Last Update : 10-April-2012, Tuesday
 
ગુલછડી
 

મંઝિલને પ્રાપ્ત કરવા માણસ એકલો એકવાર નીકળી પડે પછી માર્ગમાં એને અનેકોનો સાથ-સધિયારો મળી જાય છે અને એકલો માણસ કાફલો બની જાય છે. રવીન્દ્રનાથ ટાગોર કહે છે એમ કોઇ હાક સુણી આવે નહીં તો પણ તું એકલો જા. કવિ સાહિલ આવો જ ભાવ પોતાની ગઝલના ઉપાડમાં વ્યકત કરે છે ઃ
ચારે તરફથી આવી રહ્યો કાફલો હવે,
લાગી રહ્યું છે જાણે નથી એકલો હવે.
માણસ જીવનમાં ભૂલ કરતો હોય છે પણ ચંચળ મન એને ક્યારેય રોકતો નથી. આમ ભૂલોનું પુનરાવર્તન થયા જ કરે છે અને માણસ આજીવન ખોટી રકમનો દાખલો ગણ્યે રાખે છે ઃ
ભૂલે ચૂકેય જીવ નથી બોલ્યો કોઈ ’દિ,
ખોટી રકમનો ગણવો નથી દાખલો હવે.
સમસ્યાનું સ્વરૂપ સાંકળ જેવું હોય છે. એક ઉકેલો તો એમાંથી બીજી ઊભી થતી હોય છે. સમસ્યાના આ અંકોડાને ખોલવામાં માણસનું જીવન પૂરું થઇ જતું હોય છે. એ સમસ્યાનું સમાધાન કરે છે અને સમાધાનમાંથી જ અન્ય સમસ્યા ઉદભવે છે.
છેવટ સમસ્યામાંથી સમસ્યા જ નીકળી
સમજ્યો હતો હું - પૂરો થયો મામલો હવે.
આ જીવન રંગમંચ છે અને માણસો કુશળ નટની જેમ અનેક પાત્રો ભજવવાના હોય છે. જીવનના દુઃખોને રંગલાની જેમ ભીતર વેદના ધરબી દઈને હસી કાઢવાના હોય છે. પણ જો નાટક લાંબુ ચાલે તો રંગલો પણ થાકી જતો હોય છે. એને પ્રતીક્ષા હોય છે પડદો પડવાની, જેથી નાટકનો અંત આવી જાય અને પોતે મુક્તિ પામે ઃ
જોઉં છું વાટ - ક્યારે પડે પર્દો મંચ પર,
થાકી ગયો છે નાચી નાચી રંગલો હવે.’
જે ગઈકાલ સુધી ઘરનો ઉંબર વળોટતા ડરતો હતો એ હવે નિર્ભય થઇને નીકળી પડ્યો છે અને એની હેસિયત હવે એક કાફલા સમાન થઇ ગઈ છે ઃ
ઉંબર વળોટતા જે કદી ઘુ્રજતો હતો,
એ થઇ ગયો છે દોસ્ત ! પૂરો કાફલો હવે.
જીવનમાં આગળ વધવા માટે આપણને જે નિર્ભયતાના પાઠ શીખવાડે છે એ જ વ્યકિત જો ક્યારેક આપણને રોકે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે. મૂલ્યોમાં બાંધછોડની આ નીતિ કવિને વ્યથિત કરે છે ઃ
જેઓએ શીખવાડ્યું છે છાતી ફુલાવતાં,
તેઓ જ કેમ ઝાલ્યાં કરે કાંઠલો હવે !
માણસને જીવનમાં સઘળાં ઐશ્વર્યો હોય પણ આ સુખ સાહ્યબીની વચ્ચે એને પોતાની માનો અભાવ સતત ખટકતો હોય છે. આ સંસારમાં માથી વિશેષ કોઈ ઐશ્વર્ય કે વૈભવ હોઇ શકે નહીં. કવિ સાહિલ ગઝલના મકતામાં આ અભાવને આ રીતે વ્યક્ત કરે છે ઃ
‘સાહિલ’ રહ્યો છું એ જ વાતે ઓશિયાળ હું,
ક્યાં માનો ફરફરે છે શિરે સાડલો હવે.
ડૉ. રશીદ મીર

Share |
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved