્રતિષ્ઠા જળવાઈ રહી. પતિની ખુશીમાં પોતાની ખુશી સમજનારી પત્ની જ સાચા અર્થમાં મનમોહની પત્ની હોય છે. આનાથી દામ્પત્ય જીવનમાં ક્યારેય તાણ ઊભી થતી નથી.
સવિતા

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved