Last Update : 10-April-2012, Tuesday
 
જૂઠાબોલા પુરુષ
 

રાધિકા અને અજય મોડી રાત્રે પાર્ટીમાંથી ઘરે પાછાં ફરી રહ્યાં હતાં. ગાડીમાં બેસતાં જ રાધિકાએ અજયને પૂછ્‌યું, ‘‘તમે પાર્ટીમાં કવિતા ઉપર આટલા ઓળઘોળ કેમ થતાં હતા?’’
રાધિકા આખી પાર્ટી દરમિયાન એ જોતી રહી કે અજય ક્યારેક કવિતાની નવી હેરસ્ટાઈલનાં વખાણ કરતો તો વળી ક્યારેય સાડીના કલરના તો વળી ક્યારેક તેની પ્લેટમાં કંઈક ને કંઈક નાખી દેતો હતો. તેના માટે બીજો આઈસક્રીમ પણ જાતે જ લઈ આવ્યો ત્યારે તો વળી હદ થઈ ગઈ.
અજયે હસીને કહ્યું, ‘‘હું અને વળી કવિતા ઉપર મહેરબાન તારી કદાચ સમજફેર થતી હશે ડિયર, એવું કંઈ નથી.’’
આ સાંભળીને રાધિકાને વધારે ગુસ્સો આવ્યો, પણ તે સમયે તેણે ચૂપ રહેવામાં જ ડહાપણ માન્યું. પણ તે મનમાં ને મનમાં વિચારતી રહી કે પુરુષો ખોટું કેમ બોલતા હોય છે અને તે પણ કેટલું આસાની અને હોશિયારીથી બોલતા હોય છે?
પુરુષો ખોટું કેમ બોલે છે? પુરુષોને માટે જૂઠાણું ચલાવવું એ રમત વાત ગણાય છે. તે ઘણી ચાલાકીથી વાતને એવી રીતે રજૂ કરે છે કે સમજવું મુશ્કેલ થઈ જાય કે તેઓ વાતની સચ્ચાઈ કહી રહ્યા છે કે પછી જૂઠું બોલી રહ્યા છે. જ્યાં સુધી બોલવાનો સવાલ છે તો પુરુષો સારી રીતે જાણે છે કે તેમણે કરેલી વાત ઉપર સ્ત્રી પ્રશ્વ્નાર્થ લગાવી શકતી નથી. તેઓ એ પણ સારી રીતે જાણે છે કે સ્ત્રીઓ સામે ઊંચા અવાજે બોલાયેલું અસત્ય પણ પોતાની જાતે જ સત્યનો આંચળો ઓઢી લે છે. એટલે તે ઘણી આસાનીથી ખોટું બોલી નાખતા હોય છે.
કોઈ પણ સ્ત્રીને જો પૂછવામાં આવે તો તે એમ જ કહેશે કે પુરુષો ઘરના કામ માટે ઘણી ચાલાકીથી બેવડું જૂઠ બોલે છે. પુરુષો એમ કહેશે. ‘‘મેં કીઘું હતુ ંકે હું કરીશ એટલે કરી દઈશ.’’
પણ ગમે તે થઈ જાય તે કામ નહીં કરે.
શબ્દો દ્વારા તે પોતાની વાત ઉપર અડગ રહેશે. જે એક સતત ચાલતા જૂઠણાંની જેમ ચાલુ રહેશે.
પુરુષ થોડી ઇમાનદારી બતાવતા એવું કહે,
‘‘ના, હું અત્યારે નહીં કરું, અત્યારે મને કશું જ કરવાનું ન કહો. હું અત્યારે આકાશને નિહાળી રહ્યો છું.’’
કદાચ આ સચ્ચાઈ સાંભળીને સ્ત્રીને એટલું ખરાબ નહીં લાગે જેટલું કે તેનું જૂઠાણું સાંભળીને લાગે છે.
પુરુષો પોતાના રોમાન્ટિક સંબંધોમાં પણ ખોટું બોલતાં હોય છે. તેના જૂઠાણાનો વિસ્તાર સામેવાળી સ્ત્રી કેવી છે તે પ્રમાણે વધઘટ થતો રહે છે. તેઓ પોતાના ભાવનાત્મક સંબંધોના ઉતાર ચઢાવ સામેવાળી સ્ત્રીના ભાવનાત્મક સ્તરને આંક્યા પછી તેને અનુરૂપ જ વ્યક્ત કરે છે.
પુરુષો જ્યારે પોતાના બાળપણ અથવા યુવાનીના દિવસોનું વર્ણન કરે છે ત્યારે પણ મોટાં મોટાં જૂઠાણાં ચલાવતા હોય છે. એવાં જૂઠાણાં પોતાની રીતે મજેદાર પણ હોય છે. જેમ કે તેમણે કલાસરૂમમાં ટીચરને કેવા બનાવ્યા, કલાસમાં કાગળની ચિઠ્ઠી બનાવીને તેના પર કેવું કેવું લખીને હવામાં ઉડાડી અથવા તો ટીચરને કેવી રીતે હેરાનપરેશાન કર્યા. આ બધી વાતોમાં મોટા ભાગનું જૂઠાણું સમાયેલું હોય છે.
પુરુષો સ્ત્રીઓને પ્રભાવિત કરવા માટે પણ ઘણી વખત બિનહાનિકારક ખોટું બોલી જતાં હોય છે. પણ ક્યારેક પુરુષો દ્વારા બોલાયેલું જૂઠાણું ભયંકર પણ સાબિત થઈ શકે છે. એટલે તેઓની વાતમાં આવી જવું નહીં. પુરુષો ઘણા રોફથી કહેતા હોય છે કે સ્વિમંિગમાં અમને કોઈ હરાવી શકે નહીં અથવા તો અમને ઘણી સરસ રીતે બોટ ચલાવતા આવડે છે. સ્પીડની અમને બીક નથી લાગતી વગેરે વગેરે. આવા ભયંકર અને જીવલેણ જૂઠાણાથી બચો.
પુરુષોમાં એક જૂઠાણું બહુ ચાલતું હોય છે અને તે તેમના કામની મહેનત સાથે જોડાયેલું હોય છે. કામ બે કલાક કર્યું હોય અને કોઈને કહેતી વખતે તેને આઠ કલાકમાં બદલી નાખે છે. પુરુષોનું જૂઠાણું ઘણાં નવાં નવાં સ્વરૂપે પ્રગટ થતું હોય છે. તે હંમેશા પોતાની યુવાનીના દિવસોની વાતોને વધારી વધારીને કહેતા હોય છે.
પત્ની જો ક્યારેક પતિને ફ્રિજ માઈક્રોવેવ સાફ કરવાનું કહેશે તો તરત જ માથું દુખવાનું બહાનું બતાવી રૂમમાં પુરાઈને નવલકથા વાંચવા બેસી જશે. પુરુષોનાં જૂઠાણાંનો શિકાર ફક્ત પત્ની જ નહીં, પરંતુ ફીમેલ બોસ પણ બનતી હોય છે.
સતત જૂઠાણાંનો આશરો લઈને જે પુરુષે તમારી સાથે દગો કર્યો હોય તે અસત્યને સત્ય સાબિત કરવા માટે તમારી સાથે સતત તર્કવિતર્ક કરતો રહેશે કારણ કે તેના મગજના કોઈક ખૂણામાં એ વાત ઘર કરી ગઈ હોય છે કે તેને સત્ય બોલીને કંઈ ફાયદો થવાનો નથી. જો ક્યારેક પુરુષનું જૂઠાણું પકડાઈ જાય તો પણ તે તેને ક્યારેય સ્વીકારશે નહીં.
નશાખોર પુરુષોનું સફેદ જૂઠ તો સામાન્ય બાબત છે તેવા પુરુષો ક્યારેય નહીં સ્વીકારે કે તેઓ ખરાબ લતમાં પડી ગયા છે તે લથડતાં શરીરે પણ કદમતાલ કરવા તૈયાર થઈ જશે. તે ક્યારેય નહીં સ્વીકારે કે તેને દારૂનો નશો ચડેલ છે. આવી હાલતમાં જો પુરુષની જીભ ગમેતેમ બોલી નાખે તો પણ બીજા દિવસે સવારે બઘુ ભૂલીને એમ જ કહેશે કે તે હું નહીં પણ દારૂ બોલી રહ્યો હતો. તે પહેલાં સાચું બોલતો હતો કે ખોટુંએ જાણવું મુશ્કેલ હોય છે.
રેણુકા

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved