Last Update : 10-April-2012, Tuesday
 

સાજન સામે સંકોચ શા માટે

 

અવિનાશે દુકાનદારને કહ્યું, ‘‘ગાંઠિયા સાથે અઢીસો ગ્રામ જલેબી પણ બાંધી આપજો....’’
આ સાંભળી મોના તરત બોલી ઉઠી, ‘‘ના જીજાજી, જલેબી નહીં, ગાંઠિયા સાથે બટાકાવડા, લીલાં મરચાં અને ચટણી લઈ લો. દીદીને એ વધારે ભાવે છે.’’ અવિનાશના આશ્ચર્યનો પાર ન રહ્યો. લગ્નને આટલાં વર્ષો વીત્યા પછી પણ પોતાને હંસાની પસંદગી-નાપસંદગીની ખબર પણ ન હતી.
ઘેર આવીને એણે હંસાને કહ્યું, ‘‘તે ક્યારે મને કહ્યું કેમ નથી કે તને ગાંઠિયા-મરચાં બટાકાવડાં-ચટણી વધારે ભાવે છે?’’ હંસાએ સહેજ નારાજ સ્વરે કહ્યું, ‘‘અત્યાર સુધીમાં તો તમને સમજાઈ જવું જોઈતું હતું પણ તમને મારી પસંદગી-નાપસંદગીનો ખ્યાલ હોય તો સમજો ને....’’
પોતાના વિશે થોડું જણાવો
અવિનાશને થયું કે જણાવ્યા વિના એને કઈ રીતે હંસાની ઈચ્છાની ખબર પડે?
એ કહે છે, ‘‘એવું નથી કે અમે ક્યારેય કશી વાત કરતા નથી. ઘણી વાતો થાય છે. બાળકોની, તેમના અભ્યાસની રસોઈ, ઘરખર્ચ, પાડોશી વગેરે વિશે અમે ઘણી વાતો કરીએ છીએ. હું તો એને મારા વિશે બધી વાતો કરું છું. મારા ગમા અણગમા, કોલેજકાળ અને નાનપણથી ઘણી વાતો કહું છું. એ પણ બધાં વિશે વાતો કરે છે, માત્ર પોતાના વિશે કંઈ નથી કહેતી. આજે ખ્યાલ આવ્યો કે હજી હું એને જાણતો નથી, પણ એવુ ંકેમ? શું હું એને માટે વિશ્વાસપાત્ર નથી? એ મને પારકો ગણે છે?’’
જ્યારે હંસા એવી દલીલ કરે છે કે, ‘‘અમે બંને એકબીજાને ચાહતાં હોઈએ, તો અત્યાર સુધીમાં અવિનાશને એ ખ્યાલ આવી જવો જોઈએ કે મને શું ગમે છે અને શું નથી ગમતું?’’
હા, પણ કેવી રીતે? આ સવાલ એવો છે કે જેના તરફ હંસા જેવી અનેક ગૃહિણીઓ ઘ્યાન નથી આપતી. ખરેખર તો આ બાબત વિચારવાલાયક છે કે કહ્યા વિના કે સંકેત કર્યા વિના પતિને પત્નીની ઈચ્છા અનિચ્છા, ગમા અણગમાની કેવી રીતે ખબર પડી શકે? ઘણી સ્ત્રીઓ પતિ, પરિવાર બાળકો તેમજ આડોશીપાડોશી બધા વિશે ખૂબ વાતો કરતી હોય છે, પણ પોતાના અંગે કંઈ જણાવતી નથી. આના લીધે એમની ચોતરફ એક એવી અદ્રશ્ય દીવાલ ખડી થઈ જાય છે કે તે તોડીને પત્ની સુધી પહોંચવાનું પતિ માટે મુશ્કેલ કાર્ય બની જાય છે. પત્ની તેમન માટે એક કોયડો બની જાય છે. પરિણામે, આવી સ્ત્રીઓ અને તેમના પતિઓ વચ્ચે એવું ભાવનાત્મક અંતર પેદા થઈ જાય છે જેને ઘટાડવું મુશ્કેલ હોય છે.
સ્ત્રીઓના ચૂપ રહેવા પાછળ કુટુંબ માટેની પોતાની ત્યાગ ભાવના કૌટુંબિક સુખ સામે પોતાના સુખ દુઃખ, ગમા અણગમા જાહેર ન કરવા વગેરે જેવા અનેક કારણો જવાબદાર હોય છે. આવી સ્ત્રીઓ પોતે કરેલા ત્યાગ માટે પ્રશંસાના બે શબ્દો સાંભળવા મનોમન તરસતી હોય છે. પરંતુ તે પણ વ્યક્ત કરી શકતી નથી. પરિણામે દબાવી રાખેલી અતૃપ્ત ઈચ્છાઓ માનસિક હતાશા રૂપે વ્યક્ત થાય છે, જેમાં કૌટુંબિક સુખશાંતિ અને પછી તેમની પોતાની તંદુરસ્તીનો ભોગ લેવાઈ જાય છે.
જો કે એમાં મુખ્ય કારણ છે તેમના મનમાં રહેલી એવી ગેરસમજ કે પરીકથાના રાજકુમારની માફક એમના જીવનનો રાજકુમાર પણ કંઈ કહ્યા-જણાવ્યા વિના જ પળવારમાં એમના મનની વાત જાણી લે. હંસાની માફક અનેક સ્ત્રીઓ એમ કહેતી હોય છે કે, ‘જો એ મને ખરેખર પ્રેમ કરતા હોત, તો મારી પસંદગીનો ખ્યાલ ન હોત?’’
ખરેખર તો જીવન કંઈ પરીક્થા નથી અને પતિ કોઈ મનની ઈચ્છા જાણી લેનારો સિઘ્ધ પુરુષ નથી. એ પણ એક સામાન્ય માનવી છે, જે તમારી મદદ વિના તમારા ગમા અણગમા, ઈચ્છા અનિચ્છા વિશે જાણી નથી શકતો. તમે એકબીજાને ચાહતાં હો એથી તમે એકબીજાના અંતરની વાો પણ વગર કહ્યે જાણી શકો નહીં. પતિ-પત્નીએ પોતપોતાની પસંદગીના પસંદગી અંગે એકબીજાને મુક્ત મને જણાવી દેવું જોઈએ. બનવા જોગ છે કે પત્નીના મનની ઈચ્છા જાણી પતિને આશ્ચર્ય થાય, કેમ કે એણે ક્યારેય આ બાબતે વિચાર્યું જ ન હોય.
વિવિધ રીતો
નેહાનું કહેવું છે, ‘‘મારું માનવું હતું કે તમે કોઈ ને કેટલાં ચાહો છો, તે બાબત, તમે એને આલંિગનમાં જકડી લો, એ સિવાય અન્ય કોઈ રીતે વ્યક્ત થઈ શકે જ નહીં વિવેક પ્રેમ વ્યક્ત કરવા મારા ગાલ કે ખભા પર ટપલી મારતા એથી વધારે પ્રેમભાવ જાગે, તો મને કમરેથી બાહુપાશમાં જકડી લેતા. એમની આવી રીતથી હું અકળાઈ જતી મને થતું, એ મને સાચો પ્રેમ કરતા જ નથી. માત્ર ખુશ રાખવા ખાતર ક્યારેક એવો ડોળ કરે છે.
વિવેક જ્યારે મને અકળાયેલી ખિજાયેલી જોતા, ત્યારે એવું વિચારતા કે એમનો પ્રેમભર્યો સ્પર્શ મને નથી ગમતો ક્યાંક એવું ન હોય કે એને હું નાપસંદ હોઉં કે એ બીજા કોઈને ચાહતી હોય! આવા વિચારોને લીધે વિવેક અંતર્મુખી બનતા ગયા. પ્રેમદર્શન પણ સાવ નગણ્ય બની ગયું. અમે પોતપોતાની ખીજ જ્યારે કંઈને કંઈ બહાને કાઢતાં રહ્યાં. ધીમે ધીમે સંબંધ તાણગ્રસ્ત બનતા ગયા. એવામાં એક દિવસ ભાભીની સલાહ માનીને મેં વિવેક સાથે મુક્ત રીતે સ્પષ્ટતા કરી, ત્યારે વિવેકે ભાવુક થઈ જઈ મને આલંિગનમાં ક્યાંય સુધી જકડી રાખી, તો મારી નવાઈનો પાર ન રહ્યો. એમણે ભાવુક સ્વરે જણાવ્યું કે, ‘‘હું તને મારા પ્રાણથી વિશેષ પ્રેમ કરું છું.’ ખરેખર, જો મેં પહેલેથી જ મારી ઈચ્છા વ્યક્ત કરી દીધી હોત, તો બેમાંથી કોઈનેય આવી માનસિક તાણ અનુભવી પડત.’’
સુભાષની પત્ની નીલાને બેંકમાં નોકરી કરવાની સાથોસાથ ઘરનું કામકાજ પણ કરવું પડતું. રાત્રે બઘું કામ પતાવીને એ સુભાષ પાસે આવતી, ત્યારે એ પ્રેમથી નીલાને સૂઈ જવાનું કહી પોતે મોડી રાત સુધી ટીવી જોતો કે વાંચતો. સામે પક્ષે નીલાને સમાગમન સંતોષ પછી જ સૂવાનું ગમતું હતું. પરંતુ એ કદી કહેતી નહીં. પતિ ઊંઘી જવાનું કહે તેમાં તેને પોતાની ઉપેક્ષા થતી લાગતી. તે પછી વહેલી સવારે જ્યારે સુભાષને સમાગમ માણવાની ઈચ્છા થતી, ત્યારે નીલા જાણી જોઈને તેને ટાળવાનો પ્રયત્ન કરતી અથવા અનિચ્છાએ એને સાથ આપતી. મનમાં સુભાષ પ્રત્યેના રોષને એ અન્ય રીતે વ્યક્ત કર્યા કરતી. ધીમે ધીમે બંને વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને છૂટાછેડા લેવા સુધી વાત વણસી ગઈ.
એક દિવસ આ જ રીતે ઝઘડો થયા પછી નીલાએ સુભાષના મિત્રની પત્ની સમક્ષ પોતાના મનનો ઉભરો ઠાલવ્યો. સુભાષને જ્યારે એના મિત્ર મારફત આ વાતની જાણ થઈ, ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એણે કહ્યું, ‘‘મેં તો આ રીતે ક્યારેય વિચાર્યું જ નહોતું. હું તો એમ વિચારીને એને ઊંઘી જવાનું કહેતો કે આખોે દિવસ ઓફિસમાં અને પછી ઘરનું કામ કર્યા પછી એ થોકી જતી હશે. એટલે એને મારી ઈચ્છા પૂરી કરવા ખાતર વઘુ ન થકવું અને થોડો આરામ મળી ગયા પછી એને ફરી જગાડું. જરાસરખી ગેરસમજને લીધે જીવનમાં કેટલી કટુતા વ્યાપી ગઈ, પણ એણે મને ક્યારેય આ વિશે કેમ કંઈ ન કહ્યું?
પોતાના વિશેની ચર્ચા લાભપ્રદ
ઉપરોક્ત ઉદાહરણો પરથી એક બાબત સ્પષ્ટ થાય છે કે પત્ની પોતાની ઈચ્છા અનિચ્છા વિશે મૌન ધારણ કરે, તેથી દાંપત્યજીવનમાં અનેક ભાવનાત્મક સમસ્યાઓ ઉદ્‌ભવે છે, પરિણામે એકબીજા પ્રત્યેનો વિશ્વાસઅને પ્રેમ ઘટવા લાગે છે. કૌટુંબિક સલાહકાર રોડની જેનું કહેવું છે, ‘‘લોકો પોતાના સાથીને પોેતાના વિશે જેટલી વઘુ વાતો જણાવતા શીખશે, એટલું બઘું તેમની વચ્ચેનું સામીપ્ય અને પરસ્પરનો વિશ્વાસ વધશે.’’
આમ, તમે ક્યારેક ઘરગૃહસ્થી સિવાય તમારા પોતાના વિશે તમારા શોેખ, એવી કામગીરી જે કરવામાં તમને આનંદ થતો હોય વગેરેની ચર્ચા પણ કરો. આવી વાતોથી સંબંધ જીવતા બનશે. પોેતાના વિશે જાણવામાં પતિને પણ સહાય કરો. દંપતી એકબીજાને પોતાના વિશે જેટલું વધારે જણાવશે, એટલું જ વધારે તેમનું દાંપત્યજીવન મઘુર બનશે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved