Last Update : 10-April-2012, Tuesday
 

કાળા મુલાયમ કેશ

 

સૌંદર્યની અભિવ્યક્તિમાં વધારો કરવામાં વાળ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. લાંબા કાળા સુંવાળા અને ભરાવદાર વાળથી સમગ્ર વ્યક્તિત્વ ખીલી ઉઠે છે. પહેલાના વખતમાં તો કમર સુધી પહોંચતા લાંબા કાળા વાળ જ ભારતીય નારીની ઓળખ હતી. જ્યારે આજે સમયની હાડમારી, માનસિક તાણ, પ્રદૂષણ, વાળની સંભાળમાં બેદરકારી વગેરે કારણોસર વાળ સફેદ થવા, ખરવા, બે છેડા થઈ જવા વગેરે સમસ્યાઓ ઊભી થતી હોય છે. સામાન્ય રીતે વ્યક્તિના માથા પર એક લાખથી પણ વધારે વાળ હોય છે. દરરોજ લગભગ ૫૦થી ૧૦૦ વાળ ખરતા હોય છે અને એના સ્થાને નવા વાળ ઊગતા હોય છે. માથા પર મોટી સંખ્યામાં વાળ હોવાથી એક દિવસમાં ૫૦થી ૧૦૦ જેટલા વાળ ખરે તો પણ એનો ખ્યાલ આવતો નથી. શરીર પર ઊગતા વાળ કરતાં માથા પર ઊગતા વાળની સંખ્યા પણ વઘુ હોય છે અને તે ઝડપી વધે છે. સામાન્ય રીતે દર મહિને વાળની લંબાઈમાં વધારો થતો હોય છે. વાળની ૧.૨૫ સે.મી.વૃદ્ધિ દરેક માણસની ઉંમર, લંિગ, ૠતુ અને વારસાગત કારણો પર આધાર રાખે છે.
વાળના નિષ્ણાતો માને છે કે વાળની લંબાઈ કરતાં વધારે મહત્ત્વ વાળના સ્વાસ્થ્યને આપવું જોઈએ. વાળ લાંબા હોય કે ટૂંકા, પણ સ્વસ્થ અને સુંદર હોય એ ખાસ મહત્ત્વનું છે. ભૂખરા, શુષ્ક અને બે છેડાવાળા વાળ ગમે તેટલા લાંબા હોય તો પણ એ સુંદર લાગતા નથી.
વાળની સુંદરતા જાળવી રાખવા માટે કેટલીક પાયાની વાતોનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ ઃ
* વાળ શુષ્ક છે કે તૈલી એ જાણી લીધા પછી એને અનુકૂળ શેમ્પૂ જ વાપરવું જોઈએ.
* વાળમાં નિયમિત રીતે તેલમાલિશ કરો અને સ્ટીમ લો.
* વાળને સમયસર ટ્રિમંિગ કરાવતા રહેવાથી વાળના બે છેડા થતા અટકે છે.
* વાળને તડકા અને ઘૂળથી બચાવવા માટે બહાર જતી વખતે માથાને સ્કાર્ફ, ટોપી કે ઓઢણીથી અવશ્ય ઢાંકવું જોઈએ.
* ભીના વાળમાં કાંસકો ફેરવવો જોઈએ નહીં.
* આડા અવળા કે દાંતા તૂટી ગયા હોય તેવા કાંસકાથી વાળ ઓળવાનું ટાળવું.
* ચોક્કસ સમયના અંતરે વાળને કન્ડિશનંિગ કરતાં રહેવું જોઈએ.
* હેર સ્પ્રે, ડ્રાયર, રોલર સેટંિગ, કર્લંિગ રોડ, ઈલેક્ટ્રિક રોલર, ક્રિમ્પરનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ.
* રસાયણોથી વાળને નુકસાન થાય છે, આથી છ મહિને એકાદ વાર જ એનોે ઉપયોગ કરવો જોઈએ.
* જુદા જુદા રફલ્સ, પિન, હેર બેન્ડ વગેરે વાળમાં નાખતાં પહેલા એ ચકાસી લેવું જોઈએ કે વાળને તેનાથી નુકસાન તો નથી થતું ને?

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved