Last Update : 10-April-2012, Tuesday
 
મૂંઝવણ
 

મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારાં લગ્નને બે વર્ષ થયાં છે. મારા વૃષણ પર નાની-મોટી ફોલ્લીઓ છે. સોનોગ્રાફીના રિપોર્ટમાં એ પાણીની ફોલ્લીઓ હોવાનું નિદાન થયું છે. ડૉક્ટર કહે છે જો આ ફોલ્લીઓથી વૃષણ દેખાવમાં ખરાબ લાગતો હોય તો ઓપરેશન દ્વારા એ કાઢી શકાય છે અને એ ફોલ્લીઓ પાછી નહીં આવે. આને માટે કોઈ ઘરગથ્થુ ઉપચાર બતાવશો. શું આનું ઓપરેશન કરાવવું જરૂરી છે?
એક યુવાન (પોરબંદર)

* જેમ આપણા કપાળ પર ફોલ્લી થાય કે ગાલ પર ખીલ થાય એ પ્રમાણે તમને વૃષણ પર ફોલ્લીઓ થઈ હશે. જો તમે એને દબાવીને ફોડશો તો એમાંથી ચીઝ જેવો ચીકણો પદાર્થ બહાર નીકળશે. કોઈ દવા કે મલમ દ્વારા એનો ઈલાજ શક્ય નથી. આ ફોલ્લીઓને દબાવીને આમાંથી ચીકણું દ્રવ્ય કાઢી નાખવાનું હોય છે. આ ફોલ્લીઓ ફરી વાર એની એ જગ્યાએ પાછી થઈ પણ શકે છે.

 

મારાં લગ્નને આઠ વર્ષ થયાં છે. મને એક પાંચ વર્ષનો પુત્ર છે. ટીવી પર આવતી કૉન્ડોમની કે વિસ્પરની જાહેરખબરો જોઈને અથવા ફિલ્મોમાં આવતાં ઉત્તેજક દ્રશ્યો જોઈને તે મને એના વિશે અનેક સવાલો પૂછે છે. મારી મૂંઝવણ એ છે કે એના પ્રશ્નોના ઉત્તર કેવી રીતે આપવા? બાળકોને સેક્સ વિશેની જાણકારી ક્યારથી આપવી જોઈએ.?
એક પિતા (સૂરત)

* મારા મતે તો બાળકોને પારણામાંથી જ સેક્સની જાણકારી આપવી જોઈએ, પણ જેટલી હકીકત તે સમજી શકે એટલી જ સમજાવવી જોઈએ. જોકે થોડીક વાત વધારે પણ સમજાવશો તો એનાથી કોઈ નુકસાન નથી થવાનું, કારણ કે કુતૂહલતા દરેક બાળકમાં રહેવાની જ. એક હકીકત દરેક માણસ સ્વીકારશે કે ‘અજ્ઞાનથી વિકૃત કુતૂહલ વધે છે અને જ્ઞાનથી વિકૃત કુતૂહલ ઘટે છે.’

 

પાંચ વર્ષ પહેલાં હું સેક્સ માણવા માટે બહાર જતો હતો. લગભગ પચીસેક જુદી-જુદી સ્ત્રીઓ સાથે મેં સંભોગ કર્યો હતો. એ સમયે મેં કૉન્ડોમ નહોતું પહેર્યું. મને ડર લાગે છે કે મને એઈડ્‌સ તો નહીં થયો હોય? મને ક્યારેક થોડો-થોડો તાવ આવે છે અને મોઢામાંથી લાળ પણ બહાર પડે છે. મારાં હજી લગ્ન નથી થયાં. કોઈ પણ સ્ત્રીને જોઈને મને સંભોગ કરવાનું બહુ મન થાય છે. હું દિવસમાં બે વાર હસ્તમૈથુન કરું છું છતાં મને સંતોષ નથી થતો. મને બન્ને સમસ્યાનો યોગ્ય ઉપાય બતાવશો.
એક યુવક (ભરૂચ)

* એઈડ્‌સનાં મુખ્ય લક્ષણમાં વગર કારણે જુલાબ થવા, તાવ આવવો અને શરીરનું દસ ટકા કરતાં વઘુ વજન ઊતરી જવું એ છે. તમે પાંચ વર્ષ પહેલાં બહાર જઈને અજાણી સ્ત્રીઓ જોડે નિરોધ પહેર્યા વિના ઘણી વાર સંભોગ કર્યો છે એટલે કોઈ સારી લૅબોરેટરીમાં એચઆઈવી ટેસ્ટ કરાવી લો. એ નેગેટિવ હોય તો ભૂતકાળને યાદ ન કરવો અને ભવિષ્યમાં સાવચેતીપૂર્વક ચાલવું. ઘણા યુવાનોને તમારી જેમ સ્ત્રીઓને જોઈને સંભોગ કરવાનું મન થતું હોય છે. પંદરથી ત્રીસ વર્ષ સુધીમાં શરીરમાં હોર્મોનનું પ્રમાણ વઘુ હોય છે. એને પરિણામે કામેચ્છા વઘુ પ્રમાણમાં જાગૃત થાય છે. એક વ્યક્તિ જો પોતાની કામેચ્છાની તૃપ્તિ માટે હસ્તમૈથુન જેવી ક્રિયામાં રાચે તો એનાથી કોઈ નુકસાન થવાની સંભાવના નથી.
સંભોગ વખતે જે ક્રિયા ઈન્દ્રિય યોનિમાર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુન સમયે મુઠ્ઠીમાં કરે છે. જેમ સંભોગથી કોઈ તકલીફ કે કમજોરી નથી આવતી એજ પ્રમાણે હસ્તમૈથુનથી પણ કોઈ કમજોરી નથી આવતી. કોઈ અજાણી સ્ત્રી સાથે સંભોગમાં રાચવા કરતાં હસ્મૈથુન એ બહેતર અને સુરક્ષિત વિકલ્પ છે.

 

હું ૨૮ વર્ષનો પરિણીત પુરુષ છું. મારાં લગ્નને છ વર્ષ થયાં છે. હું સંભોગ કરતાં પહેલાં મારી પત્નીને મુખમૈથુન કરું છું. એને કારણે તેને સંતોષ મળી જાય છે. એને સંતોષ આપ્યા પછી હું યોનિપ્રવેશ કરું છું ત્યારે મારું સ્ખલન જલદી થઈ જાય છે. એને કારણે મને સંતોષ નથી થતો. મને અઠવાડિયામાં એક વાર અને પત્નીને મહિને એકાદ વાર સંભોગ કરવાનું મન થાય છે તો તેની ઈચ્છા વધારવા શું કરવું એ જણાવશો.
એક પતિ (ગાંધીનગર)

* તમે મુખમૈથુનની જે ક્રિયા કરો છો એ બિલકુલ નૉર્મલ છે. ૧,૬૦૦ વર્ષ પહેલાં ૠષિ વાત્સ્યાયને આ ક્રિયા સ્વાભાવિક અને સંતોષ માટે ઉત્તમ છે એવું વિધાન કરેલું. અર્વાચીન યુગમાં પણ મુખમૈથુનને સામાન્ય ક્રિયા ગણવામાં આવે છે. પત્નીને મુખમૈથુનથી સંતોષ આપી દીધા પછી તમે યોનિપ્રવેશ કરો છો ત્યારે તમારું શીઘ્રસ્ખલન થઈ જાય છે એ પણ એક નૉર્મલ પ્રક્રિયા છે. જોકે તમારી પોતાની ઈચ્છા હોય અને સંભોગ લાંબો ચલાવવો હોય તો એના સફળ કીમિયાઓ પણ છે, મુખમૈથુન કરવાથી તમને બન્નેને નુકસાન થવાની કોઈ શક્યતા નથી, બલકે આનંદમાં અભિવૃઘ્ધિ થવાની શક્યતા પૂરેપૂરી છે. ધારો કે તમારી કામેચ્છા પત્ની કરતાં વઘુ હોય તો તે તમને મુખમૈથુન, હસ્તમૈથુન કે બીજી રીતે ચરમસીમા પર લઈ જઈને સંતોષનો અનુભવ કરાવી શકે છે.
ડૉ. અનિમેષ

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved