Last Update : 10-April-2012, Tuesday
 

આરોગ્ય પ્રશ્નોત્તરી

ચામડીના જટિલ રોગ‘સોરાઇસિસ’
માટે આયુર્વેદમાં કોઈ ઔષધો ખરા ?

પ્રશ્ન ઃ મારી ઉંમર ૪૩ વર્ષ છે, ૧૦ દિવસ પછી ૪૪મું બેસશે. મને છેલ્લા ત્રણ વર્ષથી બ્લિડંિગ વધારે થાય છે. પહેલા એવું બનતું કે શરુઆતના બે દિવસ બ્લિડંિગ બરાબર થાય છે પછી ચાર પાંચ દિવસ વધારે આવે અને પછી બંધ થઈ જતું. મેં ગાયનેકને બતાવ્યું તો એમણે કહ્યું કે, હોર્મોન્સના ફેરફારને હિસાબે આવું થાય છે. ડોક્ટરે મને ત્રણ ત્રણ માસના એવા બે કોર્સ કરાવ્યા. થોડો સમય સારું રહ્યું પણ પાછું એનું એ જ.
છેલ્લા દોઢ વર્ષથી માસિક કોઈવાર બે મહિને, કોઈવાર અઢી મહિને, કોઈવાર વળી એક મહિને એમ આવે છે. પાછું એમાં તકલીફ એ થાય છે કે માસિક બંધ થતું નથી.
બ્લિડંિગ ચાલુ હોય ત્યારે તકમરિયા કેકાળીદ્રાક્ષ જેવું કોઈ ઠંડક કરું તો પ્રમાણ ઉલટાનું વધે છે અને માસિક બંધ થયા પછી જ ઠંડક કરી શકાય છે.
ક્યુરેટંિગ કરાવ્યું ત્યારે લ્લૈંફ અને લ્લઁ બંનેના રિપોર્ટ કરાવ્યા છે. બંને નેગેટિવ આવ્યા છે. બ્લિડંિગમાં લોચા જેવું (ભર્નાજ) પડે છે તો મને વ્યવસ્થિત દવા બતાવશો.
- એક બહેન (રાજકોટ)

 

ઉત્તર ઃ તમને હાલ ૪૩ વર્ષ થયા છે, એટલે મેનોપોઝ પિરિયડ ચાલતો હશે એવું લાગે છે. માસિક બંધ થવાનું હોય ત્યારે કોઈ કોઈ વ્યક્તિને માસિકને લગતી જુદી જુદી તકલીફ થતી હોય છે. દરદી કંટાળી જાય અને ઘણી દવા કરવા છતાં કશું પરિણામ મળતું નથી. આયુર્વેદમાં આ સમયને ‘આર્તવ નિવૃત્તિ કાળ’ એટલે કે મેનોપોઝ કહે છે. આવા સમયમાં અકળાયા વિના કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના દવા કરાવવાની હોય છે.
(૧) શોણિતાર્ગલ રસ તથા રક્તસ્તંભનવટી બે- બે ગોળી દિવસમાં ત્રણ વાર દૂધ સાથે લેવી. બ્લિડંિગ બંધ કરવાની હવે અનેક આયુર્વેદિક દવાઓ મળે છે. પેટન્ટ દવાઓ પણ ઘણી છે.
(૨) પુષ્યાનુગ ચૂર્ણ ૧ ગ્રામ, શતાવરી ચૂર્ણ ૨ ગ્રામ, ચંદ્રકલારસ બે- બે ગોળી અને બોલપર્પટી ૧/૪ ગ્રામ મેળવી સવાર-સાંજ દૂધ સાથે લેવાનું શરુ કરો. જરૂર જણાય ત્યારે આ બધી દવા દિવસમાં ત્રણથી ચાર વાર પણ લઈ શકાય છે.
(૩) ખૂબ બ્લિડંિગ થતું હોય તેવી સ્થિતિમાં ‘શતાવરી ક્ષીરપાક’ પણ સુંદર પરિણામ આપે છે. એક ચમચી જેટલા ગાયના ઘીમાં બે ચમચી શતાવરી ચૂર્ણ મેળવી ધીમા તાપે શીરો શેકતા હોઈએ તે રીતે શેકી નાખવું અને ચૂર્ણ શેકાઈ જાય એટલે ૨૦૦ ગ્રામ દૂધ તથા એટલું જ પાણી નાખી ઉકળવા દેવું પાણી બળી જાય ત્યારે ઉતારી ઠરે એટલે પી જવું. સવાર- સાંજ આ પ્રયોગ ચાલુ રાખવો.
* મરચા, લસણ, તીખા પદાર્થો કે ખાટા પદાર્થો ન ખાવા. મરચું બંધ કરી દૂધ ને રોટલી, દૂધ ને ભાત, ખીર, દૂધની મલાઈ, આઇસક્રીમ વગેરે લઈ શકાય પગ તરફના ભાગમાં પલંગ નીચે એક બે ઇંટ મૂકીને સુવાથી લાભ થશે. માસિકના દિવસોમાં આરામ કરવો ચંિતા છોડવી.

 

પ્રશ્ન ઃ મારી સમસ્યા આ પ્રમાણે છે.
(૧) મારા માતાપિતાને હાર્ટએટેક આવેલ જેના કારણે એન્જિયોગ્રાફી કરાવેલ તેનો રિપોર્ટ આ સાથે સામેલ છે. મારા પિતાની ઉંમર ૬૨ વર્ષ છે અને પ્રથમ વખત જ આ તકલીફ થયેલ છે. ડોક્ટરી સલાહ મુજબ બાયપાસ સર્જરી કરાવવાની હતી તેથી ૧૫ દિવસ સુધી અહીંની પ્રાયવેટ હોસ્પિટલમાં રહ્યા પણ કિડનીમાં પથરી આવેલ રિપોર્ટમાં ક્રિસેટ વધારે આવતા બાયપાસ થશે નહિ તેમ કહી ડોક્ટરે રજા આપી. તો શું પથરીના કારણે ‘ક્રિએટ’ વધારે આવવાથી બાયપાસ ન થઈ શકે ?
હૃદયની નળીઓમાં ્‌બ્લોકેજ હોવાથી હવે કઈ કઈ આયુર્વેદિક દવાઓ લેવી તથા કયા કયા ફળો અને શાકભાજી ખાવા તે જણાવશો. કહે છે કે, હૃદયની નળીઓ બ્લોક હોય કે કોલેસ્ટરોલ વઘુ હોય તેવા લોકોએ લસણ વઘુ ખાવું જોઈએ તો શું એ વાત સાચી છે ?
ઉપરોક્ત બન્ને તકલીફ માટે સારવાર તથા પરેજી સૂચવવા વિનંતી.
- મનોજકુમાર જે. મોદી (પાલનપુર)

 

ઉત્તર ઃ હૃદયની નળીઓમાં અવરોધ આવવાના મુખ્ય કારણોમાં નળીની અંદર ધાતુગત આમ અથવા તો કોલેસ્ટરોલ ભરાઈ જવાથી કે લોહી ઘાટું થવાથી નળી સાંકડી થઈ જવી એ મુખ્ય છે. આથી દહીં, શીખંડ, ઘી, માખણ, મીઠાઈ, ચીઝ, પનીર, માંસાહાર અને તળેલા તમામ પદાર્થો બંધ કરી દેવા જોઈએ.
નળી સાંકડી થવાનું બીજું એક કારણ છે ‘વાયુ’ હૃદય પ્રદેશમાં વાયુ વધી જવાથી વઘુ પડતી ચંિતા કરવાથી કે ટેન્શનવાળો સ્વભાવ રાખવાથી વાયુના કારણે કે લોહીનું વહન કરનારી નથી સંકાઈ- સંકોચાઈને સાંકડી થાય છે. આવી સ્થિતિમાં તમામ પ્રકારના સ્નિગ્ધ પદાર્થો બંધ કરાવવા વાજબી નથી આથી હું તો ગાયનું ઘી દૂધ તથા તલનું તેલ વાપરવાની છૂટ આપું છું.
હૃદય રોગના દરદી માટે આજકાલ ‘કરડી’નું તેલ ખૂબ જ વપરાય છે આયુર્વેદની દ્રષ્ટિએ કરડી (સફોલા)નું તેલ નિકૃષ્ટ ગણાય છે. અને એમાં સ્નિગ્ધતા (ફેટ) પણ એકદમ અલ્પ છે. આવું તેલ ભલે ફેટને વધવા ન દે પણ વાયુનું ય શમન ન કરી શકે એનું એકઘારું સેવન દરદીના શરીરમાં વાયુના રોગો કરી શકે છે. સાંધા લૂખા પડી જવાનું કારણ પણ વાયુની વૃદ્ધિ જ હોય છે. કેમ કે જરૂર પૂરતું પણ ઓઇલી તત્ત્વ સાંધામાં ઉમેરાતું નથી.
હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય કે કોલેસ્ટરોલ, ટ્રાઇગ્લિસરાઇડ વગેરે વધારે હોય તો લસણ ખાવું ખૂબ જ ઉપયોગી થાય છે. લસણ ધાતુગત આમ તથા વાયુ બન્નેને હળવું કરનારું એક ઉત્તમ ઔષધ છે.
હૃદયની નળીઓમાં બ્લોકેજ ક્રમશઃ ઘટે એ માટે ઉપચાર આ પ્રમાણે સૂચવું છું.
(૧) અર્જુન ચૂર્ણ બે ગ્રામ સવાર-સાંજ પાણી સાથે ફાકવું અને અનુકૂળ આવે તેમણે ‘અર્જુન ક્ષીરપાક’ પણ લેવો જોઈએ. અહીં સૂચવેલા ઔષધો જો નિયમિત લેવામાં આવે તો ‘બાયપાસ’ની ઝંઝટમાંથી દરદી બહાર નીકળી જાય છે.
(૨) આરોગ્ય વર્ધિનીવટી, ત્રિફળા ગૂગળ તથા ગૌમૂત્ર હરીતકીની બે- બે ટીકડી સવાર- સાંજ પાણી સાથે લેવાથી લોહીમાં વધેલું કોલેસ્ટરોલ ઘટે છે અને લોહીમાં રહેલી ચીકાશ કે ચરબીના અંશો ઓછા થવાથી નળીઓ ધીમે ધીમે ખૂલવા લાગે છે.
(૩) પ્રભાકર વટી બે- બે ગોળી સવાર-સાંજ પાણી સાથે લેવી તેનાથી હૃદયરોગનો એટેક થવાની શક્યતા ઘટે છે.
(૫) કીડનીમાં રહેલી પથરી તૂટીને ધીમે ધીમે નીકળી જાય એ માટે અશ્મરીભેદી કવાથ તથા અશ્મરીહર કવાથ સરખા ભાગે મેળવી તેમાંથી ચાર ચમચી જેટલું પ્રવાહી એટલું જ પાણી મેળવીને પીવાથી લાભ થશે.
અશ્મીરી કંડન રસની બે- બે ગોળી સવાર-સાંજ પાણી સાથે લેવી આ ઉપરાંત પથરી માટેની પેટન્ટ આયુર્વેદિક દવા પણ પાર વગરની છે. મુંઝાયા વિના સારવાર શરુ કરો બન્ને સમસ્યામાં એ તમને જરૂર પરિણામ આપશે.

 

પ્રશ્ન ઃ મારા ૧૮ વર્ષના પુત્રનું વજન માત્ર ૩૮ કિલો છે. ઉંચાઈ પાંચ ફૂટ છે. તેનો વિકાસ થતો નથી તો એમના શરીરનો વિકાસ થાય અને હાડકા મજબૂત બને એવા ઔષધો સૂચવવા વિનંતી.
- રમેશભાઈ પટેલ (વાગલે એસ્ટેટ, મુલુંડ, મુંબઈ, મહારાષ્ટ્ર)

 

ઉત્તર ઃ તમારા પુત્રનું વજન વધે એ માટે ઉપચાર આ પ્રમાણે શરુ કરશો.
(૧) જો એનું પાચન સારું હોય તો બે ચમચી જેટલું અશ્વગંધા ચૂર્ણ એક બે ચમચી ઘીમાં સાંતળી એક કપ જેટલું દૂધ તથા એટલું જ પાણી નાખી ધીમા તાપે ઉકળવા દેવું જરૂરી માત્રામાં ખાંડ અથવા સાકર ઉમેરી થોડું ગરમ હોય ત્યારે જ આ પ્રવાહી પી જવું આયુર્વેદમાં આને ‘અશ્વગંધાનો ક્ષીરપાક’ કહે છે. ઘી પચે તેમ ન હોય તો સવાર-સાંજ એક એક ચમચી અશ્વગંધા ચૂર્ણ ફાકી જઈ ઉપર દૂધ અથવા તો પાણી પીવું ચૂર્ણ ન ફાવે તેવી વ્યક્તિ ચૂર્ણની ટીકડી કે ઘનવટી પણ લઈ શકે.
(૨) ચાર ચમચી અશ્વગંધારિષ્ટમાં એટલું જ પાણી ઉમેરી જમ્યા બાદ પીવું તેનાથી પાચન સુધરશે અને શક્તિ તથા વજન પણ વધશે.
(૩) કાર્શ્પહર લોહની બે- બે ગોળી સવાર-સાંજ પાણી સાથે લેવી.
(૪) જો કૃમિના કારણે વજન ન વધતું હોય તો કૃમિકુઠાર રસની બે- બે ગોળી સવાર- સાંજ પાણી સાથે લેવાય તથા ચાર ચમચી જેટલો કૃમિહર કવાથ એટલું જ પાણી મેળવીને સવાર- સાંજ પીવો.
(૫) ઉંચાઈ પાંચ ફૂટ છે તે પણ ઉંમરના પ્રમાણમાં ઓછી ગણાય. આ માટે અશેળિયાની રાબ કરીને પીવાથી તથા આયુર્વેદના કેલ્શિયમયુક્ત ઔષધો લેવાથી લાભ થશે. બાકી ઉંચાઈ વધારવા માટે છોકરો કે છોકરી નાના હોય ત્યારથી જ ઉપચાર શરુ કરી દેવા જોઈએ. છોકરાને દાઢી-મૂછ આવે અને છોકરી માસિક ધર્મમાં બેસે એ પછી એની ઉંચાઈ વધારવી મુશ્કેલ હોય છે બાકી જાહેરાતના જોરે ઉંચાઈ વધારવાની દવાઓ તો બજારમાં ક્યાં નથી મળતી ?

 

પ્રશ્ન ઃ છેલ્લા કેટલાક સમયથી હું પોતે ચામડીના જટિલ રોગ ‘સોરાયસીસ’થી પીડાઉં છું તેના માટે હું બધા જ મોટા મોટા પ્રકારના ડોક્ટરોની દવા લઈ ચૂક્યો છું પરંતુ મને સહેજે ય રાહત મળતી નથી. તો આ રોગમાં ઉપયોગી થાય એવા કોઈ આયુર્વેદિક ઔષધો હોય તો લખી જણાવશો જેથી આ રોગ મટી શકે.
- વિપુલ પંચાલ (પાલનપુર, જિ. બનાસકાંઠા)

 

ઉત્તર ઃ ‘સોરાઇસીસ’એ મુશ્કેલીથી મટે એવો વ્યાધિ છે. વ્યાધિ નવો હોય તો જલ્દીથી કાબુમાં આવી શકે છે અને એ વર્ષો જૂનો હોય તો દરદી અને વૈદ્ય બન્ને થાકી જાય એટલી હદે હઠીલો બની જાય છે.
તમે તમારી ઉંમર કે પ્રવૃત્તિ વિશે કશું લખ્યું નથી. વજન, ઉંઘ, ભૂખ, ઉંમર, પ્રવૃત્તિ, પેટ સાફ આવે છે કે કેમ અને જ્યાં જરૂર પડે ત્યાં બી.પી. કે અન્ય રિપોર્ટ અંગે પણ સંક્ષેપમાં લખવું જોઈએ. ટેન્શન, અનિયમિત જીવન, વિરુદ્ધ આહાર, પાચન તંત્રની નબળાઈ વગેરે કારણે આ વ્યાધિ થાય છે અને વધે છે. આથી જાગવા સુવાથી માંડી બીજી તમામ બાબતોમાં નિયમિત બની જવું ઉજાગરા ન કરવા, કબજિયાત થવા ન દેવી, દૂધ સાથે ખટાશ, ફળ, ઇંડા, ગોળ, ટામેટા, મૂળા, ડુંગળી વગેરે લેવામાં આવે તો વિરુદ્ધ આહાર બને છે. આ સિવાય સોરાયસીસ કે ચામડીના અન્ય રોગોમાં પણ દહી, શિખંડ, આઇસ્ક્રીમ, ઠંડા પીણા, ગોળ, મીઠાઈ, અડદ થતા વઘુ પડતું મીઠું અને આથો આવીને તૈયાર થતી હોય તેવી હાંડવો, ખમણ, ઇડલી, ઉત્તપમ જેવી વાનગી બંધ કરવી. દિવસે ઊંઘવું નહીં, સવારે સૂર્યોદય આસપાસ ઉઠી જવું, ચંિતા કે ટેન્શનવાળો સ્વભાવ હોય તો છોડવો, વાયુને વધારે કે પ્રદૂષિત કરે તેવા આહારવિહાર પણ છોડવા. ઔષધો આ પ્રમાણે શરુ કરી શકો છો.
(૧) પંચતિક્ત ધૃત, ગૂગળ, આરોગ્યવર્ધિની, કિશોર ગૂગળ અને ગંધક રસાયનની બે- બે ગોળી સવાર- સાંજ પાણી સાથે લેવી.
(૨) પંચતિક્ત ધૃત (ઘી) બે- બે ચમચી સવાર સાંજ ગરમ દૂધ સાથે અથવા ગરમ પાણી સાથે લેવું.
(૩) મહામરિચ્યાદિ તેલની માલિશ કરવી ચામડી કોરી ન પડવા દેવી. રોગને દબાવે તેવી કોઈ સારવાર ન કરવી. મૂળમાંથી મટાડે એવી જ ઉપચાર પદ્ધતિ અપનાવવી.
(૪) સોરાઇસીસમાં જો જરૂરી પંચકર્મ સારવાર લેવામાં આવે તો પરિણામ જલ્દીથી મળે છે. અભ્યંગ, સ્વેદન, વમન, વિરેચન આમાંથી જે જરૂરી લાગે તે નિષ્ણાત ચિકિત્સકને મળીને કરાવી લેવું.
(૫) કબજિયાત હોય તો મટાડવી રોજ રાત્રે એરંડભૃષ્ટ હરિતકી અથવા સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ એક ચમચી ફાકી જવું. પંચતિક્તા ધૃત એ આ રોગનું અકસીર ઔષધ છે. આ ઘી ચામડીના લગભગ તમામ રોગને મટાડે છે કડવું હોવાથી પિત્ત, ચીકણું હોવાથી વાયુ અને આમનાશક હોવાથી વિકૃત થયેલા કફને પણ દૂર કરે છે. આ સિવાય ‘મહાખદિર ધૃત’ અથવા મહાતિક્તક ઘૃત પણ આ રોગમાં વાપરી શકાય.
વૈદ્ય વત્સલ વસાણી

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved