Last Update : 10-April-2012, Tuesday
 

બીમારીના ‘નિદાન’માં બેદરકારી નકામી

 

ભગવાને બક્ષેલ જીવન અમૂલ્ય છે અને તેનું જતન કરવાનું આપણી ફરજ છે. તેની સાથે બેદરકારી બિલકુલ ઉચિત નથી. શરીર દ્વારા મળતા સંકેતોને સમજવા જોઇએ. થઇ શકે છે કે એ કોઇ મોટી બીમારીનું સૂચક હોય.
સતત માથુ ંદુખવું
માથાનો દુખાવો આમ તો સામાન્ય કહેવાય છે. છતાં તેના પ્રત્યે લાપરવાહી દાખવવી નહીં. સતત માથાનો દુખાવો માઇગ્રેનનું લક્ષણ ગણાય છે. સતત માથાનો દુખાવો એ ટ્યૂમર અથવા તો હેમરેજનું લક્ષણ પણ હોઇ શકે. લાંબા સમયથી થતા માથાના દુખાવાની તકલીફને ન અવગણતા ડાકટરની સલાહ લેવી.
વગર કારણે વજન ઘટવું
યોગ્ય કારણ વિના વજન સતત ઊતરતું જતું હોય તો કેન્સરનું લક્ષણ હોઇ શકે છે. જોકે થાઇરોડ ડિસઓર્ડરમાં અથવા તો ડાયાબિટિઝ પણ તેનું કારણ હોઇ શકે. આવી સ્થિતિમાં ડાકટની સલાહ તરત લેવી.
શ્વાસની ગતિ તીવ્ર થવી
વગર કારણે બેઠા-બેઠા જ શ્વાસ ચડતો હોય તો પલ્મોનરી એમ્બોલસ હોઇ શકે છે. તેમાં ફેંફસામાં લોહીનો ગઠ્ઠો જામી જતાં આ પરિસ્થિતિ ઉદભવે છે. જો શ્વાસ લેવામાં કોઇ પણ પ્રકારની તકલીફ પડે તો તેને નજરઅંદાજ કરવી નહીં. તરત જ ડાકટરની સલાહ લેવી. આવી તકલીફથી હાર્ટએટેક અથવા તો હાર્ટફેઇલ થવાની શક્યા રહે છે. કારણ નાનું હોય કે મોટું પરંતુ તરત જ ડાકટર પાસે જવું.
ચક્કર આવવા
માથાનો હળવો દુખાવો હોય અને સૂઇને ઊઠો કે તરત જ ચક્કર આવે તો તે પ્રત્યે બેકાળજી રાખવી નહીં. બ્લડ પ્રેશર લો થવાને કારણે આમ થઇ શકે છે અથવા તો શરીરમાં પાણીની કમી તેમજ ડાયાબિટિસને કારણે પણ આવી તકલીફ ઉદભવી શકે છે.
છાતીમાં દુખાવો
છાતીનો દુખાવા સામાન્ય રીતે ગેસની તકલીફથી થતો હોવાનું મનાતું હોય છે. પરંતુ સાવ જ એવું નથી હોતું. ઘણી વખત એન્જાઇનાને કારણે પણ આવો દુખાવો થતો હોય છે. તેમાં કોરોનરી ધમનિઓની અંદર લોહીના ગઠ્ઠા બાઝી જવાથી દુખાવો થતો હોય છે. આમ થવાથી હૃદયને મળતા લોહીમાં અવરોધ ઊભા થાય છે જેના કારણે છાતીમાં દુખાવો થાય છે.
ચરબીના વઘુ પડતા થર
આવશ્યક્તાથી અધિક ચરબી શરીરે જામવી એ કોઇ ચોક્કસ બીમારીનું લક્ષણ છે.ભલે વર્તમાન સમયમાં એ જોખમકારક ન હોય પરંતુ ભવિષ્યમાં તે ખતરો ઊભો કરી શકે છે. વજનને સમયસર ઓછું કરવામાં આવે તો સર્વોત્તમ અને તેથી ભવિષ્યમાં થતી બીમારીથી બચી શકાય છે.
જખમ રૂઝાવામાં સમય લાગવો
શરીરે કોઇ ઘા કે ઝખમ પડ્યા હોય અને તેને રૂઝાવામાં જરૂર કરતાં વઘુ સમય લાગે તો એ ચિન્તાનો વિષય છે. એ ડાયાબિટિસનો સંકેત પણ આપે છે. ડાયાબિટિસના લક્ષણમાં ત્વચા પર ખંજવાળ તેમજ હાથ-પગમાં ઝણઝણાટી પણ થતી હોય છે.
પેટનો ઊગ્ર દુખાવો
પેટના ઊગ્ર દુખાવામાં તરત જ ડાકટરની સલાહ લેવી. શરીરના ક્યા આંતરિક અવયવની ગરબડીને કારણે દુખાવો છે તે તપાસ જરૂરી છે.
હાઇબ્લડપ્રેશર
હાઇબ્લડપ્રેશરની તકલીફ આજકાલ સામાન્ય બની ગઇ છે. શરીર પાસેથી વઘુ પડતું કામ લેવાને કારણે આ તકલીફ થઇ શકે છે. બ્લડપ્રેશર સમય-સમય પર તપાસવું જરૂરી છે. આ તકલીફ વારસાગત હોવાથી ઘણી શક્યતા છે તેથી વ્યાયામની આદત પાડવી અને શરીરને માફક આવે તે જ આહાર લેવો. આપણું શરીર આપણને ઘણા સંકેતો આપતું હોય છે. તેથી નાની-નાની બાબતો પર ઘ્યાન આપીને ભવિષ્યમાં આવનારી તકલીફોને નિવારી શકીએ છીએ. વરસમાં એક વખત મેડિકલ એકઅપ કરવાવું તથા ડાયટ પર કાબુ રાખવો. નિયમિત વ્યાયામ કરવો જરૂરી છે.
સુરેખા

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved