Last Update : 10-April-2012, Tuesday
 

ત્વચાપોષક સ્ટીમ

વરાળ (સ્ટીમ) ત્વચાને નિખારી શકે અને ખોટી રીતે લીધેલી સ્ટીમ ત્વચાને કાંતિહીન પણ બનાવી શકે છે. એ સત્ય છે કે સ્ટીમ બરાબર લેવામાં ન આવે તો તે ચહેરાની સુંદરતાને નષ્ટ કરી દે છે અને ત્વચા બગડી જાય છે પછી તેને ફરી મૂળ સ્થિતિમાં લાવવી મુશ્કેલ બની જાય છે. સ્ટીમ લેવાથી ત્વચા પરની બધી જ ગંદકી દૂર થાય છે અને બંધ રોમછિદ્રો ખુલી જાય છે. પરંતુ જાણકારીના અભાવમાં તેમજ સાંભળેલી વાતોના આધારે યોગ્ય પ્રશિક્ષણ મેળવ્યા વગર આમ કરવાથી ચહેરો બગડી શકે છે.
સ્ટીમ લેતી વખતે સાવધાની રાખો
કિશોરીઓએ તો સ્ટીમ લેવી જ ન જોઇએ. ઓછામાં ઓછી પચ્ચીસ વર્ષની ઉંમર સુધી તો સ્ટીમ કદાપિ ન લેવી. બે-કે ત્રણ મહિને એકવાર જ લઇ શકાય. એક વખત સ્ટીમ લીધા પછી તરત જ બીજી વખત ક્યારેય ન લેવી કારણ કે તેનાથી રોમછિદ્રો વઘુ પહોળા થવાનો ભય રહે છે. આમ તો સામાન્ય અને તૈલી ત્વચાવાળા સ્ટીમ લઇ શકે છે પણ જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો સ્ટીમ ન લેવી જોઇએ. એના ઉપાય તરીકે તમે ફેશિયલ કરાવ્યા બાદ કોલ્ડ કંપ્રેશન ટ્રીટમેન્ટ પણ લઇ શકો છો.
જો તમે સ્ટીંમ લેતા હો તો ક્યારેય સીધી ચહેરા પર ન લેવી. પહેલાં કોઇ સારી ક્રીમ વડે મસાજ કર્યાં પછી જ લેવી. સ્ટીંમ લેવા માટે બજારમાં મળતું વિદ્યુત વડે ચાલતું યંત્ર જેને ‘સ્ટીમર’ કહે છે. એ પણ ઉપયોગી છે. સ્ટીમ લીધા બાદ ત્વચા પર એવો ઉપચાર કરો કે જેનાથી તેની કોઇ હાનિકારક અસર થઇ પણ હોય તો તે દૂર થઇ શકે. ચહેરા પર બ્લેક હેડ્‌સ હોય તો બ્લેક હેડ્‌સ રિમૂવરથી સ્ટીમયુક્ત ભીના ચહેરા પરથી તે દૂર કરો. ત્યારબાદ નીચોવેલું ભીનું રૂ અથવા મુલાયમ સુતરાઉ કપડાથી ચહેરો સાફ કરી લો. હવે બરફના પાણીમાં કપડું નીચોવી ત્રણ-ચાર મિનિટ સુધી ચહેરા પર મૂકી રાખો. તમે ઇચ્છો તો એ પાણીમાં હર્બલ સ્કીન ટૉનિકના બે-ત્રણ ટીપાં અવશ્ય નાખી શકો. આ રીતે ત્વચાને ઠંડક પ્રદાન કર્યા બાદ કોલ્ડ કંપ્રેશન ટ્રીટમેન્ટ પણ આપી શકો છો. જેનાથી સ્ટીમને લીધે ત્વચાને હાનિકારક અસર નહિ થાય.
સ્ટીમ લેવાની ઘરગથ્થુ રીત
જો તમારી પાસે સ્ટીમર યંત્ર ન હોય તો પહોળા મોઢાવાળા વાસણમાં પાણી ઊકાળી તેને સાવધાની પૂર્વક નીચે ઊતારી ઊંચા સ્થાને મૂકી દો. હવે એક મોટો ટુવાલ માથા પર નાખી પાણી ભરેલા વાસણ પર તમારું મોં ઝૂકાવો. અને ટુવાલ વાસણ સહિત ચારે બાજુથી ચહેરો ઢંકાય એ રીતે રાખો. આ રીતે સ્ટીમ લેતી વખતે સાવચેતી રાખો અને ત્રણ-ચાર મિનિટથી વઘુ સ્ટીમ ન લો.
તમારા ચહેરાની ત્વચા વધારે ગરમી સહન ન કરી શકતી હોય તો બીજો એક સરળ ઉપાય પણ છે. જેમાં સ્ટીમ સીધી ચહેરા પર નથી પડતી. એ માટે પહેલાં પાણી ઊકાળી લો. ત્યારબાદ એક જાડું સ્વચ્છ કપડું અથવા મુલાયમ ટુવાલ આ પાણીમાં નાખી બરાબર નીચોવી લો. ક્રીમયુક્ત
ચહેરા પર થોડી વાર સુધી આ ભીનો ટુવાલ અથવા કપડું રાખો. થોડીવાર પછી બીજું કપડું નીચોવીને ચહેરા પર મૂકો. ચાર-પાંચ વખત આમ કરવાથી ચહેરાને સારી રીતે સ્ટીમ મળશે. એક વાતનું ઘ્યાન રાખવું કે તમારી ત્વચા જેટલું સહન કરી શકે એટલું જ કપડું ગરમ રાખવું. ઘરમાં જ સ્ટીમ લેવી હોય તો આ રીત યોગ્ય છે. સ્ટીમ લીધા બાદ તમારી ત્વચાને અનુરૂપ કોઇ ફેસપેક જરૂર લગાવો એનાથી ત્વચાને પોષણ મળશે અને કરચલીઓ દૂર થશે.
ચાલીસી વટાવી ચૂકેલા લોકો માટે સ્ટીમ લેવાની વધારે જરૂર છે. યોગ્ય જાણકારી અને પ્રશિક્ષણ બાદ લીધેલી સ્ટીમ તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved