Last Update : 10-April-2012, Tuesday
 
‘કામસુખ’ના દસ સોનેરી સિઘ્ધાંતો
 

જીવન જીવવાની દરેક પ્રવૃત્તિઓમાં અમુક નીતિ નિયમોનું પાલન કરવું પડે છે અને તે પણ પ્રાકૃતિક નિયમો જ. માનવસર્જિત નિયમો સગવડીયા હોવાથી તેનું પાલન કરવામાં ઘણીવાર નહિ, પરંતુ અચૂક નુકસાન જ થાય છે. પણ જો કુદરતી નિયમોનું પાલન કરવામાં સદાચારનું આચરણ કરવામાં આવે તો માનવજીવનની દરેક પ્રવૃત્તિમાંથી પરમાનંદની અનુભૂતિ થયા વિના રહેતી નથી. માનવ જીવનની અનેકાનેક પ્રવૃત્તિઓમાં જાતિય પ્રવૃત્તિ અપવાદરૂપ હોઈ શકે નહિ અને તે માટે જ જાતિય પ્રવૃત્તિના પાલન અને પરિમાણ માટે અમુક નિયમોનું નિર્માણ કરવામાં આવે એ અનિવાર્ય આવશ્યકતા છે. પરંતુ આ નિયમોનું પાલન ઘણીવાર સાધારણ માનવી માટે અઘરું, આકરું અને અમાનુષી પણ લાગે છે? સ્ત્રી પુરુષના સહશયનની પરિસ્થિતિમાં નિશ્ચિતરૂપે શું કરવું અને શું ન કરવું એવાં સૂચનો અને સંકેતો કોઈ પુસ્તકે હજી સુધી પૂરા પાડ્યા નથી. કારણ કે તેની વિવિધતા અને વૈવિઘ્યતા અનંત અને અમર્યાદિત છે. એવો અભિપ્રાય ‘ગોરિલા ડેટીંગ ટેકટીસ’ નામના પુસ્તકમાં તેના લેખક દ્વારા આપવામાં આવ્યો છે. તેથી જ અમુક સિઘ્ધાંતો એવી રીતે ઘડી કાઢવામાં આવ્યા છે કે જે તમને તમારા સહભાગી અને યૌનસંબંધ દરમિયાન તમારા વલણ અને વર્તનને વૈવિઘ્ય પ્રદાન કરવામાં મદદનીય નીવડે. પરિણામે જાતીય વિજ્ઞાનના નિષ્ણાત સ્ત્રી-પુરુષોના અનુભવોના અર્ક રૂપે જાતિય સંબંધને લગતા ૧૦ સચોટ સિઘ્ધાંતો ઘડી કાઢવામાં આવ્યા છે જેનું પાલન તમને સજોડે સ્વર્ગીય સુખના સાતમા આસમાને સદેહ સીધાવવામાં સહાયરૂપ નીવડશે, પરંતુ મોટે ભાગે આ સિઘ્ધાંતો સ્ત્રીને માટે સિઘ્ધિ સ્વરૂપ પૂરવાર થશે.
આનંદની અપેક્ષા
તમે ભલે પ્રેમક્રિડામાં નવીનતાની તલાશ કરતા હોવાનું ગૌરવ ધરાવતા હો પરંતુ સામા પક્ષે એટલો જ પ્રતિસાદ મળે છે. પુરુષના સમગ્ર સમર્પણની અપેક્ષા ઉપેક્ષા પાત્ર નથી. ગમે તેમ તોય જાતિય સંબંધ પારસ્પારિક પ્રતિક્રિયાનું પ્રતીક છે. પ્રણયક્રિડાની પ્રવૃત્તિનો પ્રતિસાદ પ્રાપ્ત કર્યા વિનાની રાત સંતુષ્ટતાને બદલે સંતાપમાં પરિણામ પામે છે. શરીર સંબંધ દરમિયાન તમને જે જે ક્રિયા પ્રતિક્રિયાઓ પ્રિય હોય તે વ્યક્ત કરવામાં બિન્ધાસ્ત અને બેશરમ બનો. જાતિય આવેગને વ્યક્ત કરવામાં વિટંબણા અને સંકોચની લાગણી અનુભવતો તે વખતે એક જ સૂત્ર ઘ્યાનમાં રાખજો કે જે સ્ત્રીને રતિક્રિડામાં રૂચિ હોય છે તે સ્ત્રી પુરુષને પ્રાણથી પણ અધિક પ્રિય હોય છે. તમને કામોત્તેજીત કરવાની શક્તિનો પુરુષને અહેસાસ કરાવો પરિણામે પુરુષની કામોત્તેજના સોળે કળાએ ખીલી ઊઠશે. આનો ઉલ્લેખ ‘સીક્રેટસ ઓફ સીડકશન ફોર વિમેન’ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તમારા પુરુષને તમારાં ક્યાં ક્યાં અંગોપાંગોને કેવી રીતે અને ક્યારે ક્યારે કેટલા પ્રમાણમાં સ્પર્શ કરવાનું અને પંપાળવાનું જણાવવામાં વળી શરમ શાની?
આ નિયમનું પાલન તમને શરીરસુખના શિખરે ન પહોંચાડે તો કહેજો.
પરાકાષ્ઠાનો ઢોંગ ન કરો
આવો પાખંડ કરશો તો તમે તેની રતિક્રિડાની આતુરતામાં અવરોધ ઊભો કરશો. એટલું જ નહિ, પરંતુ વાસ્તવમાં તમે તેને એવી ક્રિયા માટે પ્રેરીત કરશો કે જેના પરિણામે તમને કોઈ સુખનું સમાધાન થશે નહિ અને તે તેની તે જ પ્રવૃત્તિનું પુનરાવર્તન ચાલુ રાખશે. પુરુષને કામક્રિડાની પ્રવૃત્તિમાંથી પાછો વાળવા પરાકાષ્ઠાનો પાખંડ સાનુકૂળ સંકેત નથી. તમારા સંતોષના સીસકારા તેને દર રાત્રિએ અગાઉની રાત્રિની રીત દોહરાવવાની પ્રેરણા આપશે. સુખના સમાધાનને વ્યક્ત કરવામાં અસત્યનો આશરો લેશો નહિ.
સામેવાળાને માન આપો
પુરુષને રતિક્રિડા પૂર્વેની પ્રણયક્રિડા પસંદ હોતી નથી. કારણ કે પુરુષ અધીરાઈનો આયનો છે. તમારી જાતિય સંતુષ્ટતાના કેન્દ્રબિન્દુ તરીકે તેના શરીરની સ્વીકૃતિ તમારી કામેચ્છાની પરિપૂર્ણતાનું પ્રતીક છે. પુરુષની ઉત્તેજનાને ઉશ્કેરવાનું આ એકમાત્ર સાધન છે. ઘણી સ્ત્રીઓ પોતાના પુરુષના અંગોપાંગો પ્રતિના આકર્ષણને વ્યક્ત કરવામાં સંકોચ અનુભવે છે. આવી મુર્ખાઈ કરશો નહિ. પુરુષની શારીરિક અસક્યામતોને ઉલેચવામાં ઉદ્વેગ શાને? વારે ઘડીએ તેના શરીરના સ્પર્શથી વંચિત રહેવાની ચેષ્ટા કરશો નહિ. પુરુષ સ્ત્રીનાં કામોત્તેજક અંગોપાંગો પ્રતિ બેઘ્યાન રહેતો નથી તેમ સ્ત્રીએ પણ પુરુષના પુરુષત્વનું પ્રમાણ આપતા અંગોપાંગોની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. પુરુષના પુરુષત્વને પંપાળવામાં તે વળી પરહેજ કેવી?
કામાવેગને ઝંઝાવાતી બનાવો
પતિ કે પુરુષ સાથેની રતિક્રિડા દરમિયાન સોળે કળાએ ક્રિયાશીલ બનો પરિણામે તમારા કામાવેગનો વાયરો વાવાઝોડાનું રૂપ ધારણ કરશે. જાતિય જીવનમાં સાતમા આસમાનનો સ્વૈરવિહાર સંતુષ્ટતાની સમૃદ્ધિનું સાધન બની જાય છે. પ્રણય ક્રિડા દરમિયાન પરપુરુષનું ચંિતન તમારા પુરુષ પ્રતિની વફાદારીનું લેશમાત્ર ખંડન નથી.
સંતોષનો અહેસાસ જાહેર કરો
હસ્ત મૈથુનને જાતિય સંબંધનો શિક્ષકસમ્રાટ માનવામાં આવે છે. હસ્તમૈથુનના સવિશેષ સાનુકુળ શારીરિક પુરસ્કાર અનેકાનેક છે. આ ક્રિયા તમને તમારા ભાવિ જાતિય સંતુષ્ટતાના સરમુખત્યાર બનાવે છે. હસ્તમૈથુન જાતિય સંતુષ્ટતા પ્રાપ્ત કરવામાં તમને સ્વાધીન, સ્વાવલંબી અને સ્વતંત્ર બનાવે છે. સ્વયંના શારીરિક સુખના સ્વયંજ સ્વાધિપતિ એક બીજાની અનુપસ્થિતિ અથવા અનુપલબ્ધતા જાતિય સંતુષ્ટતા પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિમાં અવરોધ ઊભા કરતાં નથી.
બોરીંગ ક્રિયાને જાકારો આપો
દિવસ રાત રોજ રોજ એકની એક ક્રિયા માટે એકની એક રીત પદ્ધતિ અને આસન અવ્યવહારુ અને પ્રતિકૂળ પૂરવાર થાય છે. વિવિધતા અપનાવવાથી ચરમસીમાની અનુભૂતિ શીઘ્ર અને અચૂક થાય છે જ.
કહેવાય છે કે ધીરજનાં ફળ મીઠાં વઘુમાં વઘુ આનંદની અનુભૂતિ કરવા માટે પોતાના માનીતા આસનને ફાવે તેટલા સમય માટે અપનાવો. આસન કામાગ્નિ માટે ઇંધણનું કામ કરે છે. પરંતુ ચરમસીમા
સરહદે પહોંચતા પહેલાં અન્ય આસનનો આશરો લેશો તો આનંદનો અનન્ય અનુભવ થશે. નીતનવા નવા અને ભિન્ન ભિન્ન નુસખા અપનાવવાથી પારસ્પારિક પ્રણયની પ્રતિક્રિયા જાતિય પરિપૂર્ણતા પ્રદાન કરે છે.
સમય જોઈને વર્તો
દરેકને એવું લાગે છે કે પથારીમાં તમામ પુરુષોની મૂળભૂત વૃત્તિ અને વલણ સરખાં હોય છે. પરંતુ એવું નથી. પથારીમાં પુરુષ શું પસંદ કરે છે તે વિષેની ગેરસમજ અને ગેરમાન્યતા ઘણીવાર વિપરીત પરિણામ લાવે છે. જાતિય સંતુષ્ટતાની ચરમસીમાના સુખના સૂરોનો ઘ્વનિ સ્ત્રીપુરુષને ગર્વની અનુભૂતિ કરાવે છે. પરિણામે સ્ત્રી-પુરુષ ઊભયને એકબીજાના જાતિય સુખના સર્વોત્તમ સાધન સમજે છે.
શરીરના અવયવોની ઉપેક્ષા ન કરો
પોતાના જ શરીરનાં વિવિધ અંગોપાંગો પ્રત્યે પ્રતિકૂળ પ્રતિસાદ આપશો નહિ. ફલાણું અંગ પાતળું છે. ફલાણું જાડું છે. ફલાણું વિકૃત છે. ફલાણું નાનું, મોટું, કાળું, ગોરું, લાંબા, ટૂંકુ સુવાળું, બરછટ સખત, મુલાયમ, કોમળ, નિષ્ઠુર છે એવા વલણને વશીભૂત થશો નહિ. જાતિય સંતુષ્ટતા નાનાં મોટાં સ્તન સાંકડા, મોકળા યોનિમાર્ગ, લાંબા, ટંુકા, જાડા, પાતળા લંિગ સાથે કોઈ સંબંધ નથી. તમારાં અવયવો કેવાં છે તેના કરતાં તેના ઉપભોગમાં કેવી લાગણીની અનુભૂતિ થાય છે તે વઘુ મહત્ત્વનો અભિગમ છે.
કલ્પનાતીત જાતીય સુખ અનુભવો
જાતીય સંબંધને સોળે શણગારથી સજાવવામાં ઘણીવાર નગ્ન રમકડું, નગ્ન તસવીરો, નગ્ન પાત્રોની ભૂમિકાવાળી ફિલ્મ, અથવા સમાગમના સંકલ્પને વેગવાન બનાવનારાં માઘ્યમો જાતીય જીવનમાં વિવિધતા અને વિશેષતા ઉમેરવામાં મહત્ત્વનાં સાધનો બની જાય છે. સમાગમ દરમિયાન કામોત્તેજક દ્રશ્યો, સંગીત, સુગંધ, સ્પર્શ અને સ્વરકામ જવાળા પ્રજવલિત કરવામાં ચિનગારી પૂરવાર થાય છે રતિક્રિડાના દ્રશ્ય માત્રથી પણ કામોત્તેજના વેગવાન બને છે. પ્રણય ક્રિડાના પ્રદર્શનના દર્શનમાં પણ રતિક્રિડાની પ્રક્રિયાને પ્રેરણા મળે છે.
પાડોશીના પ્રણય જીવનમાંથી પ્રેરણા મેળવો
તમારા પાડોશીના સુખી જાતિય જીવન પ્રતિની ઇર્ષા, રાગ કે દ્વેષ ઘણા સ્ત્રીપુરુષો માટે પ્રેરણાનું પ્રતીક બની જાય છે. પરંતુ આવી ઇર્ષા સકારાત્મક, રચનાત્મક અને પ્રેરણાત્મક હોવી જોઈએ. જાતિય સુખની ચરમસીમાની અનુભૂતિ દરમિયાન પાડોશીના ઘરમાંથી સુખના સીસકારા, વેદનાની વ્યથાના વિચિત્ર વિચિત્ર અવાજો, જાતિય ધીંગા મસ્તીના ઘોંઘાટ, બૂમબરાડા, ચીસો અને કોલાહાલ તમનેપણ ઇર્ષાનો ભોગ બનાવી આવીજ પ્રતિક્રિયા વ્યક્ત કરવા પ્રેરણા આપે તો તેમાં કાંઈ નવાઈ નથી. પાડોશીની પ્રણલીલા આમ તમારી પ્રણયલીલા માટે પ્રેરણારૂપ બને તો તમારા જાતિય જીવનમાં સ્વર્ગીય સુખનો સંચાર થવાનો જ એમાં લેશમાત્ર સંદેહને સ્થાન નથી.
નીપા

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved