Last Update : 10-April-2012, Tuesday
 
સહિયર સમીક્ષા
 

હું ૩૫ વરસની છું, મારા બંને પગમાં ઘણો દુખાવો રહે છે. રાત્રે આ દુઃખાવો અસહ્ય થાય છે. રાતભર હું મારા પગ આમ-તેમ ફેરવી રહું છું. અને બહુ બેચેની રહે છે. યોગ્ય સલાહ આપશો.
- એક બહેન (અમલસાડ)

 

૦ તમે ‘રેસ્ટલેસ બેગ સિન્ડ્રોમ’ ની બીમારીથી પીડાતા હો એમ લાગે છે. આ બીમારીમાં પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમતેમ ફેરવીએ નહીં ત્યાં સુધી દુઃખાવો અસહ્ય થાય છે. આ માટે તમારે કોઈ ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂરી છે. આ સિવાય તમે જલ-ચિકિત્સાનો પ્રયોગ કરી શકો છો. બંને પગને વારાફરતી ઠંડા અને ગરમ પાણીમાં રાખો. આ કારણે થોડા આરામ મળવાની શક્યતા છે. મઘ્યમ વર્ગની મહિલાઓને ચંિતા, તણાવ, લો બ્લડ પ્રેશર તેમજ ખરાબ લોહીને કારણે આ સમસ્યા થવાની શક્યતા છે. આથી તમે સમતોલ આહાર લો. તેમજ વ્યાયામ કરો અને તણાવથી દૂર રહો. તેમજ ડોેક્ટરની સલાહ મુજબ ઉપચાર કરાવો.

હું ૧૬ વરસની છું, છેલ્લા કેટલાક સમયથી મને માસિક પહેલા અને પછી સફેદ સ્ત્રાવ થાય છે આ ઉપરાંત મારું માસિક પણ અનિયમિત છે. મારી આ સમસ્યા દૂર કરવા માટે વિનંતી.
- એક યુવતી (ભાવનગર)

 

૦ માસિક પૂર્વે અને પછી સફેદ સ્ત્રાવ થવો એ સામાન્ય છે. માસિકની શરૂઆતના તબક્કામાં અનિયમિત કે અલ્પ માત્રામાં રક્તસ્ત્રાવ થતો હોય તો તમારે કોઈ નિષ્ણાત ડોક્ટરની સલાહ મુજબ ટેસ્ટ કરાવવાની જરૂર છે અને એનું યોેગ્ય કારણ જાણીને ઉપચાર થઈ શકશે. ચંિતા કરવાની જરૂર નથી. તમને કોઈ ગંભીર સમસ્યા નથી.

 

હું ૨૨ વરસની અપરિણીત યુવતી છું, ૧૨ વર્ષની હતી ત્યારથી મને માસિક શરૂ થઈ ગયું છે. તે સમયથી મારું માસિક અનિયમિત છે. ડોક્ટરે હોર્મોન્સની દવા લખી આપી હતી પરંતુ એનાથી કોઈ ફાયદો થયો નથી. બે માસિક વચ્ચે પણ મને ત્રણ-ચાર દિવસ સુધી રક્તસ્ત્રાવ થાય છે. મારું વજન જરા વઘુ પડતું છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
- એક યુવતી (વલસાડ)

 

તમારે કોઈ નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. તેઓ હોર્મોનલ પ્રોફાઈલ અને પેડૂની અલ્ટ્રા સોનોગ્રાફી કઢાવવા કહે તો એમ કરો. આ રિપોર્ટ સારા હોય તો તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ હોર્મોનની સારવાર લો. આ દરમિયાન ડાયેટંિગ અને વ્યાયામની મદદ લઈને વજન ઓછું કરવાના પ્રયત્ન કરો. તમારી સમસ્યા દૂર કરવાનું કામ માત્ર ડોક્ટરનું જ છે. આથી બીજાની સલાહ લેવા કરતા સીધ ડોક્ટર પાસે જ જાવ. એક ડોક્ટરની ઉપચારથી ફાયદો થયો નહોવાથી તમે કોઈ સ્પેશિયાલીસ્ટની સલાહ લો.

 

હું ૧૯ વરસની છું, મને ૨૫ વરસના એક યુવક સાથે પ્રેમ છે. અને માટે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ મારી બહેને પ્રેમ લગ્ન કર્યાં હોવાથી હું પણ પ્રેમલગ્નની વાત કરીશ તો મારી મમ્મીને ઘણો આઘાત લાગશે. તેને કે મારા પ્રેમીને દુઃખી કરવાનો મારો ઈરાદો નથી. મારે શું કરવું એ બાબતે યોગ્ય સલાહ આપવા વિનંતી.
- એક યુવતી (મુંબઈ)

 

૦ ૧૯ વર્ષની ઉંમર લગ્નનો નિર્ણય લેવા માટે ઘણી નાની છે. ઉતાવળ કરો નહીં. હજુ કેટલાક વરસ સુધી રાહ જુઓ એ પછી પણ તમારા બંનેની લાગણીમાં ફરક પડે નહીં તો લગ્નનો નિર્ણય લો. લગ્ન પૂર્વે તમારો પ્રેમી પરિવારનું ભરણ-પોષણ કરવા લાયક હોવો જોઈએ એ પણ જરૂરી છે. આ ઉપરાંત તમે પણ કોઈ સારી કારકિર્દી બનાવો. શક્ય છે કે સમય જતા તમારી મમ્મી માની જશે અને બંનેને દુઃખી નહીં કરવાની વાત છે તો બધા પાસા બરાબર ગોઠવાઈ જાય તો ઠીક છે પરંતુ બેમાંથી એકની પસંદગીનો પ્રશ્ન આવે ત્યારે તમારે પરિસ્થિતિનો વિચાર કરીને મજબૂત મન બનાવીને કોઈ એકની પસંદગી કરવી જ પડશે.

 

હું ૨૩ વરસની છું, કમ્પ્યુટરના વર્ગમાં મારી મુલાકાત એક યુવક સાથે થઈ હતી. આ પછી અમારો સંપર્ક તૂટી ગયો હતો. ચાર મહિના પછી એક મિત્રને ત્યાં અમારી મુલાકાત થઈ હતી ત્યારે તેણે મને આલંિગન આપીને એક ચુંબન કર્યું હતું. શું તે મને પ્રેમ કરતો હશે કે મારી લાગણીઓ સાથે રમતો હશે?
- એક યુવતી (સુરત)

 

૦ તમે આ છોકરાથી પૂરેપૂરા પરિચિત પણ નથી પહેલા પરિચય વધારો એ પછી પ્રેમનો વિચાર કરો. ભવિષ્યમાં એને વઘુ છૂટછાટ લેવા દેતા નથી. આ ઉપરાંત એ તમને પ્રેમ કરે છે કે નહીં તે જાણવાનું કામ મુશ્કેલ છે. તેના મનમાં શું ચાલી રહ્યું છે એ અમે આટલે દૂર બેઠા બેઠા કેવી રીતે જાણી શકીએ? તમને એ છોકરામાં રસહોય તો પહેલા તેની સાથે મૈત્રી બાંધો અને વઘુ પરિચય થાય પછી ધીરે ધીરે તમને તેના મનની વાત ખબર પડશે.
નીના

 
 
Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved