Last Update : 10-April-2012, Tuesday
 

ત્વચાને શી રીતે બચાવશો તડકા-પરસેવાની પરેશાનીથી

 

ઉનાળો શરૂ થતાં જ સૂર્યના તેજ કિરણો આપણી ત્વચાને દઝાડે છે. અલબત્ત, શિયાળામાં શુષ્ક બની ગયેલી ત્વચા ગ્રીષ્મ ૠતુમાં નવપલ્લવિત થતાં ફૂલોની જેમ ફરી ખીલી ઊઠે છે. આમ છતાં ચામડી પર પારાજાંબલી કિરણોની અસર થાય તો ત્વચા પર ફોલ્લીઓ ઉપસી આવવાની, ત્વચા કાળી પડી જવાની કે તેના પર ડાઘ-ધાબા પડવાની સમસ્યા સર્જાય છે. ત્વચા નિષ્ણાતો કહે છે કે આવી સ્થિતિમાં તડકામાંથી ઘરે ગયા પછી તરત જ ખુલ્લી ચામડીને ટાઢા પાણીએ ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવી દો. આ રીતે ત્વચાને હાનિ પહોંચી હોય તો વારંવાર તડકામાં બહાર જવાનું ટાળો. સામાન્ય સંજોગોમાં પણ શક્યતઃ ૧૦ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાનું ટાળો.
અલબત્ત, નોકરિયાત માનુનીઓ માટે કે બાળકોને શાળામાં મૂકવા-લેવા જતી માતાઓ માટે તે શક્ય નથી. આવી સ્થિતિમં ઘરથી બહાર નીકળો ત્યારે માથે કેપ પહેરી લો અથવા છત્રી ઓઢો. માથા અને ચહેરા પર સ્ટોલ અથવા દુપટ્ટો વીંટાળીને ગોગલ્સ પહેરી લેવાથી પણ ચહેરાની ત્વચા તેમ જ વાળને સીધા તડકાથી બચાવી શકાય છે. ત્વચા નિષ્ણાતોના મત મુજબ મોટાભાગની ભારતીય ત્વચાને સનસ્ક્રીનની આવશ્યક્તા નથી હોતી. આમ છતાં જો તમે સનસ્ક્રીન લોશન લગાવવા ઈચ્છતા હો, તો ૧૫-૨૦ નું સન પ્રોટેક્શન ફેક્ટર (એસપીએફ) ધરાવતું સનસ્ક્રીન લગાવો, તે પણ છેક ઘરથી બહાર નીકળતી વખતે નહીં, બલ્કે તડકામાં જવાથી વીસેક મિનિટ પહેલાં લગાવી લો. ત્યારબાદ દર બે કલાકે ફરીથી સનસ્ક્રીન લગાવો.
આ ઉપરાંત થોડા ઢીલાં સુતરાઉ વસ્ત્રો ગરમીની ૠતુમાં ત્વચા માટે અનુકૂળ ગણાય છે. શક્ય હોય ત્યાં સુધી કોટનના ઢીલા પંજાબી સૂટ કે સુતરાઉ સાડી પહેરો. ઘણી માનુનીઓ ગ્રીષ્મ ૠતુમાં વઘુમાં વઘુ અંગ ખુલ્લાં દેખાય એવા વસ્ત્રો પહેરવાની તક ઝડપી લેતી હોય છે જે વાસ્તવમાં હાનિકારક પુરવાર થાય છે. તમારા શરીરની જેટલી ત્વચા વધારે ખુલ્લી હશે એટલી વઘુ ચામડી પર અલ્ટ્રા વાયોલેટ કિરણોની સીધી અસર્‌ થશે. બહેતર છે કે વઘુમાંવઘુ ત્વચા ઢંકાઈ જાય એવા ડ્રેસ પહેરવાનો આગ્રહ રાખો.
ઉનાળામાં પરસેવો થવાથી ત્વચાના છિદ્રો પરસેવા પર ચોંટેલા બારીક રજકણોને લીધે પુરાઈ જાય છે. આને કારણે ખીલ અથવા ફોેલ્લી થવાની સંભાવના રહે છે. બહેતર છે કે દિવસમાં બે વખત મોઈશ્ચરાઈઝર વિનાના, સાદા સાબુથી સ્નાન કરો. તેવી જ રીતે પસીનાને કારણે શરીરનું પાણી બહાર ફેંકાઈ જતું હોવાથી શરીરમાં પાણીની અપૂર્તિ માટે ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ જળ પીઓ. વિટામીન ‘સી’ અને ‘ઈ’ ધરાવતાં ફળો ખાઓ. ઈશ્વરે દરેક ફળ અને શાકભાજીનું ઉત્પાદન જે તે ૠતુ પ્રમાણે કરવાની અદ્‌ભૂત ગોઠવણ કરી છે. આજે આપણે નવા નવા પ્રયોગો કરીને બારેય માસ બધા ફળ-શાક ખાવા મળે એવા પ્રયાસો કરીએ છીએ. પરંતુ તે બધા બધી ૠતુમાં આપણા શરીરને માફક નથી આવતાં. તેથી સિઝનલ ફળ અને શાકભાજી ખાઓ જે આપણા શરીરને માફક આવવા સાથે જે તે ૠતુમાં આપણા દેહ માટે જરૂરી પોષક તત્વોની આપૂર્તિ પણ કરે છે.
આ સિઝનમાં પરસેવો હળવો કરવા વારંવાર ટાઢા પાણીનું સ્નાન પણ સહાયક પૂરવાર થાય છે. ઠંડા પાણીથી નાહીને શરીરને ટુવાલથી એકદમ કોરું કરી લો. ત્યારબાદ ટેલ્કમ પાવડરથી મસાજ કરો. જરૂરી નથી કે પ્રિક્લી હિટ પાડવડરનો જ વપરાશ કરવો જોઈએ. ૧૫ દિવસ સુધી દિવસમાં એકવખત વિટામીન ‘એ’નો ડોઝ (૫૦,૦૦૦ આંતરરાષ્ટ્રીય યુનિટ) લેવાથી પણ અળાઈઓ ખાળવામાં મદદ મળે છે.
સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઉનાળામાં આપણા શરીરમાંથી પરસેવાને કારણે દુર્ગંધ આવે છે. જ્યારે હકીકત એ છે કે પરસેવો ગંધ વિનાનો હોય છે. પરંતુ આ મોસમમાં આપણા શરીર પરના બેક્ટેરિયા પસીનાના સંસર્ગમાં આવવાથી બદબૂ પેદા થાય છે. આ સ્થિતિ ટાળવા શરીરના જે ભાગ પર વઘુ પરસેવો થતો હોય તે ભાગને સ્વચ્છ-કોરો રાખવાનો પ્રયત્ન કરો. આ સિવાય એક કપ પાણીમાં એક ટી.સ્પૂન હાઈડ્રોજન પેરોક્સાઈડ નાખીને આ મિશ્રણ જ્યાં પરસેવો વધારે થતો હોય એ ભાગમાં લગવો, મલમલ જેવા નરમ કાપડથી આ મિશ્રણ લગાવવાથી બેક્ટેરિયાનો નાશ થાય છે. પરિણામે પસીનાની દૂર્ગંધથી રાહત મળે છે.
વૈશાલી ઠક્કર

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved