Last Update : 10-April-2012, Tuesday
 
રસોડાની રંગત
 


રિવારને રોજ-બરોજ નવી-નવી વાનગીઓ ખવડાવવા ગૃહિણી રસોઇમાં નવા-નવા નુસખા અજમાવતી હોય છે.
રસોઇમાં વૈવિઘ્ય આણવાની ટિપ્સ
કોબી-કોબીના પાનને બાફી સમારી તેમાં ચણાનો લોટ, હળદર, મીઠું,મરચું ભેળવી ભજિયા તળવા. ગ્રેવી બનાવી તેમાં આ ભજિયા નાખવા. કોબીના સ્વાદિષ્ટ કોફ્‌તા તૈયરા થશે.
કોબીના પાનનો ઉપયોગ વેજીટેબલ રોલ્સ બનાવવા કરી શકાય.
ઉપમામાં ઝીણી સમારેલી કોબી નાખવાથી ઉપમા સ્વાદિષ્ટ લાગે છે.
કોબીનું રાયતું પણ સારું લાગે છે તેને ઝીણી સમારી તેમાં વલોવેલું દહીં, મીઠું, ચાટ મસાલો તથા સ્વાદનુસાર મરચું નાખવું.
કોબીને ઝીણી સમારી તેમાં ચણાનો લોટ તેમજ સ્વાદાનુસાર મસાલો ભેળવીભજિયાં ઉતારવા.
ઘઉંના લોટમાં ઝીણી સમારેલી કોબી ભેળવી પરાઠા તેમજ મૂઠિયાં કરી શકાય.
ટામેટા-ટામેટાં કાચા સીંગદાણા તથા કાળ સંચળ ભેળવી ચટણી બનાવવી. અથવા તો તેમાં સ્વાદાનુસાર મીઠુ,મરચું તથા લસણ નાખી ચટણી બનાવી ફરસાણ અથવા પરાઠા સાથે ખાઇ શકાય. ટામેટાને ઝીણા સમારી તેમાં બાફેલા બટાકા ભેળવવા. તેના પર કોથમીર , સંચળ,વાટેલું કાચું લસણ. તેમજ લીંબુનો રસ નાખવો. સ્વાદિષ્ટ ચાટ બનશે.
મશરૂમ- મશરૂમમાં મીઠું ભેળવી મેંદાના ઘોળમાં ડૂબાડી પકોડા બનાવવા.
મશરૂમ અને સોયાબિનની પલાળેલી વડીને વાટી તેમાં ચણાનો લોટ તથા મીઠું નાખી ટિકી બનાવવી.
મશરૂમ, પાલક, કોબી, બાફેલા બટાકા, વટાણાને મિક્સ કરીતેમાં સ્વાદાનુસાર મસાલો કરી ગોળા બનાવી તેલમાં તળી પકોડા બનાવવા.
સ્વાદિષ્ટ ચટણી- ચટણી બનાવતી વખતે તેમાં એક નાનો ચમચો માખણ ભેળવવામાં આવે તો તેમાં ચટણીની પૌષ્ટિકતા તથા સ્વાદ વધે છે.
કોથમીર-ફૂદીનાની ચટણીમાં સપ્રમાણ પાલક ભેળવી સ્વાદાનુસાર મસાલો નાખી ચટણી બનાવવાથી સ્વાદ વધે છે તથા માત્રા પણ વધે છે.
વટાણાની છાલનું પાતળુ ંપડ ઉતારીને તેને કોથમીર-ફૂદીનાની ચટણીમાં વાટતી વખતે ભેળવવું. ચટણીનો સ્વાદ,રંગ સારો થાય છે.
પાપડ બનાવવાની ટિપ્સ- પાપડ બનાવતી વખતે અડદની દાળ સાથે એક ભાગ ચોખાનો લોટ અને ચોથો ભાગ મગની દાળનો લોટ ભેળવવાથી પાપડ સ્વાદિષ્ટ તો થશે જ પરંતુ સાથેસાથે વણવામાં પણ સરળતા રહેશે. પાપડ એકબીજાથી ચોંટી જતા હોય તો એક મોટા ચમચા દેશી ઘીમાં અડધો ચમચો મરીનો ભૂક્કો ભેળવી પાપડ પર થોડું -થોડું ચોપડવું જેથી પાપડ એકબીજા સાથે ચોંટશે નહીં અને તેમાં જીવાત પણ નહીં પડે.
બટાકાના પાપડ બનાવતી વખતે તેમાં ચપટી ખાવાન ોસોડા ઉમેરવાથી પાપડ ક્રિસ્પી થાય છે.
સુરેખા

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved