Last Update : 10-April-2012, Tuesday
 
પ્રિય ખંજન
 

વ્હાલા ખંજન,
આજે તારો મૂડ કેવો છે? પરીક્ષા તો પતી ગઈ અને આ પરીક્ષા તને એક સરસ વાત શીખવીને પણ ગઈ. શું તેં સ્વપ્નેય કદી વિચાર્યું હતું કે તારા જીવનમાં પણ એવો દિવસ આવશે કે તું પેપર લખવા બેસીશ, મગજ આખું ય બ્લેન્ક થઈ જશે. તને તારું વાંચેલું યાદ નહીં આવે અને તારું પેપર ખરાબ જશે? બેટા, જીવનમાં ઘણીવાર આવી વિચારી ય ના હોય તેવી ક્ષણો આવે છે અને આપણે તેના માટે તૈયાર રહેવું પડે છે. જોકે તારા છેલ્લા પેપરમાં આવું થયું એ માટે પ્રભુનો પાડ... નહીં તો એક પેપરના વિચારોમાં બીજાય પેપર બગડે.
બેટા, જીવનમાં ભૂલો તો થાય છે જ... એક વિચાર એવો છે કે જે પતી ગયું છે તેનું પોસ્ટમોર્ટમ કર્યા વિના આગળ વધી જવું અને ભૂતકાળ ભૂલી જવો જ્યારે બીજી ફીલોસોફી એવી છે કે ભૂલોનું પોસ્ટમોર્ટમ કરવું. એ કેમ થઈ એ શોધવું. ભવિષ્યમાં એવું ન થાય એની તકેદારી રાખવી અને આગળ વધી જવું. મારા ખ્યાલ મુજબ બીજો ઓપ્શન સાચો છે. જીવનમાં એક વાર જે ભૂલ થઈ એ ફરીથી ના થાય એની તકેદારી તો રાખવી જ પડે. તું પેપર લખવા બેઠો અને મગજ એકદમ બ્લેન્ક કેમ થઈ ગયું? હંમેશા તો એમ થતું નથી. એની પાછળ કોઈ ચોક્કસ કારણ તો હશે જ. જેમ કે પહેલું તો એ વિષય પ્રત્યેનું તારું મીસ મેનેજમેન્ટ... તારું છેલ્લું પેપર સોમવારે હતું અને રવિવારે રજા હતી. રવિવારે રાત્રે મેં નવ વાગે તને ફોન કર્યો ત્યારે તેં મને કહ્યું કે મમ્મી હજી મારે બસો પાના જેટલા વાંચવાના બાકી છે. મને થોડો ધક્કો લાગ્યો પણ હું કંઈ બોલી નહીં કારણ કે એનો અર્થ ન હતો. બેટા, રાત્રે નવ વાગે જો તારા બસો પાના વાંચવાના બાકી હોય ભલે ને એ તું રીવાઈઝ જ કરતો હોય પણ તોય એને પૂરા કરતાં સહેજે ય ચારેક કલાક તો નિકળી જ જાય. એક ખોટી માન્યતા છે કે પરીક્ષાની આગલી રાત્રે ઉજાગરા કરીને વાંચવું.. જે હું તને પહેલેથી કહેતી આવી છું કે પરીક્ષા વખતે હંમેશા રાત્રે છથી સાત કલાકની ઊંઘ લેવી જરૂરી છે. રાત્રે નવ વાગે તારા બસો પાના બાકી હતાં એટલે તેં રાત્રે એક બે વાગ્યા સુધી તો વાંચ્યું જ હશે અને પછી સવારે છ વાગ્યે તો ઊઠી ગયો હોઈશ. એટલે કે માંડ ચારેક કલાકની ઊંઘ તને મળી. વળી એમાંય કોર્સ વધારે બાકી હતો એટલે તેં જે રીવીઝન કર્યું એ ય ઉચાટ જીવે કર્યું એટલે એમાં પૂરેપૂરો આત્મવિશ્વ્વાસ તો ડેવલપ થાય જ નહીં. એમાં તું પરીક્ષા આપે તો શી ભલીવાર આવે? બેટા, જેમ શરીરને કામ કરવા ખોરાકની જરૂર છે તેમ મગજને કામ કરવા ઊંઘની જરૂર પડે છે. જ્યારે મગજ પાસેથી અમુક કલાક કામ લીધા પછી તેને આરામ આપ્યા વિના આપણે તેની પાસેથી કામ લીધા જ કરીએ ત્યારે તેની કાર્યક્ષમતા પર અસર પડે જ છે. આ ભાષણ હું તને કેટલાય વખતથી આપી રહી છું પણ આખરે તું જાતે જ એ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયો. જ્યારે તું અહીં હતો ત્યારે આપણે કઈ રીતે ભણતાં હતાં યાદ છે? દરેક મહિને આપણે નવું ટાઈમ ટેબલ બનાવતા અને એ પ્રમાણે જ દરેક વિષયની તૈયારી કરતાં. તું ત્યાં ટાઈમ ટેબલ તો બનાવે છે પણ મને લાગે છે કે એને વળગી રહેતો નથી અને ટાઈમ ટેબલ જરૂરથી વધારે હાલક ડોલક થઈ જાય છે. બેટા, તને વધારે તો શું કહું? પણ હવે આવી ભૂલ ફરીથી ના થાય એ ઘ્યાન રાખજે. હવે બીજી વાત.. કાલે પરીક્ષામાંથી આવીને તેં મને ફોન કર્યો અને તું રડી પડ્યો. ‘તારું પેપર સારું નથી ગયું એટલે એ વિષયમાં માર્ક તો ઓછા જ આવવાના છે એ નક્કી છે. કદાચ એટલે તું નાસીપાસ થયો હોઈશ... જોકે તેં રડી લીઘું એ સારું કર્યું... જ્યારે પણ હૃદય ભરાઈ આવે અને એમ લાગે કે રડવાથી મન હળવું થઈ જશે ત્યારે રડી લેવું.. હા, તારી સ્થિતિ એવી તો નથી જ કે તારે નાસીપાસ થવું પડે.. આ તારા જીવનની કાંઈ છેલ્લી પરીક્ષા નથી અને ધારો કે આમાં નાપાસ પણ થવાય તો જીવન સમાપ્ત પણ થવાનું નથી. જીવન એ આગળ વધવાનું નામ છે. જો એ કોઈ જગાએ સ્થિર થઈ જાય કે બંધાઈ જાય તો ગંધાઈ ઊઠે. માટે ગમે તે પરિસ્થિતિ હોય એમાંથી રસ્તો કાઢીને આગળ વધવું એ જ પ્રગતિની નિશાની છે... માત્ર દરેક ભૂલમાંથી શીખવાનું છે અને જે ભૂલ કરે છે તે જ શીખે છે. હવે પરીક્ષા પતી ગઈ છે. નવેસરથી નવા સેમેસ્ટરનું ભણવાનું છે. શાંતિથી બેસીને ટાઈમ ટેબલ બનાવજે અને એ પ્રમાણે ભણજે... આ જે એક વિષય બાકી રહેવાનો છે એને ય બરાબર સમય આપજે... હૃદયમાં કોઈ ઉચાટ રાખીશ ના... તું નાપાસ થઈશ તો પ્રોફેસર અથવા તો મિત્રો વચ્ચે તારી છાપ બગડશે એવો ય ખોટો ડર રાખીશ ના... આપણે આપણું જીવન દુનિયામાં બધાને ખુશ કરવા નહીં પણ આપણી જાતને ઇમાનદાર રહીને જીવવાનું છે. તારી તબિયતનું ઘ્યાન રાખજે. ગમે તેટલો ખરાબ મૂડ હોય હંમેશા જમી તો લઈએ જ.... બરાબર ને?
તારી વહાલી મમ્મી (ડો. રેણુકા પટેલ)

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved