Last Update : 10-April-2012, Tuesday
 
સૌંદર્ય સમસ્યા
 

હું ૩૫ વરસની મહિલા છું. થોડા વરસ મારા ચહેરા પર પુરૂષોને દાઢી આવે તેવી દાઢી ઊગે છે તેથી બહાર નીકળવામાં સંકોચ થાય છે. પરંતુ મારો પોતાનો ધંધો હોવાથી મારે કામ માટે બહાર તો જવું જ પડે છે. મેં હર્બલ પાઉડર લગાડ્યા, દોઢ વરસ સુધી ઇલેક્ટ્રોલાઇસિસ કરાવ્યું, દવાઓ પણ ખાધી પરંતુ ફાયદો થતો નથી. ચહેરા પરથી દરરોજ વાળ દૂર કરવા પડે છે. મારી આ સમસ્યાનો ઉપચાર જણાવશો
એક મહિલા (અમદાવાદ)

 

ઉત્તર ઃ નવી નવી ટેક્‌નિકોથી આ સમસ્યાથી છૂટકારો પામી શકાય છે. પરંતુ સાથે સાથે તમારા હોર્મોન્સના પ્રમાણમાં થતા ફેરફારમાં થતી ગરબડનો ઉપચાર પ્રથમ કરવો જોઇએ. તમે કઇ દવા ખાધી છે તેનો ઉલ્લેખ કર્યો નથી. તબીબની સલાહ લઇ તમે હોર્મોન્સની તપાસ કરાવો અને ત્યારબાદ દવાની સાથે સાથે કોસ્મેટિક નિષ્ણાતની સલાહ અનુસરો.

 

હું ૨૪ વરસની યુવતી છું. મને આંખમાં ખંજવાળ આવે છે તથા આંખની નીચે કાળા કુંડાળા પણ થઇ ગયા છે. મારા પેટ પર ચરબી જામી ગઇ છે તેને દૂર કરવાનો ઉપાય જણાવશો.
એક યુવતી (જામનગર)

 

ઉત્તરઃ આંખમાં ખંજવાળનું કારણ ઇન્ફેક્શન હોઇ શકે તે માટે તમે આંખના નિષ્ણાંતની સલાહ લેશો. આંખની નીચેના કાળા કુંડાળા માનસિક તાણ, અનંિદ્રા, અસમતોલ આહાર, રક્તમાં લાલ કણની ઉણપથી થઇ શકે છે. તમે સમતોલ આહાર લેશો, સંતરા, ટામેટા, ગાજરનો રસ પીઓ. દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીઓ, બદામના તેલથી આંખની આસપાસ માલિશ કરવું. પેટ પરની ચરબી ઓછી કરવા નિષ્ણાંતની સલાહ લઇ નિયમિત કસરત કરો.

 

હું ૧૭ વરસની યુવતી છું. મારો રંગ શ્યામ છે તેને ગોરો કરવાના ઉપચાર જણાવશો. મારા વાળ ભૂખરા, રૂક્ષ અને દ્વિમુખી છે તો તેને રેશમ જેવા મુલાયમ કરવાના તરીકા જણાવશો.
એક યુવતી (ભુજ)

 

ઉત્તરઃ શરીરનો વાન કુદરતી હોય છે તેમાં ફેરફાર કરી શકાતો નથી. હા, વાનને થોડો હળવો કરી શકાય છે. ચણાનો લોટ, હળદર અને કાચું દૂધ ભેળવી પેસ્ટ બનાવી અઠવાડિયામાં ત્રણ વખત ચહેરા પર લગાડવું. ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લૉશન લગાડવું. માનસિક તાણથી દૂર રહેવું. સમતોલ આહાર લેવો. પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું.
વાળને મુલાયમ કરવા વાળ અરીઠા અથવા શિકાકાઇથી ધોવા. અઠવાડિયામાં બે વખત કોપરેલથી હળવો મસાજ કરવો. વાળ ધોયા બાદ કંડિશનર જરૂર લગાડવું. કંડિશનર માટે મહેંદી, ઇંડા અથવા ચાના પાણીનો ઉપયોગ કરી શકાય.

 

હું ૧૭ વરસની યુવતી છું. મારા ચહેરા પર નાના-નાના દાણા ફૂટી નીકળ્યા છે. દવાથી ફાયદો થતો નથી. મારી આ સમસ્યાનું નિવારણ જણાવશો.
એક યુવતી (સુરત)

હું ૧૮ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય છે. મારા ચહેરા પર નાના-નાના દાણા ફૂટી નીકળ્યા છે. હું થોડો સમય બીમાર હતી તેથી દવાઓ ખાવી પડી હતી તે જાણશો. મારી સમસ્યાનું નિવારણ જણાવશો.
એક યુવતી (પાલઘર)

 

ઉત્તરઃ તૈલીય ત્વચા હોવાથી ચહેરા પર નાના-નાના દાણા ફૂટી નીકળવાની શક્યતા રહે છે. ચહેરા પર તેજ સાબુ લગાડવો નહીં. ફેસ વૉશ અથવા મેડિકેટેડ સાબુથી ચહેરો ધોવો. દિવસમાં ત્રણ-ચાર વખત એસ્ટ્રીજન્ટથી ચહેરો સાફ કરવો. દાણા પર તુલસી અથવા લીમડાનો રસ લગાડવો. દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવું. દિવસમાં ત્રણ-ચાર વખત ચહેરો ધોવો. દવાઓ ગરમ પડી હોય તો પણ ફોડલીઓ નીકળી શકે છે. ઉપર જણાવેલ ઉપચાર ધીરજ રાખી કરવાથી અવશ્ય ફાયદો થશે.
સુરેખા

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved