Last Update : 10-April-2012, Tuesday
 

ઝરદારી - મનમોહન મંત્રણામાં ત્રાસવાદ મુખ્ય મુદ્દો હતો ઃ પવનકુમાર બંસલ

બંને દેશોના ગૃહ સચિવોની મંત્રણામાં સઇદનો મુદ્દો ચર્ચવો યોગ્ય ઃ ઝરદારી
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૯
પાકિસ્તાનના પ્રમુખ આસીફ અલી ઝરદારી અને વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચેની મંત્રણામાં ત્રાસવાદ મુખ્ય મુદ્દો બની રહ્યો હતો અને ભારત તે સંબંધે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જણાવી દીધું હતું કે, ત્રાસવાદ દૂર થવો જ જોઈએ, તેમ કહેતાં પ્રમુખ ઝરદારીની ભારતની એક દિવસની ટૂંકી મુલાકાત સંબંધે મિનિસ્ટર-ઇન વેઇંટિંગ તરીકે ફરજ બજાવતા પવન કુમાર બંસલે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રમુખ ઝરદારી પણ હૃદયપૂર્વક માને છે કે ત્રાસવાદ દૂર થવો જ જોઈએ અને બંને દેશોએ ગરીબી તથા અન્ય સમાન પ્રશ્નોને હલ કરવા ઉપર લક્ષ્ય આપવું જોઈએ. જયારે ભારતના ગૃહ સચિવ આર.કે. સિંહે જણાવ્યું હતું કે બંને દેશોના ગૃહ સચિવોની મંત્રણા પાકિસ્તાને સૂચવ્યા પ્રમાણે તા. ૧૬મી એપ્રિલે નહીં પરંતુ સંસદનું બજેટ સત્ર પૂરું થયા પછી (તા. ૨૨મી મે પછી) યોજી શકાય તેમ છે.
વિદેશ સચિવ રંજન મથાઈએ જણાવ્યું હતું કે, ૨૬/૧૧નાં મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદનો મુદ્દો વડાપ્રધાને પાકિસ્તાનના પ્રમુખ સાથે ઊખેળ્યો જ હતો, ત્યારે પ્રમુખ ઝરદારીએ કહ્યું હતું કે તે મુદ્દો બંને દેશના ગૃહ સચિવોની મંત્રણા દરમિયાન ચર્ચવો યોગ્ય બની રહેશે.
પવન કુમાર બંસલે પ્રમુખ ઝરદારીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેઓ એક ખુલ્લા મનના માનવી છે, ઉષ્માભરી વ્યક્તિ છે. આ સાથે બંસલે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પાકિસ્તાનના પ્રમુખ સાથે મિનિસ્ટર-ઇન-વેઇટિંગ તરીકે રહ્યા હતા પંરતુ તેમની અને ડૉ. સિંહ વચ્ચે યોજાયેલી મંત્રણા સમયે તો ઉપસ્થિત ન જ હતા. તેથી બંને વચ્ચે થયેલી વાતચીતથી વાકેફ ન હોય તે સહજ છે. જેમાં ત્રાસવાદ સહિત અન્ય મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા જ હતા. પ્રમુખ ઝરદારી પણ માને જ છે કે ત્રાસવાદ જડમૂળથી ઊખેડી જ નાખવો જોઈએ. પરંતુ ઝરદારી કે પાકિસ્તાનના આંતરિક બાબતોના પ્રધાન રહેમાન મલિક સાથે તેમણે પોતે લશ્કરે તોઇબાના વડા અને મુંબઈ હુમલાઓ પાછળનાં મુખ્ય ભેજાં હાફીઝ સઇદ સંબંધે કોઇ ચર્ચા થઈ જ નહતી.
બંસલે વધુમાં જણાવ્યું હતું કે તેમની અને રહેમાન મલિક વચ્ચે પંજાબી ભાષામા સામાન્ય વાતચીત થઇ હતી તે સાંભળી પાકિસ્તાનના પ્રમુખે પણ પંજાબીમાં જ તેમની સાથે વાતચીત કરી હતી.
બીજી તરફ ગયાં સપ્તાહે પાકિસ્તાને લાહોરમાંથી એવું સૂચન કર્યું હતું કે બંને દેશોના ગૃહ સચિવોની મંત્રણા તા. ૧૬મી એપ્રિલે યોજવી. પરંતુ ભારતે તે માટે તા. ૨૨મી મે પછીની તારીખ રાખવા જણાવ્યું હતું કે ભારતમાં અંદાજપત્રીય સત્ર ચાલુ હોવાથી તે તા. ૨૨મી મેએ સમાપ્ત થાય પછી યોજી શકાય તેમ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved