Last Update : 10-April-2012, Tuesday
 

વાચકની કલમે

 

તનહાઈ
મહેફિલમાં તન્હાઈનો અનુભવ થયો
સૂરાલયમાં તન્હાઈનો અનુભવ થયો
ભીતરના ઝખ્મો રુઝાયા ન કદી
નશામાં મરહમનો અનુભવ થયો
નંિદર તો આંખ જોઈ ભાગી ગઈ
સપનામાં મિલનનો અનુભવ થયો
ઓશિકા થાક્યા બગાસાના ભારથી
તેને અણગમાનો અનુભવ થયો
ચાલ્યા તો ગયા હાથ જોડી સૂરા ને
ચાહતમાં કમીનો અનુભવ થયો
ચાંદ પૂનમ ફેલાવે આશાના કિરણો
આભમાં પ્રકાશનો અનુભવ થયો
સખી ગેરહાજરી તુજને સતાવે ઘણી
સહિયરને તન્હાઈનો અનુભવ થયો
દર્શિના બાબુબાઈ શાહ ‘સખી’ (અમદાવાદ)

 

પ્રેમનો વ્યવહાર
એ નજરોથી વાર કરી ગઈ કે
કોઈ તીર આ દિલની પાર કરી ગઈ
ખાલી હતું આ દિલ, કદાચ એની જ માટે
એ આ દિલને નિહાલ કરી ગઈ
મારા દરેક સપનાં સાકાર કરી ગઈ
હતી એ કુમળી કિશોરી સત્તર વરસની
છતાં, કોઈ કામણ કરી ગઈ
મને ખુદ મુજથી લાચાર કરી ગઈ
દિલ દઈ દિલ લીઘું એણે મારું
એ દિલોના સૌદા કરી ગઈ કે
મુજ પર એક ઉપકાર કરી ગઈ
ઉજડી ગયો હતો જે ગુલશન પતઝડમાં
એમાં એ થોડી ખૂશ્બુ ભરી ગઈ
કે, તૂટેલા દિલને રાહત કરી ગઈ
આજ સુધી ભટકતો રહ્યો હું વફાને શોધવા
ને આ સ્વાર્થની દુનિયામાં
એ ‘પ્રેમનો વ્યવહાર’ કરી ગઈ.
જીતેન્દ્ર કુમાર ‘જીનું’ (માંડોત્રી, પાટણ)

 

‘તને જોયા પછી’
પ્રથમવાર જ્યારે તું મારી સામે આવી હતી
તને જોયા પછી મેં મારી આંખમાં સમગ્ર
સૃષ્ટિની સુંદરતા સમાવી હતી
તને જોયા પછી મારા દિલમાં પ્રેમનું અંકુર ફૂટયું હતું
અચાનક થયેલા ફેરફારનું કારણ મેં મારા
દિલને પૂછ્‌યું હતું
તારા ગયા પછી કોલેજમાં શોકનું વાતાવરણ છવાયું હતું
એ વિરહની વેદનાથી હૃદય મારું ઘવાયું હતું,
બસ ત્યારથી તારું નામ મારા દિલ પર લખાયું હતું
આજે હું ઇચ્છું ત્યારે તને જોઈ શકું છું કારણ કે કોલેજના એ દિવસોમાં
તારું અઢળક સૌંદર્ય મારી આંખોમાં છુપાયું હતું.
પ્રિયાંક લિમ્બચીયા (પાટણ)

 

મનડું માનતું નથી
મારું છે મનડું પોતાનું પણ
તારા વિના ક્યાંય લાગતું નથી
જીવવું છે ‘જંિદગી’ તારી સાથે જીવન પણ
તારા વિના જીવન સહેલું લાગતું નથી
ઘર તો સુંદર છે મારું પણ
તારા વિના ‘જંિદગી’ ઘર સુંદર લાગતું નથી
સભ્યો તો ઘરમાં ઘણા છે પણ
તારા વિના ‘જંિદગી’ ઝાંઝરના ઝણકાર જેવું લાગતું નથી
રોજ ઘરમાં આરતીમાં ચિરાગ જલે છે પણ
તારા વિના ‘જંિદગી’ મારા જીવનમાં રોશની જેવું લાગતું નથી
શું કામ રહે છે દૂર તું ‘દેવ’થી
તારા વિના જ્યારે ‘જંિદગી’
મનડું ‘દેવ’નું માનતું નથી.
પટેલ ધર્મેન્દ્ર એસ. ‘દેવ’ (કરલી, તા. ઊંઝા)

 

‘એ જરૂર આવશે’
એમને ગમતો હોઈશ તો એ જરૂર આવશે
સામેથી મ્હારે પૂછવાની કઈ જરૂર નથી
ગલતી તો અમે કરી છે પ્રીત બાંધીને
ખેર જવા દો એમનો કોઈ કસૂર નથી
જબરદસ્તીથી મહોબ્બત ના થઈ શકે
રહેવા દો એમના પ્યારની જરૂર નથી
કંઈક તો ઘટના ઘટી હોવી જ જોઈએ
કાયમ જેવું એમના ચહેરા પર નૂર નથી
એણે દીધેલ ઝખમ કોઈક તો જાણો
‘કવિરાજ’ એટલા બધા તો ક્રૂર નથી
અફલાતૂન કલાકારની આંખ ભીનીં થૈં
દુલ્હનને જોયા પછી ‘વિજયના’ કંઠે સૂર નથી
વિજય શ્રી જાદવ ‘શ્રી કવિરાજ’ (ભિલોડા)

 

બેદર્દ સમાજ
બનીને જંિદગીનો હમસફર
કોઈ બેવફા કેમ બની શકે
તું એટલી નાદાન પણ નથી
કે પ્રેમની પરિભાષા ના સમજી શકે
કરી વાયદા જીવન-મરણના
કેમ અધવચ્ચેથી સાથ છોડી ગયા
હૃદયમાં વસાવી હોય મુરત જેની
એ પીઠમાં ખંજર કેમ મારી શકે
કેટલાય ઝખ્મોં મળ્યા છે ‘ખુશનસીબ’ને
આ બેદર્દ સમાજથી
પાર કરી તુફાનો દરિયાના
કોઈ કિનારો કેમ કરી શકે
કલ્પના કરવી પણ અઘરી છે
કે પ્રેમમાં કોઈ આવો વિશ્વ્વાસઘાત
કેમ કરી શકે.
સુનીલ એલ. પારવાણી ‘ખુશનસીબ’
ગાંધીધામ (કચ્છ)

 

કાવ્ય
સમજી શકી નહીં મજબૂરી મારી
મારી ઇચ્છા જ હતી કમજોરી મારી
કંઈ મિલન વેળાએ કહી શકાતું નથી
ગોઠવણ પણ છે સાવ અધકચરી મારી
એ મળ્યા છતાં એક નજર ન મળી
હાય! ફરી નડી ગઈ મગરૂરી મારી
એના માટે આ નવુ બિલકુલ નથી
શેષ પછી લાગી સ્મિતની લોટરી મારી
દુનિયાને તુ આ સમજી નહીં શકે ‘અબ્ધિ’
ઠોકર પછી, ઠોકર કરગરી મારી
મહેન્દ્ર ચાવડા (અમદાવાદ)

 

જંિદગી કેવી હશે?
આજ આ અંધકારની રાત કેવી હશે?
સાંભળીને રડે છે નયનો વાત કેવી હશે?
દર્દો પણ ડરે છે મુજની યાતનાથી હવે,
હૃદયમાં રહેલી એની કયામત કેવી હશે?
પ્રસ્તાવનાથી જ દોસ્તો તો રુદન કરી બેઠા
મારી જંિદગીની એ કબુલાત કેવી હશે?
ખુદા પણ છે નારાજ મારી યાતનાથી હવે
વિચારુ છું કે એની તો એ રજૂઆત કેવી હશે?
વ્યર્થ છે આંસુ અને આ ઇંતજાર પણ એનો
આખરે એની તો એ એક મુલાકાત કેવી હશે?
આવશે જવાબ એ જ અપેક્ષાએ જીવી રહ્યો છું,
તું વિચાર તારા વિનાની આ જંિદગી કેવી હશે।?
આખરે નીકળ્યો કફનમાં નવી સફરે આ ‘રાણા’
શંુ ખબર હવે તો એની શરૂઆત કેવી હશે?
નિતિન લખતરિયા (નાગલપર-બોટાદ)

 

મિલન પળ
વિસારું તોયે, ના વિસરાય પળ
તાજા ખીલ્યા ફૂલસમી મિલન પળ
મન તણી ખીટીએ ટીંગાણું
આપણે મળ્યાનું યાદગાર થળ
બ્હાર વરસાદ અનરાધાર
લીલીછમ મ્હોરે આંખ સજળ
ભરઉનાળે ધગધગતો તાપ
ઓગળી પ્રસરે ગાલે કાજળ
પાનખરે ખરતાં પાંદ છોને
ઘેલું લગાડે, પ્રેમનું વાસંતી બળ
શરીરે ઠંડી કંપન શિયાળા ભણી
ઉષ્માભર્યા દિલમાં સ્પંદન દળ
‘દાસમંગલ’ આ તો બારમાસ શુકન
વહે અહીં સતત પ્રેમરૂપી જળ
વિસારું તોયે ના વિસરાય પળ
તાજા ખીલ્યા ફૂલસમી મિલન પળ
મંગલદાસ સોલંકી ‘દાસ મંગલ’ (વેરાવળ)

 

પ્રેરણા
આપની ક્ષણિક મુલાકાત
જીવનના અતિતમાં બદલાઈ ગઈ
આપની મૃદુ સ્વરવાણી
હૃદયના સ્પંદનોમાં વ્યાપી ગઈ
આપના નયનોના પ્રતિબંિબ,
સ્મૃતિપટ પર છવાઈ ગઈ
આપના લાગણીના સુરોએ
પ્રેમકૂંપળ ફૂટી ગઈ
આપની હૃદયની ઉર્મિઓ
રોમેરોમમાં વ્યાપી ગઈ
આપના સ્નેહના આલંિગનો
‘સ્નેહદીપ’ પ્રજ્જવલિત કરી ગઈ
આપના જીવંત પ્રેમ સ્પંદનો
હૃદયની અનુભૂતિ કરાવી ગઈ
તારી સ્નેહ જ્યોત
‘દીપ’ની પ્રેરણા બની ગઈ.
દિપક મહેશ પંડ્યા ‘સ્નેહ’ (બીલીમોરા)

 

યાદ
આ સમી સાંજની વેળા એ તમે
યાદ બનીને આવો છો...
આ તરામઢેલી રાતલડીમાં..
તમે ચાંદ બનીને યાદ આવો છો
આ સવાર પડ્યું ને, પંખીના ચહકાટમાં
તમે યાદ બનીને આવો છો
સુરજના પહેલા કિરણમાં
તમે યાદ બનીને આવો છો
ૠતુઓની રાણી વસંતમાં તમે,
કેસુડો બનીને યાદ આવો છો
તમારી યાદમાં સવાર શું ને સાંજ શું
તમે હરપળ શ્વ્વાસ બનીને
યાદ આવો છો.
કેતકી જયેન્દ્રભાઈ દેસાઈ(મહુવા)

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved